May 04, 2017

અસ્પૃશ્યોને માત્ર બાબા સાહેબે અપાવેલા અધિકારોમાં જ રસ છે વિચારોમાં નહીં?? : જિગર શ્યામલન

સદીઓથી પિડાતા શોષિત એવા અસ્પૃશ્ય સમાજના ઉત્થાન માટે બાબા સાહેબે 1927ની 3 એપ્રિલના રોજ ''બહિષ્કૃત ભારત'' પાક્ષિકની શરૂઆત કરી હતી. ભારતનો નકશો અને અધઁ ગોળાકારની બન્ને બાજુ સાંકળથી જકડાયેલ બે સિંહનો લોગો ધરાવતું આ પાક્ષિક અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપવા કટિબધ્ધ હતું.
પણ..! મહત્વની વાત એ હતી કે આ પાક્ષિકના પ્રારંભ પહેલા જરૂરી ફંડ ફાળો એકત્ર કરવા માટે બાબા સાહેબે અસ્પૃશ્ય સમાજને માનપુવઁક અપિલ કરી હતી તો પણ સમાજ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. સમાજના લોકોનો સહકાર ન મળ્યો તેમ છતાં બાબા સાહેબે પાક્ષિક શરૂ કયુઁ... અને પોતે 500 રૂપિયાનું અંગત દેવુ કરવું પડ્યું.

એ વખતે મુંબઈ રાજ્યના ગામેગામથી ગામદીઠ માત્ર 10રૂપિયાનો ફાળો મોકલી આપવાની આજીજી કરવા છતાં


અસ્પૃશ્ય સમાજના લોકોએ કોઈ મદદ કરી ન હતી. કોઈએ પણ પાક્ષિકના ગ્રાહક બનવા માટે રસ પણ દાખવ્યો ન હતો. આખરે ભારે આથિઁક સંકડામણને લીધે પૈસાની તંગી સજાઁતા બે વરસ પછી 1929માં બહિષ્કૃત ભારત બંધ કરવું પડેલું.

એ વખતના અને હાલના અસ્પૃશ્ય સમાજના લોકોની માનસિકતામાં કંઈ બહુ ઝાઝો તફાવત જોવા મળતો નથી. એ વખતે બાબા સાહેબને સમાજના લોકો તરફથી યોગ્ય, જરૂરી મળવા યોગ્ય સહકાર મળ્યો ન હતો. જો કે એ વખતે અસ્પૃશ્ય સમાજનાં લોકો સામાજિક રીતે સાવ દબાયેલા હતા, અભણ અને ગરીબ હતા એટલે વાત સમજી શકાય.

પણ... આજની વાત કરીએ તો આજે અસ્પૃશ્યો ઘણાં આગળ વધ્યા છે. શૈક્ષણિક, સામાજિક, આથિઁક અને રાજકીય તમામ ક્ષેત્રે અસ્પૃશ્યોની પ્રગતિ કાબીલે તારીફ છે. છતાં પણ માનસિકતામાં બહુ મોટો ફેર પડ્યો હોય તેવું જણાતું નથી.

કારણ અસ્પૃશ્યોને માત્ર બાબા સાહેબે અપાવેલા શૈક્ષણિક, સામાજિક, આથિઁક અને રાજકીય અધિકારોમાં જ રસ છે...બાબા સાહેબના વિચારોમાં નહીં....
જિગર શ્યામલનનાં જયભીમ...................











दिलीप मंडल ने उठाया मीडिया में जाति का सवाल, भड़क गए सवर्ण पत्रकार

पटना। राष्ट्रीय जनता दल के राजगीर प्रशिक्षण शिविर के दौरान पत्रकारों के एक ग्रूप ने तब असहज स्थिति उत्पन्न कर दी जब वरिष्ठ पत्रकार दिलीप मंडल ने बिहार के मीडिया में दलितों और पिछड़ों की नगण्य भागीदारी पर आईना दिखाते हुए आंकड़ा पेश किया।

दिलीप मंडल के मंच से जाने के बाद पत्रकारों का एक ग्रूप राजद प्रमुख लालू प्रसाद के सामने आ गया और दिलीप मंडल द्वारा उठाये गये सवालों पर अपना विरोध दर्ज कराने लगा।दिलीप मंडल को राष्ट्रीय जनता दल ने सामाजिक न्याय, लोकतंत्र और मीडिया का अंतर्संबंध विषय पर अपनी बात कहने के लिए आमंत्रित किया था।

इससे पहले दिलीप मंडल ने मीडिया में सामाजिक न्याय का मुद्दा उठाते हुए कहा कि पटना के 200 से ज्यादा पत्रकारों में मुश्किल से एक दलित समुदाय का और चार-पांच पिछड़े समाज के पत्रकार हैं। उन्होंने कहा कि 90-95 प्रतिशत पत्रकार सवर्ण समुदाय से आते हैं। मंडल ने कहा कि बिहार में सामाजिक न्याय के नेताओं की सरकार 27 वर्षों से है और पिछड़ी व दलित जातियों का सशक्तीकरण हुआ है जबकि मीडिया जैसे महत्वपूर्ण क्षेत्र में अभी भी उनका प्रतिनिधित्व नगण्य है।

मीडिया के सामाजिक चरित्र पर धावा बोलते हुए इंडिया टुडे के पूर्व सम्पादक व लेखक दिलीप मंडल ने कहा कि उत्तर प्रदेश व बिहार के मीडिया विगत ढ़ाई दशकों से सामाजिक न्याय की सरकारों के विज्ञापन के बूते चलते रहे हैं लेकिन यही मीडिया सामाजिक न्याय की शक्तियों के खिलाफ अभियान चलाता है। इसकी सबसे बड़ी वजह मीडिया में पिछड़ों और दलितों की नुमाइंदगी का न होना है। मंडल ने उदाहरण देते हुए बताया कि 2015 के बिहार विधान सभा चुनाव में मीडिया ने मतगणना शुरू होते ही भाजपा की जीत की खबरें चलाने लगा। इनकी रिपोर्टिंग का नतीजा यह हुआ कि भाजपा के हजारों कार्यकर्ता जीत के लड्डू बांटने लगे, लेकिन मीडिया की यह खबर बुलबुले की तरह फूट गयी।

