September 04, 2017

દેવીપુજક સમાજના સ્નેહીજનો અને યૂવાનોને સંગઠનને મજબૂત બનાવવા માટે નુ આહ્વાન

By Anil Shekhaliya || 04 Sept 2017



સંગઠન, સેવા, શિક્ષણ, રોજગાર, અને સમાજના આગેવાનો વિશે મારો અભિપ્રાય...
આપણે આપણા દેવીપુજક સમાજને સંગઠિત રાખવા માટે આપણે તન, મન, ધનથી પ્રયત્ન કરવો જોઈએ.. કોઈ તન એટલે શરીરથી સમય આપી મહેનત કરવી સૌથી અઘરૂં અને કિંમતી કાર્ય છે. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ કાર્ય સમય ફાળવવાનું કાર્ય છે. આ ચિંતા અને હરિફાઈના ટેકનોલોજીના યુગમાં સમય મહામૂલ્યવાન છે. જેમની પાસે સમય છે એ સાથે સાથે તન, શરીરથી સેવા કરે છે એ વ્યકિતને અવગણવા જોઈએ નહી કારણ કે કોઈપણ સંસ્થા, પરિવાર કે સંગઠન શરીર સાથે સમય આપનારથી જ સંગઠન, સંસ્થા ચાલતી હોય છે. સમય... તન સાથે મન પણ હોવું જરૂરી છે એટલે કે ‘‘મન હોય તો માળવે જવાય’’ ઈચ્છા, દાનત, કાર્ય કરવાની તમન્ના, સહકાર ભાવ અને સેવા, પરમાર્થ ભાવ્ હોય અને કાર્યકુશળતા, આવડત હોય અને કાર્ય કરવાની ઈચ્છા જ ન હોય તો કોઈ કામનું નહી…!
એવું જ છે ધનનું જો માણસ તન, મન અને સમય બધુ અર્પણ કરે પરંતુ એમની પાસે જો ધન, સંપત્તિ કે રૂપિયા ના હોય તો પણ કોઈ પ્રકારની સેવા, સંસ્થા કે સંગઠન ચાલી શકત પાસે સમય, તન, મન અને ધન જેવી જેની ક્ષમતા જેવી જેમની ઈચ્છા આપણા સંગઠનને ચલાવવા માટે પોતાની ઈચ્છા અને યથાશકિત સંગઠન, સમાજને ચલાવવા તન, મન અને ધન, સમય વગેરે આપી સંગઠન ચલાવવા એમાં નવા પ્રાણ પુરવા કાર્યકર્તાઓ અને સંગઠનના કારોબારી કાર્યકર્તાઓને હૂંફ સહકાર આપવા તત્પર રહેવું એ આપણા દરેક દેવીપુજક યુવાનો ની જવાબદારી બની રહે છે અને આગળ આવવું જોઈએ.
આજના આ માહોલમાં આપણે ગુજરાતના અનેક ગામો, શહેરમાં આપણા દેવીપુજક પરિવાર મોટી સંખ્યામાં સ્થાયી થઈ વસવાટ કરે છે અને એમાં કોઈપણ પરિવાર કે ગામના લોકોને ઘણાં પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થવું પડતું હોય છે. એ સમસ્યાઓ સંગઠન ચલાવનારા આપણા આગેવાનો, પ્રમુખ વગેરે પાસે આવી વેદનાની રજુઆત કરતા હોય છે. ત્યારે એ વેદના સાંભળી હૃદયદ્રવી ઊઠે છે. આ કારણથી જ આપણે આપણા દેવીપૂજક પરિવારને મજબૂત બનાવી, સંગઠનની એકતા અને કોઈના દુઃખમાં સહભાગી થવા માટે જ આપણું સંગઠન ચાલું રહ્યું છે. આ સંગઠનમાં ઘણી સમસ્યાઓ આવતી હોય છે. એમાની...
૧) સમય પ્રમાણે આર્થિક કટોકટી, પારિવારિક, સામાજિક ઝઘડાઓ, કર્જ અને દેવાદાર બન્યા પછી દેણાદારનો ત્રાંસ ધંધા, વ્યવસાય, બીમારી, બીમારીઓનો ખર્ચ, વિધવા બહેનો અને એના બાળકોના ભરણપોષણ અને આર્થિક નાણા ભીડથી પરેશાન થતાં અને શિક્ષણથી વંચિત રહેતા બાળકો અને એના માતા-પિતાની વેદના અને દિકરા-દિકરી પરણાવ્યા પછી પરિવારના ઝઘડાઓ અને છૂટાછેડામાં થતી તકલીફો વગેરે સમસ્યાઓ આવતી હોય છે. તો આ પ્રકારની સમસ્યા કોઈએક વ્યકિત કે કોરોબારી કમીટીથી જ ઉકેલી શકાય એ અશકય છે. તેમ છતાં આપણા આગેવાનો... પ્રમુખશ્રીઓ વગેરે આવી સમસ્યાઓ માટે અડીખમ સહકાર આપી યોગ્ય સહાય અને માર્ગદર્શન પુરૂ પાડી જ રહ્યા છે
