April 28, 2017

હું શુદ્ર જ સારો

હું શુદ્ર જ સારો.....
મારે બ્રાહ્મણ બની.... ધમઁ, મંદિર, ઈશ્વર અને વેદોના નામે
લોકો પાસે ભિક્ષા મેળવી ભિખારા નથી બનવું...

મારે ક્ષત્રિય બનીને સત્તાની લાલચમાં, રાજ્ય મેળવવાની લ્હાયમાં
નિદોઁષોના ખુન વહાવી હત્યારા નથી બનવું....

મારે વૈશ્ય બની વેપારમાં ગ્રાહકોને છેતરી, ઓછુ આપી
કપટ કરી લુંટારા નથી બનવું...

હું શુદ્ર જ સારો છો...
કારણ હું ભિખારો નથી, હત્યારો નથી અને લુંટારોય નથી..

પાતાળ ચીરી પાણી કાઢી શકું,
ધરતીના પટને હરિયાળો કરી શકું..

તાણાંને ગુંથીને વસ્ત્ર બનાવી તમારી એબ ઢાંકી શકુ..
મૃત પશુઓનો નિકાલ કરી મહામારીથી તમને બચાવુ.
તમે ફેંકેલ, ઉત્સઁગ કરેલ કચરાને સાફ કરી સ્વસ્થ સમાજ બનાવું.

હું બસ સ્વમાન ચાહું જે તમે મેળવો છો.. પણ મને આપવામાં આનાકાની કરો.
સદા અનામતને ભીખ ગણાવી મને હીત ચિતરવા પ્રયાસ કરો..
પણ એકવાત શા માટે ભુલી જાઓ છો..??
ધમઁ,દયાના નામે ભીખ માંગવી તમારૂ કામ છે..

મેં તો સદીઓથી તનતોડ મહેનત કરી છે..
મને મહેનતના પાઠ ન શીખવાડો તો સારૂ થશે.

- જિગર શ્યામલનનાં જયભીમ..





Facebook Post : -

એકદમ ચુપચાર, શાંત અને મૌન રહીને પણ ક્રાન્તિ કે પરિવતઁન થઈ શકે છે પણ નિયત હોવી જોઈયે : જિગર શ્યામલન

આપણાંમાં તમામ ક્ષમતાઓ પડેલી છે, આપણે ધારીએ તો ઘણું બધુ કરી શકીએ તેમ છે. પણ પહેલા આપણે પહેલા આપણી અંદર જડ બની ગયેલી વણકર, રોહીત, તુરી, સેનમા, ભંગી એવી ભાવના મિટાવવાની છે. આપણે સમગ્ર અનુસુચિત જાતિની એકતાની વાત કરવાની છે.
સમાજના દરેક વગઁના લોકો પોતાનું નાનુ અમથુંય યોગદાન આપે તો પણ સમાજમાં આથિઁક, શૈક્ષણિક અને સામાજિક બાબતે ઘણુંય થાય તેમ છે..
  1. સમાજના આઈ.એ.એસ., આઈ.પી.એસ. અધિકારીઓ તેજસ્વી પણ આથિઁક નબળા બાળકોના શિક્ષણ માટે કોઈ ટ્રસ્ટ કે ફાઉન્ડેશન બનાવી શક્ય આથિઁક સહયોગ આપે તો મોટુ કામ થઈ શકે. ભણવામાં તેજસ્વી પણ રૂપિયાના અભાવે ભણી ન શકતા વિધાથીઁઓ માટે જબરજસ્ત આધાર ઉભો થઈ શકે..
  2. સમાજના પ્રોફેસરો અને શિક્ષકો આવા બાળકોને સમય મળ્યો વિનામુલ્યો શિક્ષણ આપે તો વરસે કેટલાય બાળકોનુ શિક્ષણનું સ્તર ખાસ્સુ સુધારી શકાય એમ છે. આ સિવાય સ્પધાઁત્મક પરીક્ષાઓ માટે પણ યુવાનોને તૈયાર કરી શકાય..
  3. સમાજના ઉધોગપતિઓ અને સાહસીકો પોતાની ફેક્ટરીઓ, કારખાનાઓમાં સમાજનાં જ માણસોને રોજગારી આપવા પ્રયાસ કરે તો પણ સમાજના બે રોજગાર યુવાનો અને અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ લોકોને સ્વમાન ભેર જીવન જીવવા નવી દિશા પુરી પાડી શકાય.
  4. સમાજના ડોક્ટરો મહિનામાં એક દિવસ સમાજના લોકો માટે માનદ સેવા આપે અને વિના મુલ્યે દવા, ઓપરેશનો કે આરોગ્ય વિષયક સેવા પોતાની ફરજ સમજી બજાવે તો પણ મોટી સેવા થઈ શકે એમ છે.
  5. સમાજના વકીલો સમાજના માણસોના વરસમાં એકાદ કેસ વિનામુલ્યે લડી આપે, સમયાંતરે જરૂરી કાનુની સહાય, ઉપાયો અંગે જાગૃતિ ફેલાવે તોય ઘણું કામ નિકળી જાય..
  6. સમાજની ભણેલી મહીલાઓ અન્ય અભણ મહિલાઓને સક્ષમ બનાવવા કમર કસે તો પણ એક જબરજસ્ત પરિવતઁન આવી શકે તેમ છે..

અને આ બધુ આપણે આસાનીથી કરી શકીએ તેમ છીએ. પરિવતઁન લાવવા કે સમાજને બદલવા માટે હાથોમાં મોટા મોટા બેનરો અને ઝંડાઓ લઈ રસ્તા પર આવી હોહા... નારા બાજી કરવાની કોઈ જરૂર નથી. એકદમ ચુપચાર, શાંત અને મૌન રહીને પણ ક્રાન્તિ કે પરિવતઁન થઈ શકે છે... પણ હા... એના માટે નિયત હોવી જોઈયે..
- જિગર શ્યામલનનાં જય ભીમ....




Facebook post :-

મને ભણેલા ગણેલા લોકોએ દગો દીધો છે : આંબેડકર

બાબા સાહેબ જ્યારે કાલેલકર કમિશન(1953) ના અધ્યક્ષ કાલેલકરને મળવા ગયા ત્યારની વાત છે.......
કમિશનનો સવાલ હતો કે...- '' તમે આખી જિંદગી પછાત સમાજોનાં ઉત્થાન માટે ખરચી કાઢી.... તમારા મતે પછાતો માટે શું કરવું જોઈયે....?
બાબા સાહેબે જવાબ આપ્યો કે- ''જો પછાત સમાજોનો ઉધ્ધાર કરવો હોય તો તેમાં મોટા માણસો પેદા કરવા જોઈયે..''
કાલેલકર આ વાત સમજી શક્યા નહી.... એમણે ફરી પુછ્યું.. '' મોટા માણસો પેદા કરવા એનો મતલબ...?
બાબા સાહેબે જવાબ આપતા કહ્યું...- '' જો કોઈ સમાજમાં 10 ડોક્ટર.., 15 વકીલ.. અને 20 ઈજનેરો પેદા થઈ જાય...તો એ સમાજની સામે આંખ ઉઠાવીને જોવાની કોઈની હિંમત નથી...''
આ ઘટનાના 3 વરસ બાદ..... 1956ની 18મી માચઁના દિવસે આગરા ખાતે એક સભામાં બાબા સાહેબે બોલતા જણાવ્યું કે...- '' મને ભણેલા ગણેલા લોકોએ દગો દીધો છે.... હું એમ માનતો હતો કે....આ લોકો ભણી ગણી પોતાના સમાજની આગેવાની કરશે...પણ હું જોઈ રહ્યો છું મારી આજુબાજુ સાહેબોની ભીડ ઉભી થઈ રહી છે... જે પોતાનું પેટ ભરવામાં વ્યસ્ત છે..
કોઈને સમાજની પડી નથી... બધા જ પોતપોતાનો સ્વાથઁ સાધી રહ્યા છે....
મિત્રો.... આજે પછાત સમાજમાં 10 ના બદલે 10 હજાર ડોક્ટરો...., 15 ના બદલે 15 હજાર વકીલો તથા 20 ના બદલે 20 હજાર ઈજનેરો પેદા થઈ ગયા છે....
આપણાં પરદાદા આવીને ગયા.. આપણાં દાદા ય ગયા... આપણાં બાપા પણ જશે.... અને આપણેય જતા રહીશું....
છતાં બાબા સાહેબનું અધુરૂ મિશન હજીય અધુરૂ જ પડ્યું છે....
- જિગર શ્યામલનનાં જયભીમ...........................