दिलीप मंडल ने इस सवाल पर चिंता जताते हुए कहा कि उत्तर भारत में किसी भी पिछड़े नेता ने अपना समानांतर मीडिया खड़ा नहीं किया और वे उन्हीं मीडिया समूहों को समर्थन देते रहे जो उनके खिलाफ अभियान चलाता है और उन्हें बदनाम करता है। मंडल ने कहा कि दक्षिण भारतीय राज्यों में क्षेत्रीय दल अपना समानांतर न्यूज चैनल और अखबार चलाते हैं जिसके कारण उन्हें मुख्यधारा के मीडिया पर निर्भरता कम रहती है।

दिलीप मंडल द्वारा उठाये गये इन्हीं सवालों के बाद जब सत्र समाप्त हुआ और वह सभागार से बाहर चले गये तो कुछ पत्रकारों ने लालू प्रसाद के समक्ष अपना विरोध दर्ज कराते हुए कहा कि जाति का सवाल उठाना गलत है।  

साभार- नौकरशाही डॉट कॉम













अपने पर भडके हुए इन सवर्ण पत्रकारो को मंडल साहब ने अपने अनोखे अंदाज मे रीक्वेस्ट कर दी फेसबुक के माध्यम से...
"हमारे घर में भी जब मवेशी भड़क जाते थे, तो मैं घबरा जाता था। मुझसे नहीं सँभलता था। बहुत टेंशन हो जाता है, जब कोई भड़क जाता है।
प्लीज़ भड़किए मत।"





(पोस्ट क्रीयेशन : विशाल सोनारा)

આંબેડકર જયંતિ ની ઉજવણી અને સવર્ણ માનસિકતા : વંદના ચાવડા જાદવ

ગયા મહીને બાબા સાહેબ આંબેડકર જયંતિ આખા દેશ માં ધામ ધૂમ  થી ઉજવાઈ.... પણ ફક્ત દલિતો અને રાજકારણીઓ દ્વારા....

 તો શું આંબેડકર  ફક્ત દલિતો ના જ નેતા હતા???

મને રોજ વોટ્સ એપ કરતા મારા સ્વર્ણ મિત્રો માંથી કોઈએ પણ આંબેડકર જયંતિ માટે મેસેજ નથી કર્યો... ભૂલ એમની છે જ નહીં... ભૂલ છે, આપણાં શિક્ષણ ની, સમાજની  અને રાજકારણીઓની...

શિક્ષણ માં આંબેડકર વિશે ભણવામાં આવતું જ નથી... તો એમને ખબર ક્યાંથી હોય કે સવર્ણ લોકો માટે પણ આંબેડકર જી એ કેટલું કર્યું છે... કે ના ઘર માંથી કોઈ શિક્ષણ આપે છે... જાતિવાદ ના મૂળ રાજકારણીઓ અને ઘર થી જ શરૂઆત થાય છે..  સ્વર્ણ જાતિ ના સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ લોકો પૂરું નથી જાણતા તો આંબેડકર વિશે ક્યાંથી જાણે????

જાતિવાદ જ આરક્ષણ નું મૂળ છે..... જાતિવાદ હટાવો તો આરક્ષણ એની જાતે જ ખતમ થઈ જાય છે...

બંધારણ માં હિન્દૂ કોડ બિલ છે, જેનાથી દલિત ની સાથે સવર્ણ મહિલાઓ ને પણ અધિકાર આપવામાં આવ્યા કે લેંગિક ભેદભાવ ને આધારે શોષણ ના થાય... મતલબ પુરુષ અને મહિલા સમાન... પછી એ સવર્ણ પુરુષ કે દલિત પુરુષ હોય કે સવર્ણ મહિલા કે દલિત મહિલા હોય... બધા જ સમાન.....

સમાન કામ, સમાન વેતન, પોતાની ઈચ્છા મુજબ જીવવાની સ્વતંત્રતા, શોષણ સામે અવાજ ઉઠાવાની સ્વતંત્રતા... અને બીજું ઘણું બધું....

દલિતો ની સાથે સાથે સવર્ણ મહિલાઓ ની સ્થિતિ પણ ખરાબ હતી.. પણ એમને બંધારણ માં કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ નથી કર્યો.....

સ્વર્ણ પુરુષો ને પણ શોષણ સામે ના અધિકારો આપ્યા છે...
8 કલાક ની નોકરી, શનિ, રવિ રજા... પી.એફ, ગ્રેજ્યુએટી, હેલ્થ વીમો , વગેરે... બંધારણ માં આંબેડકરે સ્વર્ણ પુરુષો સાથે પણ અન્યાય નથી કર્યો....

રાજકારણીઓ એ પોતાના સ્વાર્થ ના લીધે લોકો ના મન માં એવી છાપ ઘુસાડી દીધી છે કે આંબેડકર એટલે માત્ર દલિત ના નેતા.... પણ શુ આ સત્ય છે??

સરકાર પણ ભેદભાવ કરે છે... ભલે દેખાડો કરતા હોય... એ પણ અંગ્રેજો ની જેમ ભાગલા પાડો અને રાજ કરો... એ જ કરી રહયા છે.... હિન્દૂ - મુસ્લિમ , દલિત - બ્રાહ્મણ... જાતિવાદ અને રાષ્ટ્રવાદ ના નામે લોકો ને ખોટી દિશા માં લઇ જાય છે... અહીં મૂળ મુદ્દો ગરીબી, બેકારી, મોંઘવારી, શિક્ષણ આ બધા માંથી ધ્યાન ભટકાવે છે... પણ લોકો પોતાની બુદ્ધિ નો ઉપયોગ નથી કરતા....