એ સંગઠનની જરૂરીયાત છે. આપણે એકતા અને સહકાર આપવા માટે આપણે યથાયોગ્ય તન, મન, ધન અને સમયથી સહકાર આપીએ .આપણે રોજ ઘરમાંથી અને ફળીયામાંથી કે આંગણામાંથી કચરો દુર કર વાસાવરણી કે સાવરણાનો ઉપયોગ કરીએ છીએ એ આપણને બહુ મોટો ઉપદેશ અન જ્ઞાન આપી સંદેશ આપે છે.
જેમ અનેક ઘાંસની સળીઓને જોડવાથી સાવરણી કે સાવરણો બનાવવામાં આવે છે અને કેટલાયે કચરાને દૂર કરનાર સાવરણાથી એક એક ઘાંસની સળી છૂટી પડી દૂર થાય તો એ જ સળી ખુદ કચરો બની જાય છે. આછે સંગઠનની તાકાત.
જેમ સૂતરનો એક ધાગો તોડવો આસાન છે. પણ એક-એક ધાગાને જોડી અનેક ધાગાઓને એકઠાં કરી દોરડું બનાવવામાં આવે તો એ દોરડું તોડવું કઠીન છે અને એ દોરડાથી ઘણા કાર્યો આસાન-સરળ બની જાય છે.
મારી આપણા સમાજ અને દેવીપુજક પરિવારના નાના-મોટા ભાઈઓ-બહેનો અને , યુવાનોને નમ્ર અપીલ છે. સંગઠનને મજબૂત બનાવીએ. આ કળિકાળમાં સંઘ શકિત-સંગઠનથી જ કોઈપણ મુસીબતનો સામનો કરી શકીશું માટે
આપણાદેવીપુજક સમાજના બુદ્ધિજીવીઓ, શિક્ષિતો, સફળ કાર્યક્ર્તાઓ, વડીલો, શિક્ષકો, સરકારી નોકરી કરનારા કે કોઈપણ પ્રકારના ક્ષેત્રોમાં સફળતા મેળવનાર અન દેવીપુજક સમાજને વધારે મજબૂત બનાવવા માટે આગળ આવો અને તમારો સમય, આવડત તમારૂ જ્ઞાન, તમારૂ તન, મન, ધન અને શરીરથી પરિશ્રમથી આપણા દેવીપુજક સમાજની ભાવી પેઢીને બચાવવા માટે અને એના ભવિષ્યને ઉજ્જવળ કારકિર્દી આપવા માટે, આવનારા વિકટ અને વિપરીત સમયને ધ્યાનમાં લઈને દેવીપુજક સમાજનાં સંગઠનને વધુ વેગવંતુ અને કાર્યશીલ બનાવવા અને સંગઠનનો હેતુ સેવા, સહકાર, સંગઠન અને શિક્ષણને પ્રગતિ આપવા અને પવિત્ર અને પ્રકાશવાન બનાવી આપણે આપણા સમાજને મજબૂત બનાવી કંઈક સમાજ સેવા કે સમાજ માટે આગળ આવીએ‘‘ બે સહારાનો સહારો બનીએ’તો સંગઠન કંઈ વિશેષ કર્યાનુ બિરૂદ પામશે અને નોધારા નો આધાર બનશું તો ભાવી પેઢી આપણને ગર્વથી કહેશે કે અમે દેવીપુજક સમાજના યુવાનો છીએ..
દેવીપુજક સમાજના સંગઠનને મજબૂત અને સાચી દિશા, સાચી યોજનાઓ સિધ્ધાંતોને ન્યાય આપવા માટે યુવાન ભણેલા, ગણેલા અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, આગળ આવે તો સમાજને ભૂતકાળની ભૂલો માંથી ભૂતકાળની રહેલીક્ષતીઓ દૂર થાય અને વર્તમાન સારૂ થાય અને ભવિષ્યનું આપણા દેવીપુજક સમાજના બાળકો, યુવાનો, દિકરા, દિકરીઓનું ભાવિ ઉજ્જવળ બને એની કારકિર્દી ઉજ્જવળ બને પરિવારની પ્રતિષ્ઠા પરિવારની સલામતીની ચિંતા ઓછી થાય અને પરિવારજનોંના ચહેરાઓમાં પ્રસન્નતા અને સ્મિત આવે.
પ્રસન્ન ચિત્તથી થયેલ કાર્ય સફળતા શિખર સુધી પહોંચવા માટે સહાયક બની રહે છે. એટલે ખુશ રહો... મસ્ત રહો.. વ્યસ્ત રહો..આ સૂત્ર ખાસ જીવનમાં અપનાવવું જોઈએ. માટે આપણા દેવીપુજક સમાજના શિક્ષિત યુવાનો પોતાનો અહં-છોડી પરિવાર ભાવના કેળવી અને પોતાની આવડત, પોતાનું જ્ઞાન, પોતાના અનુભવો, પોતાની શકિત, તન, મન, ધન અને કિંમતી સમય આપણા દેવીપુજક સમાજના સ્નેહીજનો, યૂવાનો સંગઠનને મજબૂત બનાવવા અને સલામતી આપવા, સલામત રાખવા માટે આગળ આવો 

