Showing posts with label racism. Show all posts
Showing posts with label racism. Show all posts

March 30, 2020

જાતિવાદીઓની સોય વારંવાર દલિત સંગઠનો પર જ કેમ અટકી જાય છે?

By Vijay Makwana  || 29 March 2020


સવર્ણ જાતિવાદી લોકો એ સર્વે કરી તપાસી ચકાસી રહ્યાં છે કે, દલિતો ના સંગઠન બસપા, બામસેફ, ભીમ આર્મી, સ્વયમ સૈનિક દળ વિગેરે આ કોરોના આપદા માં લોકો ને મદદ કરે છે કે નહિ?

મારો વળતો સવાલ દલિતોને છે.. અલ્યા તમે આ જાતિવાદી સવર્ણ દાતાઓ પર જીવન ટકાવી રહ્યાં છો? આ સર્વે કરવાવાળા જાતિવાદી માંથી કોઈ પાંચ શેર બાજરી તમારા ઘેર નાખી ગયું છે?

ભાઈ જાતિવાદી સવર્ણ! અમારી સંસ્થાઓ અમારા માટે જ કામ કરશે.. બામસેફ એ નોકરિયાત લોકોનું સંગઠન છે. તું સર્વે કર એ પહેલાં પોતાનો એક પગાર એ લોકો દાન કરી ચૂક્યા છે. હવે બીજો પગાર પણ આપશે..બસપા ની દરેક જિલ્લા ની વ્યવસ્થાપન કમિટી 21 માર્ચથી ગરીબ દલિતોના સંપર્કમાં જ છે. ભીમ આર્મી ના યુવાનો છેલ્લા એક સપ્તાહથી રાશન ફૂડ પેકેટ વહેંચી જ રહ્યાં છે. અમે માત્ર આવી આપદા સમયે જ તમારી જેમ બિલાડીના ટોપ જેમ ફૂટી નથી નીકળતા આ કામ ટેમ્પરરી નથી કરતા.. આખા વર્ષમાં માત્ર મારા જિલ્લામાં જ અમારું ઉપરની તમામ સંસ્થાઓનું નોકરિયાતો ઉદ્યોગ સાહસિકો નું 1600 લોકોનું એક સંગઠન છે જે મહિને પ્રત્યેક વ્યક્તિ 600 રૂપિયા લોક ફાળો આપી.. શિક્ષા અને રોજગાર અને કુદરતી આપદા સંગઠન ચલાવીએ છીએ. તારે ભલા માણસ સર્વે જ કરવો હોય તો એ સર્વે કર કે તું જે સવર્ણ ટ્રસ્ટ કે સંસ્થા માં કામ કરે છે.. તે વર્ષે કેટલા કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા કર રાહત નો ગેરલાભ ઉઠાવે છે? કેટલા સવર્ણ અમીરો ની આ રીતે ધોળી કે કાળી આર્થિક સેવા કરે છે? ફાલતુ માં દલિતો પાછળ આટલો સમય શા માટે બરબાદ કરે છે..? 21 દિવસ મળ્યા છે મોજ થી તકિયા પર આરામ કર દલિતો પોતાનું કરી લેશે.. એમની ચિંતા ન કર..એ અમે કરી લઈશું!

- વિજય મકવાણા

March 12, 2020

ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

By Vijay Makwana  || 02 Oct 2019

Image result for kepler star

તમને એ ખબર છે કે, પ્રકાશ એક વર્ષમાં જેટલા કિલોમીટર ચાલે તેટલાં અંતરને એક પ્રકાશવર્ષ કહે છે. આ સામાન્ય વાત થઈ! તમને એ પણ જાણ છે કે કોઈપણ વસ્તુ કે ચીજ પર પ્રકાશ ના કિરણો પડે અને તે કિરણો પરાવર્તિત થઈ આપણી આંખની કીકી સુધી પહોંચે એટલે જે તે ચીજને આપણે જોઈ શકીએ છીએ..મતલબ કે આપણી આંખ અને જે તે ચીજ વસ્તુની વચ્ચે રહેલું અંતર પ્રકાશ કાપે છે..સરળ અર્થમાં સફર કરે છે. જો તે ચીજ એક પ્રકાશવર્ષ દૂર હોય તો? સ્વાભાવિક છે કે તે એક વર્ષ આપણી આંખને મોડી દેખાશે!

તસવીરમાં દેખાતો કેપ્લર નામનો તારો આપણી પૃથ્વીથી 5000 પ્રકાશવર્ષ દૂર છે. જે સૂર્ય કરતા બે ગણો મોટો છે.

તમે કલ્પના કરી લો! તમે કેપ્લર ની આસપાસ ફરતા કોઈ ગ્રહ પર બેઠા છો અને આપણી પૃથ્વી તરફ નજર કરો! પૃથ્વી પર સિંધુ સંસ્કૃતિના લોકો નહેરો ખોદી રહ્યાં છે, માટી ની ઈંટો બનાવી રહ્યાં છે. હાર બંધ મકાનો બનાવી રહ્યાં છે. ગોદામમાં માલ ભરી રહ્યાં છે, નાના ભૂલકાઓ માટીના ગાડાં થી રમી રહ્યા છે. વિશાળ સ્નાન ઘરોની આસપાસ આવેલાં કૂવાઓ પર પનિહારીઓ માટી ના ઘડાઓથી પાણી ભરી રહી છે..હવે બોલો કેટલું સુરમ્ય મનોહર જાતિ અને જાતિવાદ વિહીન દ્રશ્ય ચાલી રહ્યું છે??!! ભેદભાવ વિનાની દુનિયા જોવા હજી કેટલે દૂર જવું પડશે??

તમે તર્ક સાથે વિજ્ઞાન ને ભેળવી દો તો કેટલાય સુંદર દૃશ્યો જોવા મળે! બસ નજર હોવી જોઈએ! લવ યુ ઓલ! જય આંબેડકર!

August 30, 2019

દલિત આંદોલનના ઇતિહાસનું એક પાનુ : વર્ષ 1992

By Raju Solanki  || 29 Aug 2019





રાત્રે ડબલામાં ગળી પલાળીને હાથમાં કૂચડો લઇને અમે નીકળતા. કૂચડો એટલે બાવળના દાતણને એક છેડેથી કૂટીને બનાવેલી પીંછી કે પછી ઘરના માળીયે પડી રહેલા વર્ષો જૂના બ્રશ. અમદુપુરાના ચોકથી શરૂ કરીને સી કોલોની અને ત્યાંથી રેલ્વે ક્રોસિંગ વટાવીને ઓમનગર. રસ્તામાં જ્યાં કોઈપણ દિવાલ કોરી દેખાય ત્યાં લખતા, બુદ્ધનગરની દિવાલ પર મેં ભીત લખાણ કરેલું એ હજુય યાદ છે. એ સૂત્રો હતા,

“કુમ્હેર હત્યાકાંડનો વિરોધ કરો”
ભૈરોંસિંહ શેખાવતની ઠાઠડી બાળવાના કાર્યક્રમમાં જોડાવ”


કુમ્હેર હત્યાકાંડ વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ભૈરોંસિંહ શેખાવત.

કુમ્હેર હત્યાકાંડ આઝાદી પછી રાજસ્થાનમાં થયેલો સૌથી મોટો ઘાતકી નરસંહાર હતો, જેમાં જાટોએ 18 જાટવ (દલિતો)ની કત્લેઆમ કરી હતી. એમના ઝુંપડા સળગાવીને રાખ કરી દીધા હતા.

આ ઘટના 1992માં બની હતી.

અમે અમદુપુરા, સી કોલોની અને ઓમનગર ત્રણ ઠેકાણે ધરણા કરીને શેખાવતની ઠાઠડી બાળી હતી અને સામૂહિક ધરપકડો વહોરી હતી. ત્રણેય વખતે હજારો યુવાનોએ ધરણાંમાં ભાગ લીધો હતો. ચારે તરફ પોલિસનો કાફલો ખડકી દેવાતો હતો. પાંચ-છ ડબ્બા ભરી ભરીને આંદોલનકારીઓને પોલિસ પકડતી હતી અને શહેર કોટડા પોલિસ સ્ટેશને લઈ જતી હતી.