Facebook Post :- 

મને ગવઁ છે કે મેં આવા વિધ્યાથીઁને શિષ્યવૃતિ આપી જે એક દિવસ મહાપુરૂષ બનશે : સયાજીરાવ ગાયકવાડ

ડો. બાબાસાહેબ પહેલીવાર ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા હતા. ત્યારે સયાજીરાવ ગાયકવાડ તેમનાં પત્ની સાથે ત્યાં હતા.

જ્યારે ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે ધાણીફુટ અંગ્રેજી ભાષામાં બોલવાનુ શરૂ કયુઁ.. ત્યારે તમામ અંગ્રેજ તથા અન્ય પ્રતિનિધીઓ ચોંકી ઉઠ્યા હતા..

બાબા સાહેબને અસ્ખલિત અંગ્રેજીમાં બોલતા જોઈને.. સયાજીરાવ ગાયકવાડે પોતાની પત્નીને કહ્યું..-''મેં આંબેડકરને જે શિષ્યવૃતિ આપી હતી તે આજે વસુલ થઈ ગઈ.. મને ગવઁ છે કે મેં આવા વિધ્યાથીઁને શિષ્યવૃતિ આપી જે એક દિવસ મહાપુરૂષ બનશે..''

સયાજીરાવ ગાયકવાડે આપી હતી એ શિષ્યવૃતિ બાબા સાહેબે વસુલ કરી આપી...

પણ......?

જરા વિચારી લેજો........બાબા સાહેબે આપણને જે શિષ્યવૃતિ અપાવી એ આપણે વસુલ કરી આપી...?

આજે આપણે બધા જ જ્યારે જયભીમ બોલીએ છીએ કે બાબા સાહેબના ફોટાને કે પુતળાને હાર પહેરાવીએ છીએ ત્યારે બાબા સાહેબની આંખોમાં આંખ પરોવી એ કહી શકીયે કે.... બાબા આપે જે શિષ્યવૃતિ અમને અપાવી છે... તે અમે સામાજિક ક્રાંન્તિ કરીને વસુલ કરી દીધી છે...
જો આવું ન કહી શકતા હો તો હજીય સમય છે...આપણી જવાબદારી સમજો... અને જવાબદારી પુરી કરો..
- જિગર શ્યામલનનાં જયભીમ....







Watch Video :-




Original Post : -

દલિતોનું ધર્માંતરણ હિન્દૂ ધર્મનાં લોકોને આભારી હશે : રાહુલ કુમાર

હિન્દૂ સમાજ ને મુસ્લિમ સમાજ બંને અલગ છે.
હું જે સમાજનો હોવ હું તેની તરફદારી કરું એ સામાન્ય બાબત છે પણ આજે હિન્દૂ દલિત ની સામાજિક સમસ્યા નું સમર્થન તેના હિન્દૂ સમાજના લોકો નથી કરતા પણ મુસ્લિમ સમાજના લોકો કરે છે તેમ જ મુસ્લિમ સમાજની સામાજિક સમસ્યાનું સમર્થન દલિત લોકો કરે છે.
આ એક અસામાન્ય વાત થઈ કહેવાય દલિતોને તેઓના જ સમાજનું જરા પણ સમર્થન નથી જે ઉના કાંડ દરમિયાન સામે આવ્યું , તો દલિત સમાજ હિન્દૂ સમાજનું અંગ ક્યારે બનશે. 
મને લાગે છે જયારે અનામત નહીં રહે ત્યારે દલિત સમાજનું સંપૂર્ણ ધર્મ પરિવર્તન થશે મોટા ભાગના બૌદ્ધ બનશે બાકીના ખ્રિસ્તિ અને મુસલમાન. પણ હિન્દૂ નહીં રહે....... 
દલિતોનું ધર્માંતરણ હિન્દૂ ધર્મનાં લોકોને આભારી હશે...

~ રાહુલ કુમાર

મીડિયા અને સોસીયલ મીડિયા : પ્રગ્નેશ લેઉવા


દેશમાં હાલ બે પ્રકારના પેરેલલ મીડિયા કાર્યરત છે. જેમાં ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અને એની સામે સ્માર્ટફોન શસ્ત્ર સમુ સોસીયલ મીડિયા . ટક્કર જોરદાર ચાલી રહી છે . જ્યાં સોસિયલ મીડિયા સ્વયંભૂ ઓપરેટ થાય છે ત્યાં બીજી બાજુ પ્રિન્ટ અને ઈલેેક્ટ્રોનિક મીડિયા માલિકોના હાથમાં અને રાજકારણ ના ઈશારે ચાલતું એકમ છે. એક તરફ રૂપિયા પૈસાના જોરે કાઈ પણ છપાવો અને દેખાડો .. અથવા પેડ ન્યૂઝ બનાવી વાચક અને દર્શક ને ગુમરાહ કરો ત્યાં બીજી તરફ સોસીયલ મીડિયામાં જાગૃત નાગરિક તર્ક અને સુજબુજ થી લખી બોલી વ્યક્ત કરી રહ્યો છે ...
ખતરા ની ઘન્ટી::: સોસિયલ મીડિયામાં પણ હવે રાજનીતિક પાર્ટીની ભાડૂતી અને નોકરિયાત ફૌઝ બની ગઈ છે એટલે આવનાર સમયમાં ભારત દેશના હાલ સમાચાર માધ્યમ થકી જોવા જઈએ તો એકજ દ્રષ્ટિએ બતાડવામાં આવે તો નવાઈ નહિ ....
નિષ્પક્ષ અને સમજદાર ,વૈચારિક લડવૈયાઓ નું કામ વધી જશે એ માટે તૈયાર રહેવું ..
-પ્રગ્નેશ લેઉવા અમદાવાદ ..


समानता या समरसता??

क्या जरुरी है बहुजन समाज के लिए?? समानता या समरसता??
समानता और समरसता के संदर्भ में विचार.. अति महत्वपूर्ण जानकारी..

