Showing posts with label Vandana Chavda Jadav. Show all posts
Showing posts with label Vandana Chavda Jadav. Show all posts

August 21, 2017

પોતાની ધાર્મીક માન્યતાઓ ને બુદ્ધિ નો ઉપયોગ કરી વાસ્તવિકતા સાથે સરખાવો

By  || 26 June 2017 at 11:39

હિન્દુ ધર્મમાં ઊંચ નીચ ના ભેદભાવ, સ્ત્રીઓ ને પગ ની જૂતી સમજી એના અધિકારો થી વંચિત રાખવી, ધર્મ ના નામ પર નીચી જાતિ કે ગરીબ લોકો ઉપર શોષણ કરવું કે એમને મારી નાખવા... અને હજુ કેટલાય અત્યાચાર આ 21મી સદી માં પણ ચાલુ જ છે... પણ હવે શિક્ષણના લીધે લોકો જાગૃત બન્યા છે અને આ ધર્મ ના દંભ માંથી બહાર નીકળી રહ્યા છે.. અને એવો ધર્મ અપનાઈ રહ્યા છે... જેમાં કોઈ જ ઊંચ - નીચ ના ભેદભાવ નથી, સ્ત્રી - પુરુષ ના ભેદભાવ નથી, સ્ત્રીઓ ને તેના અધિકાર થી વંચિત નથી રાખવામાં આવતી... અને ખાસ તો માણસ ને માણસ સમજવામાં આવે છે... દેશ ની આ હાલત ના જવાબદાર વર્ષો થી ચાલી આવતી અમાનવીય પ્રથા... પણ આજે શિક્ષિત બનીને પણ ફર્ક શું પડ્યો????? શિક્ષણ શીખવે છે કે પોતાની બુદ્ધિ વાપરવી... પણ જ્યારે જાતિવાદ આવે ત્યારે લોકો જાનવર કેમ બની જાય છે????? શું આ હિન્દૂ ધર્મ શીખવે છે???? મનુસ્મૃતિ માં તો જાતિવાદ જ ભર્યો છે... તો શું આ ધર્મ માનવીય ધર્મ છે કે અમાનવીય???? શું માણસ ને જીવવા માટે ધર્મ ની જરૂર છે???? માણસ ફક્ત માણસ બની ને ના જીવી શકે??? જેનો ધર્મ હોય માત્ર "માનવતા ધર્મ" અને એ છે "બૌધ્ધ ધર્મ".. અને બૌદ્ધ ધર્મ ના અપનાવો તોય માણસ તો બનાય જ.....
લિ.
વંદના ચાવડા જાદવ

વધારે માહિતી માટે બધા ધર્મ ની પુસ્તકો વાંચો અને એને પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરી વાસ્તવિકતા સાથે સરખાવો..
આ વીડિયો ખાસ જુવો...

આંબેડકર એટલે માત્ર દલિતો ના નેતા નહી

By  || 13 May 2017

દરેક ભારતીય નાગરિક એ બંધારણ વાંચવાની જરૂર છે.. અને આંબેડકર ના પુસ્તકો પણ... તો જ બધા ને ખબર પડશે કે આંબેડકર એ કોઈની સાથે ભેદભાવ નથી કર્યો... ઉપર થી બધા ને કાળી મજૂરી માથી મુક્ત કર્યા છે...  અત્યારે  બંધારણ માં સરકાર દ્વારા ઘણા ફેરફારો કરી કાયદા નવા બનાયા છે... મૂળ કાયદા અને  સુધારેલા કાયદા જો જો તો ખબર પડશે કે દેશ ક્યાં જઈ રહ્યો છે... કોને કેટલી સત્તા છે ને કેટલી સત્તા અપાઈ રહી છે... આખી દુનિયા આંબેડકર ને માને છે... પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે  આંબેડકર એટલે માત્ર દલિતો ના નેતા એવું લોકો ના મન માં ભરાવે છે.. પણ જે શિક્ષિત છે એ સવર્ણ હોય, દલિત, મહિલાઓ કે દરેક ભારતીય ... એને ખબર જ છે કે સ્વમાન થી જીવવું એ અધિકાર આંબેડકર સાહેબ થી મળ્યો છે... 
બુદ્ધિ વગર ના કેટલાય એવા મૂર્ખ છે કે જેને પોતાનો જ ઇતિહાસ ખબર ના હોય એ ભારત નું બંધારણ વાંચવા ક્યાં બેસશે?? 
 અને આવા લોકો જ કટ્ટરવાદી હોય છે.. ને જાતિવાદ નો  ફેલાવો કરે છે... આવા લોકો ને નમ્ર વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ પર આરોપ મુક્તા પહેલા એકવાર એનો આખો ઇતિહાસ વાંચી લેવો ને સમજવું કે તમને શું ફાયદો થયો અને અને સ્વમાનભેર અને અધિકારપૂર્ણ કોના પ્રતાપે જીવો છો.... 