શેખાવતની સાથે તત્કાલીન ભાજપ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની પણ ઠાઠડી અમે બાળી હતી. કારણ કે શંકરસિંહે રાજન પ્રિયદર્શીને નોકરીમાંથી બરખાસ્ત કરવાની માગણી કરી હતી. પ્રિયદર્શી ત્યારે પાલનપુરમાં જિલ્લા પોલિસ વડા હતા અને એક કોમી છમકલામાં એમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની અટકાયત કરી હતી.




ત્યારે અમદુપુરાના જયંતી ફકીર, રજનીકાંત ડોડીયા, સી કોલોનીના મુકેશ વોરા, ઓમનગરના મંગળદાસ કાપડીયા, ઇશ્વર પરમાર, પ્રવીણ તપોધન, રમેશ નાગર, જયંતી દવે, શ્રીકાંત ડોડીયા, કિસ્મત સોસાયટીના હસુ વોરા, મજુરગામના નરેશ રેવર, જયંતી ચૌહાણ, રાયખડના કનુ સુમરા, ખાનપુરના ભરત વાઘેલા, અરવિંદ પરમાર, કૌશિક પરમાર જેવા યુવા આંદોલનકારીઓ જોડાયા હતા. એક પત્રીકા છાપી હતી, એમાં સૌના નામે અપીલ કરવામાં આવી હતી. સૌનો ઉત્સાહ ગજબનો હતો.

દેખાવોમાં સામેલ થયેલા સંગઠનોમાં નરોડા રોડના યુવાનો, દલિત અધિકાર મંચ, જાતિ નિર્મૂલન સમિતિ, માસ મુવમેન્ટ સહિતના સંગઠનોના નામ પણ પત્રીકામાં લખેલા. (જુઓ પત્રીકાની તસવીર)

અત્યારે ફેસબુક પર લાઇવ થાવ, સો-બસો ગ્રુપ્સમાં મેસેજ ફેંકો, કાર્યક્રમમાં જોડાવા માટે લોકોના મોબાઇલ નંબરો પર ઓડિયો મેસેજ મોકલો, તો પણ પાંચસો માણસો ભેગા થતા ફાંફા પડી જાય છે. એ વખતે એક પત્રીકા અને ભીંત લખાણથી બહુ જ અસરકારક રીતે સંદેશો જતો હતો.

મૂળે 1981-85ના અનામતવિરોધી આંદોલનો વખતે મેં ભીંત લખાણોની શરૂઆત કરી હતી. એની વાત પછી ક્યારેક કરીશ.

- રાજુ સોલંકી (29 ઓગસ્ટ, 2019)

April 20, 2019

સૌથી કપરું કામ : સામાજિક ન્યાયની સ્થાપનાનું લક્ષ્ય પૂરુ કરવું

By Vijay Makwana  || 10 April 2019



સામાજિક ન્યાયની સ્થાપનાનું લક્ષ્ય પૂરુ કરવું એ સૌથી કપરું કામ છે. તેની સ્થાપના કરવા માટે સતત સંઘર્ષ કરતાં રહેવું પડે છે. તમે જરા પણ ગાફેલ રહો તો સામ્રાજ્યવાદી, મુડીવાદી, જાતિવાદી, રંગભેદી, સાંપ્રદાયિક કુત્સિત વિચારધારાઓ ફરી નવા ચહેરાઓ ધારણ કરી બેઠી થઇ જશે. તમે એમ સમજો કે સુસવાટા મારતી તેજ હવાઓ, અને સતત વરસતાં રહેતાં વાદળો વચ્ચે હલકીફુલકી આડશો ઉભી કરી તમે રેતીનો મહેલ ચણી રહ્યાં છો. એકાદ આડશ ખસી ગઇ તો તમારી સદીઓની મહેનત પર પાણી ફરી વળે. અને એટલે સામાજિક ન્યાય માટે લડતાં લોકોએ એક ક્ષણ પણ અટક્યાં વિના જાગૃત રહી સતત લડતું રહેવાનું છે. અહીં ઘણાં લોકોના મનમાં એવી ગ્રંથિ ઘર કરી ગઇ છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તા પરથી નિચે ઉતરી જાય એટલે સોનાનો સૂરજ ઉગી નિકળશે. પણ ખરેખર એવું નથી. સાંપ્રદાયિકતા, જાતિવાદ અને મુડીવાદ એ બલા છે કે જે તમારી સાથે જ તમારી ભિતર સફર કરી રહી હોય છે. મોકો મળતાં જ એ બહાર આવી જશે. આજે તમારી સાથે જે લોકો લડી રહ્યાં છે તે બેશક ખૂબ મહાન લોકો છે પણ ભવિષ્યમાં તેમનામાંથી અથવા તમારામાંથી જ કેટલાંક લોકો અથવા તેમના સંતાનો અથવા તમારા સંતાનો તમારી પર કુઠરાઘાત કરશે, દગો કરશે, માનવતા નેવે મુકશે... કારણ કો, મનુષ્ય સ્વભાવે અહંકારી,લોભી, લાલચુ, સ્વાર્થી પહેલાં છે ..

અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ વિગેરે મહાન લોકો જ્યારે કાળા લોકો માટે સામાજિક ન્યાયની આદર્શ લડાઈ લડી રહેલાં ત્યારે કેટલાંક સારા અને સજ્જન ગોરા લોકો તેમની સાથે ખભે ખભો મિલાવી લડી રહ્યાં હતાં..આજે પરિસ્થિતિ જુદી છે. આજે એજ ગોરાઓના સંતાનો જુદી જુદી રીતે કાળાઓનું શોષણ કરી રહ્યાં છે. રંગભેદ કે જાતિવાદ દૂર કરવા માટે એફર્મેટીવ એક્શન લાગુ કરવાથી કે યોગ્ય પ્રતિનિધિત્વ આપી દેવાથી કે ગુલામો ખરીદવા વેચવા પર પ્રતિબંધ મુકી દેવાથી કે એટ્રોસીટી એક્ટ બનાવી દેવાથી શોષણની વ્યવસ્થા ખતમ નથી થતી. ગુલામીનો અધ્યાય કોઇ કાયદા, કાનુન, ઓર્ડીનન્સથી ખતમ નથી થતો.. માત્ર તમારી જાગરુકતા અને સતત પ્રતિકાર કરવાની ક્ષમતા જ તમને ગુલામ બનતા અટકાવી શકે આ નિર્વિવાદ સત્ય છે.


હમણાં જ આફ્રિકાથી ખૂબ ખરાબ સમાચાર આવ્યાં છે..CNN જેવી ન્યુઝ સંસ્થાએ તે માટે અમેરિકા અને યુરોપની મુડીવાદી વ્યવસ્થાને જવાબદાર ગણાવી છે. લિબિયાના કાળા નાગરિકો માત્ર 400$ જેવી નજીવી રકમમાં અમેરિકા સહિતના યુરોપિય દેશોના ગોરા લોકો ખરીદી રહ્યાં છે. તમને આ સમસ્યા તમારી પોતાની નથી લાગતીને? તો બીજા ખરાબ સમાચાર એ છે કે, અરુણાચલ પ્રદેશ થી ઓરીસ્સા સુધીની પટ્ટીના આદિવાસી વિસ્તારની મહિલાઓ આરબ કન્ટ્રિઝમાં 250$ જેવી મામુલી રકમમાં વેચાઇ રહી છે. જ્યારે નરેન્દ્ર મોદી વાલ્મિકીઓના ચરણ ધોઈ ચરણામૃત પી રહ્યાં હતાં તે જ દિવસે આસામના ચાર જિલ્લા ઓમાંથી 125 જેટલાં વેઠીયા મજુરોને સરકારી પ્રશાસને મહામહેનતે છોડાવેલાં..તમામ ઘટનાઓ રાષ્ટ્રવાદના શંખનાદ અને વિકાસના ઢોલનગારાંના શોરબકોરમાં ગુમ થઇ જાય છે. તમારા સુધી શોષિતો પિડીતોનો અવાજ ન પહોંચે તે માટે જાતિવાદ અને મુડીવાદ લાગણીભીના દેશભક્તિથી તરબોળ રાષ્ટ્રવાદના દોરડે છદ્મવેશે લટકી ગયાં છે. માત્ર સરકારો બદલવાથી, કાયદાઓ સુદ્રઢ કરવાથી આ સમસ્યા હલ નહી થાય. આ સમસ્યાનો એકજ ઇલાજ છે લોકોના દિમાગને જડ થતાં અટકાવો..સતત જાગૃત કરતાં રહો.. માનવીય સંવેદના બધિર સમાજ કે સમુદાય જલ્દી ગુલામ થઇ જાય છે. તમારે નરેન્દ્ર મોદી કે ભાજપ, કોંગ્રેસ કે રાહુલ ગાંધીઓને હરાવવા કે જીતાડવાનું આંદોલન હરગીજ નથી કરવાનું...વ્યવસ્થા પરિવર્તનનું આંદોલન કરતાં રહેવાનું છે. આંદોલન એ સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે..કેમ કે, માણસ એકમાત્ર પ્રાણી એવું છે જે સ્વાર્થી છે.