हर एक बहुजन के लिए समता और समरसता के बारे में जानना और समझना बहोत जरूरी है.. बाबासाहेब का लिखा भारतीय संविधान भी हमे समानता की प्रेरणा देता है.. किस तरह से समरसता बहुजन समाज के लिए घातक है और समानता का महत्व क्या है, ये जानकारी बहोत ही महत्वपूर्ण और जरूरी है..

निचे दिए गए फोटो में से पढ़े और जाने..











बाबासाहब डॉ आम्बेडकर द्वारा दिया गया मूल संदेश : शिक्षित करो, आंदोलित करो, संगठित करो..

"Educate Agitate Organise - शिक्षित करो, आंदोलित करो, संगठित करो.. "

दिनांक 9 मार्च, 1924 को मुंबई के दामोदर होल में शाम 4.00 बजे एक सभा का आयोजन किया गया था.. उस सभा में “बहिस्कृत हितकारिणी सभा” नाम की संस्था गठन करने का प्रस्ताव बाबासाहब डॉ आंबेडकर ने रखा और उसे मान्य किया गया था..

इसी सभा में संगठन का घोषवाक्य तय किया गया, “Educate Agitate Organise” अर्थात "शिक्षित बनाओ, आंदोलित करो (चेताओ, सावधान करो, ) और संगठित करो"..

मूलतः इस वाक्य का जो विस्तृत अर्थ सभा में तय किया गया था वह यह था की “लोगो को शिक्षित करो, उनके मन में अपनी दुर्दशा के प्रति चिढ उत्पन्न करो और उनका संगठन बनाओ”.. यहाँ पर शिक्षित करने का मतलब केवल डिग्रीधारी बनाने से नहीं है बल्की जागृत करने से है..

बाबासाहब ऐसा भी कहते थे की “जो कोम अपना इतिहास नहीं जानती वह अपने भविष्य का निर्माण नहीं कर सकती”.. इसका साफ मतलब यह है की बाबासाहब चाहते थे की समाज को उनके इतिहास के बारे में जानकारी दी जाय.. वह क्या थे? और क्या बन चुके है? उसकी जानकारी दी जाय.. उन्हें उनकी दीन-हीन अवस्था के प्रति जागृत किया जाय, सावधान किया जाय.. इसके लिये कौन जिम्मेवार है? इसकी जानकारी दी जाय ताकि उनको दोस्त और दुश्मन की पहचान हो सके..

बाबासाहब का कहना यह था की अगर इस दिशा में समाज को शिक्षित किया गया तो स्वाभाविक रूप से उनके मन में अपनी दुर्दशा के प्रति चिढ उत्पन्न होगी.. जब यह चिढ उत्पन्न हो जायगी तो फिर उनका जो संगठन निर्माण करना है वह आसान हो जायेगा..

मनोविज्ञान का एक सिध्धांत है की जो लोग समदुखी (Co-Sufferer) होते है वह आसानी से एक दुसरे की मदद के लिए इकठ्ठा आ जाते है..  जब उन्हें पता चलेगा की वह सब मनुवादी व्यवस्था के शिकार है तो वह इकठ्ठा हो कर स्वाभाविक रूप से उस व्यवस्था के खिलाफ बगावत करेंगे..

यहाँ शिक्षित करने का मतलब गुलामी का एहसास कराने से भी है; इसीलिए तो बाबासाहब कहते थे की, "गुलामो को गुलामी का अहसास करा दो वह स्वयं ही विद्रोह कर उठेंगे"..

बाद के दिनों में इस घोषवाकय में कुछ फेर बदल हुआ और वह इस तरह से पहचाने जाना लगा, “Educate Organise Agitate” अर्थात “शिक्षित करो, संगठित करो और संघर्ष करो”.. यहाँ तक तो कोई समस्या नहीं थी क्यूंकि यह भी कुछ हद तक तर्कसंगत है |

यहाँ शिक्षित करो का वही अर्थ रहता है जो बहिस्कृत हितकारिणी सभा में तय हुआ था और जो चेताओ का नारा था वह भी इस शिक्षित करो के नारे में सम्मिलित हो जाता है..

अब जिनको शिक्षित किया गया है उनको संगठित करना आवश्यक है क्यूंकि व्यवस्था परिवर्तन का जो संघर्ष है वह कडा संघर्ष है उसमे बहुत ज्यादा सामूहिक प्रयासों की.. बाबासाहब तो कहते थे की एक दयाहीन संघर्ष की आवश्यकता है.. इसीलिए इसी क्रम में इस सूत्र को बाबासाहब के जीवन काल में ही तर्कसंगत माना गया..

मगर अनर्थ तो तब हो गया जब आज के दीनो में इस सूत्र को कुछ इस तरह से प्रचलित किया जा रहा है की  “Educate Organise  Agitate” अर्थात “शिक्षित बनो, संगठित बनो और संघर्ष करो”..

यहाँ पर यह जिम्मेवारी समाज पर छोड़ दी गई की आप शिक्षित बनो और यहाँ शिक्षा का जो अर्थ है वह डिग्रीधारी बनने तक सिमित रह गया.. अब तो आन्दोलन में कार्यरत समूह तो शिक्षित (डिग्रीधारी) बनते गया साथ साथ उनका अनुकरण करते हुए समाज से आये गरीब और वंचित लोग भी शिक्षित (डिग्रीधारी) बनते गए.. वे समाज का बुध्धिजीवी वर्ग बनते चला गया.. साथ साथ उपभोगवादी भी बनते गया.. कुछ हद तक वह संगठित भी हुआ मगर संघर्ष करते वक्त अपने आप को स्थापित करने के मार्गक्रमण में वह संकुचित बन गया.. क्यूँकी संघर्ष में विस्थापन अवश्यंभावी होता है; वह अब अपने हितो को स्थापित रखना चाहता है इसीलिए वह विस्थापन से कोशो दूरी बनाये रखने के लिए संघर्ष के मार्ग पर चलना नहीं चाहता..

अब वह एक ऐसा अजगर (उदितराज, आठवले, पासवान, जाधव) बन गया है की जिसे पेट भरने के लिए किसी नीतिशास्त्र की आवश्यकता नहीं.. बस उसे तो सिर्फ खाना चाहिए..

इस तरह बाबासाहब का जो व्यवस्था परिवर्तन का लक्ष्य था, जो स्वप्न था वह इसी संकुचितता की वजह से अपने गंतव्य तक पहुँचने में लड़खड़ा रहा है..

यह हालात बाबासाहब डॉ अम्बेडकर ने अपने जीते जी देख लिया था इसीलिए तो 18 मार्च 1956 को आगरा के रामलीला मैदान में कहा था की, “मुझे पढ़े लिखे लोगो ने धोखा दिया है “

यही हालात इस बात की ओर इंगित करते है कि हम बाबा को तो मानते है मगर बाबा की नहीं मानते..


- कुंदन कुमार





બહુજન મહાપુરુષો નો ત્યાગ અને આપણા જીવન ના આદર્શ

"બહુજન સમાજ". હજારો વર્ષો પેહલા તથાગત ગૌતમ બુદ્ધ દ્રારા આ દેશ ની મૂળનિવાસી પ્રજા(sc, st, obc, minority) ના સમાજ ને અપાયેલું ઍક નામ, જેને માન્યવર સાહેબ કાંશીરામ એ સાર્થક કરી બતાવ્યું..

