By Jigar Shyamlan || 1 March 2018 at 08:55
આપણે ખુદને માણસ ઓળખાવીએ છીએ, પૃથ્વી પર સૌથી સુસંસ્કૃત અને સભ્ય હોવાનુ ગૌરવ પણ લઈએ છીએ પણ આ તે આપણી કેવી માનસિકતા...?
એક બાજુ આપણે જેને હોળીમાતા કહીએ છીએ અને બીજી બાજુ એજ માતાને સળગાવવાનુ અમાનવીય કૃત્ય પણ કરીએ છીએ.
હોળી....!
ઓહ....! સોરી હોળી માતા..!
ક્યાંક વાંચેલુ છે કે માતાના ચરણોમાં જ ખરૂ સ્વર્ગ છે. બીજુ પણ એક વાંચેલુ કે જયારે ઈશ્વરને એવુ લાગ્યુ કે દુનિયામાં તમામ લોકો સુધી પહોંચીને પ્રેમ વરસાવી શકાય એમ નથી એટલે ઈશ્વરે માતાનુ સર્જન કર્યુ. ચાહે માનવ હોય કે જાનવર પણ માતા તો માતા જ હોય છે.
આપણે ખુદને માણસ ઓળખાવીએ છીએ, પૃથ્વી પર સૌથી સુસંસ્કૃત અને સભ્ય હોવાનુ ગૌરવ પણ લઈએ છીએ પણ આ તે આપણી કેવી માનસિકતા...?
એક બાજુ આપણે જેને હોળીમાતા કહીએ છીએ અને બીજી બાજુ એજ માતાને સળગાવવાનુ અમાનવીય કૃત્ય પણ કરીએ છીએ.
હુ જ્યારે જ્યારે પણ હોળી જોઉં છું ત્યારે મને લાકડા, ધાસ, છાણાંઓના ઢગલાને બદલે એક નિર્દોષ સ્ત્રી નો જ ભાસ થાય છે. સમસ્ત નારી જાતિના અપમાન સમી આ ધટનાને ઉત્સવ તરીકે ઉજવવાની માનસિકતામાંથી બહાર આવવુ જોઈયે.
લોકો હોળી પ્રગટાવે છે ત્યારે એક સ્ત્રી પર થતો અત્યાચાર નજર સામે ખડો થઈ જાય છે.
અગ્નિનુ કામ છે બાળવાનું, અગ્નિ પોતાના સંપર્કમાં આવનારી દરેક વસ્તુ, વ્યક્તિને બાળી જ મૂકવાનો.
કારણ કોણ સાચુ અને કોણ ખોટુ..?
કોણ પાપી કોણ પુણ્યશાળી..?
કોણ નિર્દોષ કોણ અપરાધી...?
એવો અગ્નિને કોઈ વિવેક નથી હોતો. તમે જાતને ગમે તેટલા પુણ્યશાળી માનતા હોવ, ખુદને ભગવાનના માણસ માનતા હોવ. જીવનમાં જાણ્યે અજાણે કોઈ પાપ ન કર્યુ હોય તો પણ અગ્નિના સંપર્કમાં આવશો તો કંઈ એ તમને છોડી નહી દે એ તો તમને બાળી જ મૂકશે.
હવે એક વાત સમજવા જેવી કે બે માણસોને સાથે સળગાવવામાં આવે અને એમાંથી એક માણસ સળગીને રાખ બની જાય અને બીજો હેમખેમ બહાર આવે એ વાત માન્યામાં આવે ખરી..???
શું જે તે વખતે હોળીકાને આ રીતે જાહેરમાં સળગાવી હશે ત્યારે લોકોને હોળીકાની જીવ બચાવવા કરેલ ધમપછાડા અને કરૂણા સભર ચીસો સંભળાઈ જ નહી હોય.
પરંતુ કદાચ ધર્મ આપણને એવા સવાલ કરવાની પરવાનગી નથી આપતો...!
આપણે જાતને શિક્ષીત ગણતા હોય તેમજ તર્ક અને બુધ્ધી જેવી વસ્તુ આપણામાં હોય તો. સ્વાભાવીક આપણને એક સવાલ થવો જોઈયે કે શા માટે એક સ્ત્રીને વિના વાંકે અને એ પણ સૂર્ય આથમતા અંધારાના સમયે સળગાવી મૂકવામાં આવી હતી..?
હા.. એક વાત ખરી કે જ્યારે પણ ચાલાક અપરાધી કોઈ અપરાધ કરે ત્યારે એ ધટના બહાર ન આવે એ માટે સૌથી પહેલા એ પૂરાવાઓનો નાશ કરવાનુ કામ કરે છે. પૂરાવા સળગાવી દેવા એ ચાલાક અપરાધીઓ દ્વારા શોધી કાઢેલ સૌથી હાથવગીને સરળ રીત છે સદીઓથી..
અને એક વાત ખાસ કોઈ પણ ધટના પર લોકો શંકા કરે કે એની પર સવાલ પેદા કરે એ પહેલા એ ધટનાને ધર્મ સાથે જોડી દો એટલે લોકોની શત્રમારી નજરમાં હોળીકાને બાળવાની ધટના એક જબરજસ્ત કાવતરાથી વિશેષ કંઈ નથી.
ખરેખર આપણે ખુદને માણસ ગણતા હોઈએ અને પૃથ્વી પર સૌથી સભ્ય સંસ્કૃતિ હોવાનુ ગૌરવ લેતા હોઈએ તો એક સ્ત્રીને બાળી મૂકવાની આવી અમાનવીય ધટનાઓના ઉત્સવની ઉજવણી બંધ કરવી જોઈયે.
- જિગર શ્યામલન