July 22, 2018

વર્ણવ્યવસ્થા અને કેટલીક ભ્રાંતિઓ....

By Jigar Shyamlan ||  Written on 9 April 2018


जन्मना जायते शुद्र: संस्काराद् द्विज उच्यतो
वेदाध्ययनाद् विप्रस्तु ब्रह्मज्ञानाद् ब्राह्मण: ||
(અર્થાત- જન્મથી બધા શુદ્ર જન્મે છે, સંસ્કારથી જ દ્વિજ કહેવાય છે, વેદાધ્યન કરવાથી વિપ્ર અને બ્રહ્મજ્ઞાન થાય તેને બ્રાહ્મણ કહેવાય છે.)

વર્ણવ્યવસ્થાના બચાવમાં કેટલાય વિધ્વાનો એવી દલિલ અને વકીલાત કરે છે કે એ જન્મ આધારિત નહી પણ ગુણ અને કર્મ આધારિત હતી. આ દલિલ પર મને હંમેશા હસવુ આવ્યુ છે, અને આ દલિલને હુ એક જોકથી વિશેષ નથી ગણતો.

વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નહી પણ કર્મ આધારિત હતી એવો સાવ લૂલો બચાવ કરનારા અને આવી દલિલો કરનાર પોતાના બચાવને ઝાઝો ટકાવી રાખવામાં સફળ નિવડતા નથી.

પોતાને હિન્દુ અને સનાતન ધર્મી તરીકે ઓળખાવતા મિત્રો હિન્દુ ધર્મ બાબતે બહુ બે-જવાબદારીપૂર્ણ અને પ્રતિદલીલમાં એક મિનીટ પણ ટકી ન શકે તેવી રજુઆત કરે છે કે હિન્દુ ધર્મમાં જાતિ વિભાજન જન્મને આધારે નહી પણ કર્મને આધારે હતું. ટુંકમાં વર્ણ વ્યવસ્થા કર્મ આધારીત હતી, જન્મ આધારીત નહી.

કારણ જો ખરેખર તેમની વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત હતી જન્મ આધારિત નહી વાળી વાત સાચી હોય તો એમની આવી ખોટી અને સત્યથી વિપરીત રજૂઆત સાંભળ્યા પછી શંબૂક, એકલવ્ય કર્ણ અને વિદૂર મારી નજર સામે આવી જાય છે.

શંબૂક, એકલવ્ય, કર્ણ અને વિદુરને શા માટે અપમાન સહન કરવાનો વારો આવેલો...???

  • શંબૂક શુદ્ર હતો, વેદાભ્યાસ કરી રહ્યો હતો. મતલબ બ્રાહ્મણનુ કર્મ કરી રહ્યો હતો. પણ હું પુછવા માંગીશ કે શુદ્ર શંબૂકને બ્રાહ્મણ તરીકે માન્યતા મળી...??? શંબૂક વિધ્યા અભ્યાસ કરી રહ્યો હતો... તો તેને પોતે કરી રહેલ કર્મ મુજબ બ્રાહ્મણ ઘોષિત શા માટે ન કરવામાં આવ્યો..????
    ઉલટાનું શંબૂકને બ્રાહ્મણનુ કર્મ કરવા બદલ રામ દ્વારા હત્યા કરવામાં આવેલી.
  • એકલવ્ય પણ શુદ્ર હતો, ધર્નુવિધ્યા શીખી રહ્યો હતો. મતલબ ક્ષત્રિયનુ કર્મ કરી રહ્યો હતો. શું તેને કદીય ક્ષત્રિય તરીકે માન્યતા મળી..??
    ના.. એકલવ્યને પણ સજાના રૂપે પ્રત્યક્ષ દ્રોણ પાસે ભણ્યો ન હોવા છતાં અંગુઠાની ગુરૂદક્ષિણા આપવી પડી.
    આવો જ અનુભવ વિદ્વાન ધર્નુધારી કર્ણને પણ દ્રોપદીના સ્વયંવર વખતે થયો હતો, સૂતપુત્ર કહીને તેને સ્વયંવરમાં ભાગ લેવાની મનાઈ કરવામાં આવી હતી.
    એકલવ્ય અને કર્ણ બન્ને શસ્ત્રવિધ્યામાં નિપૂર્ણ હતા તો પણ તેમને કદી ક્ષત્રિય બનવા દેવાયા ન હતા.
  • વિદુર પોતે દાસીપુત્ર હોવાના કારણે રાજનિતીનાં એકદમ નિપૂર્ણ હોવા છતાં હસ્તિનાપુરના સિંહાસન પર કદી આરૂઢ ન થઈ શક્યા.


મતલબ હિન્દુ ધર્મમાં જાતિ જન્મ આધારીત નહી પરંતુ કર્મ આધારીત હતી.. એ દલીલોની તો રેવડી દાણ દાણ જ થઈ ગઈ ને.

હા.. એક વસ્તુ ખાતરી આપી કહી શકુ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ગમે તેટલા કર્મ કરે પણ તેમનો વર્ણ શુદ્ર અને ગણ રાક્ષસ જ રહેવાનો.

એવા કેટલાય દુરાચારી, બળાત્કારી, પાપાચારી બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો હતા પણ તેમને નીચલા વર્ણમાં ધકેલી શુદ્ર બનાવી દીધાનો દાખલો કેમ શોધ્યોય જડતો નથી.??

આવી બધી દલિલોના જવાબ આપી નથી શકતા એટલે પછી એમની પેલી 
"અમે તો જાતિમાં માનતા નથી. મારા કેટલાય મિત્રો પછાત સમાજમાંથી છે. અમે સાથે જમીએ છીએ" જેવી વાતો કરવા માંડે.

જો કે આ બધી વાતો કહેવા પાછળ એ એ લોકોનો આડકતરો અર્થ એવો હોય છે કે હવે એવા ઉચ્ચનીચના ભેદભાવ નથી. જો કે હવે જાતિવાદ નથી એવી સુફીયાણી વાતો કરવાવાળાઓનો ગોળ ગોળ પણ સીધો હુમલો સંવિધાનની પ્રતિનિધીત્વની જોગવાઈઓ પર હોય છે. આવા લોકો મને હંમેશા સ્યૂડો હ્યુમિનીસ્ટ જ લાગ્યા છે.

વૈદિક સંસ્કૃતિમાં કે વેદ, પુરાણ, સ્મૃતિ, શ્રુતિ જે પણ સાહિત્ય પોતે શાસ્ત્ર છે કે એવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં કોઈ જગ્યાએ વર્ણ પરિવર્તન કે નીચલા વર્ણમાંથી ઉપરના વર્ણમાં જવાની કોઈ વિધી વિધાન શા માટે નથી..??

