July 28, 2017

આજે બીજું કંઈ નહી પણ એક નાનકડી વાતાઁ..!!!!

By Jigar Shyamlan ||  27 July 2017


એકવાર હવા અને સુરજ વચ્ચે વાત વાતમાં ચચાઁ જામી કે કોણ સૌથી વધુ પ્રભાવશાળી.., બળશાળી અને મહાન...??? કોણ શ્રેષ્ઠ..????
હવા અને સુરજ બન્ને પોતપોતાની પોત પોતાની ઉપયોગીતા અને જરુરિયાત તેમજ મહત્વતાના ગાણા ગાતા રહ્યા. 
એક બાજુ હવાનું કહેવું હતુ કે મારા જેવું કોઈ નહી તો બીજી બાજુ સુયઁ પણ પોતાની મહત્વતા ગણાવી રહ્યો હતો. બન્ને પરસ્પર ચડસાચડસીમાં આવી ગયા, બેમાંથી એકેય પોતાની જાતને સહેજ પણ ઉતરતી ગણવા માંગતા ન હતા. બન્ને વચ્ચે વિવાદ વધ્યો..
આખરે ધરતી ઉપર કામળો ઓઢી જઈ રહેલા એક ગરીબ માણસને જોઈ બન્નેએ શરત લગાવી.!!
બન્નેમાંથી જે પણ પેલા ગરીબ માણસે ઓઝી રાખેલ કામળો ઉતારી નાખવા મજબુર કરી દે તે મહાન..! અને શ્રેષ્ઠ.
પહેલો વારો હવાનો હતો. હવા એ પોતાનુ બળ વાપરવાનુ શરૂ કયુઁ. હવા જોર જોરથી ફુંકાવા લાગી.. પેલા માણસનો કામળો હવામાં લહેરાવા લાગ્યો. હવા કામળાને જ નિશાન બનાવ્યુ હતુ. એ કામળાને ગરીબ માણસના શરીરથી સાવ દુર કરી દેવા માંગતી હોય તેમ જોસથી ફુંકાઈ રહી હતી.
પણ..! જેમ જેમ હવા ફુંકાઈ રહી હતી અને ઓઢી રાખેલ કામળો હવામાં લહેરાઈ રહ્યો હતો તેમ તેમ પેલા માણસની કામળા પર પક્કડ વધતી જતી હતી. એ પોતે ઓઢી રાખેલ કામળાને વારંવાર સરખો કરી રહ્યો હતો. આખરે એણે કામળાને બરાબર પકડીને અદબ વાળી પક્કડ વધારી દીધી.
હવા થાકી ગઈ હતી.. એ માણસે ઓઢી રાખેલ કામળો હટાવી શકે તેવી પરિસ્થિતી સજઁવામાં સાવ જ નિષ્ફળ રહી..
હવે સુરજનો વારો હતો, સુરજે ધીમે ધીમે પોતાનો તાપ વધારવો શરૂ કરી દીધો. જેમ જેમ તાપ વધતો ગયો એમ એમ વાતાવરણમાં ગરમી વધતી ગઈ.. અને પેલા માણસ માટે કામળો ઓઢી રાખવો અસહ્ય બનતો ગયો..આખરે એકદમ ગરમી વધી જતા પેલો ગરીબ માણસ પરસેવે રેબઝેબ થઈ ગયો. અને તરત જ એણે પોતે ઓઢી રાખેલો કામળો કાઢી નાખ્યો.
હવે આ વાતાઁના પાત્રોની સરખામણી પણ કરી લઈએ.!!
(1).અહીં પેલો કામળો ઓઢેલ માણસ એટલે શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજોનું પાલન કરતો માણસ...,
(2). કામળો એટલે એટલે તેની શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજો..,
(3). હવા એટલે તે શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજો રૂપી કામળાને દુર કરવા મથી રહેલ માણસો..,
એક વાત સમજવા મળી કોઈ માણસને તેની શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજોથી દુર કરવા માટે જેટલા આક્રમક પ્રયાસો કરવામાં આવશે એ માણસ તેટલો જ તેને વધુ જડતાથી પકડી રાખશે...
બસ એકવાર એની જાતે તાપ વધશેને ગરમી અસહ્ય બનવા લાગશે ત્યારે આ કામળો પોતાની મેળે જ છોડી દેશે.
આપણે એક વાત વ્યવસ્થિત રીતે સમજવી પડશે કે આપણે આપણો મેસેજ આપવામાં ક્યાંક કોઈ ભુલ તો નથી કરી રહ્યાને..????
- જિગર શ્યામલન

No comments:

Post a Comment