May 27, 2018

જન્મજાત આંદોલનકારી, નખશિખ આંબેડકરવાદી નારણ વોરા

By Raju Solanki  || 22 April 2018 


ગુજરાતની આંબેડકરી ચળવળના મશાલચી, દલિત પેંથરના દિગ્ગજ નેતા દિવંગત નારણ વોરાના અમદુપુરા-સ્થિત નિવાસસ્થાનની આજે અમે મુલાકાત લીધી. તેમના પત્ની સેમીબેનના ખબર અંતર પૂછ્યા. સેમીબેન લાંબા સમયથી પથારીવશ છે. થોડાક સમય પહેલાં એમને પક્ષાઘાતનો હૂમલો આવેલો, તેથી ચાલી શકતા નથી. પરંતુ તેમની યાદશક્તિ એકદમ સાબૂત છે. નારણભાઈની વાત કરતા કરતા એમના ગળે ડૂમો બાઝી ગયો હતો. બત્રીસ વર્ષ પહેલાં અચાનક વિદાય લેનારા પતિની યાદમાં તેમની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. સામે ભીંત પર લટકતા ફોટાઓ સામે આંગળી ચીંધીને કહ્યું કે, “એમના ગયા પછી મારા બંને દીકરા પણ મરી ગયા. છેલ્લી ઘડીએ એમનો મેળાપ પણ ના થયો. એ મંદિરોમાં માનતા નહોતા, તોય મને કહ્યું કે સેમી જા, રણુજા જઈ આવ. હું રણુંજા ગઈ અને અહીં એમનો દેહ પડ્યો. એમનું શરીર એકદમ ઠંડુ પડી ગયેલું.” નારણભાઈ હાર્ટ એટેકથી ગુજરી ગયેલા અને ત્યારે એમની ઉંમર પચાસ વર્ષની પણ નહોતી. એમને ઇમરજન્સી સારવાર મળી નહોતી. સમાજ માટે લડનારો એક મહાન યોદ્ધો અંગત, આર્થિક વિટંબણાઓ સામે હારી ગયો હતો.

નારણ વોરા, રમેશચંદ્ર પરમાર, વાલજીભાઈ પટેલની ત્રિપુટીએ વીસમી સદીના સાતમા દાયકામાં રીપબ્લિકન પક્ષના વિઘટન અને બિખરાવ પછી ગુજરાતની વેરવિખેર અનુસૂચિત જાતિઓને ‘દલિત પેંથર’ના નેજા નીચે સંગઠીત કરવાનો ખમીરવંતો પ્રયાસ કર્યો હતો. “ત્યારે મારા સ્કુટરની એક બાજુ નારણભાઈ અને બીજી બાજુ રમેશભાઈ સાયકલ પર નીકળતા. ક્યારેક બંને જણા મારા ખભા પકડી લેતા અને હું સ્કુટર દોડાવી દેતો. એ રીતે અમે ચાલીઓ ખૂંદતા હતા,” વાલજીભાઈ પટેલ એમના દિવંગત સાથીદારો સાથે ચલાવેલા આંદોલનને કંઈક આ રીતે પરિભાષિત કરે છે. ત્યારે દલિત નેતાઓ ફોર વ્હીલર ગાડીઓમાં ફરતા નહોતા. સાઇકલોથી ખેંચાતો હતો બાબાસાહેબનો રથ.

નારણ વોરાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવો અમદુપુરા વિસ્તાર 1960ના ઐતિહાસિક ભૂમિ આંદોલનથી માંડીને 1968ના ડૉ. બાબાસાહેબ આંબેડકર તૈલચિત્ર આંદોલનનું ઉર્જાવાન, પ્રાણવાન નાભિકેન્દ્ર હતો. ત્યારે કોંગ્રેસ પક્ષને બાબાસાહેબ તરફ અપાર સૂગ હતી અને ગુજરાતની વિધાનસભામાં બાબાસાહેબનું તૈલચિત્ર મુકાવવા માટે પણ દલિતોને આંદોલન કરવું પડેલું. ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર તૈલચિત્ર સમિતિ’ની રચના કરવી પડેલી. સમિતિની પહેલી જાહેર સભા (ત્યારે તુલસી કાંટાથી ઓળખાતા) અમદુપુરાના આંબેડકર ચોકમાં ભરાઈ હતી. આઠ આઠ વર્ષના પ્રલંબ આંદોલન પછી છેક 1976માં તત્કાલીન રાજ્યપાલ કે. કે. વિશ્વનાથનના હસ્તે વિધાનસભ્યો માટેના આરામકક્ષમાં (વિધાનસભાગૃહમાં તો નહીં જ) આ તૈલચિત્ર મુકાયું હતું. ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. આ આંદોલનમાં પણ નારણ વોરાનો સિંહફાળો હતો.

1966માં ભૂમિ આંદોલન ટાણે નારણ વોરાએ અઢી મહિનાનો કારાવાસ વેઠ્યો હતો. જેલવાસ દરમિયાન માની હાલત કથળી હતી, પેરોલ પર છૂટવા માટે સરકારને કગરે એ બીજા, નારણ વોરા નહીં. માતા દલિત દિપડાનું મોઢું જોયા વિના જ મૃત્યુ પામ્યા. 1981ના અનામતવિરોધી આંદોલન વખતે “દલિતોની અનામત સાથે ચેડાં થશે તો ગુજરાત ભડકે બળશે,” એવા નારણ વોરાના નિવેદનની ગુજરાતના અખબારોએ મન-કમને પણ નોંધ લીધી હતી અને સરકારે સૌ પહેલાં તેમને જેલમાં પૂરી દીધા હતા. એ વખતે પણ જેલમાં હતા ત્યારે એમના બનેવી પોલિસની ગોળીનો ભોગ બન્યા, જવાનજોધ બહેન વિધવા બની. પણ નારણ વોરાએ પારોઠના પગલાં ભર્યા નહીં.