એ સમયે યુ ટ્યૂબ પર નેશનલ દસ્તક ચેનલ જોઈ.. ફક્ત આ જ ચેનલે સંસદ માર્ગ પર દર વર્ષે આંબેડકર જયંતિ પર જે મેળો ભરાય છે, એ બતાવ્યું... એમાં બધા દલિતો જ હતા.... આખા દેશ માંથી લોકો ત્યાં આવે છે.....

સરકાર નો ભેદભાવ જોઈએ તો ..... સંસદ માં વીજળી નહોતી... પાણી ની સુવિધા નહોતી... પાણી સાથે લઈ પણ જવા દેતા નહોતા... જે પ્રોગ્રામ પહેલા 2 વાગ્યા સુધી ચાલતો તો એને 11 વાગ્યે જ બંધ કરી દેવામાં આવ્યો.... પોલીસ ચેકીંગ માં બહુ વાર લગાડતી હતી... અને કોઈ વિરોધ કરે તો એને અપશબ્દો બોલવામાં આવતા તા.... તમે આઈ કાર્ડ બતાવો કે આતંકવાદી તો નથી??? કોઈ મીડિયા માં આ પ્રોગ્રામ બતાવામાં ના આવ્યો.... બધા બસ યોગી ને મોદી માં લાગેલા હતા....

ચેનલ ના રિપોર્ટર સ્વર્ણ લોકો ને અહીં શોધતા હતા... ફક્ત 2 જ છોકરીઓ સ્વર્ણ મળી.. જે ચંદીગઢ થી આંબેડકર ના દર્શન માટે આવી હતી... એમને કહ્યુ કે એમના માતા પિતા નહોતા આવા દેતા પણ એમને સમજાયા એટલે એ અહીં આવી શક્યા...

એ છોકરીઓ એ કહ્યું કે , " અમને કૉલેજ ના છેલ્લા વર્ષ માં ભણવામાં આયુ, " હિન્દૂ કોડ બિલ" ... કે આંબેડકરજી એ અમારી સ્વર્ણ મહિલાઓ માટે કેટલું બલિદાન આપ્યું છે... જ્યોતિરાવ ફૂલે એ એમની પત્ની સાવિત્રી બાઈ ફૂલે ને ભણાઈ ને ટીચર બનાવ્યા....  જો દલિત પુરુષ મહિલાઓ માટે આટલું કરતા હતા , ત્યારે સવર્ણ પુરુષ શુ બંગડીઓ પહેરીને બેઠા હતા????

શિક્ષણ થી લોકો ની માનસિકતા બદલાઈ છે.. પરંતુ....
ભણેલા ઘણેલા પણ અભણ થી પણ ખરાબ વિચારોવાળા "માનસિક ગુલામો" ને શુ કહેવા?

દેશ બદલવો હોય તો પહેલા પોતાના વિચારો બદલો, મહા પુરુષો ને વાંચો... આંબેડકરજી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈજી, જ્યોતિબા ફૂલે, સવિત્રીમાઈ ફૂલે, સુભાસચંદ્ર બોઝ, ભગત સિંહ.... વગેરે....પછી વિચારજો કે આ બધા માં ખાસિયત શુ હતી કે આપણાં સમાજ માટે બલિદાન કોને આપ્યું ? કે કોઈએ કોઈની સાથે ભેદભાવ તો નથી કર્યો ને...????

અત્યાર ના લોકો ઘેટાં બકરા જેવા છે... પોતાની બુદ્ધિ વાપર્યા વગર બીજા પર દોષ નાખી દે છે... શિક્ષણ મેળવો અને સત્ય સમજો.... અને પોતાનામાં આવેલું પરિવર્તન જોજો...

 આંબેડકર જયંતિ ના દિવસે કોઈક જગ્યા એ ભાજપ અને કૉંગ્રેસ ના આંબેડકર સાથે ના પોસ્ટર હતા એમાંથી ફક્ત ભાજપ અને કૉંગ્રેસ ના નિશાન કે એમના મંત્રીઓ ના  પોસ્ટર ફાડવામાં આવ્યા.  વડોદરા માં દલિત યુવાન ને આંબેડકર ને હાર પેરાવતા અટકાવ્યો અને એને ધક્કો મારવામાં આવ્યો ને એ હોસ્પિટલ માં એડમિટ કરેલો.. પણ એ કોઈ સમાચાર માં છપ્યું નથી...

પણ  સ્વર્ણ મિત્રો, એકવાર આંબેડકર વિશે જરૂર વાંચજો... હોઈ શકે સંસદ માર્ગ માં આંબેડકર ના દર્શન માટે પરિવાર ના વિરોધ ની વચ્ચે ચંદીગઢ થી આવેલી એ 2  સ્વર્ણ છોકરીઓ ની જેમ તમને પણ સત્ય નું ભાન થાય...

જય ભીમ, જય ભારત, જય સંવિધાન....