જય ભારત... જય સંવિધાન... જય ભીમ.
લિ.
વંદના ચાવડા જાદવ

May 04, 2017

આંબેડકર જયંતિ ની ઉજવણી અને સવર્ણ માનસિકતા : વંદના ચાવડા જાદવ

ગયા મહીને બાબા સાહેબ આંબેડકર જયંતિ આખા દેશ માં ધામ ધૂમ  થી ઉજવાઈ.... પણ ફક્ત દલિતો અને રાજકારણીઓ દ્વારા....

 તો શું આંબેડકર  ફક્ત દલિતો ના જ નેતા હતા???

મને રોજ વોટ્સ એપ કરતા મારા સ્વર્ણ મિત્રો માંથી કોઈએ પણ આંબેડકર જયંતિ માટે મેસેજ નથી કર્યો... ભૂલ એમની છે જ નહીં... ભૂલ છે, આપણાં શિક્ષણ ની, સમાજની  અને રાજકારણીઓની...

શિક્ષણ માં આંબેડકર વિશે ભણવામાં આવતું જ નથી... તો એમને ખબર ક્યાંથી હોય કે સવર્ણ લોકો માટે પણ આંબેડકર જી એ કેટલું કર્યું છે... કે ના ઘર માંથી કોઈ શિક્ષણ આપે છે... જાતિવાદ ના મૂળ રાજકારણીઓ અને ઘર થી જ શરૂઆત થાય છે..  સ્વર્ણ જાતિ ના સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ લોકો પૂરું નથી જાણતા તો આંબેડકર વિશે ક્યાંથી જાણે????

જાતિવાદ જ આરક્ષણ નું મૂળ છે..... જાતિવાદ હટાવો તો આરક્ષણ એની જાતે જ ખતમ થઈ જાય છે...

બંધારણ માં હિન્દૂ કોડ બિલ છે, જેનાથી દલિત ની સાથે સવર્ણ મહિલાઓ ને પણ અધિકાર આપવામાં આવ્યા કે લેંગિક ભેદભાવ ને આધારે શોષણ ના થાય... મતલબ પુરુષ અને મહિલા સમાન... પછી એ સવર્ણ પુરુષ કે દલિત પુરુષ હોય કે સવર્ણ મહિલા કે દલિત મહિલા હોય... બધા જ સમાન.....

સમાન કામ, સમાન વેતન, પોતાની ઈચ્છા મુજબ જીવવાની સ્વતંત્રતા, શોષણ સામે અવાજ ઉઠાવાની સ્વતંત્રતા... અને બીજું ઘણું બધું....

દલિતો ની સાથે સાથે સવર્ણ મહિલાઓ ની સ્થિતિ પણ ખરાબ હતી.. પણ એમને બંધારણ માં કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ નથી કર્યો.....

સ્વર્ણ પુરુષો ને પણ શોષણ સામે ના અધિકારો આપ્યા છે...
8 કલાક ની નોકરી, શનિ, રવિ રજા... પી.એફ, ગ્રેજ્યુએટી, હેલ્થ વીમો , વગેરે... બંધારણ માં આંબેડકરે સ્વર્ણ પુરુષો સાથે પણ અન્યાય નથી કર્યો....

રાજકારણીઓ એ પોતાના સ્વાર્થ ના લીધે લોકો ના મન માં એવી છાપ ઘુસાડી દીધી છે કે આંબેડકર એટલે માત્ર દલિત ના નેતા.... પણ શુ આ સત્ય છે??