આખી જિંદગી મિલમાં નોકરી કર્યા પછી પણ વારંવાર રજાઓ પાડવાથી પીએફ કે ગ્રેજ્યુઇટી કશું જ ના મળ્યા. જિંદગીના અંતિમ વર્ષોમાં અત્યંત અકિંચન અવસ્થામાં નારણ વોરાએ બેહદ લાચારી અનુભવી હતી. નારણ વોરાએ ધાર્યુ હોત તો કોંગ્રેસમાં જોડાઈને કોર્પોરેટર કે ધારાસભ્ય થઈ શક્યા હોત. આજે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, તો પણ 2019માં રાહુલ ગાંધી વડાપ્રધાન થશે તેવી આશામાં ઘણા લોકો લાળ પાડે છે, તો નારણ વોરાના સમયમાં તો કોંગ્રેસનો સુવર્ણયુગ હતો. પરંતુ, નારણ વોરા જન્મજાત આંદોનલનકારી હતા અને નખશિખ આંબેડકરવાદી હતા. રીપબ્લિકન પક્ષમાં તેમનું ઘડતર થયું હતું, આજે આપણે જોઇએ છીએ કે કેવા કેવા ધૂરંધરો દલિત ક્રાંતિની પીપૂડી વગાડતા વગાડતા કોંગ્રેસમાં (કે ભાજપમાં) સેટિંગ કરે છે અને સમાજ તેમને ક્રાંતિકારી યોદ્ધાના બિરુદો પણ આપે છે.

નારણ વોરાએ ક્યારેય રાજકીય સમાધાનો કર્યા નહીં. ખુદ્દારીથી જીવવાની કારમી કિંમત ચૂકવી. હવે સમાજે એના આવા ભડવીર સંતાનને મોડો મોડોય પોંખવો પડે. અનામતનો લાભ લઇને બેઠેલા સરકારી કર્મચારીઓ માટે ઋણ ઉતારવાની આ ઘડી છે. ગઈ ચૌદમી એપ્રિલે આ જ અમદુપુરા ચોકમાં યોજાએલી સભામાં મેં નારણ વોરા સન્માન સમિતિ રચવાની ઇચ્છા પ્રગટ કરી હતી. મારી ઇચ્છા સમગ્ર દલિત સમાજની બનશે?

(તસવીરો 1. નારણ વોરાના પત્ની સેમીબેન, 2. એમના પરીવારજનોની તસવીર, 3. પેંથર મેગેઝિનનો પ્રથમ અંક, જેના તંત્રીપદે નારણ વોરાનું નામ છે, 4. નારણ વોરા, 5. બાબાસાહેબના તૈલચિત્રના ચિત્રકાર શાંતિલાલ શાહ સાથે નારણ વોરા અને વાલજીભાઈ પટેલ)








Raju Solanki

અક્ષુભાઈ ર. વ. દેસાઈની ખોટ સાલે છે

By Raju Solanki  || 21 April 2018 


આ સોળમી એપ્રિલે એક ઉમદા ગુજરાતી અને એટલા જ ઉમદા સમાજશાસ્ત્રી અક્ષયકુમાર રમણલાલ દેસાઈની જન્મજયંતી ગઈ. ગુજરાતના એક પણ અખબાર કે સામિયકને ‘ગ્રામલક્ષ્મી’ જેવી સુંદર નવલકથાઓના સર્જક ર. વ. દેસાઈના પુત્ર અક્ષયકુમારે સમાજશાસ્ત્રમાં આપેલા અનન્ય પ્રદાનની નોંધ લેવા જેવી લાગી નહીં. ગુજરાતના કોઈ સમાજશાસ્ત્રીએ પણ અક્ષયકુમાર ર. દેસાઈને સાંભર્યા નહીં. લાગે છે કે ગુજરાતમાં સમાજશાસ્ત્ર વિષય કોલેજોમાં તગડા પગારો ખાવાની ફાલતુ જણસ માત્ર બની ગયો છે.

છેલ્લા સો વર્ષની ભારતીય સમાજશાસ્ત્રની પરંપરામાં લખનૌ સ્કુલે રાધાકમલ મુખરજી, ધૂર્જટિપ્રસાદ મુખરજી અને ડી. એન. મજમુદાર આપ્યા; કોલકત્તા સ્કુલે અક્ષયકુમાર દત્તા અને બિનોયકુમાર સરકાર પેદા કર્યા તો બોમ્બે સ્કુલે એ. એસ. ઘૂર્યે અને એ. આર. દેસાઈ જેવા વિદ્વાન સમાજશાસ્ત્રીઓ નિપજાવ્યા. એમાં અક્ષયકુમારે માર્કસવાદી અભિગમથી સમાજશાસ્ત્રને મૂલવ્યું અને સોશીયલ બેકગ્રાઉન્ડ ઑફ ઇન્ડીયન નેશનાલિઝમ જેવા એપિક ગ્રંથો આપ્યા.