બહુજન સમાજ નું આંદોલન  સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજનીતિક પરિવર્તન  નું છે.. પરિવર્તન ત્યારે જ શકય બને છે, જ્યારે જરૂરિયાત, ઇચ્છા, અને મજબૂતાઈ(આર્થિક અને માનસિક) નો યોગ્ય સમન્વય થાય છે.  પરિવર્તન ને સરળ શબ્દો મા સમજાવતા માન્યવર સાહેબ કાંશીરામ એ કીધું હતુ કે,  Change = Need   Strength   desire.
આ બહુજન સમાજ નો કારવા અત્યારે જે જગ્યા એ છે એ  સેંકડો બહુજન મહાપુરુષો અને યુવાનો ના ત્યાગ, બલિદાન અને સંઘર્ષ  નું સ્વાદિષ્ટ ફ્ળ છે.. બહુજન સમાજ આ મિશન ને સાહેબ કાંશીરામ એ બુદ્ધ ફૂલે શાહુ આંબેડકર નું મિશન કહ્યુ છે.. અને જે કાર્યકર્તા એ બહુજન સમાજ નાં મિશન સાથે જોડાયેલ છે, તેં કોઈ ઍક આદર્શ ને અનુસરે છે.. આ આદર્શ  તથાગત ગૌતમ બુદ્ધ, રાષ્ટ્રપિતા જ્યોંતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે, વિશ્વરત્ન બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકર, ત્યાગમૂર્તિ માતા રમાબાઈ, માન્યવર સાહેબ કાંશીરામ  કે અન્ય કોઈ પણ હોઇ શકે છે..  અહિ વાત છે આ આદર્શો નાં ત્યાગ અને સમર્પણ ની, તેમનાં બલિદાન અને સંઘર્ષ ની..

તથાગત ગૌતમ બુદ્ધ : સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ઍક સુખી સંપન્ન પરિવાર મા જન્મ્યા હતાં, પણ તેમણે જોયું જાણ્યું અને અનુભવ્યું કે આ સંસાર મા દરેક પ્રાણીમાત્ર ને દુખ છે, અને એ દુખ નાં કારણ અને એનાં નિવારણ ની શોધ મા તેઓ ઘર છોડી ને નીકળી પડ્યા.. સિદ્ધાર્થ એ  પોતાના પરિવાર, માતા-પિતા, પત્ની અને બાળક નો ત્યાગ  કર્યો અને આ વિશ્વ ને સમતા, બંધુતા, સ્વતંત્રતા, ન્યાય, પ્રેમ, દયા, કરુણા, અને શીલ નાં પાયારૂપી વિશ્વ નો સૌથી મહાન અને વૈજ્ઞાનિક ધમ્મ આપ્યો.. આમ, ગૌતમ બુદ્ધ એ પૂર્ણ ત્યાગ કર્યો સંસાર, સમાજ અને માનવ માટે..

મહાત્મા જ્યોંતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે : ફૂલે દંપતીએ સાથે મળીને ને સામાજિક ઉત્થાન માટે પ્રયત્નો અને સંઘર્ષ કર્યા, શિક્ષણ નો પ્રસાર પ્રચાર કર્યો અને સ્ત્રીઓ ના વિકાસ ને મહત્વ આપ્યું.. તેમણે લગ્ન કર્યા પણ  પરિવાર ને આગળ નાં વધાર્યો .. આમ તેઓ સમાજ માટે કાર્ય અને સમર્પણ ની ભાવના થી નિઃસંતાન રહ્યા , અને ત્યાગ કર્યો..

બોધીસત્વ બાબાસાહેબ આંબેડકર અને માતા રમાબાઈ આંબેડકર : બાબાસાહેબ પાસે પરિવાર, પત્ની, બાળકો બધુ જ હતુ.. પણ બાબાસાહેબ એ પોતાનુ સમગ્ર જીવન  જ્ઞાનપ્રાપ્તિ  માટે લગાવી દીધું અને પોતાના અથાક પરિશ્રમ મેહનત સંઘર્ષ અને ત્યાગ નાં પરિણામે ભારત દેશ ને  વિશ્વ નું સૌથી મહાન બંધારણ  આપ્યું, જેમા  સદીઓ થી દબાયેલા, કચડાયેલા, પોતાના અધિકારો થી વંચિત રહેલા બહુજન સમાજ નાં વિકાસ અને ઉત્થાન માટે વિશેષ પ્રાવધાન  કરવામાં આવ્યાં. આ અથાક મેહનત પાછળ બાબા એ પોતાના અંગત જીવન ને વિશેષ મહત્વ ના આપ્યું.. બીજી તરફ જોઈએ તો ઍક  આદર્શ પત્ની  તરીકે માતા રમાબાઈ એ બાબાસાહેબ નાં દરેક કાર્ય મા એમનો સાથ આપ્યો અને ઍક આદર્શ પત્ની નો ભાગ ભજવવામાં પોતાના  ચાર ચાર બાળકો નું બલિદાન  આપી દીધું.. બાબાસાહેબ બહુજન સમાજ અને સમગ્ર માનવ સમાજ ના ઉત્થાન નાં ધ્યેય ના કારણે પોતાના પરિવાર, પત્ની અને બાળકો પ્રત્યે ધ્યાન ના આપી શક્યા.. આમ, બાબાસાહેબ પરિવાર માં રહી ને પણ પરિવાર માં નહોતા..

માન્યવર સાહેબ કાંશીરામ : બાબાસાહેબ અને બહુજન મહાપુરુષો નાં જીવન સંઘર્ષ અને ત્યાગ વિશે જાણી ને કાંશીરામ સાહેબ એ  પરિવાર અને સાંસારિક સુખ નો ત્યાગ  કર્યો અને પોતાનુ સમગ્ર જીવન બહુજન સમાજ માટે અર્પી દીધું.. પોતાના અથાક પરિશ્રમ અને સંઘર્ષ, સમાજ માટે કાંઈ કરી છૂટવાની ભાવના થી સાહેબ એ ઍક સમય ભારત દેશ નું સૌથી મોટુ સરકારી કર્મચારીઓ નું સંગઠન બામસેફ , સમાજ નાં ન્યાય અને અધિકારો માટે દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ  અને રાજનીતિ ક્ષેત્રે ઝંપલાવવા બહુજન સમાજ પાર્ટી  ની રચનાં કરી.. આમ સાહેબ કાંશીરામ એ પોતાનું સમગ્ર જીવન બહુજન સમાજ ના નામે ખર્ચી નાખ્યું..
           
આમ, બહુજન સમાજ ની અત્યાર ની સારી પરિસ્થિતિ ( સારા મકાન, સારા કપડા, ગાડી-મોટરકાર, હાથ માં સ્માર્ટફોન, ઊંચા હોદ્દા પર ની સરકારી નોકરીઓ ) આ મહાપુરુષો નાં ત્યાગ અને સંઘર્ષ નું પરિણામ છે.. શુ આ મહાપુરુષો આપણા આદર્શ છે?? શું આપણે તૈયાર છીએ સંઘર્ષ ત્યાગ અને બલિદાન માટે?? પોતાના સમાજ માટે, પોતાના લોકો માટે, પોતાની આવનારી પેઢીઓ નાં સારા ભવિષ્ય માટે...!!!!

