April 28, 2017

શુદ્રોને જેણે બોલતા શીખવાડ્યું તેનું નામ બોલતા શરમ આવે છે : જિગર શ્યામલન

બાબા સાહેબ આંબેડકરનું એક મહત્વપૂણઁ પરંતુ અધુરૂ રહી ગયેલું કાયઁ તમામ શોષિત બહુજનોમાં એકતા સ્થાપીને એક રાષ્ટ્રવ્યાપી સંગઠન બનાવવાનું હતું... પણ બાબા સાહેબ પોતાનું એ કાયઁ પુરૂ ન કરી શક્યા...
હાલમાં બહુજન સમાજના લોકોની દશા અને દિશા જોતા બાબા સાહેબનું આ અધુરૂ કાયઁ નજીકના વરસોમાં કોઈ કાળે થઈ શકે તેમ નથી લાગતું........


એની પાછળના કેટલાક કારણો છે જે આજે આપણી સામે પોતાનું વિકરાળ મ્હોં ફાડીને બેઠા છે...

1. જે સમાજના ઉત્થાન માટે બાબા સાહેબે પોતાની જિંદગી ખરચી નાખી... આજે એ જ સમાજના લોકો પાસે બાબા સાહેબની વિચારધારા સમજવા કે તેનો પ્રચાર કરવા માટે કોઈ ટાઈમ નથી...
બોલો કેવી કરૂણતા કહેવાય...?

2. જે સમાજના લોકોને વરસો પુરાણી સામાજિક ગુલામીમાંથી છોડાવવા બાબા સાહેબ સમાજના તમામ ઉચ્ચ વણઁની સામે વિના હથિયાર માત્ર કલમના જોરે લડ્યા... એ જ સમાજના લોકોને પોતાનાં ઉચ્ચ વણઁનાં સહકમઁચારીઓ.., પડોશીઓ..., અન્ય મિત્રોની હાજરીમાં જયભીમ બોલવું તો ઠીક પણ બાબા સાહેબનું નામ લેતાય એક શરમ અનુભવી રહ્યા છે.....

બોલો... આ શુદ્રોને જેણે બોલતા શીખવાડ્યું તેનું નામ બોલતા શરમ આવે છે...

3. જે સમાજના લોકોને અધિકાર મળે તે માટે બાબા સાહેબે દિવસનાં ચોવીસ કલાક અને સપ્તાહનાં સાતેય દિવસ સદા સમાજનાં લોકોને નજર સમક્ષ રાખી સખત મહેનત કરતા હતા.... આજે એ સમાજના લોકો વરસે માત્ર એક જ દિવસ આંબેડકર જયંતિના દિવસે બાબા સાહેબને અડધા પડધા યાદ કરીને મોટો જગન કરી દીધો હોય તેમ સંતોષ માની લે છે.... બોલો.... જાણે બાબા સાહેબ એક દિવસ જ યાદ રાખવાની વસ્તુ હોય...

4. જે સમાજનાં લોકોને જાતપાતન.., ઉચ્ચનીચનાં ભેદભાવથી મુક્ત કરવા બાબા સાહેબે અભૂતપુવઁ સંઘષઁ કયોઁ..... એ જ બહુજનોએ પોતાનાં સમાજમાં પણ ઉચ્ચ નીચનાં ભેદ પાડી દીધા... અને બિચારા વાલ્મિકીઓને સાવ અસ્પૃશ્ય બનાવી તેમની આભડછેટ પાળવા લાગ્યા.....
બોલો... જેમાંથી બાબા સાહેબે માંડ છોડાવ્યા ફરી પાછા તેમાં જઈ ભરાયા....

5. જે મંદિરોમાં પછાતોને કોઈ પેસવા પણ દેતુ ન હતું.. તે મંદિરોમાં જવા માટે બાબા સાહેબે એક આંદોલન ચલાવ્યું હતુ... પણ પછી તો મારા પછાત સમાજના લોકોને મંદિરોમાં જવાનો એવો તે નશો વળગ્યો કે આજે કોઈને બાબા સાહેબની શિખામણ યાદ નથી... બાબા સાહેબ સદા હિન્દુ દેવ દેવી..., ચમત્કાર.., પાખંડનો વિરોંધ કયોઁ છે... શિખામણ યાદ હોય તોય બાબા સાહેબની ઉપરવટ જઈ આજેય મંદિરોનાં પગથિયા પર ઘેંટાઓના ટોળાની માફક ઉભરાય છે..

6. જે સમાજના લોકો અન્યની સામે આંખમાં આંખ પરોવી આત્મવિશ્વાસથી ઉભા રહી જડબા તોડ ટક્કર આપી શકે તે માટે બાબા સાહેબે અથાગ પ્રયાસ કયાઁ.... આજે તે જ સમાજનાં લોકો જડબા તોડ ટક્કર આપવાની જગ્યાએ.. સાવ પાણીમાં બેસી વિરોધીઓની પગચંપી કરવા લાગ્યા...

માણસ પોતાનું ભવિષ્ય પોતાની મહેનત આને દ્રઢ સંકલ્પથી ધડે છે....
મિત્રો... પોષ્ટ વાંચ્યા બાદ કમેન્ટમાં માત્ર જયભીમ ન લખશો...પણ તમારા મુક્ત અને કિમતી જરૂરી સૂચન અભિપ્રાય અને અનુભવ પણ લખશો...
જિગર શ્યામલનનાં જયભીમ........................





Facebook Link for the post :-


No comments:

Post a Comment