લિ.
વંદના ચાવડા જાદવ




Watch Video : -  WHY 'SWARNA' NOT PART OF AMBEDKAR JAYANTI



Facebook Post :-

એવું ભણતર પણ નકામું છે જે તમને સમાજ ના રિવાજો અને કુરિવાજો માં ફર્ક ના બતાવે : વંદના ચાવડા જાદવ

સમાજ માં હંમેશા દીકરી ની સરખામણી એ  વહુ ની અવગણના થાય છે...
 અત્યારે લોકો એમ કહેતા થયા છે કે અમે તો વહુ ને દીકરી ની જેમ જ રાખીયે છીએ... બન્ને માં કોઈજ ભેદભાવ નથી...
 આવું  કહેવાવાળા મોટા ભાગના લોકો એ ખરેખર આત્મમંથન કરી લેવાની જરૂર છે...
જે દિવસે લોકો દીકરી અને વહુ માં ફર્ક નહિ રાખે.. એ જ દિવસે એમનું ઘર જ સ્વર્ગ થઈ જશે... અને ઘર ના અને સમાજ માં પ્રગતિ ના દ્વાર ખુલી જશે..
લોકો કહે છે કે આ આધુનિક સમય માં થોડો બદલાવ આયો છે.. પણ સંપૂર્ણપણે નહિ...
એવું ભણતર પણ નકામું છે જે તમને સમાજ ના રિવાજો અને કુરિવાજો માં ફર્ક ના બતાવે...
 જ્યાં સ્ત્રી ને પોતાના અસ્તિત્વ ની જગ્યા એ એક નોકરાણી તરીકે જોવામાં આવે એ ઘર કદી પ્રગતિ કરી જ ના શકે.. ના એમને જીવતા જીવ સ્વર્ગ મળે કે મર્યા પછી પણ...
લોકો નો સૌથી મોટો ડર કે સમાજ શુ કહેશે??? પણ જે લોકો આ ડર ને નીકાળી ને જીવી ગયા એ ભાવોભવ તરી ગયા.... એમને કોઈ દેવી દેવતા ની જાત્રા એ જવાની જરૂર નથી...
જેમના ઘર માં સારી વહુ અનેે સારી દીકરી છે.. જે લોકો એના મહત્વ ને , એમના અસ્તિત્વ ને સ્વીકારે છે... તેઓને કોઈ લક્ષ્મી દેવી ની પૂજા કરવાની જરૂર જ નથી...  એમની પ્રગતિ કોઈ કાળે રોકાઈ જ ના શકે...
તમારી આજુ બાજુ ક્યાંય એવું ઘર હોય કે જ્યાં આવો દીકરી કે વહુ નો  ભેદભાવ ના થતો હોય... એ ઘર ઉપર તમે સમાજ ના કુરિવાજો છોડી , ઈર્ષ્યા કર્યા વગર એની શાંતિ અને પ્રગતિ ને સમજો... તમે આત્મમંથન કરજો.. સમજાઈ જશે કે આપડી ભૂલ ક્યાં છે... અને પ્રગતિ કઇ રીતે કરાય...... !!

લિ.
વંદના ચાવડા જાદવ














Facebook Post :-





ભારત અને રેસીસ્મ રુશાંગ બોરીસા ની કલમે





એક સર્વે મુજબ ભારત એ દુનિયાનો સૌથી રેસિસ્ટ દેશો પૈકીનો એક છે. સર્વે ભેદભાવ ઉપર આધારિત હતો જેના ક્રાઈટેરિયા માં રંગભેદ,જ્ઞાતિવાદ અને પ્રાંતવાદ હતા.સર્વેમાં ભારત જે રીતે "વિવિધતામાં એકતા"નો પ્રચાર કરે છે તેની ટીકા કરવામાં આવી હતી.ભેદભાવને લીધે નાગરિકોના કેટલાક ચોક્કસ વર્ગો ભોગ બને છે, તેમનું જીવનધોરણ સુધરે તેની માટે પહેલ કરવામાં આવે છે.આપણા દેશમાં સમાનતાના હેતુસર અનામત આપવામાં આવે છે.

અનામત એટલે શું? સીધો અર્થ એવો થાય કે કુલ સ્ત્રોતની વહેચણીમાંથી કેટલોક ભાગ અમુક વર્ગ માટે સલામત રાખવો.બીજા શબ્દોમાં ફાળવણી-વહેંચણીના વ્યવસ્થાનું આયોજન.અહીં રેલવે રીસર્વેશન,મેનેજર-ડિરેક્ટર્સની અનામત કે VIP વર્ગની અનામતની વાત નથી,રાષ્ટ્રીય સ્તરે નાગરિકોના ચોક્કસ વર્ગને મળતી અનામતનો મુદ્દો છે.

સરેરાશ ભારતીયને પ્રવર્તમાન અનામતનો ખ્યાલ બોગસિયો લાગે છે અને અનામતપ્રથા અન્યાયી જણાય છે.આવી વ્યક્તિ સામાન્ય રીતે મત ધરાવે છે કે ફાળવણી મેરીટ આધારિત હોવી જોઈએ.પણ મેરીટવાદીઓ "વાય રીસર્વેશન"ના સવાલનો જવાબ જાણતા નથી કે જાણવાનો પ્રયત્ન કરતા નથી.

ભારત એક ભેળસેળિયો દેશ છે(દેખાવે રંગીન ભેળ બેસ્વાદ છે.)જેમાં અગત્યનો ભાગ જ્ઞાતિઓ ભજવે છે. જ્ઞાતિઓમાં સૌથી વધુ દયનિય હાલત એક્સ-અનટચેબલ રહી છે(રેસિયોવાઇઝ).તેવો દ્રષ્ટિકોણ મહિલાઓની સ્થિતિ વિષે પણ રાખી શકાય.

મહિલાઓ માટે અનામત કેમ હોવી જોઈએ? સરેરાશ સવર્ણોને અનામત ખૂંચતી હોવા છતાં આ બાબતે મૌન સેવે છે.સામાન્ય રીતે મહિલા અનામતને નારી શિક્ષણ-કેળવણી-સ્વનિર્ભરતા સાથે સાંકળી તેને સ્ત્રી-સશક્તિકરણ સાથે જોડે છે. જો કે મહિલા અનામત અને સ્ત્રી-સશક્તિકરણ વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. સ્ત્રી-સશક્તિકરણના નામે ઘણા કર્યો થઇ રહ્યા છે પણ તેમાં અનામતનું સ્થાન ના હોય શકે. શા માટે? ઉપર જણાવ્યું તે મુજબ અનામત એ વહેંચણીનું આયોજન છે.

