July 28, 2017

તણાવ- કારણો અને ઉપાયો

 By Dinesh Makwana  || 22 July at 8:30
 

તણાવ અને દબાણમાં ફર્ક છે. તણાવ એટલે માનસિક દબાણ. દબાણ કુત્રિમ છે તે તમને હેરાન નથી કરતું. તણાવ જેને અંગ્રેજી stress કહે છે તે કેમ આવે છે. કોઇ વ્યકિત દબાણ વિનાની હોઇ શકે. ચિંતા હોવી સ્વાભાવિક છે. ચિંતા એ જવાબદારીનો અહેસાસ છે. મારી જવાબદારી જ મને ચિંતામાં મુકે છે. પણ વધુ પડતી બિનજરૂરી ચિંતા તણાવ તરફ દોરી જાય છે. તેથી તેમાથી બહાર નીકળવું આસાન હોતું નથી. કેટલાકને  આ દબાણની ટેવ હોય છે. દબાણ એક માનસિક અવસ્થા છે તેથી પર કોઇનુ નિયંત્રણ નથી પણ યોગ્ય બાબતો ને લઇને આપણે તેને હળવું જરુર કરી શકીયે.

દબાણ મા રહેવાના કારણો.

૧. આત્મવિશ્વાસ નો અભાવ.

જ્યારે તમારી પાસે જ્ઞાન ઓછું હશે ત્યારે આત્મવિશ્વાસ નો અભાવ રહેવાનો જ. પણ આ કાયમી સ્થિતિ નથી. તેમાં તમે સમયાંતરે મહેનત કરીને જરુરી જ્ઞાન મેળવીને વિશ્વાસ પ્રાપ્ત કરી શકો છો.

૨. સમયમર્યાદા મા કામ પુરુ કરવાની ઇચ્છા કે ટેવ

સમયમર્યાદા મા કામ કરવાની ઇચ્છા હોવી તે ઘણી સારી બાબત કહેવાય. પણ જે કાર્ય લઇને બેઠા છો તે આપેલ સમયમર્યાદા મા પુરુ થઇ શકવાનુ છે કે નહી તે વિચારવું પડશે. દરેકની પોતાની ક્ષમતા હોય છે અને તે બીજાથી જુદી હોય છે. તેથી કેટલીક વાર દરેકને આપેલો ટારગેટ દરેક આપેલી સમયમર્યાદા મા પુરો નથી કરી શકતો ત્યારે દબાણ આવતુ રહે છે.

૩. બિનજરૂરી અપેક્ષા :

ખાસ કરીને વિધ્યાર્થીઓ પાસે તેમની ક્ષમતા કરતા વધુ અપેક્ષા રાખવામા આવે છે તેના કારણે પણ બાળકો સતત દબાણમાં રહેતા હોય છે. સતત સરખામણી બાળકને ટેનશનમાં મુકતુ રહે છે. બાળક પોતાની નહી પણ માબાપ ની અપેક્ષા પુરી કરવા તેની ક્ષમતાથી વધુ મહેનત કરે છે પણ પરિણામ યોગ્ય નહી મળે તેવા ડરને કારણે સતત દબાણ અનુભવે છે.

૪. કશુંક ખોટું થઇ ગયાનો અહેસાસ:

મારાથી કશુંક ખોટું થઇ જશે તો, આ ભાવના પણ તમને દબાણમાં રાખે છે. દરેક માબાપ ઇચ્છા રાખતા હોય છે તેમના સંતાનોથી કોઇ ભુલ થાય જ નહી. આ કામ મારો દીકરો કે દીકરી કરે જ નહી તે ભાવના પણ બાળકને દબાણ તરફ લઇ જાય છે. નોકરી કરતી વ્યકિતઓને પણ કેટલાક સંવેદનશીલ કામ કરવા પડતા હોય છે તેથી સતત ડરમાં રહે છે મારાથી કશુ ખોટું તો નથી થયુ ને.

૫. સામાજિક જવાબદારી:

સંતાનોની સામાજિક જવાબદારીઓ પણ તમને દબાણમાં રાખી શકે છે કારણ કે આમાં તમે કશુ કરી શકતા નથી અને પરિણામ અપેક્ષા મુજબનુ દેખાતું પણ નથી.

