By Dinesh Makwana || 23 July at 22:15
તમારી ભાષા તમારી ઓળખાણ છે. વોટ્સ અપ પર જ્યારે તમને કોઇ જોઇ શકતું નથી ત્યારે તમે તમારો પરિચય તમારા શબ્દો વડે આપતા રહો છો. હેતુ સારો હોય પણ ભાષા ખરાબ હશે તો તે હેતુ તમે સિધ્ધ નહી કરી શકો, કારણ કે વોટ્સ અપ પર ખાસ નજીકના બે ચાર મિત્રોને બાદ કરતા તમને ઓળખતું જ નથી.
નવી પેઢી બહુજ ઝડપથી આગળ વધી રહી છે અને તેમની પાસે સમય ઘણો ઓછો હોવાથી શબ્દો બહુ જ ટુકા લખે છે
That ના બદલે dat, Hmm, Lol જેવા ટુંકાક્ષરી શબ્દોનો ઉપયોગ બોલવામાં અને લખવામાં કરતા રહે છે. SMS પર શબ્દોની કદાચ મર્યાદા આપવામાં આવી છે પણ વોટ્સ પર આવી કોઇ મર્યાદા આપવામાં આવી નથી. તો પછી આવી ભાષા લખવાનું શુ કારણ.
આપણે ભાષા ભુલી રહ્યા છે. ધોરણ ૧૧ મા ફાધર વાલેસનો એક પાઠ ભણ્યા હતા. ભાષા જાય તો સંસ્કૃતી જાય. અને મને લાગે છે તે તરફ આપણે આગળ વધી રહ્યા છે. આજેય કેટલાય ને અલ્પ વિરામ, પુર્ણ વિરામ, આશ્ચર્ય ચિન્હ કયા મૂકવું તેની ખબર જ નથી અને તે રીતે આપણે ભાષાને કુરુપ બનાવતા રહીયે છે.
ફાધર વાલેસ અમેરિકા મા એક ગુજરાતી ફેમિલીમા ગયા ત્યારે સંતાનો તેમની સાથે અંગ્રેજીમા વાત કરતા જોઇને પિતાએ કહ્યુ ફાધર બહુ સરસ ગુજરાતી બોલી શકે છે. તેમની સાથે ગુજરાતીમાં જ વાત કરો.
આ વાત એટલા માટે યાદ આવી કે કેટલાય મિત્રો અંગ્રેજી મા મેસેજ કરતા રહે છે. અને અંગ્રેજી નું ખુન કરતા રહે છે. ગુજરાતી માતૃભાષા છે જ્યારે અંગ્રેજી માસી છે. મા ની સાથે માસીને પણ માર પડે છે ત્યારે બહુ દુખ થાય છે. આપણે આપણી વચ્ચે વાત કરીયે છીએ અને તેથી એકબીજાને પ્રભાવિત કરવાને બદલે એકબીજાનો સંદેશ પહોંચાડવાનો હેતુ વધુ હોય છે ત્યારે આપણે આપણી ભાષામાં આપણી વાતને લખીયે.
તમારું અંગ્રેજી સારુ હોય અને તમે તે ભાષામાં લખશો તો ખરેખર આનંદ થશે પણ કેટલાય મેસેજ વાંચું છુ ત્યારે અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી તરીકે મને દુખ અને આઘાત લાગે છે.
આપણા મેસેજ કોઇ વાંચે અને આપણો હેતુ સમજે તે માટે હોય છે તેથી તેમાં ટૂંકાક્ષરી શબ્દો ના લખતા પુરેપુરા શબ્દો લખો. વાચનાર કોઇ તંત્રી નથી કે પ્રુફરીડર નથી. બીજું જે લખવાની ટેવ પડશે તે દરેક જગ્યાએ રહેશે. જે નવયુવાનો છે તેમણે આ ખાસ શીખવાની જરુર છે.કારણ કે આ અભિગમ પાછળથી બદલી શકાશે નહી. એવું ના માનતા વોટ્સ અપ ગમે તેમ લખીશું અને બીજે સારી ભાષામાં લખીશું કારણ કે તે બદલી નહી શકાય.
કપિલદેવ અને ઇમરાન ખાન બંનેએ જેટલું ક્રિકેટ રમ્યા તેમાં સૌથી ઓછા નો બોલ નાખવાનો રેકોર્ડ છે. કપિલદેવે તેની ૧૩૬ ટેસ્ટની કારકિર્દી મા ૧૩૬ પણ નો બોલ નાંખ્યા નથી. એક ઇન્ટરવ્યુ મા કહે છે જ્યારે પ્રેકટિસ કરતા ત્યારે પણ નોબોલ બાબતે અમે ગંભીર રહેતા. તેને કારણે આ આદત રહી જે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી મા કામ આવી.
ભાષા મહત્વની છે પણ તમે જે કહેવા માંગો છે તે વધારે મહત્વનું છે. ભાષા સુંદર હશે અને તમારી વાત પણ સરસ હશે તો બીજા મિત્રો જલદીથી તમારી વાતને સ્વીકારશે.
ટુંકમા મેસેજ સારી ભાષા અને સારા શબ્દોમાં લખો.
દિનેશ મકવાણા
વડોદરા રેલવે સ્ટેશન
તા ૨૩/૭/૨૦૧૭ રાત્રે ૧૦.૧૫
No comments:
Post a Comment