જન્મથી તો સૌ શુદ્ર છે એવી વાત માત્ર શુદ્રોને નિમ્ન બતાવવા માટે જ ઉલ્લેખ કરાઈ છે. વળી તેમાં બ્રાહ્મણ થવા સંસ્કાર, વેદ અભ્યાસ, બ્રહ્મજ્ઞાન વગેરે જેવી વાતો કહેવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ હતી કે શુદ્રોની સંસ્કારવિધી, વેદા અભ્યાસ પર પાબંધી હતી. આ સદંતર બેવડા ધોરણો હતા.

જો જન્મથી જ શુદ્રોને ઉપનયન અને વેદા અભ્યાસનો અધિકાર આપવામાં આવ્યો હોત તો એ પણ યોગ્યતા મુજબ આગળ વધી શક્યા હોત..પણ એવુ નથી થયું
શુદ્રને ઉપનયન સંસ્કાર નહી, ઉપનયન સંસ્કાર વિના વિધ્યા નહી, વિધ્યા વિના વેદાધ્યન નહી, અને વેદાધ્યાન નહી મતલબ બ્રહ્મજ્ઞાન નહી. સીધો જ સાર મતલબ બ્રાહ્મણ નહી.

વર્ણવ્યવસ્થા જન્મ આધારિત જ હતી, કર્મઆધારિત તો કદીય નહી. તેમ છતાં તેવી દલિલો, અને તેને અનુમોદન આપતા સાહિત્યો માત્ર અને માત્ર ભ્રમ ફેલાવે છે બીજુ કંઈ નહી..
- જિગર શ્યામલન



Facebook Post :

July 07, 2018

Who is backward?

By Raju Solanki  || Written on 26 May 2018


He who believes in caste-system is backward.
He who is proud of his caste is backward.
He who considers his caste higher than other caste is backward.
A Brahmin who considers his Janeu as a symbol of the superiority of his caste is backward.
Similarly, he who believes his caste lower than other caste is backward.
He who imitates so-called higher castes is backward.
I reject the theory of ‘sanskirtization’ mooted by M. N. Srinivas.
The process of emulating rituals and practices of upper caste is actually ‘backwardisation.’

April 29, 2018

21st Century India and Police Protection to Marriages...!!!

By Jatin Baudh || 29 April 2018




Attended a lot of marriages.
But this one is the special one...

A few days back at a village called Padamala, 15 km distance from Vadodara city during a marriage procession of groom belonged to schedule caste was attacked for playing DJ during the marriage...
Attackers pelted stones at guests who were there to attend marriage...
Goons with hypocrite Orthodox mentality couldn't digest that somebody from lower background had the Audacity to enjoy freedom equal to them.
And then the whole chaos created by goons took village under disturbance and stress...

Today there was another marriage from the same community, and there was a chance of a repetition of the same incident.

Whole marriage proceeding of the groom was handled under police protection...I also attended a marriage with my friends as to extend our moral support to them.

It is so unfortunate that after 70 years of independence still there are parts of India we have to provide police protection to someone just merely because one has fear of getting attacked during the marriage...Can a groom or bride enjoy their marriage with happiness in such situation?

Thank you police department for putting their efforts and allowing marriage procession to compete without any disruption. Also, thank you those progressive and intellectual people who despite belonging to opposite community supported the function

I will be happy when a day will come where no community would have hatred for other and equality will be established.

More Photos :-






March 03, 2018

छी छी रविशंकर को शर्म क्युं नहीं आती?

By Raju Solanki  || 2 March 2018



Caste based discrimination in Shree Shree Ravishankar's school. 
छी छी रविशंकर को शर्म क्युं नहीं आती?
अहमदाबाद के श्री श्री रविशंकर विद्यामंदिर ने गरीब बच्चों के लिए अलग क्लास बनाया और उसको नाम दिया वाल्मीकि. मैंने अहमदाबाद के district primary education officer को लेटर लिख कर कहा है, स्कुल के खिलाफ कारवाई की जाय.


In casteist, fascist land of Gujarat Shree Shree Ravishankar segregates poor student under the tag of ' valmiki' Congratulations Chhi chhi!
Shree Shree Ravishankar Vidhya mandir has compelled poor students admitted under RTE Act to sit in a separate class and named it 'Valmiki'. Dalit Hakk Rakshak Manch has written a letter to district primary education officer to immediately stop this caste-based discrimination and initiate penal proceedings against the school.

आप किसके साथ है???

By Raju Solanki  || 2 March 2018


તમે કોની સાથે છો?

આ દેશમાં માયાવતી કરતા રાહુલ ગાંધીના વડાપ્રધાન થવાના ‘ચાન્સીસ’ વધારે છે. કેમ? 


ચહેરાથી શરૂઆત કરો.

માયાવતી શ્યામ રંગના. નાક ચીબુ. હોઠ જાડા. ચહેરો સહેજેય ફોટોજેનિક નહીં. ચહેરા પર કશીજ નમણાશ કે કોમળતા નહીં.

રાહુલ શ્વેત રંગના. નાક અણીદાર. ચહેરો ક્યૂટ. આકર્ષક. હસમુખો એવો કે ના હસે તો પણ ગાલે ખંજન પડે.

ઋગ્વેદમાં કાળા રંગના, નીગર દાસ, અનાર્ય, દશ્યુઓનું વર્ણન કરેલું છે.
ય: કૃષ્ણગર્ભા નિરહન્નૃઋજિશ્વના
એટલે કે (આર્યોના) દેવે ઋજિસ્વનની સાથે રહીને કૃષ્ણગર્ભો (કાળીયાઓ)ને હાંકી કાઢ્યા.
આર્યો શ્વેત હતા. 
આર્યો જીત્યા, અનાર્યો હાર્યા.

રાહુલ આર્ય પુરુષ છે. માયાવતી અનાર્ય સ્ત્રી છે.
ફુલનદેવી માટે મીડીયા ‘દશ્યુસુંદરી’ શબ્દ વાપરતું હતું. માયાવતી માટે ‘દલિત ઝરીના’ શબ્દ પ્રયોગ થાય છે. 
શ્રી દેવીથી માંડીને સની લીયોની જેવી આર્ય કન્યાઓ પાછળ પાગલ સવા અબજનો દેશ ગોરી ચામડીને પૂજે છે, કાળી ચામડી ધરાવતી સુપર્ણખા કાન કાપવાને લાયક છે, હોલિકા બાળવાને પાત્ર છે.

હવે વિચારધારા જુઓ.
માયાવતીએ બદનામી વહોરીને પણ તથાગત બૌદ્ધ, પેરીયાર, જોતીબા ફૂલે, બાબાસાહેબ આંબેડકર, કાંસીરામ, શાહુ મહારાજની પ્રતિમાઓ સ્થાપી. એ એમની વિચારધારા છે. રાહુલ ગાંધી નેહરુ, ગાંધી, ઇન્દિરા, રાજીવની પ્રતિમા સ્થાપશે. એ એમની વિચારધારા છે. 
માયાવતી ચૂંટણી વખતે મંદિરોમાં જઇને ઘંટડી વગાડતા નથી. રાહુલ જનોઈ બતાવીને વોટ માંગે છે.

કોંગ્રેસ અને ભાજપ બંને વૈદિક આર્યોના પક્ષો છે. મીડીયા વૈદિક આર્યોના પક્ષે છે. ગાય, ગોબર, ગંગા વૈદિક આર્યોના પ્રતીકો છે. 
અનાર્યો, બહુજનોના પરાજય માટે બંનેની એકમતિ છે. 
તમે નક્કી કરજો. તમે કોની સાથે રહેશો?

- Raju Solanki



In Hindi :-

आप किसके साथ है???

इस देश मे मायावती से ज्यादा प्रधानमंत्री बनने के चांसीस राहुल गांधी के है. 
क्यो??

चेहरे से ही शुरुआत करते है...

मायावती जी श्याम रंग की है, नाक अणीदार नही है, होंठ मोटे, चेहरा जरा भी फोटोनजेनिक नही. चहरे पर कोमलता भी नही है.

वंही राहुल गांधी गोरे रंग के, अणीदार नाक, चेहरा क्युट, मनमोहक और हसमुख तो ऐसा की अगर ना भी हसे तो गालो पर डिंपल पडते है.

