May 03, 2017

કાઠિયાવાડ, વોકર કરાર અને ભીમાકોરેગાઁવ : વિજય મકવાણા

By Vijay Makwana  || January 1, 2017 



કાઠિયાવાડ, વોકર કરાર અને ભીમાકોરેગાઁવ!!


છેલ્લે હમણાં પ્લાસી યુદ્ધ વિશે ઐતિહાસિક માહિતી આપતી પોસ્ટ કરી. તેમાં મેં જણાવેલ કે, ભારતના લોકો કંપની/બ્રીટીશ સરકાર બને તે માટે વધુ ઉત્સુક હતાં. માનવતાવાદી, ન્યાયપ્રિય શાસકો કોને ન ગમે?? આજે વધું એક સબૂત!


19 ડિસેમ્બર 1803ના રોજ ચિતળ, જેતપૂર, મેંદરડા, અને કુંડલાના કાઠી દરબારોએ અંગ્રેજી હકુમતના કર્નલ વોકરને પત્ર લખી સૌરાષ્ટ્રમાં ગાયકવાડી-પેશવાનો ત્રાસ છે તેવું જણાવી સૌરાષ્ટ્રની સતા અંગ્રેજી હકુમતના હાથમાં લેવા વિનંતી કરી હતી. ત્યારબાદ 30 ડિસેમ્બર 1803ના રોજ જોડીયાના દરબારે, પછી મોરબીના રાજવી જીયોજી જાડેજાએ, ધ્રોળ-ખીરસરાના દરબારે, અને 26મી મે 1807ના રોજ લાઠીના રાજવી કલાપીના પુર્વજોએ પણ પત્ર લખી અંગ્રેજો પાસે મદદની માંગણી કરી હતી. કર્નલ વોકરે આ તમામ પત્રો મુંબઈ સરકારને મોકલી તેમનું માર્ગદર્શન માંગ્યું. જવાબમાં મુંબઈ સરકારે જણાવ્યું કે, '' સૌરાષ્ટ્ર ના તાલુકદારો અંગ્રેજી રાજના તાબા હેઠળ આવવા વિનંતી કરે છે, તે આપણને મનગમતું હોય. તો પણ તેના બધાં પાસા તપાસી જવા, બ્રીટીશ સરકાર ને કોઇ મુલ્ક વિના વિઘ્ને મુફતમાં મળતો હોય તો તે ખુશીની વાત છે''


અને તે જ વર્ષે 1807માં સૌરાષ્ટ્ર માં અગ્રેજ હકુમતની સ્થાપના થઇ! કાઠિયાવાડ અને અંગ્રેજી હકુમત વચ્ચે વોકર કરાર થયાં!


હવે વાત દલિતોની! ભીમાકોરેગાઁવની લડાઇ સૌરાષ્ટ્ર માં અંગ્રેજી હકુમતને વધું મજબૂત કરે છે. કેવી રીતે? 500 મહાર સૈનિકો 28000 પેશવાઓને નામોશીભરી હાર આપે છે. તે ઘટના બાજીરાવ પેશવાના દિમાગમાં ડર બેસાડી દે છે. બરાબર પાંચ માસ પછી પેશવા અંગ્રેજી હકુમતને શરણે થાય છે. 1818 સુધી પેશવાનું લશ્કર ગાયકવાડી લશ્કર સાથે મળી જુનાગઢ, જામનગર, ભાવનગર પાસે ખંડણી ઉઘરાવતાં. અંગ્રેજોની શરણાગતિ સ્વીકારતાં અંગ્રેજો માટે ગાયકવાડી ફોજ સામે જ કાર્યવાહી કરવાની બચી. 1818માં પેશવાઓ સામે લડેલી 'મહાર બટાલિયન' ને 1820માં 'બેટલ ઓફ કાઠિયાવાડ' લડવા બોલાવવામાં આવી. 1821નું વર્ષ પુરું થતાં સુધીમાં સમગ્ર ગુજરાત પર અંગ્રેજોનો કબજો સ્થપાયો. થેંક્સ ટુ મહાર!


-વિજય મકવાણા




No comments:

Post a Comment