મહિલાઓ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો શિકાર છે,જેથી અવાર-નવાર તેઓ ભેદભાવ-અત્યાચાર-શોષણનો ભોગ બને છે.આ આખું ચિત્ર જોયી શકાય તેવું પણ નથી.સામાજિક તંત્રની અનેક આડઅસરો-ખામીઓને કારણે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું ૧૦૦% આપી શકતા નથી.આ અન્યાય દૂર કરવા માટે મહિલાઓને અનામત આપવી જોઈએ.

અહીં એક વાતને ધ્યાનમાં રાખવી કે અનામત આપવાથી પુરુષપ્રધાન તંત્ર ભસ્મીભૂત થવાનું નથી, પણ મહિલાઓને માત્ર તક મળે છે.( ફરી આ સ્ત્રી-સશક્તિકરણ નથી.)વળી, ક્યારેક એવી દલીલ આવે છે કે જો સ્ત્રી પૈસાદાર-વગદાર હોય કે દેખીતી રીતે પગભર હોય તો તેને અનામત મેળવી ના જોઈએ,માત્ર જરૂરિયાતમંદ મહિલાઓને અનામત મેળવી જોઈએ.આ દલીલ અનામતના ખ્યાલથી વિપરીત છે.પુરુષપ્રધાન વ્યવસ્થામાં દરેક સ્ત્રી શોષણમાટેનું સોફ્ટટાર્ગેટ બની શકે છે,ભલે ને તે સોનિયા ગાંધી કે સાનિયા મિર્ઝા પણ કેમ ના હોય.તાજેતરમાં બંગાળમાં BJP પ્રમુખે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઉદેશીને કહ્યું કે તેના વાળ ખેંચી બહાર નીકળીશ.દેખીતી રીતે તે રાજકીય ચડસાચડસી અને કદાચ આવેશમાં કરેલ કમેન્ટ હતી, પણ "વાળ ખેંચીશ" તે લિંગવાદી શબ્દો હતા.એટલે કે પુરુષપ્રધાન સમાજમાં દરેક સ્ત્રીનું શારીરિક-માનસિક-જાતીય શોષણ થવાની સંભાવના રહેલી છે.આવી પરિસ્થિતિઓમાં મહિલાઓનું લોકશાહીતંત્રમાં પ્રતિનિધિત્વ જોખમાય છે.જેથી મહિલાઓને અનામત મેળવી જોઈએ.સામો તર્ક એવો આવી શકે કે જો પુરુષો સ્ત્રીઓને આગળ આવતા કે સમકક્ષ બનતા દેખી ના શકતા હોય તો ઇરાદાપૂર્વક સ્ત્રીને હેરાન કરેશે જેથી સ્ત્રી ફરજીયાત રાજીનામુ આપવા મજબુર થઇ શકે.પુરુષોના આવા ષડયંત્રો ઉપર પણ અનામત ભારે પડે છે,કારણ કે ખાલી થયેલ પદ ઉપર મહિલા જ આવી શકશે.

અનામતને ગરીબી,બેરોજગારી,સમાજસુધારા વગેરે સાથે નિસ્બત નથી.અનામતનો હેતુ સ્પષ્ટ રીતે તકોની સમાનતાનો હોવો રહ્યો,તેમાં આર્થિક કે અસુવિધાઓ જેવા પાસાઓ ભેળવી ના શકાય.રંગભેદ,લિંગવાદ,જાતિવાદ,લઘુમતી વગેરે સમસ્યાઓ અને ગરીબી,મોંઘવારી,બેરોજગારી,જીવનધોરણ વગેરે સમસ્યા અલગ-અલગ છે.અનામત એ પ્રથમ દર્શાવેલ સમસ્યાઓ માટે નો ઉપાય છે, પછીની સમસ્યા માટે પણ જો અનામત લાગુ કરીયે તો અનામતનો મૂળ ખ્યાલ મરોડાય છે,કારણ કે ગરીબી-બેરોજગારી જેવી બાબતોમાં અનામતપ્રથા કામચલાઉ ધોરણે મદદરૂપ બની શકે.વળી માપદંડો રચવામાં ખામીઓ રહેવાની જ. આવી ખામીઓ સ્ત્રી અને દલીલ અનામતમાં જોવા ના મળે. કારણ કે તે સમસ્યાઓના ઉપાયરૂપે અનામત બંધબેસે છે. જેમ કે ગ્રામીણ કે શેહરી મહિલાનું સંભવિત શોષણ થઇ શકે છે,પણ ગરીબીની બાબતમાં મર્યાદા નક્કી કેવી રીતે કરવી? ઉદાહરણ તરીકે,જો કોઈ ગરીબ અનામતને લીધે સરકારી નોકરી મેળવી આર્થિક સદ્ધર થાય તો પછી પોતાની અનામત સીટ તેને ખાલી કરવી પડે.શું સરકાર તેવા વર્ગને ફરજીયાત નિવૃત્તિ આપશે? બીજા શબ્દોમાં ગરીબોને જો અનામત મળે તો ટેક્નિકલ ફોલ્ટર્સ રહેવાના.


હવે SC -ST અનામત ઉપર જઈએ;

કાંચા ઈલૈયાહના કેટલાક લેખો વાંચ્યા છે.તેઓ જાતિવાદ અને લિંગવાદને એક ચિત્રમાં રંગી અસરકારક રીતે મુદ્દાઓ રજુ કરી શકે છે.એટલે કે જે મૂળભાવના લિંગવાદને લાગુ પડે છે તે જ જાતિવાદ-દલિત સમસ્યાઓને લાગુ પડે છે.SC -ST અનામતને દલિત ઉત્થાન કે સમાજ-જીવનધોરણ સુધારણા સાથે સંબંધ નથી.મહિલા અનામતની જેમ તે પણ તકોની સમાનતા દર્શાવે છે.જેવી રીતે પુરુષપ્રધાન તંત્રમાં કોઈ પણ મહિલાનું શોષણ થઇ શકે છે તેવી રીતે જાતિવાદી ધર્મ-સમાજમાં કોઈ પણ દલિત પ્રત્યે ભેદભાવ-અન્યાય થઇ શકે છે.

