July 01, 2017

હિંદુઓ દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વમાં પ્રચાર પ્રાણીસંગ્રાલય ના પ્રચાર જેવું છે : ડૉ આંબેડકર

By Rushang Borisa



મારી છેલ્લા મહિનાની હિન્દૂ ધર્મ અને આર્ય-સંસ્કૃતિ ઉપરની કેટલીક પોસ્ટ્સથી ઘણા સભ્યોની લાગણી દુભાયી હશે, આઘાત લાગ્યો હશે કે ચીડ ચડી હશે. નફરતખોર,અપપ્રચારક(?) કે 'પૂર્વગ્રહ'વાસી વગેરે વિશેષણો ના કરાયેલ કમેન્ટમાં પણ વંચાઈ જાય.પરંતુ નક્કર તથ્યો સાથેની પોસ્ટ્સમાં તેઓ ખાસ બચાવ કરી શકે નહીં.

હવે આ મુદ્દે થોડા વિશ્લેષણથી વાત કરીયે...

Behind curtains...

પ્રચારમાધ્યમો જે રીતે હિન્દૂ સંસ્કૃતિના નામે બહુજનોનું ગર્ભિત શોષણ કરી જે-તે સંસ્કૃતિના બ્રાહ્મણીકરણના ધંધે લાગ્યા છે તે વિષય ખરેખર ગંભીર છે. આઝાદી બાદ દેશનું સઘળું તંત્ર બ્રાહ્મણવાદીઓના હાથમાં રહ્યું. કહેવાતી સુફિયાણી વાતો કરી જે-તે સંસ્કૃતિના વખાણ વડે લોકોને બહેકાવી આખરે બ્રાહ્મણ-સંસ્કૃતિ જ શ્રેષ્ઠ છે તે ખોટો ખ્યાલ હિન્દુઓના મગજમાં ફરી સ્થાપિત કરવા લગભગ દરેક તંત્ર એડી-ચોટીનું જોર લગાવે છે.

ભારત દેશ વિવધતામાં એકતા ધરાવે છે તેવી ઉપરછલ્લી દલીલ જ્યાં-ત્યાં સાંભળવા મળે.પણ આ મુદ્દે હિન્દુઓની માનસિકતામાં ઝાંખીયે તો નરી ઉપેક્ષા અને ઈર્ષા દેખવા મળે.સોસીયલ મીડિયામાં રખડતા મેસેજીસ-જોક્સ કે આપસી વાતચીતમાં આપણે બીજા પ્રાંત અને પારકી સંસ્કૃતિની મજાક ઉડાવતા રહીયે છીએ.યાદ છે જયારે કોલેજના પ્રોજેક્ટમાં એક કાઠિયાવાડી ક્લાસમેટ અંગ્રેજીમાં સ્પીચ આપતો હતો ત્યારે અંદરો-અંદર બધા હસતા.જો કોઈ મુસ્લિમ ક્લાસમેટ રમઝાન દરમ્યાન પોતાના પરંપરાગત ડ્રેસમાં કલાસીસ આવે તો હિન્દૂ બહુમતી ધરાવતા અમારા વર્ગના મગજમાં જાણે કોઈ એલિયન આવ્યો હોય તેવો ભાવ આવતો.તાજેતરમાં દક્ષિણ ભારતના વ્યવહારમાં "હિન્દી" ભાષા થોપવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર વડે કરવામાં આવ્યો.હમણાં જ દિલ્લીના એક ક્લબમાં મેઘાલયના મહિલાને બહાર નીકાળવામાં આવ્યા-કારણ તેમની પ્રાંતીય વેશભૂષા! આ એ જ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જ્યાં પારકી સંકૃતિના પહેરવેશ (લૂંગી), ભાષા (મલયાલમ-તેલુગુ) ,રહેણી-કરણી (આદિવાસી) , દેખાવ (આસામ) વેગેરે ને લઈને સામાન્ય ભારતીયો મશ્કરી કરતા હોય છે.

આ મશ્કરી દેખીતી રીતે લોકો સહજત થી લે છે; છતાં તેની પાછળનું પ્રેરકબળ "અણગમો" છે. અને તે અણગમા પાછળનું પ્રેરકબળ લોકોમાં ઊંડે સુધી સ્થપાયેલો "અલગાવવાદ" છે.મૂળ અલગાવવાદનો રોગ કોલોનાઈઝેશનમાં પરિણામે છે.અહીં, કોલોનાઈઝેશન એટલે જે-તે વસ્તુને પચાવી પાડવું. હવે, આ અલગાવવાદ પાછળનું કારણ આમ તો ભારતીયોની માનસિકતા જ છે પણ માનસિકતા માટે પણ પરંપરાગત શિક્ષા જવાબદાર હોય શકે.બીજી રીતે કહીયે તો બ્રાહ્મણવાદ તે પાછળનું એક મહત્વનું કારણ છે.વી મે ઈન્ક્લુડ ફોરેઈન ઇન્ટરેસ્ટ...પણ તે ઊંડે સુધી હજુ ઉતાર્યા નથી.

