By Blue Diary Bureau
૧૯૫૦ થી પ્રકાશીત થઈ રહ્યા ચીત્રલેખા વિકલી મેગેઝીન ની વેબસાઈટ પર ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧/૦૬/૨૦૧૭ ના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું એવા ન્યુઝ પોતાની સાઈટ પર મુક્યા.
પણ સાઈટ પર ના ન્યુઝ મા એક મોટો છબરડો કરી નાખ્યો ચીત્રલેખા ની ટીમ એ.
સમાચાર તો અનુપમ ખેર અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન ની ટ્વીટ નો આધાર લઈને બનાવવામા આવ્યા હતા પરંતુ તેમા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય નો ફોટો સૈયદ અકબરુદ્દીન ની ૨૦૧૬ ની ટ્વીટ નો મુકવામા આવ્યો હતો.
જે અહી નીચે આપેલ લીંક્સ મા આપ સ્પષ્ટપણે જોઇ શકો છો.
સૈયદ અકબરુદ્દીન` ની ૨૦૧૬ ની ટ્વીટ કે જે ફોટો ચીત્રલેખા દ્વારા અત્યારે ૨૦૧૭ ના સમાચાર મા વાપરેલ છે.
Yoga set to light up @UN.— Syed Akbaruddin (@AkbaruddinIndia) June 20, 2016
Sneak peek of Yoga posture projections on iconic UN Hqrs building in New York on #IDY2016 pic.twitter.com/D8orZod54u
સૈયદ અકબરુદ્દીન ની ૨૦૧૭ યોગા દીવસ માટે ની ટ્વીટ
Yoga lights up @UN.— Syed Akbaruddin (@AkbaruddinIndia) June 19, 2017
Guess who switched the illumination lights to commemorate Yoga Day celebrations? pic.twitter.com/Szle0hpZxN
અનુપમ ખેર ની ટ્વીટ
Here are more pics of 'Illumination of #UnitedNationsHeaquarters.' in NY. It was great to meet Hon. @AkbaruddinIndia & other members. 🇮🇳 pic.twitter.com/HND3v8FnDX— Anupam Kher (@AnupamPkher) June 19, 2017
હમણા જ ગૃહ મંત્રાલય ની સાઈટ પર પણ એક આવો જ છબરડો સામે આવ્યો હતો જેમા ભારત પાકીસ્તાન ની બોર્ડર જણાવી ને સ્પેન અને મોરોક્કો વચ્ચે ની સરહદ નો ફોટો મુકવા મા આવ્યો હતો.
ગુજરાત ના પ્રતીષ્ઠીત મેગેઝીન દ્વારા કરવા મા આવેલી આ ભુલ વિસ્મય જનક લાગે છે.
આપણા દેશ મા સરકાર નુ મીડિયા પર દબાણ વધી રહ્યું છે. આવા દબાણ ના કારણે સમાચાર ની ગુણવત્તા પર ગંભીર અસરો પડે છે એ અહી દેખાઈ રહ્યુ છે.
શું ચીત્રલેખા ને પણ યોગ દિવસ નુ કવરેજ કરવાનુ એટલુ પ્રેશર હશે કે ઉતાવળ મા આ રીત ની ભુલ થયેલ છે એ જ વિચારવુ રહ્યું.