SC -ST અનામતને આર્થિકતાના ત્રાજવે તોળવી એ મુર્ખામી છે.જો દરેક દલિત મુકેશ અંબાણી જેટલા પૈસાદાર બને તેમ છતાં પણ તે દલિત અનામતના મૂળ ખ્યાલને ડગમગવા સક્ષમ નથી.બહુધા હિંદુઓમાં જાતિવાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છુપાયેલો હોય છે.જેવી રીતે દરેક મહિલા ઘરેલુ હિંસા-બળાત્કાર વગેરેનો ભોગ બની શકે તેવી સંભાવના હોય છે ;તેવી રીતે દરેક દલિત ભેદભાવ-અન્યાયનો ભોગ બનવાનો સંભવિત શિકાર છે.આર્થિક સ્થિતિ(ગરીબી)ને તે બાબત લાગુ પડતી નથી.અને છતાં લાગુ પડતી પણ હોય તો તે પરપેક્ટયુઅલ હોતી નથી,વળી ધનવાનો ગરીબોનું પ્રત્યક્ષ શોષણ કરી શકે,પણ ભેદભાવ નહિ. બીજો તર્ક આપું તો ગરીબો ધનવાન બની શકે છે, પણ મહિલાઓ પુરુષ કે દલિતો બ્રાહ્મણ બની શકતા નથી.લિંગવાદ-જાતિવાદ એ આજીવન પાસું છે,ગરીબાઈને તબક્કાવાર દૂર કરી શકાય છે.મને દૂર દૂર સુધી જાતિવાદ અને લિંગવાદ દૂર થતા દેખાતા નથી.

આ દ્રષ્ટિએ વ્યંડળોને પણ અનામત મેળવી જોઈએ.એટલે એવી ગેરસમજ નીકળી નાખવી કે દલિત વર્ગ કે મહિલાઓ કંગાળ-બિચારા બાપડા-દેખીતી રીતે હલકું કામ કરતો વર્ગ હોય અને તે વર્ગોના જીવનધોરણમાં સુધારો થાય તે ઉદ્દેશ્યથી અનામત આપવામાં આવી હશે.અનામત મળે છે કારણ કે સમકાલીન વાતાવરણમાં તેમના પ્રતિનિધિત્વને નુકસાન થાય છે.મહિલા અનામતની જેમ અહીં પણ જો કોઈ ઉચ્ચ જ્ઞાતિની વ્યક્તિ કાવાદાવાઓથી દલિતનું પદ પચાવવાની કોશિશ કરે છતાં પણ તે વ્યક્તિ અનામતને લીધે સફળ થતો નથી,કારણ કે ખાલી રહેલ પદ ઉપર ફરીથી દલિત જ આવશે.આ હકીકત સારી પેઠે જાણતા કોંગ્રેસે પોતાના શાસન દરમ્યાન સિફતપૂર્વક SC -STની ફાળવણી રિક્ત રહેવા દીધી.

સવર્ણોની દલીલ હોય છે કે ૭૦ વર્ષે પણ અનામતથી કોઈ ફરક જોવા નથી મળ્યો,જેથી અનામત નિષ્ફળ રહી છે.પણ અનામતની સફળતાનો માપદંડ પ્રતિનિધિત્વ છે,વર્ગની સદ્ધરતા કે વિકાસ નથી.જે તે તકોની સમાનતાના રૂપે સાર્થક થાય છે.દેશના દરેક દલિતો કે મહિલાઓ દેશનું સર્વોચ્ય પદ ભોગવતા હોય છતાં પણ તેમને આરક્ષિત કરવા જરૂરી છે,કારણ કે વાતાવરણ લિંગવાદી-જાતિવાદી છે.એક ઉદાહરણ આપું તો જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત હોય પણ જો તેને વિપિરીત વાતાવરણ જેમ કે ચાંદ ઉપર જવું હોય તો તેને ઓક્સિજનની જરૂર પડે,આ ઓકક્સિઝન એ પૃથ્વી અને ચાંદ વચ્ચે સમાન તક સર્જે છે, અને આ ઓક્સસીજન આપવાનું એક માધ્યમ અનામત છે.

એક તાર્કિક દલીલ આવે છે કે બધા સવર્ણ-પુરુષ ભેદભાવ-શોષણ કરતા નથી. સહમત,પણ બહુધા દલિતો-મહિલાઓ ભોગ કેમ બને છે?(સરકારી આંકડાઓ કરતા વાસ્તવિક આંકડાઓ કમ સે કમ ૧૦ ગણા વધુ હશે.)મારી ધારણા મુજબ જયારે સમાજ કે દેશની મુખ્યધારામાં દલિતો કે મહિલાઓ પ્રવેશે છે ત્યારે ૧૦૦ માંથી ૯૯ દલિત અને ૧૦૦ માંથી ૧૦૦ મહિલા પોતાના જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછા એક વાર તો જાતિવાદ-લિંગવાદનો ભોગ બનતા હશે. જરા કોઈ દલિતની માનસિક હાલત વિષે વિચારો જયારે તે કોઈ ઉંચા હોદ્દા ઉપર હોવા છતાં તેમને પૂછવામાં આવે છે કે "તમે કેવા?" સવર્ણો,ઓબીસી કે "સવર્ણ" દલિત માટે આવા સવાલ પૂછવા સહજ છે,જયારે દલિત માટે તેનો જવાબ આપવો.................કોઈ સવર્ણ મહસૂસ કરી ના શકે. ઉપરાંત ,સ્ત્રીઓના માનસ ઉપર પુરષવ્યવસ્થાએ એટલી હદે બ્રેઇનવોશિંગ કર્યું છે કે સરેરાશ મહિલા સ્ત્રી ઉપર કરવામાં આવતી સેક્સિસ્ટ કમેન્ટ-જોક્સ-ગાળને એટલી સહજતાથી સ્વીકારે છે જાણે કે તે શ્વાસ લેતા હોય!(કમેન્ટ્સમાં ભદ્દી કમેન્ટ્સથી લઈને હોમમિનિસ્ટર જેવા સુફિયાણી કમેન્ટ આવી જાય.)