रुग्वेद मे काले रंग के, दास , अनार्य , दश्युओ का वर्णन है.

"यःकृष्णगर्भा निरहन्नुरुजिश्वना"

मतलब की (आर्य) देव ने सुजिस्वन के साथ रह कर कृष्णगर्भो (काले लोगो को) हराया था.

आर्य गोरे लोग थे,
आर्य जीत गए.
अनार्य हार गए...

राहुल गांधी आर्य पुरुष है, मायावती अनार्य है और उस मे भी स्त्री है.
फुलनदेवी के लिए मीडिया "दश्युसुंदरी" शब्द इस्तेमाल करता था. मायावती के लिए "दलित जरीना" शब्द प्रयोग हो रहा है.

श्री देवी से लेकर सनी लीयोनी जैसी आर्य कन्याओ के पीछे पागल ये देश गोरी चमडी को पुजता है, काली चमडी वाली सुपर्णखा नाक काटने के लायक है. होलिका जला देने के लायक है.



अब विचारधारा देखते है.

मायावती ने काफी बदनामी के बावजुद तथागत बुद्ध, पेरीयार, ज्योतीबा फुले , बाबा साहब आंबेडकर, कांशीराम , शाहुमहाराज की प्रतीमाएं स्थापीत की. वो उनकी विचारधारा है.

राहुल गांधी नेहरु, गांधी, इंदीरा, राजीव की प्रतीमा स्थापीत करेगे. वो उनकी विचारधारा है.

मायावती ईलेकशन के समय मंदीरो मे जाकर घंटीया नही बजाती. राहुल अपनी जनेउ लहराता हुआ वोट मांग रहा होता है.

कोंग्रेस और भाजपा दोनो वैदीक आर्यो की राजकीय पार्टीया है. मीडिया वैदीक आर्यो के पक्ष मे है. गाय,गोबर , गंगा , वैदिक आर्यो के प्रतीक है.

अनार्यो, बहुजनो (SC ST OBC) की हार के लिए दोनो एक संमत है. 
अब आप को फैसला करना है की , आप किसके साथ है...????

- Raju Solanki
(Originaly written in Gujarati , Translated By विशाल सोनारा )

March 01, 2018

હવે લીપાપોતી નહીં ચાલે

By Raju Solanki  || 22 February 2018 at 8:49pm  



અત્યાચારો કોંગ્રેસના રાજમાં પણ થતા હતા અને ભાજપના શાસનમાં પણ થાય છે. પરંતુ બંને વચ્ચે એક મહત્વનો તફાવત છે. કોંગ્રેસના રાજમાં અત્યાચારો થતા ત્યારે “આ વખતે તો કોંગ્રેસને પાડી જ દો” એવું કોઈ બોલતું નહોતું. લોકો અત્યાચારોને કોંગ્રેસ સાથે identify કરતા નહોતા. કોંગ્રેસ દલિતોની માબાપ છે, દલિતો કોંગ્રેસના ઓશિંગણ છે, એવી છાપ એકંદરે જળવાઈ રહેલી. કોંગ્રેસ પર જીવતી એનજીઓ અને કોંગ્રેસની સમાજવાદી છબી ઘસી ઘસીને ઉજળી રાખતા સમાજશાસ્ત્રીઓ, બૌદ્ધિકોએ સમય સાથે અંદરથી સડતી જતી કોંગ્રેસને બહારથી લીલીછમ્મ રાખી હતી.

જેતલપુરમાં શકરાને જીવતો સળગાવી દેવાયેલો. હજારો દલિતો જેતલપુર ઉમટી પડેલા અને ગામને રીતસરનો ઘેરો ઘાલેલો. ઉનાકાંડ કરતા પણ ભયાનક હતો જેતલપુરકાંડ. ઉનાકાંડનો વીડીયો વાયરલ થયો એટલે એની ભયાનકતાનો તમને અંદાજ આવ્યો. જેતલપુરના હત્યાકાંડની કોઈને ગંધ સુદ્ધાં આવેલી નહીં. ત્યારે દલિત અત્યાચારની શોકસભાઓમાં કોંગ્રેસના દલિત આગેવાનોની હાજરી એકદમ સ્વભાવિક ગણાતી. દલિત કવિ નીરવ પટેલની અત્યંત જાણીતી કવિતા ‘જેતલપુર’માં કવિ તત્કાલીન કોંગ્રેસી દલિત અગ્રણીઓને ઉદ્દેશીને કહે છે,

“મનુભાઈ, શાંતાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

આજે અત્યાચાર થાય તો આ જ પંક્તિમાં થોડો ફેરફાર કરીને આપણે કહીએ છીએ, 
“રાહુલભાઈ, સોનીયાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

દલિતોની રેકર્ડ અટકી ગઈ છે.
દલિતોની રેકર્ડ ઘસાઈ ગઈ છે. 
હવે તો પિન પણ ઘસાઈ ગઈ છે, 
તોય કેટલાક લોકો નવી રેકર્ડ, નવી પિન લાવવા માંગતા નથી, નવું ગીત ગાવા માંગતા નથી. 

જેતલપુરમાં અત્યાચારો પટેલો કરતા હતા, કોંગ્રેસ કરતી નહોતી એવી સમજ (કે ગેરસમજ?) હતી. ગોલાણામાં અત્યાચારો દરબારોએ કર્યા, કોંગ્રેસે કર્યા એવું કોઈ કહેતું નહોતું. કોઈએ એવું પણ ના કહ્યું કે, કોંગ્રેસના રાજમાં દરબારોને બહુ ચરબી ચડી ગઈ છે. કોંગ્રેસ તો સારી છે, આ દરબારો અને પટેલો ખરાબ છે એવું કહેનારો વર્ગ મોટો હતો. અત્યાચારો થાય છે, પરંતુ કોંગ્રેસમાં આપણો અવાજ તો છે ને આવું માનનારા લોકોની સંખ્યા મોટી હતી.

કોંગ્રેસના રાજમાં લોકશાહીની ભ્રામકતા જળવાઈ રહેલી. કેમ કે, કોંગ્રેસ પાસે ગાંધીવાદ નામનો જોરદાર મલમ હતો. માર ખાનારના બરડે જઇને હાથ ફેરવતા, એમને સાંત્વન આપતા, હૈયાધારણ આપતા ઇન્દુચાચા, અનસુયાબેન, રવિશંકર મહારાજ, બબલદાસ મહેતા, ભાનુ અધ્વર્યુ, ઠક્કરબાપા, પરીક્ષિત મજમુદાર જેવા અસંખ્ય ગાંધીવાદીઓએ અસમાનતામૂલક સમાજવ્યવસ્થાને ટકાવી રાખતી કોંગ્રેસ સરકારોને સતત પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. આજે ભાજપ પાસે છી છી રવિશંકર, રામદેવ, આશારામ, રામરહીમ જેવા કહેવાતા સંતોની ફોજ છે, પરંતુ તેઓ દલિતોને આત્મીય કે પોતીકા લાગતા નથી.

કોંગ્રેસ પાસે ગાંધીવાદનો મલમ હતો. ભાજપ પાસે હિન્દુત્વનો કેફ છે. હવે મલમથી દુખાવો મટતો નથી. કેફ ઉતરી ગયો છે. દલિતો બાબાસાહેબ આંબેડકરે આપેલો ભીમબાણ ઇલાજ માંગે છે. સત્તામાં જ નહીં, તમામ ક્ષેત્રોમાં ભાગીદારી ઇચ્છે છે. હવે લીપાપોતી નહીં ચાલે.

- Raju Solanki
(Writer is freethinker and social activist based in Ahmedabad, Gujarat)

January 09, 2018

રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....

By Dr Yashpal Divyaben Kanjibhai || 6 January 2018 at 09:58



Think About change let's make New India.