છેલ્લે એક પંક્તિ યાદ આવે છે કે,
એ વક્ત તુ બસ મેરા ઇતના કામ કર દે,
ફિર સે યે દૌર બહુજનો કે નામ કર દે;
અગર હો નાં શકે ફિર સે પેદા આંબેડકર,
તો હર ઘર મે ઍક કાંશીરામ પેદા કર દે..

- કુંદન કુમાર




શુદ્રોને જેણે બોલતા શીખવાડ્યું તેનું નામ બોલતા શરમ આવે છે : જિગર શ્યામલન

બાબા સાહેબ આંબેડકરનું એક મહત્વપૂણઁ પરંતુ અધુરૂ રહી ગયેલું કાયઁ તમામ શોષિત બહુજનોમાં એકતા સ્થાપીને એક રાષ્ટ્રવ્યાપી સંગઠન બનાવવાનું હતું... પણ બાબા સાહેબ પોતાનું એ કાયઁ પુરૂ ન કરી શક્યા...
હાલમાં બહુજન સમાજના લોકોની દશા અને દિશા જોતા બાબા સાહેબનું આ અધુરૂ કાયઁ નજીકના વરસોમાં કોઈ કાળે થઈ શકે તેમ નથી લાગતું........


એની પાછળના કેટલાક કારણો છે જે આજે આપણી સામે પોતાનું વિકરાળ મ્હોં ફાડીને બેઠા છે...

1. જે સમાજના ઉત્થાન માટે બાબા સાહેબે પોતાની જિંદગી ખરચી નાખી... આજે એ જ સમાજના લોકો પાસે બાબા સાહેબની વિચારધારા સમજવા કે તેનો પ્રચાર કરવા માટે કોઈ ટાઈમ નથી...
બોલો કેવી કરૂણતા કહેવાય...?

2. જે સમાજના લોકોને વરસો પુરાણી સામાજિક ગુલામીમાંથી છોડાવવા બાબા સાહેબ સમાજના તમામ ઉચ્ચ વણઁની સામે વિના હથિયાર માત્ર કલમના જોરે લડ્યા... એ જ સમાજના લોકોને પોતાનાં ઉચ્ચ વણઁનાં સહકમઁચારીઓ.., પડોશીઓ..., અન્ય મિત્રોની હાજરીમાં જયભીમ બોલવું તો ઠીક પણ બાબા સાહેબનું નામ લેતાય એક શરમ અનુભવી રહ્યા છે.....

બોલો... આ શુદ્રોને જેણે બોલતા શીખવાડ્યું તેનું નામ બોલતા શરમ આવે છે...

3. જે સમાજના લોકોને અધિકાર મળે તે માટે બાબા સાહેબે દિવસનાં ચોવીસ કલાક અને સપ્તાહનાં સાતેય દિવસ સદા સમાજનાં લોકોને નજર સમક્ષ રાખી સખત મહેનત કરતા હતા.... આજે એ સમાજના લોકો વરસે માત્ર એક જ દિવસ આંબેડકર જયંતિના દિવસે બાબા સાહેબને અડધા પડધા યાદ કરીને મોટો જગન કરી દીધો હોય તેમ સંતોષ માની લે છે.... બોલો.... જાણે બાબા સાહેબ એક દિવસ જ યાદ રાખવાની વસ્તુ હોય...

4. જે સમાજનાં લોકોને જાતપાતન.., ઉચ્ચનીચનાં ભેદભાવથી મુક્ત કરવા બાબા સાહેબે અભૂતપુવઁ સંઘષઁ કયોઁ..... એ જ બહુજનોએ પોતાનાં સમાજમાં પણ ઉચ્ચ નીચનાં ભેદ પાડી દીધા... અને બિચારા વાલ્મિકીઓને સાવ અસ્પૃશ્ય બનાવી તેમની આભડછેટ પાળવા લાગ્યા.....
બોલો... જેમાંથી બાબા સાહેબે માંડ છોડાવ્યા ફરી પાછા તેમાં જઈ ભરાયા....

5. જે મંદિરોમાં પછાતોને કોઈ પેસવા પણ દેતુ ન હતું.. તે મંદિરોમાં જવા માટે બાબા સાહેબે એક આંદોલન ચલાવ્યું હતુ... પણ પછી તો મારા પછાત સમાજના લોકોને મંદિરોમાં જવાનો એવો તે નશો વળગ્યો કે આજે કોઈને બાબા સાહેબની શિખામણ યાદ નથી... બાબા સાહેબ સદા હિન્દુ દેવ દેવી..., ચમત્કાર.., પાખંડનો વિરોંધ કયોઁ છે... શિખામણ યાદ હોય તોય બાબા સાહેબની ઉપરવટ જઈ આજેય મંદિરોનાં પગથિયા પર ઘેંટાઓના ટોળાની માફક ઉભરાય છે..

6. જે સમાજના લોકો અન્યની સામે આંખમાં આંખ પરોવી આત્મવિશ્વાસથી ઉભા રહી જડબા તોડ ટક્કર આપી શકે તે માટે બાબા સાહેબે અથાગ પ્રયાસ કયાઁ.... આજે તે જ સમાજનાં લોકો જડબા તોડ ટક્કર આપવાની જગ્યાએ.. સાવ પાણીમાં બેસી વિરોધીઓની પગચંપી કરવા લાગ્યા...

માણસ પોતાનું ભવિષ્ય પોતાની મહેનત આને દ્રઢ સંકલ્પથી ધડે છે....
મિત્રો... પોષ્ટ વાંચ્યા બાદ કમેન્ટમાં માત્ર જયભીમ ન લખશો...પણ તમારા મુક્ત અને કિમતી જરૂરી સૂચન અભિપ્રાય અને અનુભવ પણ લખશો...
જિગર શ્યામલનનાં જયભીમ........................





Facebook Link for the post :-


રેસિસ્ટ લોકો ને અબ્રાહમ લિંકન નો જવાબ



અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન ના પિતાજી જૂતા સિવવા નો ધંધો કરતા હતા.એટલે કે લિંકન ભારત માં જન્મ્યા હોત તો તેઓ દલિત સમાજ માંથી આવતા હોત.
એક વાર અમેરિકા ના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન રાષ્ટ્રપતિ ના હોદ્દા ની રૂએ અમેરિકી સંસદ માં ભાષણ આપી રહ્યા હતા.લિંકન થોડા ઊંચા અવાજે બોલી રહ્યા હતા.પરંતુ આ વાત ત્યાં બેઠેલા એક બુઝુર્ગ સંસદસભ્ય ને પસંદ ન આવી તેઓ ચાલુ ભાષણ માં જ ઉભા થઇ ને કહેવા લાગ્યા કે,"મહોદય!" તમે જરા ધીમા અવાજ માં બોલો તમારા પિતાજી અમારા જૂતા સિવતા હતા.સંસદ માં સન્નાટો છવાઈ ગયો થોડી વાર પછી લિંકને પોતાને સંયમિત કરતા જવાબ આપ્યો કે,
મહોદય.., એ તો બતાવો કે મારા પિતાશ્રી એ આપના જૂતા ક્યારેય ખરાબ તો સિવ્યા નહોતા ને???
સંસદ મહોદય ઉભા થયા અને બોલ્યા:"નહીં તેઓ તો બહુ જ પ્રખ્યાત કારીગર હતા અને બહુજ સરસ જૂતા સિવતા હતા".
ત્યાર પછી અબ્રાહમ લિંકને જવાબ આપ્યો,"મહોદય, એટલા માટે જ હું ઊંચી અવાજ માં બોલી રહ્યો છું.