નોટ ફિનિશદ યેટ.....

- રુશાંગ બોરીસા


સરકાર ની નજર મા સાફ સાફ બચી નીકળતા સફેદ પોશ તત્વો : પ્રગ્નેશ લેઉવા

કાળી કમાણી કરનાર કોણ???

અમારે ત્યાં ખૂબ જ ફેમશ  ફેમિલી ફિઝિયશન  ડોકટર શાહ (ઇશરો પેનલ ડો .) સાહેબ જેમની નામના આખા શહેરમાં છે . 
સવારે 10 થી 1 સાંજે 5 થી 9 સુધી નો સમય ...

રોજ ના 400 થી 500 પેશન્ટ બન્ને ટાઈમ મેળવીને .
ટોકન લીધા વિના નંબર આવે જ નહીં .. ટોકન લેવાની લાઈન સાંજે 4 વાગે લાગી જાય ..15 મિનિટ મોડા જાવ તો ટોકન ખાલી થઈ જાય ..
સાહેબ તપાસવાના 50 રૂપિયા લે છે . અને બાજુ ની જ અડીને આવેલી દુકાનમાંથી જ ફરજિયાત દવા લેવી . દવા જ એવી લખે કે બાજુમાં જ આસાની થી મળે  . સાહેબ ને એમાં પણ તગડું કમિશન ..
રોજનો વકરો (આવક) લગભગ 25 હજાર થી વધુ ..
એમાં પણ સિઝન મા તો અધધધધ .... સિઝન એટલે ચોમાસુ , ચીકન ગુનિયા , સ્વાઇન ફલૂ ની અફવાહ , પાણી જન્ય રોગ .. આ બધામાં તો મબલખ કમાણી અને પાછું લેબોરેટરી ટેસ્ટ કરાવે એટલે અલગ કમિશન .
હવે આ બધીજ કમાણી ને સેમાં ગણવી ???
કોઈ જ #રસીદ નહિ ?
કોઈ જ પાકું કામ નહીં કે #ચોપડે બતાડયે ???
ઇન્કમ કેવી રીતે નક્કી કરવી ને કોણ નક્કી કરે આ ???
આશરે જ સાહેબ ના સી એ ટેક્સ ભરતા હશે ને જાને ટેક્સ ભરીને ભારત દેશપર ઉપકાર કરતા હોય એમ ..
તમારી આસપાસ પણ આવા અનેકો ડોકટર હશે જ ..
નજર કરજો આ લોકો ની આવક પર .....
સરકાર ની નજર મા સાફ સાફ બચી નીકળતા આ તત્વો સફેદ પોશ કેહવાય છે સમાજ માં ..

પ્રગ્નેશ લેઉવા ::: અમદાવાદ ::