16 એપ્રિલ, 1915માં જન્મેલા એ. આર. દેસાઈએ 80 વર્ષનાં સુદીર્ઘ આયુષ્યકાળમાં ગુજરાતના લોક આંદોલનો વિષે સતત કલમ ચલાવેલી. ગજવાના પૈસે તેઓ ‘પડકાર’ મેગેઝિન બહાર પાડતા અને તેમાં તેમણે હિન્દુત્વના પુનરુત્થાન વિષે અભ્યાસપૂર્ણ લેખો લખેલા. મેં ગુજરાતના કોઈપણ મૂર્ધન્ય સમાજશાસ્ત્રીને આઠમા દાયકામાં એ. આર. દેસાઈ જેટલી બળકટતાથી અને સંવેદનીલતાથી હિન્દુ કટ્ટરવાદ સામે લખતા-બોલતા જોયા નથી કે જ્યારે દેશમાં કટ્ટરપંથી પરિબળોએ ધર્મને રાજનીતિમાં ભૂનાવવા મોટાપાયે ઉપાડો લીધો હતો.

અક્ષયકુમારને અમે લોકો ‘અક્ષુભાઈ’ કહેતાં. ના કાકા. ના સાહેબ. પોતે પ્રખર માર્કસવાદી એટલે સાહેબ કહેવડાવવાનું તો લગીરે પસંદ ના કરતા. મારો અક્ષુભાઈ સાથે વાત્સલ્યનો નાતો. અમારી નાની-મોટી પ્રવૃત્તિઓની તેઓ તેમના સામયિક ‘પડકાર’માં અચૂક નોંધ લેતા. અમે મિત્રોએ અમદાવાદમાં ભંગી સમાજના પ્રથમ મહિલા પીએચડી શારદા વડાદરાનું પ્રથમ સન્માન કરેલું. અક્ષુભાઈએ એ સમારોહની ઐતિહાસિકતા પીછાણેલી અને જ્યારે ગુજરાતના એકપણ અખબારે આ ઘટનાની નોંધ લેવાનું અયોગ્ય માનેલું ત્યારે તેમણે ‘ગુજરાતમિત્ર’ની એમની કટારમાં સુંદર લેખ લખેલો. અમારા કાર્યક્રમને કારણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી દ્વારા શારદા વડાદરાનું જાહેર નાગરિક સન્માન થયેલું. નરેન્દ્ર મોદીના લેખોનું ‘સામાજિક સમાનતા’ના નામે સંપાદન કરનારા કિશોર મકવાણાએ પુસ્તકની પ્રસ્તાવનામાં આની ક્રેડિટ નરેન્દ્ર મોદીને આપેલી. સમાજમાં જે કંઈ સારી ઘટના ઘટે તે શાસકોના નામે ચડાવવાની માનસિકતા પ્રબળ બની રહી છે ત્યારે અક્ષુભાઈ જેવા વીરલ ‘એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ’ મિજાજ ધરાવતા વિદ્વાનોની ખોટ અવશ્ય સાલે.

ગુજરાતને ફાસીવાદની પ્રયોગશાળા કહેવામાં આવે છે. સમગ્ર દેશને ભરડો લેનારી વિચારધારાનો હિંસક પ્રાદુર્ભાવ ગુજરાતમાં થયો. ગુજરાતમાં હજારો પ્રાધ્યાપકો યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં સમાજશાસ્ત્ર ભણાવે છે. પરંતુ, કમનસીબે ગુજરાતના સમાજજીવનના તળીયાના લોકો, દલિતો, આદિવાસીઓ, વંચિતોના જીવનમાં આવી રહેલા સામાજિક-આર્થિક પરિવર્તનોની નોંધ લેતા સંશોધનો થતા હોય તેવું જણાતું નથી. ઉપર ત્રણ સ્કુલોની વાત મેં કરી. હજુ ચોથી આંબેડકરી સ્કુલના વિદ્યાર્થીઓ, સંશોધકો તો બહાર આવ્યા જ નથી. ગુજરાતમાં થતા દરેક ફેરફારને કોંગ્રેસ-ભાજપના દ્વન્દ્વમાં જ જોવાની કોંગ્રેસી સમાજશાસ્ત્રીઓની કુટેવ છે. આવા સમયે સામ્યવાદી અક્ષુભાઈના પ્રદાનનું પુન:મૂલ્યાંકન કરવાની જરૂર છે.

મુંબઈ-સ્થિત ગુજરાતી દૈનિક ‘સમકાલીન’માં સબએડિટરની નોકરી માટે ઇન્ટર્વ્યૂ આપવા હું મુંબઈ ગયો ત્યારે બે દિવસ તેમના મુંબઇના નિવાસે રોકાયેલો. એમણે અત્યંત પ્રેમથી મારી પરોણાગત કરેલી. એમની સાથે કલાકો સુધી દલિતો, આદિવાસીઓ, વંચિત સમુદાયોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવાની મજા પડતી. લગ્ન પછી વડોદરાના એમના હવેલી જેવા ઘરે ખાસ એમને મળવા જ અમે પતિ-પત્ની ગયેલા. એ અમારી છેલ્લી મુલાકાત હતી.