- સંજય સુમેસરા







Facebook post link : -

સફાઈ કામદારો નું પણ સરહદ પર ના સૈનિકો જેટલું જ મહત્વ છે

સરહદ પર રક્ષા કરતા જવાનો જેટલું જ અને કદાચ એનાથી પણ વધુ મહત્વ હું ગંદી ગટરોમાં જીવ જોખમે કામ કરતા વાલ્મિકી ભાઈઓને આપું છું.
કેટલાક લોકોને ગઈ કાલની પોસ્ટમાં વાંધાઓ પડ્યા અને વાલ્મિકીભાઈઓ આ સફાઈકામ મફત થોડા કરે છે... પગાર લે છે વાળી દલિલો કરી...
હું પણ એમને એમની ભાષામાં એ જ દલિલનો જવાબ આપી શક્યો હોત કે જવાનોય થોડા મફતમાં ફરજ બજાવે છે, પગાર લે છે, ભથ્થાઓ લે છે, રિટાયડઁમેન્ટ પછી જમીન મેળવે છે, અને ફરી નોકરી પણ મેળવે છે.
પરંતુ એમ કહી હું જવાનોની ફરજ ઓછી આંકવા માંગતો નથી. અને વાલ્મિકીભાઈઓની ફરજને પણ નજર અંદાજ કરવા નથી માંગતો..
કારણ..એ બન્ને પોતપોતાની ફરજ બજાવે છે..
પણ અહીં હું એક વાત તરફ દરેકનું ખાસ ધ્યાન દોરવા માંગીશ.... આ બન્ને વચ્ચેના સૌથી મોટો તફાવત એ છે.. કે જવાન શહીદ થાય તો બીજા જવાનો મળી રહે છે... કારણ લશ્કરી જોબની ભરતીમાં તમામ જાતિઓને સમાન તક મળે છે. આ કહેવાતી ગૌરવપુણઁ જોબ માટે દરેક એપ્લાય કરી શકે છે.
પરંતુ ગટરમાં ઉતરી ગંદકી સાફ કરવાની જોબ વાલ્મિકી ભાઈઓ સિવાય કોઈ કરવા તૈયાર નથી... કોઈ બીજુ કરતું ય નથી... ત્યાં જગાઓ પણ ખાલી છે અને અનામત પણ નથી. તો પણ આજદિન સુધી કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ ઉમેદવારી નોંધાવી હોય તેવું બન્યું નથી..
આ સફાઈ કામદારો સાવ મામુલી પગાર મેળવે છે, બદલામાં કોઈ ખાસ સવલતો અને ભથ્થાઓ મેળવતા નથી. નથી જવાનો જેવું કોઈ સામાજિક સન્માન મેળવતા....
હું માત્ર એક જ વાત કહીશ.... જો આ સફાઈ કામદારોની ચિંતા નહી કરો તો ભવિષ્યમાં કેવા દિવસો આવશે તેની કલ્પના કરી જો..જો..
એ વખતે તમને સૌને વાલ્મિકીભાઈઓનું એ કામ કરવા કરતા બંદુક લઈ સરહદ પર જવાનું તમને પોતાને જ સાવ સહેલું લાગવા માંડશે....
- જિગર શ્યામલન



Facebook post link :- 















ભારત મૂળથી જ વિચારધારાઓનો દેશ છે...

ભારત મૂળથી જ વિચારધારાઓનો દેશ છે. ભારતીય ઉપમહાદ્વિપના વિશાળ મેદાનમાં સંખ્યાબંધ વિદેશીઓ આક્રમણ કરી આવ્યા. કેટલાક અહીં પોતાની સંસ્કૃતિ સંસ્કારો સાથે વસી ગયાં અને કેટલાક પરત ગયાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કાર મુકીને ગયાં. ભારતે કોઇ વિચારને જાકારો ન આપ્યો. ભારતે બધાં ને પોતાનામાં ભેળવી દિધાં. તમે વિચાર કરો કેટલી વિચારધારા છે! સનાતન ધર્મ, વેદાંત, બુદ્ધિઝમ, જૈનિઝમ, શિખીઝમ, ક્રિશ્ચયાનીટી, ઇસ્લામ, હિન્દુત્વ, વિવિધ સંપ્રદાયો, પંથો, નાસ્તિકો, આંબેડકરવાદ, સામ્યવાદ, માર્કસવાદ, માઓવાદ..હજારો વિચારધારા છે.. કેટલીક એકબીજાને પરસ્પર વિરોધી અને સમર્થક. ભારતે પોતાના સંવિધાન થી બધાં વાદો,વિચારો,પંથો,સંપ્રદાયો, ધર્મોને સરખી સ્વતંત્રતા બક્ષી છે.

સંઘ ની હિન્દુત્વવાદી વિચારધારામાં દેવી સ્વરુપા ભારત માતા છે તો 'ભારતમાતા કી જય' છે એટલે સંઘ બોલે છે. સંઘની દેશભક્તિના માપદંડ તેના પોતાના છે. ઇસ્લામિક મુવમેન્ટ ચલાવતા ઔવેસી માટે તે બંધનકર્તા નથી. તેની પોતાની વિચારધારા કુર્આનથી બહાર કેવી રીતે હોય? કુર્આન કહે છે 'એક અલ્લાહ સિવાય કોઇનો જયકારો નહી' હાં, ઝિંદાબાદ હોઇ શકે! ઔવેસીને તમે ઘણી વાર હિન્દુસ્તાન ઝિંદાબાદ ' કહેતા સાંભળી શકશો. સંઘ ક્યારેય 'હિન્દુસ્તાન ઝિંદાબાદ ' નહી બોલે કેમ કે, દેશમાં સેક્યુલરો-આંબેડકરવાદીઓ છે. તેઓ સંઘનાં ટાંટીયા ખેંચશે. સંઘ હિન્દુસ્તાન બોલી દેશને 'હિન્દુરાષ્ટ્ર' બનાવવા માંગે છે. દરેકની આઈડીયોલોજી છે. બધાં ને દેશમાં સર્વાઇવ કરવાનું છે ભઇલાં..! સંવિધાન બધાંને બોલવા ન બોલવાનો અધિકાર આપે છે ..! સાચું કહું તો ભારત પોતે ઇચ્છે છે કે તે કોઇ એક વિચારધારા પર સ્થિર ન થાય..ચરૈવતિ ચરૈવતિ..

-વિજય મકવાણા




Facebook post link :-

યહા ખુશ્બુ હૈ જાતીવાદ કી...