૬. પડી જવાનો ડર કે બીજા નંબરે આવવાનો ડર

જે લોકો આગળ ચાલતા હોય છે એટલે કે જેઓ નેતાગીરી કરતા હોય છે તેમને પાડવાનો ડર બીજી લાઇન વાળા કરતા રહે છે તેથી પડી જવાનો ડર પણ દબાણ આપી શકે છે. દરેક પરીક્ષામાં પ્રથમ નંબર લાવનાર વિધ્યાર્થી પણ દરેક પરીક્ષા સમયે દબાણ મા હોય છે, મારો નંબર બીજો તો નહી આવે ને?

ઉપાયો:

કેટલીક બાબત કે પરિસ્થિતિ તમે બદલી શકવાના નથી તેને સ્વીકારી ને ચાલો. આત્મવિશ્વાસ સખત મહેનત પછી આપમેળે આવતો હોય છે. વ્યવસ્થિત આયોજન અને સમય મર્યાદાને સાચવીને કામ કરવાથી આત્મ વિશ્વાસ કેળવી શકાય છે. હુ આ કરી શકુ છુ તે વિશ્વાસ તમને સફળતા અપાવે છે. પહેલો ચોક્કો ના વાગે ત્યાં સુધી બેટસમેન મુઝવણમાં હોય છે. પણ તે તકની રાહ જોતો રહે છે. અને તક મળતા જ ચોક્કો ફટકારી ને આત્મવિશ્વાસ મેળવે છે.

દરેક કાર્યની સમયમર્યાદા બાંધેલી છે. આ સમયમર્યાદા સામાન્ય વ્યકિતઓની ક્ષમતાના આધારે નક્કી કરેલી હોય છે. પણ  તેજ સમયમર્યાદા મા વધુ કામની અપેક્ષા ના રાખો, તમે તમારી ક્ષમતા મુજબનુ કામ કરીને છોડી દો. જવાબદારી નો અહેસાસ હોવો જોઇએ પણ આ જીવન બહુમુલ્ય છે, મારા માટે અને મારા કુટુંબ માટે તે વિચારતા રહેવું પડે છે. અમારા બોસ કહેતા જે લોકો સમય ઉપરાંત બેસે છે તેઓ પ્રસંશાને યોગ્ય નથી કારણ કે તેમણે આખો દિવસ કઇ નહી કર્યુ હોય.

માબાપોએ પોતાના દીકરાની અપેક્ષા અને તેની ક્ષમતી સમજવી પડશે. ખોટી શાખા પસંદગી પણ તેને સતત દબાણમાં રાખશે. તેની ઇચ્છાને આધીન શિક્ષણ લેવા દો અને સમયાંતરે તેની પ્રસંશા કરતા રહો. પોતાનું ઉદાહરણ ક્યારેય આપશો નહી. તમારી અને તમારા સંતાનની શિક્ષણ પધ્ધતિમા આસમાન જમીન નો તફાવત છે.

બને ત્યાં સુધી ખોટું ના કરો, બીજાને આના વિશે ખબર નહી હોય પણ તમારો આત્મા સતત ડંખને રહેશે. અને જો થઇ ગયું જ હોય તો સતત તેને યાદ કરવાની જરુર નથી. તે સમયે ચંદ્રકાંત બક્ષીની પડશે એવા દેવાશેની ફિલસુફી તમને સંતોષ આપશે.

સામાજિક જવાબદારી મા માત્ર સમય જ મહત્વનો છે. કેટલીક બાબતો આપણા હાથમાં હોતી નથી. આપણે આપણા પ્રયત્નો કરતા રહો અને યોગ્ય સમયની રાહ જુઓ. પણ રાત્રે સુતી સમયે આ જવાબદારીઓને યાદ ના કરશો નહી તો નિદ્રા જ નહી આવે.

આંખો, કાન અને નાક ખુલ્લા રાખીને ચાલશો તો પડવાનો ડર નહી લાગે. કોઇ એક પરીક્ષામાં કદાચ બીજો નંબર આવી જાય તો જિંદગી બદલાઇ જવાની નથી. તમે તમારી અપેક્ષા મુજબનુ પરિણામ મેળવો કે મેળવી શકો તે સૌથી મોટો માનસિક સંતોષ  છે.

સૌથી મોટું અને અગત્ય નું કારણ નકારાત્મકતા છે

આ નકારાત્મકતાને જો તમારા જીવનમાં પ્રવેશના નહી દો તો તમારું કામ આસાન થઇ જશે.

દિનેશ મકવાણા
તારીખ ૨૨/૭/૨૦૧૭ સવારે ૮.૩૦
વડોદરા

No comments:

Post a Comment