Raju Solanki

Marginalisation of Muslims in Gujarat

By Raju Solanki  || 18 April 2018 


Before 2017 assembly elections there were 42 Patel MLAs. Both BJP and Congress danced around Patel community and hardik patel called the shots. Guided by their sheer lust of political power both Alpesh and Mevani succumbed to Congress agenda and ultimately they all contributed to the political marginalisation of Muslims in Gujarat. And now Patels have 47 MLAs and Muslims have only three though they are numerically at par with patels.

राजस्थान में दलित एट्रोसीटी और कांग्रेस पार्टी

By Raju Solanki  || 15 April 2018 


राजस्थान में हिन्दुत्व की हिंस्रता सत्ता के समर्थन से दलितों को रौंद रही है. यहां तीन तसवीरें मैंने रखी है. पहली तसवीर राष्ट्रीय स्वयंसेवक संघ के पथ संचलन के कार्यक्रम की है, जो 14 अप्रैल के दिन सरेरी खंड के मोड का निम्बाहेडा गांव में हुआ था. दुसरी तसवीर अखिल भारतीय विद्यार्थी परिषद की भीलवाडा में भगवा रैली के कार्यक्रम की है. यह दोनों तसवीरें स्पष्ट रूप से यह दिखाती है कि राजस्थान में दलित-विद्रोह को वैचारिक तौर से परास्त करने के लिए संघ परिवार पूरी तरह से जोर लगा रहा है. तीसरी तसवीर जिला नागौर के मेडता शहर के पुलीस थाने के थानाधिकारी (पोलीस इन्सपेक्टर) का पत्र है, जो उसने मेडता सिटी ब्लोक के ब्लोक प्रारंभिक शिक्षा अधिकारी (डीपीईओ) को भेजा है, जिसमें उसने लिखा है कि दिनांक 2-4-2018 को उनके ब्लोक के अधीन वाले तमाम कार्यालयों तथा स्कुलों में कार्यरत तमाम कर्मचारी एवम अधिकारियों के नाम उनके मोबाइल नंबर के साथे भेजें, जो लोग उस दिन अवकाश पर अर्थात् लीव पर रहे हो.

राजस्थान में वसुंधरा राजे की सरकार दलितों को कुचलने के लिए तमाम प्रकार के हथकंडे अपना रही है. अभी अहमदाबाद के होप अस्पताल में रानीवाडा से एक दलित युवा को लाया गया था, जिसको मस्तक में टीयरगेस का शेल लगा था और वह गंभीर रूप से जख्मी हुआ था. सूना है कि रानीवाडा में दलितों पर पुलीस तथा करनीसेना ने भयानक हमला किया और दलितों को काफी नुकसान पहुंचाया है.

हम गुजरात के दलित राजस्थान के साथियों के साथ खडे हैं. मगर सवाल यह है कि आनेवाले दिनों में राजस्थान के चुनावी समर में बीजेपी को चुनौती देनेवाली कांग्रेस पार्टी क्या कर रही है? राजस्थान के दलितों को कानूनी मदद के लिए कांग्रेस पक्ष की और से कोई लीगल सेल है कि नहीं? यही सवाल बीएसपी के लिए भी हम पूछ सकते हैं. क्या हमें राजस्थान के दलितों पर हो रहे अत्याचारों का कोई प्रमाणित ब्यौरा मील सकता है?

May 10, 2018

अमेरिका की एक ओर युनीवर्सीटी मे आंबेडकर की कांस्य प्रतिमा का अनावरण

By Vishal Sonara || 10 May 2018


युनाइटेड स्टेट्स ओफ अमेरिका की University of Massachusetts, Amherst में सामाजिक न्याय के महानायक डॉ भीमराव आंबेडकर की कांस्य प्रतिमा का अनावरण किया गया. अमेरिका में आंबेडकर के समानता वादी विचारों का प्रभाव तेजी से बढ़ता जा रहा है और काफी लोग अब उनकी सोच से जुड रहे हैं.
इस मौके पर यूनिवर्सिटी के डेप्युटी चांसलर और चीफ प्लानिंग ओफिसर स्टीव गुडवीन ने कहा कि डॉ आंबेडकर और अमेरिकन सिविल राईट्स मूवमेंट के आंदोलनकारि डॉ विलियम एडवर्ड बुघार्ट (Dr. W.E.B.Du Bois) के जीवन और कार्यो मे काफी समानता थी. आगे कहते हुए उन्होंने कहा, "डॉ आंबेडकर लोकतंत्र और हर एक मनुष्य के लिए समान सामाजिक अधिकारों के लिए वो एक प्रेरणा स्तोत्र है. आंबेडकर और उन के विचार आज भी प्रासंगिक है. शिक्षा का सही मूल्य क्या होता है वो हम भीमराव आंबेडकर के जीवन और उनके दबे कुचले लोगों के लिए किए गए कार्यों से समझ सकते हैं. "

आज भारत के लोग बाबासाहेब के विचारों को समझे या ना समझे पर पुरी दुनिया को बाबासाहेब प्रेरणा देते रहेंगे.
- विशाल सोनारा
Reference :-
Dr. Ambedkar’s bust unveiled at University of Massachusetts-Amherst - India New England news. 


Image may contain: 1 person, standing and indoor

May 07, 2018

What is the difference between ‘victim’ and ‘agitationist’?

By Raju Solanki  || 07 May 2018 at 8:16am


What is the difference between ‘victim’ and ‘agitationist’?