લધુ ધટનાઓ:
૧.
એક વિકસીત શહેર ની નજીક નુ ગામ,ગામ ના સંરપંચ દલિત સમાજ ના એક દિવસ ત્યા મેડિકલ કેમ્પ કેમ્પ ના અંતે ચા માટે અતિઆગહ પણ ચા આવતા અંદાજીત અડધા કલાક પછી ડૉકટરે પુછયુ કેમ વાર લાગી તો જવાબ હતો
"સાહેબ ગામ ના સંરપંચ હરિજન છે તો તેમના ધરે થી ચા ના લાવી શકાય"

૨.
બે ભણેલી નોકરિયાત સહેલીએ જમણવાર ગોઠવવાનૂ વિચાયુૅ પણ એક સહેલી સાંજે સાહજીક ના પાડી દીધી
કારણ??
સવણૅ મકાન માલિક ને નાપસંદ વાત હતી કે એના ભાડુઆત કોઈ પછાત ના ધરે જમવા જાય.



મીડીયા નુ ભીમાકોરેગાંવ નુ સત્ય છુપાવી અસત્ય બતાવી વિકૃતિકરણ નો ખેલ.


૪.
એક મહાનગર મિક્સ એરિયા મા ફલેટ ની છાપા મા જાહેરાત જોઈ કોલ લગાવ્યો પછાત પણ સધર ભાવતાલ પુછયા હા પણ પાડી પણ......તમારી જાતિ
સાહેબ!મને તો વાંધો નથી પણ બીજા લોકો વાંધો ઉઠાવે
સારુ...
સોરી...
અને પેલા સજ્જન નુ મુખ્યધારા સાથે રહેવાનુ સપનુ પણ....થી અટકી ગયુ.


૫.
જાણીતુ શહેર મુખ્યમાગૅ પર મંદિર "સ્ત્રીઓ એ મંદિર મા પવેશ ના કરવો"


૬.
-"પપ્પા મને એક છોકરી ગમે છે સાથે જ ભણતા"
-"કંઈ જ્ઞાતી ના?"
-"હરીજન"
-ચહેરા ની ખેંચાયેલ રેખા સાથે
"તને મળી મળીને એમાથી જ મળી સમાજ શુ વાતો કરશે બીજુ કોઈ હોત તો હજુ પણ સમજત"
(આ કિસ્સા ખુબ સામાન્ય છે)
રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....


ધટનાઓ વિતેલા વષૅ ની આસપાસ ની 21 મી સદી ની કહેવાતા મહાનગરો અમને સમાનતા મા માનીએ એવા ઢોંગીઓ ની
પછાત જ જાતિવાદી માનસીકતા ધરાવે છે એવા સ્વદેહિ ની
અને હવે એવુ કંઈ નથી ની....?
તમે એટોસીટી ના કડક કાયદા થી કદાચ શારિરીક અશ્પૂયતા તો દુર કરી બેઠા પણ હજુ અંતરિયાળ ગામો મા ચિત્ર નથી બદલાયુ
તમે તમારા મન મા ઘુસેલી માનશીક અશ્પૂસતા નુ શુ કરશો....!
રોજ દેશ ના કોઈક ને કોઈક ખૂણે માનશીકતા છતી થાય છે
ધમૅ ના ઠેકેદારો ઝેર ઓકતા જ રહે છે વિચારો........તમારી ઝડતા તમને જ ના ખાઈ જાય
યશપાલ ની કલમે..!
Sixer-For Friendship and Professional Relation CAST doesn't Matter But out of It Cast everywhere matter....

October 07, 2017

अगर मै गलत हूं... तो फिर कौन सही..????

By Vishal Sonara || 07 Oct 2017 09:34 PM


गुजरात की बाहोश पुलिस ने मूंछ कांड की एक घटना को गलत साबित कर दिया है. और उस मे फरियाद  करने वाले 17 साल के लडके ने पुलिस के सामने कबुल कर लिया है कि ये सब उसने पब्लिसिटी के लिये किया है. पुलिस के काम की हम सराहना करते है. और इसी प्रकार की बाहोशी पिछले साल की  घटना उनाकांड , थानगढ (2012 मे) मे तीन बच्चो को पुलिस ने ही मार दिया था उस प्रकार के केसीस मे दिखायें ऐसी अरज है. 
वो तो छोड़िए पिछले हप्ते की हि घटना मे आणंद ज़िले के भादरणीया गांव मे गरबा देखने गये दलित लडके को पीट पीट कर मार देने वाली घटना मे भी उसने खुद अपने को पीटवाया था ऐसी बात तो नही है ना वह तो जरुर चेक करीयेगा. 

अब बात करते है उस घटना की जो मीडिया मे उछाला जा रहा है की मूंछ कांड पुरा गलत है. 

पुरी घटना इस प्रकार है जीसे गुजरात के जातिवादीयो का मूंछ कांड कहा गया है. 

25 सितंबर को गुजरात की राजघानी गांधीनगर के लिंबोदरा गांव में मूंछ रखने के मामले में एक दलित युवक की पिटाई कर दी गई.  उस दिन राजपूत समुदाय के कुछ सदस्यों ने पीयूष परमार (24) की कथित तौर पर पिटाई का आरोप लगाया था. 
इस के बाद मे पुरे देश मे से दलित समाज के युवाओ को इस व्यवस्था पर गुस्सा दिख रहा था.  इस घटना के बाद एक और घटना को मीडिया ने आश्चर्यजनक महत्व दिया और पहले वाली घटना को थोडा डीम कर के इस दुसरी घटना जो की पहली घटना के ठीक चार दिन बाद 29 तारिख को घटी थी. 
मीडिया मे आने लगा दलित को ब्लेड से मारा, चाकु मार दिया , बेरहमी से ये किया वो किया न जाने क्या क्या प्लोट लोगो के सामने रखे गये. 

दलितो को ये सब सुन सुन कर ज्यादा तकलिफ हो रही थी. 
इसी बिच दशहरा (30 अक्टुबर) पर रात मे गरबा देखने गये एक युवक कि पीट पीट कर हत्या कर दि गई ऐसी खबरे आने लगी. 

ये तीनों घटना ने मीडिया और अलग अलग माध्यमो के जरिये पुरे देश के दलित समाज के दिमाग मे एक तुफान खड़ा कर दिया था.  गुजरात का दलित समाज अपने आप को असुरक्षीत महसुस करने लगा. इसी असुरक्षा की भावना मे सारे देश के दलित गुजरात के दलितो के साथ आकर खडे रहने लगे. सोशल मीडिया से एक दुसरे को जोडने लगे और एक बडा आंदोलन खडा हो गया जिसे तीन हैशटेग के जरिये ट्वीटर पर हम देख सकते है #RightToMoustache #MrDalit और #DalitWithMustache .

इस प्रकार दलितो के पास तीन रोशपुर्ण घटनाए थी जो उन के जहन मे कांटे की तरह चुभती थी. और कई घटनाए और भी है पर वो भुतकालीन है. 
- 25 सितंबर को मूंछो के लीए पियुश परमार को पीटने वाली घटना
- 29 सितंबर की ब्लेड / छुरी वाली घटना
- दशहरा (30 अक्टुबर) मे गरबा देखने गये युवक को मार डालने की घटना

पुरानी घटनाएं भी जब तक न्याय न मीले भुली तो नही ही जा सकती. और इस देश का भी अजीब रेकॉर्ड है दलितो की ज्यादातर घटनाओ मे न्याय मीलता ही नही है. चाहे हत्याकांड ही क्यों न हो. 

पर हाल मे इन तीन घटनाओ के कारण गुस्सा सोशल मीडिया पर केंपेईन के माध्यम से शांतीपुर्ण तरीके से हो रहा था. और ये विरोध मे देश विदेश मे से भी कई लोग जुडे थे. बहोत आंतर राष्ट्रीय न्युस चैनलो ने भी इन सभी घटनाओ की बहोत नींदा की. 

अब पुलिस का काम देखते है. 
तीन मे से एक उपर की और एक नीचे की इस प्रकार दो घटनाओ पर मौन रख कर काम कीया उन्होने, बाहोश है तो बाहोशी से ही काम किया होगा ये मान लेते है. पर बीच वाली घटना की जीस पर (पुलीस की ही तरह) बाहोश मीडिया ने भी बहोत डराया था दलितो को इस घटना का केस सोल्व कर दिया...!!!!

