April 07, 2018

ગુજરાત, 1981 અને 1985ની સાલના અનામત વિરોધી આંદોલનો અને OBC સમાજ

By Vijay Jadav  || 05 April 2018 at 8:29am



ગુજરાતમાં 1981 અને 1985ની સાલમાં અનામત વિરોધી આંદોલન થયા હતા

1985 પહેલી ફેબ્રુઆરીથી 14મી જુલાઈ સુધી લગભગ સાડા પાંચ મહીના સુધી ઓબીસીને 18 ટકા અનામતના વિરોધનુ આંદોલન ચાલ્યુ હતું. 
1985ની સાલમાં માધવસિંહ સોલંકી બીજી વાર મુખ્યમંત્રી બન્યા. તે પહેલાના ચૂંટણી ઢંઢેરામાં તેમણે સત્તા પર આવશે તો ઓબીસીને મળતુ 10 ટકા અનામત 18 ટકા વધારા સાથે 28 ટકા કરી દેવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી.

અનામતનો વિરોધ દલિત વિરોધ સુધી પ્રસર્યો હતો. જેના કારણે દલિતોની વસાહત સળગાવાઈ હતી. જેના પરીણામ સ્વરૂપે જાનમાલને નુકસાન થયુ હતુ. જાનહાનિ પણ થઈ હતી. આ આંદોલનના કારણે ગુજરાત બાનમાં અાવી ગયુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ આંદોલન છતાં ઓબીસીને ઓવરઓલ 27 ટકા અનામતનો લાભ મળ્યો હતો.

OBC વિરુદ્ધ અનામત વિરોધી એ આંદોલનો નો ભોગ દલિતો બન્યા હતા. પરંતુ દલિતો ઓબીસી ના હક ને બચાવવા આગળ આવ્યા હતા. 
આ એજ દલિતો છે જેમણે પોતાના જાનમાલ ના જોખમે OBC ને મળતી અનામત ને બચાવી હતી. પરંતુ લાગે છે કે ઓબીસી માં આવતી પ્રજા દલિતો નુ એ રુણ ભુલી ગયા છે.


- વિજય જાદવ

No comments:

Post a Comment