When you evaluate religious conversion of Dalit victims of Una, remember following points:

The perspectives of ‘victim’ and ‘agitationist’ are different.
‘Victim’ wants the permanent solution of his problems.
‘Agitationist’ has come out to make his political career by exploiting the pain of ‘victim’.

‘Victim’ converts to Buddhism because he does not want to remain Hindu.
For ‘agitationist’ conversion is a ‘personal problem’, hence problem of ‘victim’. It is not ‘agitationist’ problem.

‘Victim’ opposes both Congress and BJP because he knows that system never changes whoever rules.
If ‘agitationist’ opposes both Congress and BJP, he can't make his political career, so he opposes only one party and goes on flirting with his so-called agitations.


In Gujarati :-

પીડિત અને આંદોલનકારી વચ્ચેનો ફરક સમજો

ઉનામાં ગૌરક્ષકોના દમનનો ભોગ બનેલા દલિતોના બૌદ્ધ ધર્મ પરિવર્તનનું મૂલ્યાંકન કરતી વખતે આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખીએ,

પીડિત અને આંદોલનકારીના દ્રષ્ટિકોણો અલગ અલગ છે.
પીડિત સમસ્યાઓનું કાયમી નિરાકરણ ઇચ્છે છે.
આંદોલનકારી પીડિતની પીડા વટાવીને પોતાની રાજકીય કારકીર્દિ બનાવવા નીકળ્યો છે.

પીડિત બૌદ્ધ ધર્મ પરિવર્તન કરે છે, કેમ કે તે ‘હિન્દુ’ રહેવા માંગતો નથી.
આંદોલનકારી માટે ધર્મ પરિવર્તન ‘વ્યક્તિગત સમસ્યા’ છે, એટલે કે પીડિતની સમસ્યા છે, આંદોનકારીની સમસ્યા નથી.

પીડિત કોંગ્રેસ અને ભાજપ બંનેનો વિરોધી છે, કેમ કે તેને ખબર છે કે કોઈપણ પક્ષનું શાસન હોય, વ્યવસ્થા બદલાતી નથી.
આંદોલનકારી કોંગ્રેસ અને ભાજપ બંનેનો એકસાથે વિરોધ કરવા જાય તો તેની રાજકીય કારકીર્દિ બનતી નથી, એટલે તે કોઈ એકનો વિરોધ કરે છે અને કહેવાતા આંદોલનો કર્યા કરે છે. આંદોલનકારીને વ્યવસ્થા બદલવામાં લગીરે રસ નથી.

May 06, 2018

बीलेटेड हैप्पी बर्थ डे डियर कार्ल मार्क्स

By Vishal Sonara || 6 May 2018



आज से 200 साल पहले (5 May 1818) जर्मनी में जन्मे कार्ल मार्क्स बहोत बडे विचारक माने जाते हैं. उनके इसी बडे बडे विचारों के कारण 1849 को उन्हें जर्मनी से निकाल बहार किया गया, बाद में वो पेरिस चले गए. पेरिस से भी बहोत कम समय में 1849 में ही निष्कासित कर दिया गया था. बाद मे बाकी की जिंदगी उन्होंने लंदन में निर्वासित के स्वरूप में व्यतीत की. उनकी मृत्यु 14 March 1883 मे लंदन में हुई थी. 
उनके द्वारा दि गई विचारधारा को मार्क्सवाद कहा जाता है. जो बहोत मस्त विचारधारा है पर फिल्मी भाषा में कहें तो "A" सर्टिफिकेट से कम नहीं दे पाएंगे हम. क्योंकि इस विचारधारा में हिंसा और नरसंहार के दृश्य बहोत देखने को मिलते हैं. 
कार्ल मार्क्स ने लिखने मे कोई कसर नहीं छोड़ी और उनके अनुयायियों ने लोगों को निपटाने में कोई कसर नहीं छोड़ी. 
अब तक लाखो करोड़ों तथाकथित 
पूंजीपति और मार्क्सवाद के विरोधी लोगों को कॉमरेड्स ने तडपा तडपा कर मार डाला है और कार्ल मार्क्स की कृपा रही तो आगे भी ये सिलसिला जारी रहेगा. 
कार्ल मार्क्स का कहना था कि,
"The last capitalist we hang shall be the one who sold us the rope." 

मतलब की,
"आखरी पूंजीपति जिसे हम रस्सी से फांसी पर लटकाएंगे वह वो होगा जिसने खुद हमें वो रस्सी बेची होगी." 

मतलब की पैसेवालों को तो बस मार ही दो, जिंदा रहेंगे तो शोषण करेंगे ना?? 
आतंक को अगर छोड दें तो बंदा बाकी की ज्यादातर बातों में बहोत सही था, पर क्या करे उनके अनुयायियों ने "लाल" कलर को दिल पर ले लिया और पुरी दुनिया को तथाकथित पूंजीवादीयों के खुन से रंगने का काम शुरू कर दिया. 
मे कार्ल मार्क्स के चाहको को शुभकामनाएं देता हूं और आशा करता हूं कि हमारे देश में भी कभी मार्कवाद का शासन आए और कार्ल मार्क्स की लोगों को मारने की विचारधारा पर जोर न देते हुए बाकी के उपदेशों को सही से लागू करने का प्रयास करें. और अगर मारना शुरू भी कर दें तो मुझे माफ कर देना, मैने तो मजाक मजाक में ये ये सब लीखा है.  
- विशाल सोनारा

Note : यहां दि गई फोटोस आप को विचलित कर सकती है (दुनिया के इतिहास को भी विचलित कर दिया था) , इसलिए समझदारी से देखें. 18 साल से कम उम्र के लोग ना देखें.