હિન્દૂ સંસ્કૃતિના નામે દેશના દરેક રાજ્યોને આવરી લેવા તે યોગ્ય નથી. દરેક પ્રાંત-સમૂહની પોતાની સ્વતંત્ર રીત-ભાત છે.સ્વદેશીની ભાવનાથી સંપ ના પ્રયાસોમાં એક પલ્લે બેસાડી તો શકાય...પણ વિવિધ સંસ્કૃતિમાં રહેલ મૂળભૂત તફાવતો દૂર ના થઇ શકે.પરસ્પરનો આદર-સન્માન ત્યારે જ શક્ય બને જો "પોતે શ્રેષ્ઠ છે" તે પાછળની અણગમાની છુપી ભાવના ના રહે. હવે, આ અણગમાના મૂળને નાથવા એકતાના પ્રચારો કરવા ખોટું તો નથી...પણ શું ખરેખર ધાર્યા પરિણામ મળે છે? જે રીતે આ દિશામાં કામ કરવામાં આવે છે માત્ર એક પ્રવાસી જયારે બીજા પ્રાંતોમાં ફરે અને મજા લે તે પૂરતું જ સીમિત છે.પરપ્રાંતીય લગ્નો ઈન્ટરનેટના જમાનામાં વધી રહ્યા છે, પણ તેમાં તો આખરી સ્ત્રીએ જ એડજસ્ટ થવાનું રહે.જો આપણે આપણા જ લોકોની ભાષા,પોશાક,વ્યવસાય,રીત-ભાત સહજ રીતે સ્વીકારી ના શકતા હોઈએ તો કેવી એકતા?

આંબેડકરે સરસ કહ્યું હતું કે જે રીતે હિંદુઓ ભારતીય સંસ્કૃતિનો વિશ્વમાં પ્રચાર કરે છે તે પ્રાણીસંગ્રાલય(?) ના પ્રચાર જેવું છે. બંધિયાર રહેલ સંસ્કૃતિઓને "વિવિધતા માં એકતા" વડે જાગૃત ના કરી શકાય...તે માટે જે-તે પાંજરાના પ્રાણીઓએ ધર્મ-સંસ્કૃતિની વાહિયાત બેડીઓ માંથી મુક્ત બનવું પડે. સુપીરીયોરીટી કોમ્પ્લેક્સથી બહાર આવવું પડે. જે થઇ રહ્યું છે તે ધીમું ઝહેર છે, જે ધીમે ધીમે બ્રાહ્મણવાદના માધ્યમે લોકસંસ્કૃતિ ઉપર નિયંત્રણ મેળવી રહ્યું છે.બહુજન સંસ્કૃતિના દેવીઓ પાર્વતીના અવતારો હતા તેવો પ્રચાર કરી બ્રાહ્મણો વિકૃત કથાઓ વડે સાંસ્કૃતિક હત્યા કરી રહ્યા છે.ઈસાઈ મિશીનરીઓ પણ તે જ વાટે છે."વિવધતામાં એકતા"ની પાછળ જે તત્વો હિંદુઓ ઉપર નિયંત્રણ મેળવી રહ્યા છે તે લાંબે ગાળે દુષ્પરિણામો બતાવશે.

સંસ્કૃતિ ઉપર ઓત-પ્રોત થઇ મસીહા બનતા તત્વો પહેલા બંધારણને જાણે.જડ ધાર્મિક-સાંસ્કૃતિક વિચારો-રિવાજો "વિવધતામાં એકતા" ના માર્ગે બાધા છે. સંસ્કૃતિએ સમય પ્રમાણે પરિવર્તનશીલ બનવું રહ્યું.(ધર્મ તો સગવડ પ્રમાણે બને જ છે.)

અલગતાવાદ અને નફરતની ભાવના સેક્યુલરો નહીં, પણ ધર્મના ઠેકેદારો શીખવે છે.જો તમે માનતા હોવ કે હિન્દૂ ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિ અલગ અલગ છે તો .....હું તેમાં વધારો કરી શકું...(તમે પણ વધારો કરી શકો...)

- રુશાંગ બોરીસા