ભારત દેશમાં જાતીવાદનુ મુખ્ય મથક જો કોઈ હોય તો એ ગુજરાત છે
માનવતાવાદી લોકો માટે આ શરમજનક બાબત છે
કુછ દીનતો ગુજારીએ ગુજરાત મે
યહા ખુશ્બુ હૈ જાતીવાદ કી....
બીજી બધી જ બાબતો છોડો સાહેબ
મંદિર પ્રવેશ અને સામુહિક ભોજન મા માણસ જેવી જાત સાથે પશુ જેવો વ્યવહાર લોકોને આત્મહત્યા કરવા સુધીની હદ સુધી વિચારતા કરે છે
એક દિવસ એવો નહી હોય કે ગુજરાતમાં એટ્રોસીટી નહી થતી હોય
એમ છતા લોકો કહે છે સબકા સાથ સબકા વિકાસ નુ મોડેલ
આ વિકાસ નુ મોડેલ નહી દલિતોના વિનાશ નુ મોડેલ છે
નીચે આપેલી સમસ્યા ગુજરાતના હજારો ગામોમાં છે એમા મારુ ગામ ખેરાળી પણ આવી ગયુ
લોકો વિરોધ નથી કરતા જેવી પરિસ્થિતિ છે સહન કરે જાય છે એટલે અનેક ગામો ની આવી ઘટનાઓ બહાર નથી આવતી અને ઘણા ગામોમાં દલિતો પરાવલંબી હોય છે અને ઘણી જગ્યાએ આત્મસમ્માન વેચી મારયુ હોય છે એટલે સંઘ અને સરકાર ને સમરસતા ના નાટકો ભજવવાની પ્રેરણા મળે છે અને એના અભિનેતા આત્મારામ પરમાર,રમણલાલ વોરા અને શંભુપ્રસાદ ટુડીયા હોય છે
પણ હકીકત તો એ છે કે ગામડાના દલિતોની વ્યથા તો એ લાચાર દલિત જ જાણતો હોય છે


Image may contain: text




Facebook post : -

ન્યૂઝ કે પેઈડ ન્યૂઝ???

માહિતી :: છાપા માં વાંચો છો તે તમામ ન્યૂઝ નથી હોતા ...
એટલે કે ઘણા પેઈડ ન્યૂઝ હોય છે ..
( જેમ કે એક પક્ષ બીજા ને નીચો બતાડવા કે પોતાને મહાન બતાડવા આપે ) લાગે ન્યૂઝ જ પણ હોય છે જાહેરાત જે લોકો સમજી નથી શકતા ..
એ જ રીતે ટીવી ચેનલ માં આવતી ડિબેટ પણ મેનેજ હોય છે ..(જેમકે પત્રકાર : હું એકડ એક પુછીસ તમે એકડ એક ..એક બોલજો ) બસ આવું જ બધુ પૈસે થી મેનેજ કરેલું આપણે ટીવી ચેનલો અને ન્યૂઝ પેપેરો મા જોઈયે વાંચીયે છે .
【યહાઁ સબ બિકતા હે ન્યૂઝ કે બજાર મેં બસ કોન કિતની બોલી લગાતા હે ઉસ પર નિર્ભર હે 】
- પ્રજ્ઞેશ લેઉવા

Pay back to society

વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારને અપાતા ઉદ્દબોધન/વક્તવ્યમાં જો બઘા જ સફળ વ્યક્તિઓ દ્વારા નીચે મુજબના અમુક મુદ્દાઓ આવરી લેવામાં આવે તો
આવનારી પેઢીને ખુબ સારી રીતે પ્રોત્સાહીત અને માર્ગદર્શીત કરી શકાય :-

વ્હાલા મીત્રો,
હું એક સફળ અધીકારી/ડોક્ટર/વકીલ/વેપારી/પ્રોફેસર/નેતા છુ. તમે મારી સફળતા પાછળનાં કારણો જાણવા ચોક્કસ આતુર હશો. હું એક અંતરીયાળ વિસ્તારમાં (ગામ)/ ગરીબ પરીવાર/સામાન્ય પરીવારમાંથી આવું છુ. મારા માટે તથાગત બુધ્ધ, સમ્રાટ અશોક, ડૉ.આંબેડકર તથા મારા સફળ મીત્રો અને કુટુંબીજનો પ્રેરણાનો શ્રોત રહ્યા છે. મેં ખુબ મહેનત કરી છે અને અભ્યાસ પાછળ 15 કલાક જેટલો સમય ફાળવતો. મારા અભ્યાસકાળ દરમ્યાન મારી આજુબાજુ ઘણા વિઘ્નો હતા જે મારા લક્ષ્યથી મારુ ધ્યાન વિચલીત કરવા પુરતા હતા પરંતુ મેં મારુ સંપૂર્ણ ધ્યાન ફક્ત મારા નીયત લક્ષ્ય ઉપર જ કેન્દ્રીત કરેલ અને તે માટે સખત મહેનત કરેલ. મેં ક્યારેય એક મીનીટ પણ કોઇ અંધશ્રધ્ધા,ભગવાન, માતાજી,માનતા કે એવા કોઇ વિશ્વાસમાં વેડફેલ નહીં કે કોઇ દૈવી તાકાત કે નસીબ મારી વહારે આવશે.
દરેક નીષ્ફતાને સફળતા મેળવવાના પાઠ તરીકે જ સ્વીકારેલ માટે જ જ્યારે પણ હું નીષ્ફળ ગયેલ ત્યારે ત્યારે મેં મારી નીષ્ફળતા પાછળનાં કારણોનું મનોમંથન તેમજ વિશ્ર્લેષણ કરેલ અને નવી રણનીતિ અને ડબલ જુસ્સા સાથે પુનઃપ્રયત્ન કરેલ. હું ક્યારેય નસીબ કે વિધાતા જેવી કોઇ વાતને દોષ આપી દુઃખી થયો નથી. જ્યારે પણ મેં પ્રમાણીકતાથી મારા પ્રયત્નને સુધાર્યો તેમજ વધાર્યો છે ત્યારે ચોક્કસ પહેલાં કરતાં સારુ પરીણામ મળેલ. મેં મારી પ્રમાણીકતા,મારુ સ્વાસ્થ્ય અને મારી વૈજ્ઞાનિક વિચારધારાને હંમેશા જાળવી રાખેલ અને જેણે મારી સફળતાના ફળમાં વધારાની કલગી જેવું જ કાર્ય કરેલ. મેં મારી જાતને ઈર્ષા, અહમ અને સોર્ટકટ જેવી બાબતોથી દુર રાખેલ અને જેના કારણે મારી શક્તી, સમય અને સંસાધનોનો બચાવ થયેલ. મારા લક્ષ્યે મને ક્યારેય આરામથી સુવા નથી દીધો અને એટલે જ મારુ અસ્તિત્વ,સન્માન તથા ગૌરવ મારા લક્ષ્યની સાથે જોડાય ગયેલ. હું ક્યારેય મારી રણનીતિ બદલવામાં અટકાયો કે ખચકાટ અનુભવ્યો નથી. હું ક્યારેય ઉપવાસ નથી રહ્યો, કોઇ બાધા/માનતા નથી રાખી, કોઇ જ્યોતીષને હાથ કે કુંડળી નથી બતાવેલ, જેના કારણે હું ઘણી બધી ગુંચવણ અને મુંજવણથી બચી રહ્યો. આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવી રહ્યાં છીએ અને દુનિયા ગ્લોબલ/ગુગલ વિલેજ થઇ રહ્યુ છે ત્યારે કોઇ પણ અવૈજ્ઞાનિક કે રૂઢીચૂસ્ત વાતો કે વિચારો, સફળતા માટે સંઘર્ષ કરી રહેલા યુવાનોને બેધ્યાન, નીરુત્સાહી બનાવે છે. હું મારી સફળતા માટે મારા સમાજ, દેશ અને માનવતાનો રૂણી છું માટે જ મારે મારી સફળતા માટેના ખરા કારણો/પરીબળો જણાવવાએ મારી ફરજ છે. મારી સફળતા પછી હું દ્રઢ પણે Pay back to societyના સીધ્ધાંતને માનેલ અને ઘણી બધી રીતે મારી યથાશક્તી મુજબ પાળેલ પણ છે. સફળતા પાછળ ફક્ત સખત મહેનત, ઇમાનદારી, સાતત્ય, રસ અને યોગ્ય માર્ગદર્શન જ કામ કરે છે નહી કે કોઇ સ્તોત્ર, સ્તૃતી, ધાર્મીક વીધી કે હોમ-હવન, તેથી કોઇ પણ અતાર્કીક માન્યતા કે અંધશ્રધ્ધામાં ન ધસી જવું.