- Vynnytsa, Ukraine, June 1943. Mass graves dating from 1937–38 opened up and hundreds of bodies exhumed for identification by family members.



- The corpses of victims of Soviet NKVD murdered in last days of June 1941, just after outbreak of German-Soviet War (NKVD prisoner massacres) and escape of Red Army and NKVD troops from the cities. Here: Lwów, citizens of Lwów are looking for their friends and relatives, previously arrested by NKVD and kept in prison.



- Plaque memorizing members of Estonian government who were killed by Communist terror. Location: residence of Government of Estonia (a.k.a. "The Stenbock House"), Toompea,Tallinn, Estonia. Date: May 2006.



- Skulls of victims of the Khmer Rouge regime in Cambodia.


- Infants were fatally smashed against the Chankiri Tree (Killing Tree) at Choeung Ek, Cambodia.


-Katyn 1943 exhumation. Photo by International Red Cross delegation.
---

Image may contain: one or more people, outdoor and food

Image may contain: one or more people and outdoor
Image may contain: outdoor and nature

Image may contain: one or more people

Image may contain: one or more people, people standing and outdoor

Image may contain: outdoor

Image may contain: one or more people and food
Image may contain: one or more people, people sitting and text

Image may contain: one or more people

May 05, 2018

વિચરતી વિમુકત જાતિ આરક્ષણ અને ઓબીસી ઉપવર્ગીકરણ

By Anilkumar Talpada || 9 April 2018


  એવુ માનવામાં આવે છે કે સમગ્ર દેશની વસ્તીના અડધા કરતા વધારે (52%) ઓબીસી છે. આરક્ષણના સંદર્ભમાં ઓબીસી નું વિભાજન (વર્ગીકરણ), કેન્દ્રની સાથે સાથે રાજ્યોમાં પણ કરવું જોઇએ. આજની પરિસ્થિતિમાં અત્યંત આવશ્યક છે. બાબાસાહેબ આંબેડકરે આરક્ષણની જે નીતિ બનાવી હતી તથા સામાજિક ન્યાય સંબંધી બંધારણમાં જે જોગવાઇ છે, તેને જોતા આજે ઓબીસીનું વિભાજનની ખૂબ જરૂર છે.
              બંધારણ નો ઉદ્દેશ, બધાંજ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય તેમજ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ગેરંટી આપે છે. બંધારણના અનુચ્છેદ 14 મુજબ, ' રાજય, ભારતનાં રાજયક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિને કાયદાઓ માં સમાનતા કે કાયદાઓ ના સમાન રક્ષણથી વંચિત ન રાખી શકાય.' તેનો અર્થ કે જે 'અસમાન' છે તેની સાથે સમાન વ્યવહાર ન કરી શકાય. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ  ને મુખ્યધારામાં લાવવા માટે વિશેષ પ્રયાસો આવશ્યક છે. બંધારણનાં અનુચ્છેદ 16(4) તેમજ 15(4), રાજયએ સામાજિક અને આર્થિક પછાત માટે નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માં અનામત જેવી વિશેષ જોગવાઇ કરવાનો અધિકાર છે.
             ઇ.સ. 1955 માં ભારતીય બંધારણના અનુચ્છેદ 340 મુજબ કાકા કાલેલકર આયોગ ની રચના કરી અને આ આયોગે આવી જાતિઓને ઓબીસીમાં સામિલ કરી, જેમની પરિસ્થિતિ ઓબીસી કરતા પણ ખરાબ હતી, જેમને વિમુકત અને વિચરતી માં મુકવામાં આવ્યા. ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુ એ કાલેલકર કમિશનની ભલામણો ફગાવી દીધી. દેશમાં જે કથિત ગુનેગાર જાતિઓ હતી, તેનાં માટે અંગ્રેજોએ 1871 નાં 'ક્રિમિનલ ટ્રાઇબસ્ એક્ટ' નામનો કાળોકાયદો બનાવેલો, આઝાદી પછી ઇ.સ. 1949 માં આ કાળો કાયદો ના અભ્યાસ માટે આયંગર સમિતિ બનાવી. આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ, 1952 માં આ કાયદાને રદ્દ કરવા સંસદમાં બિલ પ્રસાર થયું. આ બિલ પર ચર્ચા દરમિયાન બિહારનાં સાંસદ શ્રીપાલ સિંહ એ કહ્યુ કે માત્ર આ કાનૂન રદ્દ કરવા થી કામ નહીં ચાલે આ સમુદાયો ને જયાં સુધી અનુસૂચિત જાતી/જન જાતી ની જેમ આરક્ષણ તેમજ શિક્ષણ ની સુવિધા નહીં અપાય અને તેમનાં માટે બજેટ માં જોગવાઇ ન થાય ત્યાં સુધી દેશ આ સમુદાયોને ન્યાય નહીં આપી શકે.