इस घटना का संज्ञान देश मे तो चलो ठीक है विदेशो मे भी लीया जाना चाहिये. इतने कम समय मे इतनी बडी कामीयाबी. 29 सितंबर की उस घटना को पुलीस ने गलस साबीत कर के कुछेक रेकोर्ड तो तोड ही दिये होगे. अब थानगढ, आणंद, उना और भी कई घटनाओ की बारी हो ऐसी हम सब की मांग है. 


पुलीस के इस काम को ट्रीब्युट देती हुई भारत देश की जातिवादि मीडिया ने शुरु कर दिया मूंछ कांड जुठ था, फरेब था,  सुर्खीओ मे आने के लिए किया गया था. पर मीडिया को इस घटना को छोड कर बाकी की दोनो घटना भी जुठी लगने लगी है क्या?? उस पर तो कवरेज मानो कही से ब्लोक ही कर दिया हो. सब जगह से जातिवादी सोच वाले लोगो को भी अब सवाल उठाने का मौका मील गया. उन के सवाल कुछ अंश तक वाजीब भी है ये हम मानते है. पर वो सीर्फ और सीर्फ दुसरी घटना तक ही सीमीत है.   25 सितंबर और दशहरा वाली घटना को भी मानो वह गलत ही मान रही है इस प्रकार की जातिवादी रीपोर्टींग कर रहे है कुछ लोग. 

मीडिया तो छोडो जातिवादी लोगों को मानो कुछ बडा खजाना हाथ आ गया हो इस प्रकार सोशल मीडिया पर लग गये है.  एक केस गलत साबीत हुआ तो सब गलत ये मान नेऔर मनवाने लगे, अरे वो गरबा देखने गए युवक का  खुन हो गया वो भी गलत कैसे साबीत करोगे मनोरोगीओ??? जातीवाद के चलते और दलितो के प्रती ध्रुणा मन मे होते हुए लोग इस प्रकार कि बाते कर रहे है. इस को भीमराव आंबेड्कर ने मनोरोग कहा है. और ये देश इस प्रकार के मनोरोगीओ से भरा पडा है. और ये इस प्रकार का रोग है की समजाने या हकिकत को सामने लाने से नही मीटेगा. इस के लीए भीमराव आंबेडकर जैसे मनोवैग्यानीक की जरुरत है इन लोगो को. 

दलित युवाओ ने इस मूंछ केंपेईन को चलाया और मे भी इस का हिस्सा रहा हु. तीन मे से एक घटना के चलते मे अपनी गलती ना होते हुए भी स्वीकार कर रहा हु की मै गलत हु. पर अब हमे ये भी जवाब चाहीये " तो फिर कौन सही है" ???? जातिवाद कर रहे हैं वो?  या मूंछ से विरोध कर रहे हैं वो?? 

जो लोग समजदार है उनके लिए ये बात है बाकी के लोगो को उनकी मानसीकता मुबारक हो. 

July 16, 2017

સમરસતા ઢોંગ છે, સમાનતા જ સચ્ચાઇ છે : વિજય જાદવ

By Vijay Jadav


જાતિવાદ એટલે શુ?
શુ એક જાતિ ના વ્યક્તિ બીજી જાતિ પ્રત્યે અસ્પ્રુશ્યતા અથવા આભડછેટ રાખે તે એક માત્ર કારણ ને જ જાતિવાદ કહેવાય?
જવાબ છે : ના.


  • જાતિ જોઇને મંદિરમાં પ્રવેશ આપવા દેવો,
  • કોઇના અડકવાથી અભડાઇ જવુ,
  • પોતાની જાતિ પ્રત્યે અહમ રાખવો,
  • પોતાની જાતિ ને ઉચ્ચ ગણાવી,
  • બીજી જાતિ ના વ્યક્તિ સાથે લગ્ન સબંધ ના બાંધવો
  • જાતિ જોઇને જ લગ્ન સબંધ બાંધવો,
  • જાતિ જોઇને મિત્રતા બાંધવી
  • બીજી જાતિ ના વ્યક્તિ જોડે ધંધાકીય ભાગીદારી ના કરવી,
  • બીજી જાતી ના વ્યક્તિને નોકરી એ ના રાખવો,
  • બીજી જાતિ ના વ્યક્તિને જાતિ જોઇને માર્ક્સ આપવા,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇને નોકરી માટે પસંદ કરવો,
  • બીજી જાતિના વ્યક્તિના જુથ જોડે કોઇ પણ પ્રકાર નો ભેદભાવ રાખવો,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇ મારઝૂડ કરવી,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇ સ્થાન આપવુ,
  • બીજી જાતિના વ્યક્તિને તમારા કરતા ઓછા ગુણ, હોવા છતા વધુ માન સન્માન, મોભો આપવો.
  • જાતિ જોઇને બીજી વ્યક્તિને ફેસીલીટી ઓછી વધ્તી આપવી,
  • જાતિ જોઇને ઝગડો કરવો,
  • જાતિ જોઇ મકાન વેચાણ કે ભાડે આપવુ,
  • જાતિ જોઇ રમત-ગમત માં મોકો આપવો,
  • જાતિ જોઇને પ્રમુખ બનાવવા,
  • જાતિ જોઇને પક્ષમાં ટીકીટ આપવી,
  • જાતિ જોઇ મંત્રી કે પ્રધાન બનાવવા,
  • જાતિ જોઇ જજની નીમણુંક કરવી,
  • જાતિ જોઇ બદલી કે બઢતી આપવી.......


આ તમામ માંથી કોઇ પણ તમારી સાથે જો બનતુ હોય તો એ જાતિવાજ જ ગણાય.

યાદ રાખજો સમરસતા ઢોંગ છે,  સમાનતા જ સચ્ચાઇ છે.

#જાતિવાદ_મુર્દાબાદ

#વિજય_જાદવ

Twitter Post:-

May 06, 2017

અરુણોદય થવાને ઘણીવાર છે : વિજય મકવાણા

સામાજીક ન્યાયના પાયા પર જ રાષ્ટ્રના વિકાસની ઇમારત ચણાય છે. વંચિતોને અવસરની સમાન તકો, સમાનતા, બંધુત્વ, સૌહાર્દની બંધારણીય સંકલ્પનાઓ જ બે વ્યક્તિઓ વચ્ચે આદર અને સ્નેહ પેદા કરે છે.
પશ્ચિમમાં એક સમય એવો હતો, બહું વર્ષો પહેલાં નહી બસ પચાસના દાયકાની જ વાત છે. ગોરા લોકો કાળા લોકોનો સ્પર્શ નહોતા કરતાં. આભડછેટ રાખતા. ગોરાઓએ નક્કી કર્યું કે હવે સુધરવું છે. વિકસીત રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો સુધરવું પડશે. અને સુધરી ગયાં..!
વિશ્વના સૌથી ખ્યાતનામ તેજ રફતારવાળા દોડવીર યુસેન બોલ્ટએ પોતાની ફેસબુકવોલ પર 24 ફેબ્રુઆરીના રોજ રંગભેદીઓ, જાતિવાદીઓના ગાલ પર આ રીતે તમાચો માર્યો! તસવીરમાંની રુપાળી ગોરી ગોરી હથેળીઓ જુઓ! ધોળીયાઓની આ ઉદારતાને કારણે તેમના રાષ્ટ્રો વિકસીત છે.
ભારતમાં અપરકાસ્ટના લોકો હજી ઉંઘમાં છે. ભારતમાં હજી મધ્યરાત્રી છે. અરુણોદય થવાને ઘણીવાર છે.
-વિજય મકવાણા


