ગવર્નમેન્ટ ટ્રાન્સપોર્ટની બસો નું આંબેડકરી આંદોલનમાં બહુ મોટું યોગદાન છે! 1980-90ના દાયકાઓમાં દલિત બાળકોનાં વાલીઓ શિક્ષણનું મહત્વ સમજતા થયાં. આ દાયકાઓમાં પોતાના બાળકોને શિક્ષણ અપાવવા વધુ જાગૃત થયાં. બાળકોની કેળવણી અને તે થકી ઘડાતી ઉજ્જવળ કારકિર્દીનું મહત્વ સમજતાં થયાં. પોતાના બાળકોને ઉચ્ચસ્તરીય શિક્ષણ અપાવવા દરેક આર્થિક જોખમ લેવા તેમજ અજમાવવા કટ્ટીબદ્ધ થયા. તાલુકા-જીલ્લા મથક દૂર હોય તોય તાલુકા-જીલ્લાની શાળામાં પોતાના બાળકોનો પ્રવેશ મેળવતાં થયાં. જેથી શહેરોમાં આવેલી શાળાઓમાં દુરના ગાંમડાઓમાંથી વહેલી સવારની બસોમાં દલિતોનાં કિશોર યુવકો સ્કુલડ્રેસ પહેરેલાં જોવા મળવાં લાગ્યા. તાલુકા-જીલ્લાના મથકે બસોમાં ભણવા આવતા થયાં. અહીં શાળામાં સવર્ણ જાતિઓના કિશોર યુવકોની સાથે દરેક જગ્યાએ સ્પર્ધા કરવાના દિવસો આવ્યાં. જ્ઞાન થી લઇ ગુંડાગર્દી બધે સવર્ણ જાતિઓનો દબદબો હતો..એ સમયે રાષ્ટ્રિય આંદોલનમાં આંબેડકર પછી શુન્યાવકાશ જેવી પરિસ્થિતિ હતી. આજના રાષ્ટ્રિય નેતાઓ તે સમયે પોતાના સ્થાન માટે ઝઝુમી રહ્યા હતાં. ઉપરના લેવલથી સામાજીક આંદોલનનાં સંદેશ ભાગ્યેજ મળતાં હતાં આવા કપરા સમયમાં નેતૃત્વ વિના જુથબંધી વિના ટકી રહેવું દલિત યુવકો માટે કઠીન હતું. પણ 'જય ભીમ' એક એવો પ્રેરણાદાયી નારો હતો કે..તેના આહ્વાહનથી..નાનકડી ક્રાંતિ જ્યોત પ્રગટી જતી. સવર્ણોના દબંગ યુવકો બસની સીટ પર પોતાની ગૌરવશાળી સરનેમ લખી સીટ પર પોતાનો એકાધિકાર પ્રગટ કરતાં અને જાતિ વિષયક ટીપ્પણીઓ કરતાં. તેથી દલિત યુવકોને તેઓની સામે સીધા સંઘર્ષમાં ઉતર્યા સિવાય આરો નહોતો..અને પછી શરું થયો દાસતામુક્તિનો સંઘર્ષ. અને આમ છુટીછવાયી મારપીટની ઘટનાઓ બનતી રહી..એકતા,સંઘર્ષ,શિક્ષણનો ભાવ દિવસે દિવસે મજબૂત થતો ગયો..દલિત યુવકો દબંગગીરીનો પ્રત્યુત્તર દબંગગીરીથી આપવા લાગ્યા. નાની નાની જીત અને સફળતાનો આસ્વાદ લેતા લેતા બસની પેલી સીટોની પાછળ ગૌરવથી 'જય ભીમ' લખવાની એક મહાન પ્રણાલીનો જન્મ થયો!! આ સમગ્ર ક્રાંતિનો હું નાનકડો ક્રાંતિકારી અને સાક્ષી રહ્યો છું. મને તે માટે હંમેશા ગૌરવ રહેશે. તે સમય મારા માટે તેમજ મારા તે સમયના મિત્રો માટે તથા અમારી આવનારી પેઢીઓ માટે બહુ મુલ્યવાન રહેશે..
જય ભીમ! જય આંબેડકર!
-વિજય મકવાણા
Facebook Post : -
No comments:
Post a Comment