            કેટલાક રાજયોએ બંધારણ લાગુ થતા પહેલા અને તરત પછી પછાત વર્ગોમાં નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માં અનામતની જોગવાઇ કરી.
           મહારાષ્ટ્ર સરકારએ 1961 માં ઓબીસી ક્વોટા ને વિભાજીત (વર્ગીકૃત) કરી વિમુકત અને વિચરતી જાતિઓ માટે અલગ થી આરક્ષણની વ્યવસ્થા કરી. કારણ કે આ વર્ગો એ કેન્દ્ર સરકાર ની સેવાઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ માં અનામત નહોતી મળતી, માટે 1978 માં મોરારજી દેસાઈ સરકારે બંધારણનાં અનુચ્છેદ 340 અનુસાર મંડલ આયોગ ની રચના કરી. આ આયોગ એ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે 27% આરક્ષણ ની ભલામણ કરી. સાથે સાથે આર્થિક સહાયતા, સંસ્થાકિય પરિવર્તનો તેમજ શૈક્ષણિક લાયકાતમાં છૂટ જેવી ગણી ભલામણો પણ કરી. મંડલ કમિશને પોતાની રિપોર્ટ માં સુપ્રિમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 15(4) તેમજ 16 (4) મુજબ આરક્ષણ ની ઉચ્ચતમ સીમાનું નિર્ધારણ તેમજ ઓબીસી નાં વર્ગીકરણ સંબંધી નિર્ણયો ધ્યાને લીધાં. આ આયોગ (કમિશન) ના સભ્ય એલ.આર નાઈક એ રિપોર્ટ ના ભાગ 7 ની ભલામણો થી અસહમતી દર્શાવતા એક નોટ લખી. નાઈકે મત વ્યકત કર્યો કે ઓબીસી ની રાજય-વાર સૂચિ ને બે ભાગમાં વહેંચવામાં આવે. - એક મધ્યમ પછાત વર્ગ અને બીજો અતિપછાત વર્ગ. પરંતું સભ્યો ની બહુમતીએ નાઈક ની ભલામણો નો અસ્વીકાર થયો.
             પોતાની નોટ માં નાઈકે એ પણ જણાવ્યું કે ઓબીસીમાં જે ઉચ્ચ જાતિઓ છે તે અતિપછાત જાતિઓ ને આગળ નહીં વધવા દે અને ભવિષ્યમાં અતિપછાત જાતિઓ સંગઠિત થઈ પોતાનું નેતૃત્વ પોતે નિર્માણ કરશે.
            જો ઓબીસી સૂચિ નું વિભાજન રાજ્યોની સાથે સાથે કેન્દ્રીય સ્તર પર પણ ન થઇ શકે તો ઓબીસી    નાં જે અત્યંત પછાત વર્ગ જેવા કે વિમુકત અને વિચરતી જાતિ, આ 27% આરક્ષણ નો લાભ નહીં ઉઠાવી શકે.
            મહારાષ્ટ્રમાં ટાટા ઇન્સ્ટીટયુટ ઑફ સોશિયલ સાયન્સ અને યોજના આયોગ ના સુચન અને ભલામણો નાં આધારે, 1961 માં આ વિભાગો ને ઓબીસી ક્વોટામાં વિભાજીત કરી અનામત આપવામાં આવી અને તેનો ગણો લાભ વિમુકત અને વિચરતી જેવી અત્યંત પછાત જાતિઓ એ ઉઠાવ્યો અને હજુ પણ ઉઠાવી રહ્યાં છે.
           મંડલ આયોગની ભલામણો અનુસાર 27% આરક્ષણ આપવાના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ એ ઇન્દિરા સાહની વિરૂદ્ધ ભારત સરકાર પ્રકરણ માં નિર્ણય માં કહ્યુ કે અનુચ્છેદ 16(4) મુજબ પછાત જાતિઓ ને પછાત અને અતિપછાત જાતિઓ માં વર્ગીકૃત કરવા માં કોઈ બંધારણીય વાંધો નથી. આ વર્ગીકરણ સામાજિક પછાતપણા ના પરિમાણ ના આધારે કરવું જોઈએ. જો આ રીતે વર્ગીકરણ કરવામાં આવે તો એ જરૂરી કે વિવિધ પછાત જાતિઓ વચ્ચે લાભો ને ન્યાયસંગત વહેંચી શકાય જેથી એવું ન બને કે માત્ર એક કે બે જાતિ આખા ક્વોટા પર કબ્જો કરીલે અને અન્ય પછાત જાતિઓ માટે કાંઇ વધે જ નહીં.
            આ નિર્ણયના ફકરા 802 માં સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાજય દ્વારા પછાત જાતિઓ ને પછાત તેમજ અતિપછાત માં વર્ગીકૃત કરવામાં કાનૂની કે બંધારણીય કોઈ વાંધો નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે તે એવું નથી કહેતા કે આવું કરવું જોઈએ તેનાં બદલે માત્ર એમ કે જો આવું કરવામાં આવે તો તે કાનૂની હશે અને બંધારણીય ગણાશે. પોતાનાં નિર્ણયમાં સુપ્રિમ કોર્ટ એ બે જાતિઓ ને ઉદાહરણમાં લઇ ને જણાવ્યું કે જો સુનારો અને વાડી(પારંપરિક પથ્થર તોડવાવાળા) ને એક શ્રેણી માં રાખવામાં આવે તો સુનાર બધીંજ આરક્ષણ પદો પર કબ્જો કરીલે અને વાડીઓ માટે કશું જ ન વધે. આ કારણોસર રાજય ને ઓબીસી માં વર્ગીકરણ કરવા પર વિચાર કરવો જોઇએ જેથી અતિપછાત વર્ગ ને તેમની ન્યાયી ભાગીદારી મળી શકે.