સરકાર પણ ભેદભાવ કરે છે... ભલે દેખાડો કરતા હોય... એ પણ અંગ્રેજો ની જેમ ભાગલા પાડો અને રાજ કરો... એ જ કરી રહયા છે.... હિન્દૂ - મુસ્લિમ , દલિત - બ્રાહ્મણ... જાતિવાદ અને રાષ્ટ્રવાદ ના નામે લોકો ને ખોટી દિશા માં લઇ જાય છે... અહીં મૂળ મુદ્દો ગરીબી, બેકારી, મોંઘવારી, શિક્ષણ આ બધા માંથી ધ્યાન ભટકાવે છે... પણ લોકો પોતાની બુદ્ધિ નો ઉપયોગ નથી કરતા....

એ સમયે યુ ટ્યૂબ પર નેશનલ દસ્તક ચેનલ જોઈ.. ફક્ત આ જ ચેનલે સંસદ માર્ગ પર દર વર્ષે આંબેડકર જયંતિ પર જે મેળો ભરાય છે, એ બતાવ્યું... એમાં બધા દલિતો જ હતા.... આખા દેશ માંથી લોકો ત્યાં આવે છે.....

સરકાર નો ભેદભાવ જોઈએ તો ..... સંસદ માં વીજળી નહોતી... પાણી ની સુવિધા નહોતી... પાણી સાથે લઈ પણ જવા દેતા નહોતા... જે પ્રોગ્રામ પહેલા 2 વાગ્યા સુધી ચાલતો તો એને 11 વાગ્યે જ બંધ કરી દેવામાં આવ્યો.... પોલીસ ચેકીંગ માં બહુ વાર લગાડતી હતી... અને કોઈ વિરોધ કરે તો એને અપશબ્દો બોલવામાં આવતા તા.... તમે આઈ કાર્ડ બતાવો કે આતંકવાદી તો નથી??? કોઈ મીડિયા માં આ પ્રોગ્રામ બતાવામાં ના આવ્યો.... બધા બસ યોગી ને મોદી માં લાગેલા હતા....

ચેનલ ના રિપોર્ટર સ્વર્ણ લોકો ને અહીં શોધતા હતા... ફક્ત 2 જ છોકરીઓ સ્વર્ણ મળી.. જે ચંદીગઢ થી આંબેડકર ના દર્શન માટે આવી હતી... એમને કહ્યુ કે એમના માતા પિતા નહોતા આવા દેતા પણ એમને સમજાયા એટલે એ અહીં આવી શક્યા...

એ છોકરીઓ એ કહ્યું કે , " અમને કૉલેજ ના છેલ્લા વર્ષ માં ભણવામાં આયુ, " હિન્દૂ કોડ બિલ" ... કે આંબેડકરજી એ અમારી સ્વર્ણ મહિલાઓ માટે કેટલું બલિદાન આપ્યું છે... જ્યોતિરાવ ફૂલે એ એમની પત્ની સાવિત્રી બાઈ ફૂલે ને ભણાઈ ને ટીચર બનાવ્યા....  જો દલિત પુરુષ મહિલાઓ માટે આટલું કરતા હતા , ત્યારે સવર્ણ પુરુષ શુ બંગડીઓ પહેરીને બેઠા હતા????

શિક્ષણ થી લોકો ની માનસિકતા બદલાઈ છે.. પરંતુ....
ભણેલા ઘણેલા પણ અભણ થી પણ ખરાબ વિચારોવાળા "માનસિક ગુલામો" ને શુ કહેવા?

દેશ બદલવો હોય તો પહેલા પોતાના વિચારો બદલો, મહા પુરુષો ને વાંચો... આંબેડકરજી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈજી, જ્યોતિબા ફૂલે, સવિત્રીમાઈ ફૂલે, સુભાસચંદ્ર બોઝ, ભગત સિંહ.... વગેરે....પછી વિચારજો કે આ બધા માં ખાસિયત શુ હતી કે આપણાં સમાજ માટે બલિદાન કોને આપ્યું ? કે કોઈએ કોઈની સાથે ભેદભાવ તો નથી કર્યો ને...????

અત્યાર ના લોકો ઘેટાં બકરા જેવા છે... પોતાની બુદ્ધિ વાપર્યા વગર બીજા પર દોષ નાખી દે છે... શિક્ષણ મેળવો અને સત્ય સમજો.... અને પોતાનામાં આવેલું પરિવર્તન જોજો...