આભાર...
નોંધ:- દરેકને વિનંતી કે આ સંદેશમાં વિષય અનુરુપ દરેક પોતાની ખાસ વાત ઉમેરી શકે છે.




હવે આ સંદેશમાં મારે ઉમેરવાની ખાસ વાત, મારી આસપાસનાં થોડા ઘણા વડીલો અને મીત્રો મારી ગણત્રી સફળ વ્યક્તિની યાદીમાં કરે છે (જો કે હું અંગત રીતે મારી જાતને હજુ ધારેલ સફળતા મેળવેલ હોય તે યાદીમાં મુકી શક્યો નથી) આથી જ 7-8 મહીના પહેલાં શહેરના અનુ.જાતી
વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉદ્દબોધન કરવાનો મોકો મળેલ. જેનો લાભ મે બખુબી ઉઠાવેલા, કારણ તે કાર્યક્રમમાં સમાજનું ભુતકાળ ( જે કાઇ પણ છે તે ફકત પ્રભુ દયાથી જ છે એવું માનનાર), વર્તમાન (હું ભલો,મારુ ઘર ભલુ...what is pay back to society?? એવા) અને ભવિષ્ય ત્રણેય બેઠા હતા. માટે જ ઉપરના મહતમ મુદાઓ તો વક્તવ્યમાં લેવાયેલ જ પણ સાથો સાથ ભુતકાળ અને વર્તમાનને શાબ્દીક ચાબખાઓ તો લટકામાં આપેલા જ.

Message thought inspired from Dr. BP Ashok

જય ભારત...
જય સંવિધાન...
જય ભીમ...

રાહુલ વાધેલા
સુરેન્દ્રનગર


Facebook post Link : -

ભાગલાવાદી કોને કહેશો?

લોકો કહે છે કે તમારુ લખાણ હીન્દુ ધર્મના ભાગલા પાડી રહ્યુ છે.

શુ હીન્દુ ધર્મમાં લોકો પહેલાથી એક છે?
શુ બધા સમાન છે?
દરેક પ્રત્યે સમાન ભાવના, સમાન લાગણી છે?

ભાગલા તો હજારો વર્ષોથી કોણે પાડેલ છે?
કોઇને બ્રાહ્મણ કીધા
કોઇને ક્ષત્રિય કીધા
કોઇને વૈશ્ય કીધા
કોઇને શુદ્ર કીધા
કોઇને અછુત કીધા

ત્યા પણ અટક્યા નહી
કોઇને પટેલ, ઠાકોર, ચૌધરી, પ્રજાપતી, માળી, વાળંદ, વણકર, ચમાર, વાલ્મીકી.....જેવી હજારો જાતિઓમાં વિભાજીત કર્યા..

ત્યા પણ અટક્યા નહી
ગોળ, પરગણા, કુળ ના નામે ભાગલા પાડ્યા....

ત્યા પણ અટક્યા નહી અને પંજાબી, ગુજરાતી, મરાઠી, મારવાડી, બંગાળી, બિહારી... વગેરેના નામે અલગ કર્યા.......
હવે ભાગલાવાદી કોને કહેશો???

ભાગલા પાડવા અને રાજ કરવુ એ પહેલેથી કોની નીતિ હતી?

હવે પુછતા નહી કોણે કર્યુ ..
તોડી મરોડીને ઇતિહાસ લખનાર કોણ છે એ બધા જાણે છે...

જ્યારે અમે તમામને ભારતીય કહી એક કરવા કહીએ છીએ
અમે તમામને સમાન ગણવા કહીએ છીએ
અમે તમામને સમાન તક આપવા કહીએે છીએ
કોઇ ધર્મ નો ભેદ ના હોય
કોઇ જાતિનો ભેદ ના હોય
કોઇ વર્ણનો ભેદ ના હોય
કોઇ લિંગનો ભેદ ના હોય
કોઇ ગોળ કે પરગણાનો ભેદ ના હોય
કોઇ સમાજ સમાજ વચ્ચે ભેદ ના હોય
કોઇ ઉંચ નીચ નો ભેદના હોય..
બધાને સમાન તક,
બધા પ્રત્યે ભાઇચારાની ભાવના
બધા પ્રત્યે સમાનતાની લાગણી હોય
એવુ અખંડ ભારત બને તેવુ ઇચ્છુ છુ.

શુ એવુ અખંડ ભારતના નિર્માણનુ સપનુ પુરુ કરવા પ્રયાસ કરવોએ ભાગલા પાડવાની નીતિ કહેવાય?

હુ માત્ર એટલુ જ કહીશ
હુ પહેલા અને પછી માત્ર ભારતીય છુ.

- વિજય જાદવ






Facebook post link : -

ભાવનાઓ ને પણ આભડછેટ નડે છે...!!! : જિગર શ્યામલન

સરહદ પર કે અન્ય હુમલાઓમાં
સૈનિકો માયાઁ જાય..
એમને શહીદ કહીને બિરદાવવામાં આવે
ને દુનિયા શોક મનાવી મસાણીયા જ્ઞાન સમી વાતો
વહેતી કરે..
બસ.. બે વધુમાં વધુ ચાર દિવસ
મોંઢા ચોપડી, શું ચાલે જેવા સામાજિક માધ્યમો પર
કલબલાટ અને કાગારોળ મચાવી મુકે..
ચાર દિન બાદ ફીર વહી રાત મુજબ
બધુ રાબેતા મુજબ ચાલતુ થઈ જાય.
કોઈને શહીદનાં નામ પણ ખબર હોતા નથી..
સાવ સાચુ
દેશની રક્ષા કરનારની શહીદી એળે ન જાય..
પણ પછી એક સાવ સાદો સવાલ એ પણ થાય..
ગંદી ગટરો અને નાળા સાફ કરનારા કામદારો
ઝેરી ગેસથી ગુંગળાઈ મરી જાય ત્યારે મોંઢે કોણ તાળા મારી દે છે..???
સૈનિકો પાસે તો રક્ષા કરવા બંદુક અને તોપ અને મિસાઈલોય આપી..
નોકરી પછી જમીનનો ટુકડોને નોકરીય મળી જાય...
પણ આ સફાઈ કરનારાઓને ઝેરી ગેસથી બચવા માસ્ક સુધ્ધા નથી
મળી શકતા...
આ બધી બાબતે સવાલો ઉઠાવવા આપણને નથી ગમતા કારણ...
એમાં અભડાઈ જવાનો ડર દરેકને લાગે છે...
-જિગર શ્યામલન





(આપણે આપણાં વિચાર જેવા હોય તેવા નગ્ન પણ દ્રઢતાથી રજુ કરવા જોઈયે.. એને દંભના વાઘા પહેરાવીને નહી....)

Facebook post link :-