માસિક ધર્મ અને સ્ત્રી ની શારીરિક અને માનસિક સ્થિતિ : કુસુમ ડાભી

ઋતુસ્રાવ, માસિક, ટાઈમ, ડેઈટ, પ્રોબ્લેમ, લૂગડાં આવવા, વગેરે જેવા શબ્દો થી પરિચિત છીએ સૌ. મહિનાના આ સમય દરમિયાન સ્ત્રી ની શારીરિક અને માનસિક સ્થિતિ વિશે જ લખવું છે. આ ટોપિક ઘણા સમયથી મનમાં હતો જ, આજે થયું લખવું જોઈએ. 
માસિક સમયે સ્ત્રી ની શારીરિક સ્થિતિ વધુ તકલીફદાયક હોય છે. ખાસ કરીને કોઈ ને એક બે દિવસ થતો પેટનો દુખાવો, કોઈ ને પગ અને છાતીમાં થતો દુખાવો.કોઈ ને કમર માં થતો દુખાવો, અને એના કારણે પછી માથાનો દુખાવો. ઘણી બહેનો ને આ દુખાવામાં એક પેઈન કિલર લેવાની આદત મેં જોય છે, દાખલા તરીકે.. બ્રુફેન. જો એ ટીકડી ન લે તો એ દુખાવા ને સહન નથી કરી શકતી. અને આ દવા લાંબા ગાળે શરીર ને બહુ આડ અસર પહોંચાડે છે. એવું જ કંઈક ઘરમાં આવતા કોઈ પ્રસંગના કારણે સ્ત્રીઓ માસિક વહેલા આવે એ અથવા મોડું આવે એ માટે દવા લે છે. આ દવાઓ પણ છેલ્લે સ્ત્રીના શરીર ને નુકશાનકારક જ હોય છે.
હવે, વાત કરી સેનીટરી નેપકીનની. એમાં પણ ઘણી પ્રકારના નેપકીન મળે છે. સ્ત્રીઓ ની ચોઇસ અલગ અલગ હોય છે. પણ, કદાચ ndtv માં એક રિપોર્ટ મેં જોયેલો પાક્કું યાદ નથી, પણ સેનિટરી નેપકીન માં પ્લાસ્ટિક વપરાય છે, જે સ્ત્રી ના ખૂબ સંવેદનશીલ અંગ સાથે સતત સંપર્ક માં આવે છે, કદાચ ખૂબ લાંબાગાળે એના થી નુકશાન થવાના દાખલા સામે આવશે જ. કેન્સર જેવી બીમારી. એવું જ જે સ્ત્રીઓ ગમે તેવા કપડાં નો ઉપયોગ કરે છે, એમને પણ અમુક બીમારી લાગવાનો ભય રહેલો હોય જ છે. 
આ સમયે સ્ત્રી ની માનસિક સ્થિતિ ની વાત કરી તો, સ્ત્રી ને શરીર માં જે હિલચાલ થાય છે, એટલે એનું મન આ વાત પર વધુ ચોંટેલું હોય છે. ઘરના, ઓફિસના બધાં જ કામ સાથે એક મોટું કામ આ હોય છે. આ સમયે સ્ત્રી ની માનસિક સ્થિતિ વધુ તકલીફ વાળી હોય છે. ખાસ તો નાની નાની વાતે ગુસ્સો આવવો, રડવું આવવું, કોઈના સાથે ઝગડો કરવો, આવી અલગ અલગ બાબતો જોવા મળે છે. એક ખાસ ઉદાહરણ મુકું તો, મારી એક ફ્રેન્ડ ને બે વખત એના પતિ સાથે બરાબરનો ઝગડો થયેલો, એ ઝઘડાનું સ્વરૂપ મોટું થઈ ગયું હતું, આ બન્ને ઝગડા વખતે મને ખાસ ખબર છે એને માસિક આવેલું હતું. ઘણીવાર આ સમયે મેં જોયું છે, સ્ત્રી નો ગુસ્સો ખાસ બાળકો અથવા પતિ ઉપર નીકળે છે. જો એક ભાઈ, પિતા કે પતિ તરીકે સ્ત્રીની આ સ્થિતિ સમજી જાય તો એના ગુસ્સા ને જતો કરવો અથવા ડાયવર્ટ કરી શકાય. હું આ સમજુ છું, જ્યારે પણ ભાભી કે બહેનને આવા સમયે ગુસ્સો કરતા જોવ હું સમજી જાવ છું. મને પોતાને ગુસ્સો આવે હું જાતે કંટ્રોલ કરી લેતા શીખી છું ખાસ શાળામાં, કેમ કે મને કારણ ખબર હોય છે.
હવે, વાત સ્ત્રી ની શારીરિક કામ કરવાની સ્થિતિની. આ બાબત સ્ત્રી પર જ આધાર રાખે છે. આજ સ્થિતિમાં સ્ત્રી ખૂબ કામ કરી શકે છે. અને ખૂબ આરામ પણ કરી શકે છે. હું જ્યારે, મારા મમ્મી અને અન્ય સ્ત્રીઓ ને જોવ છું, ભૂતકાલ યાદ કરું છું. એ લોકોને બહુ શારીરિક શ્રમ કરતા જોયા છે. કારખાનામાં, ખેતરમાં કે છુટક મજૂરી કરતી સ્ત્રીઓ આ દિવસે રજા નથી રાખતી કે આરામ નથી કરતી, એમનું કામ રોજ જેટલું જ થતું હોય છે. જ્યારે, ઘરે જ રહેતી સ્ત્રીઓ, કે ઓફિશલ વર્ક કરતી સ્ત્રીઓ થોડા આરામ નો આગ્રહ ચોક્કસ રાખે છે. પણ, સ્ત્રીને આરામની જરૂર તો હોય જ છે. મજૂરી કરતી સ્ત્રી, ઘરનું બધું કામ કરતી સ્ત્રી ના ભાગે કદાચ આવા સમયે પણ, આરામ નથી જ લખાયેલો હોતો.
એક લાસ્ટ મુદ્દો સેનિટરી નેપકીન બાબતે. અડ્ડામાં એક પોસ્ટમાં હતું કે, ગામડામાં સ્ત્રીઓ આ નેપકીન વિશે જાણકારી નથી ધરાવતી. એ વાત સાચી પણ છે જ. પણ, આપણાં દેશની કરુણતા કહીએ કે બેફીકરાય, આપણે સેનિટરી નેપકીનના ઉપયોગની વાતો કરીએ છીએ, પણ એના યોગ્ય નિકાલની સુવિધા કે વ્યવસ્થા માટે બિલકુલ બેધ્યાન છીએ. દરેક સ્કૂલ કોલેજ વગેરે જાહેર પ્લેઇસ પર એક ભઠ્ઠીની વ્યવસ્થા કરવી પડે આ સેનિટરી નેપકીન ના નિકાલ માટે. આવી વ્યવસ્થા ક્યાંય લગભગ હજુ કરવામાં આવી જ નથી. પરિણામે આ ઉપયોગ કરેલા નેપકીન ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે, જે પર્યાવરણ ને નુકશાનકારક જ છે. હા, રાજ્યસભામાં કે લોકસભામાં આ મુદ્દા પર કદાચ મેનકા ગાંધી એ વાત કરેલી છે. અને છોકરીઓ માટે શાળામાં સેનેટરી નેપકીન ની વ્યવસ્થા તથા આશા વર્કર દ્વારા ગામડામાં સ્ત્રીઓ ને આ નેપકીન ભવિષ્યમાં વિતરણ કરવાની યોજના આવનાર છે. પણ, પ્રશ્ન એ જ રહેશે નેપકીન ના યોગ્ય નિકાલનું કોઈ આયોજન થયું નથી અને થશે પણ નહીં.
લાંબી પોસ્ટ છે, માહિતી બધી સમજી અને આપના ઘર, સ્ટાફમાં રહેલી સ્ત્રી ની આવી સ્થિતિમાં સમજી શકીએ તોય ઘણું છે....
કુસુમ ડાભી