 આંબેડકર જયંતિ ના દિવસે કોઈક જગ્યા એ ભાજપ અને કૉંગ્રેસ ના આંબેડકર સાથે ના પોસ્ટર હતા એમાંથી ફક્ત ભાજપ અને કૉંગ્રેસ ના નિશાન કે એમના મંત્રીઓ ના  પોસ્ટર ફાડવામાં આવ્યા.  વડોદરા માં દલિત યુવાન ને આંબેડકર ને હાર પેરાવતા અટકાવ્યો અને એને ધક્કો મારવામાં આવ્યો ને એ હોસ્પિટલ માં એડમિટ કરેલો.. પણ એ કોઈ સમાચાર માં છપ્યું નથી...

પણ  સ્વર્ણ મિત્રો, એકવાર આંબેડકર વિશે જરૂર વાંચજો... હોઈ શકે સંસદ માર્ગ માં આંબેડકર ના દર્શન માટે પરિવાર ના વિરોધ ની વચ્ચે ચંદીગઢ થી આવેલી એ 2  સ્વર્ણ છોકરીઓ ની જેમ તમને પણ સત્ય નું ભાન થાય...

જય ભીમ, જય ભારત, જય સંવિધાન....

લિ.
વંદના ચાવડા જાદવ




Watch Video : -  WHY 'SWARNA' NOT PART OF AMBEDKAR JAYANTI



Facebook Post :-

એવું ભણતર પણ નકામું છે જે તમને સમાજ ના રિવાજો અને કુરિવાજો માં ફર્ક ના બતાવે : વંદના ચાવડા જાદવ

સમાજ માં હંમેશા દીકરી ની સરખામણી એ  વહુ ની અવગણના થાય છે...
 અત્યારે લોકો એમ કહેતા થયા છે કે અમે તો વહુ ને દીકરી ની જેમ જ રાખીયે છીએ... બન્ને માં કોઈજ ભેદભાવ નથી...
 આવું  કહેવાવાળા મોટા ભાગના લોકો એ ખરેખર આત્મમંથન કરી લેવાની જરૂર છે...
જે દિવસે લોકો દીકરી અને વહુ માં ફર્ક નહિ રાખે.. એ જ દિવસે એમનું ઘર જ સ્વર્ગ થઈ જશે... અને ઘર ના અને સમાજ માં પ્રગતિ ના દ્વાર ખુલી જશે..
લોકો કહે છે કે આ આધુનિક સમય માં થોડો બદલાવ આયો છે.. પણ સંપૂર્ણપણે નહિ...
એવું ભણતર પણ નકામું છે જે તમને સમાજ ના રિવાજો અને કુરિવાજો માં ફર્ક ના બતાવે...
 જ્યાં સ્ત્રી ને પોતાના અસ્તિત્વ ની જગ્યા એ એક નોકરાણી તરીકે જોવામાં આવે એ ઘર કદી પ્રગતિ કરી જ ના શકે.. ના એમને જીવતા જીવ સ્વર્ગ મળે કે મર્યા પછી પણ...
લોકો નો સૌથી મોટો ડર કે સમાજ શુ કહેશે??? પણ જે લોકો આ ડર ને નીકાળી ને જીવી ગયા એ ભાવોભવ તરી ગયા.... એમને કોઈ દેવી દેવતા ની જાત્રા એ જવાની જરૂર નથી...
જેમના ઘર માં સારી વહુ અનેે સારી દીકરી છે.. જે લોકો એના મહત્વ ને , એમના અસ્તિત્વ ને સ્વીકારે છે... તેઓને કોઈ લક્ષ્મી દેવી ની પૂજા કરવાની જરૂર જ નથી...  એમની પ્રગતિ કોઈ કાળે રોકાઈ જ ના શકે...
તમારી આજુ બાજુ ક્યાંય એવું ઘર હોય કે જ્યાં આવો દીકરી કે વહુ નો  ભેદભાવ ના થતો હોય... એ ઘર ઉપર તમે સમાજ ના કુરિવાજો છોડી , ઈર્ષ્યા કર્યા વગર એની શાંતિ અને પ્રગતિ ને સમજો... તમે આત્મમંથન કરજો.. સમજાઈ જશે કે આપડી ભૂલ ક્યાં છે... અને પ્રગતિ કઇ રીતે કરાય...... !!

લિ.
વંદના ચાવડા જાદવ














Facebook Post :-