જાણો "ગોબરહા" શું છે.

By Raju Solanki  || 1 September 2017 at 17:40



ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં અછૂતોને વેતન તરીકે ‘ગોબરહા’ના નામે ઓળખાતા અનાજના દાણા આપવામાં આવે છે. ગોબરહા એટલે પશુના છાણમાં રહેલા દાણા. માર્ચ કે એપ્રિલના મહિનામાં જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે લણણી કરવામાં આવે અને પછી સૂકવીને તેને ખળામાં વેરવામાં આવે. બળદોને તેના પર ચલાવવામાં આવે. તેમની ખરીઓના દબાણથી દાણા કણસલામાંથી છૂટા પડે. બળદો ચાલતા ચાલતા કણસલાં ને ડૂંડાં ખાતા જાય. એટલું બધું ખાય કે દાણા પચાવી પણ ના શકે. બીજા દિવસે તેમના જઠરમાંથી પચ્યા વગરના દાણા છાણમાં નીકળે. આ છાણમાંથી દાણા છૂટા પાડીને અછૂતોને મહેનતાણા પેટે આપવામાં આવે છે. તેમાંથી લોટ દળાવીને અછૂતો ખાય છે.
- ડો. બાબાસાહેબ આંબેડકર ( Volume 5 , Outside the Fold)

હવે એટલું જ વિચારો કે બાબાસાહેબે આ લખ્યું ના હોત તો કયા લિબરલ, ડેમોક્રેટ, રેશનલ, પ્રોગ્રેસિવ, લેફ્ટ સવર્ણ હિન્દુએ તમારો આ ઇતિહાસ લખ્યો હોત ...



Original text Written By Dr Ambedkar  :
The wages paid to the Untouchables are either paid in cash or in corn. In parts of the Uttar Pradesh the corn was given to the Untouchables as their wages is called “Gobaraha”. “Gobaraha” means privy corn or corn contained in the dung of an animal. In the month of March or April when the crop is fully grown, reaped and dried, it is spread on the threshing floor. Bullocks are made to tread over the corn in order to take the corn out of husk by the pressure of their hooves. While treading over the corn, the bullocks swallow up the corn as well as the straw. As their intake is excessive they find it difficult to digest the corn. Next day, the same corn comes out of their stomach along with their dung. The dung is strained and the corn is separated and given to the Untouchable workmen as their wages which they convert into flour and make into bread.
( Writings and Speeches Volume 5 Page 23-24, Outside the Fold)