            નવી દિલ્લી માં 25 એપ્રિલ 2005 માં આયોજીત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ની રાષ્ટ્રીય સેમિનારમાં કેન્દ્રીય ઓબીસી સૂચિ ને પછાત તેમજ અતિપછાત જાતિઓ માં વર્ગીકૃત કરવામાં આવે ની હિમાયત કરતા એક પ્રસ્તાવ મુક્યો હતો. પ્રસ્તાવ માં કહ્યું કે જો ઓબીસી સૂચિ નું વર્ગીકરણ ન કરવામાં આવે તો એ સંભાવના બની રહેશે કે પછાત જાતિઓ માંથી તુલનાત્મક રીતે ઓછી પછાત જાતિઓ, આરક્ષણ તેમજ અન્ય સુવિધાઓ નો વધુ લાભ ઉઠાવી લે અને અતિ પછાત જાતિઓ ને નુકશાન માં રહે. વર્ગીકરણ થી પછાત જાતિઓ માં પરસ્પર અસમાનતા ને સમાપ્ત કરવામાં મદદ મળશે. જે પણ રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશો ની સરકાર પોતાની સુચિઓ માં વર્ગીકરણ કરે, તો સંબંધિત રાજ્યોને કેન્દ્રીય સૂચિ માં પણ તેને અનુરૂપ પરિવર્તન કરી શકાય.
            તે પહેલા, 2006 માં વિમુકત અને વિચરતી જાતિનાં ઉન્નતિનાં ઉપાય સૂચવવા બાલકૃષ્ણ રેણકે આયોગ (રેણકે કમિશન) ની રચના થઈ. આ આયોગ એ 2008 માં પોતાની રિપોર્ટ ભારત સરકારને સોંપી અને વિમુકત અને વિચરતી જાતિ માટે 10% આરક્ષણ આપવાની ભલામણ કરી. પરંતું સરકાર પાસે આ જાતિઓ ની જનસંખ્યા ના આંકડા ઉપલબ્દ ન હોવાનાં બહાના હેઠળ આ ભલામણ લાગુ ન પાડી. પણ હજુ સુધી ન તો જાતિ ગણના કરી ન તો કમિશન રિપોર્ટ લાગુ પાડવામાં આવ્યું.
           2015 માં દાદાસાહેબ ઇદાતે કમિશન ની રચના કરી. આ આયોગ માં કહ્યું કે આખા દેશનાં વિમુકત અને વિચરતા સમુદાયો ની સૂચિ તૈયાર કરો અને તેની ઉન્નતિ નાં ઉપાયો સુચવો. આ આયોગ એ કામ કરવા નું શરૂ કર્યું. પરંતું આ રિપોર્ટ આવવામાં બે વર્ષ લાગ્યા. પણ હજુ સુધી અંતિમ રિપોર્ટ આપ્યો નથી. કેટલાંક સામાજિક સંગઠનો એ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ સમક્ષ માંગણીઓ મુકી જેમાં 27% ઓબીસી આરક્ષણ ને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે અને અત્યંત પછાત જાતિઓ ને તેં બધીજ સુવિધાઓ મળે જે અનુસૂચિત જાતી/જનજાતિ ને મળી રહી છે.
           આ વાત દેશ નાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા છેલ્લા 20 વર્ષ થી કહી રહ્યાં છે. મંડલ કમિશન ની રિપોર્ટ વી પી સિંગે 1993 માં લાગુ કરી ત્યાર બાદ સંઘલોકસેવા આયોગ દ્વારા ભારતીય વહીવટી સેવા, પોલિસ સેવા અને વનસેવા માં ઓબીસી ક્વોટાથી જે ભરતીઓ થઈ, તેનાંથી કેટલાંક ગણ્યા-ગાઠંયા ઉચ્ચ ઓબીસી જાતિઓ ને લાભ થયો?
           અશોક યાદવ ની સ્થાપનાનાં વિપરીતમાં કહેવા માંગીશ કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ નો ઓબીસી ની કેન્દ્રીય સૂચિનાં વર્ગીકરણ નો પ્રસ્તાવ ખૂબ પ્રસંશનીય છે અને સામાજિક ન્યાયનાં સિઁદ્ધાતો ને અનુરૂપ છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર એ અને છત્રપતિ શાહુજી મહારાજ ને આરક્ષણ પર જે નીતિ બનાવી હતી અને વિચાર મુક્યા હતાં, એજ વિચાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એ આ પ્રસ્તાવ નાં માધ્યમથી મુકી છે. હું માનું છું આ વિષય પર ઉચ્ચ ઓબીસી નાં જે નેતાઓ હોય, તેઓ એ રાજનીતિ ન કરવી જોઇએ અને ઓબીસીમાં આગળ વધારવા નો અવસર આપ્યો જોઈએ.
          ડૉ. આંબેડકર એ કહ્યું હતું કે જો એક બાસ્કેટ માં ચણા નાખી એક મજબૂત શક્તિશાળી ઘોડો અને બીજો એક નબળા ઘોડા ને ચણા મુકવામાં આવે તો શક્તિશાળી ઘોડો બધાંજ ચણા ખાઈ જાય અને કમજોર ઘોડાને કશુંજ ન મળે. આજ ઓબીસી ક્વોટા માં આજ થઈ રહ્યું છે.