Facebook Post :-

જાતિવાદનો ઇતિહાસ : વિજય મકવાણા

જુઓ જાતિવાદનો ઇતિહાસ! કેટલાંક લોકો માની રહ્યાં છે કે, જાતિ મુગલો એ પેદા કરી! અંગ્રેજો વકરાવી! આંબેડકરે અનામત ઘુસાડી મજબૂત કરી! કાંશીરામે પોષણ આપ્યું! માર્ક ઝુકરબર્ગ ફેલાવી રહ્યો છે..હવે છેલ્લે હું એનું બળપુર્વક સમર્થન કરી રહ્યો છું!
માસુમ નિર્દોષ સવર્ણો ના આરાધ્ય મનુ પર જાતિનિર્માણના ખોટા આરોપ મુકી સદીઓથી સવર્ણો પર જુલમ ચાલી રહ્યો છે..આવા અત્યાચારો બંધ કરો મુર્ખાઓ!
-વિજય મકવાણા










Facebook Post :-

May 04, 2017

ભારત અને રેસીસ્મ રુશાંગ બોરીસા ની કલમે





એક સર્વે મુજબ ભારત એ દુનિયાનો સૌથી રેસિસ્ટ દેશો પૈકીનો એક છે. સર્વે ભેદભાવ ઉપર આધારિત હતો જેના ક્રાઈટેરિયા માં રંગભેદ,જ્ઞાતિવાદ અને પ્રાંતવાદ હતા.સર્વેમાં ભારત જે રીતે "વિવિધતામાં એકતા"નો પ્રચાર કરે છે તેની ટીકા કરવામાં આવી હતી.ભેદભાવને લીધે નાગરિકોના કેટલાક ચોક્કસ વર્ગો ભોગ બને છે, તેમનું જીવનધોરણ સુધરે તેની માટે પહેલ કરવામાં આવે છે.આપણા દેશમાં સમાનતાના હેતુસર અનામત આપવામાં આવે છે.

અનામત એટલે શું? સીધો અર્થ એવો થાય કે કુલ સ્ત્રોતની વહેચણીમાંથી કેટલોક ભાગ અમુક વર્ગ માટે સલામત રાખવો.બીજા શબ્દોમાં ફાળવણી-વહેંચણીના વ્યવસ્થાનું આયોજન.અહીં રેલવે રીસર્વેશન,મેનેજર-ડિરેક્ટર્સની અનામત કે VIP વર્ગની અનામતની વાત નથી,રાષ્ટ્રીય સ્તરે નાગરિકોના ચોક્કસ વર્ગને મળતી અનામતનો મુદ્દો છે.

સરેરાશ ભારતીયને પ્રવર્તમાન અનામતનો ખ્યાલ બોગસિયો લાગે છે અને અનામતપ્રથા અન્યાયી જણાય છે.આવી વ્યક્તિ સામાન્ય રીતે મત ધરાવે છે કે ફાળવણી મેરીટ આધારિત હોવી જોઈએ.પણ મેરીટવાદીઓ "વાય રીસર્વેશન"ના સવાલનો જવાબ જાણતા નથી કે જાણવાનો પ્રયત્ન કરતા નથી.

ભારત એક ભેળસેળિયો દેશ છે(દેખાવે રંગીન ભેળ બેસ્વાદ છે.)જેમાં અગત્યનો ભાગ જ્ઞાતિઓ ભજવે છે. જ્ઞાતિઓમાં સૌથી વધુ દયનિય હાલત એક્સ-અનટચેબલ રહી છે(રેસિયોવાઇઝ).તેવો દ્રષ્ટિકોણ મહિલાઓની સ્થિતિ વિષે પણ રાખી શકાય.

મહિલાઓ માટે અનામત કેમ હોવી જોઈએ? સરેરાશ સવર્ણોને અનામત ખૂંચતી હોવા છતાં આ બાબતે મૌન સેવે છે.સામાન્ય રીતે મહિલા અનામતને નારી શિક્ષણ-કેળવણી-સ્વનિર્ભરતા સાથે સાંકળી તેને સ્ત્રી-સશક્તિકરણ સાથે જોડે છે. જો કે મહિલા અનામત અને સ્ત્રી-સશક્તિકરણ વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. સ્ત્રી-સશક્તિકરણના નામે ઘણા કર્યો થઇ રહ્યા છે પણ તેમાં અનામતનું સ્થાન ના હોય શકે. શા માટે? ઉપર જણાવ્યું તે મુજબ અનામત એ વહેંચણીનું આયોજન છે.

મહિલાઓ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો શિકાર છે,જેથી અવાર-નવાર તેઓ ભેદભાવ-અત્યાચાર-શોષણનો ભોગ બને છે.આ આખું ચિત્ર જોયી શકાય તેવું પણ નથી.સામાજિક તંત્રની અનેક આડઅસરો-ખામીઓને કારણે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું ૧૦૦% આપી શકતા નથી.આ અન્યાય દૂર કરવા માટે મહિલાઓને અનામત આપવી જોઈએ.

અહીં એક વાતને ધ્યાનમાં રાખવી કે અનામત આપવાથી પુરુષપ્રધાન તંત્ર ભસ્મીભૂત થવાનું નથી, પણ મહિલાઓને માત્ર તક મળે છે.( ફરી આ સ્ત્રી-સશક્તિકરણ નથી.)વળી, ક્યારેક એવી દલીલ આવે છે કે જો સ્ત્રી પૈસાદાર-વગદાર હોય કે દેખીતી રીતે પગભર હોય તો તેને અનામત મેળવી ના જોઈએ,માત્ર જરૂરિયાતમંદ મહિલાઓને અનામત મેળવી જોઈએ.આ દલીલ અનામતના ખ્યાલથી વિપરીત છે.પુરુષપ્રધાન વ્યવસ્થામાં દરેક સ્ત્રી શોષણમાટેનું સોફ્ટટાર્ગેટ બની શકે છે,ભલે ને તે સોનિયા ગાંધી કે સાનિયા મિર્ઝા પણ કેમ ના હોય.તાજેતરમાં બંગાળમાં BJP પ્રમુખે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઉદેશીને કહ્યું કે તેના વાળ ખેંચી બહાર નીકળીશ.દેખીતી રીતે તે રાજકીય ચડસાચડસી અને કદાચ આવેશમાં કરેલ કમેન્ટ હતી, પણ "વાળ ખેંચીશ" તે લિંગવાદી શબ્દો હતા.એટલે કે પુરુષપ્રધાન સમાજમાં દરેક સ્ત્રીનું શારીરિક-માનસિક-જાતીય શોષણ થવાની સંભાવના રહેલી છે.આવી પરિસ્થિતિઓમાં મહિલાઓનું લોકશાહીતંત્રમાં પ્રતિનિધિત્વ જોખમાય છે.જેથી મહિલાઓને અનામત મેળવી જોઈએ.સામો તર્ક એવો આવી શકે કે જો પુરુષો સ્ત્રીઓને આગળ આવતા કે સમકક્ષ બનતા દેખી ના શકતા હોય તો ઇરાદાપૂર્વક સ્ત્રીને હેરાન કરેશે જેથી સ્ત્રી ફરજીયાત રાજીનામુ આપવા મજબુર થઇ શકે.પુરુષોના આવા ષડયંત્રો ઉપર પણ અનામત ભારે પડે છે,કારણ કે ખાલી થયેલ પદ ઉપર મહિલા જ આવી શકશે.

અનામતને ગરીબી,બેરોજગારી,સમાજસુધારા વગેરે સાથે નિસ્બત નથી.અનામતનો હેતુ સ્પષ્ટ રીતે તકોની સમાનતાનો હોવો રહ્યો,તેમાં આર્થિક કે અસુવિધાઓ જેવા પાસાઓ ભેળવી ના શકાય.રંગભેદ,લિંગવાદ,જાતિવાદ,લઘુમતી વગેરે સમસ્યાઓ અને ગરીબી,મોંઘવારી,બેરોજગારી,જીવનધોરણ વગેરે સમસ્યા અલગ-અલગ છે.અનામત એ પ્રથમ દર્શાવેલ સમસ્યાઓ માટે નો ઉપાય છે, પછીની સમસ્યા માટે પણ જો અનામત લાગુ કરીયે તો અનામતનો મૂળ ખ્યાલ મરોડાય છે,કારણ કે ગરીબી-બેરોજગારી જેવી બાબતોમાં અનામતપ્રથા કામચલાઉ ધોરણે મદદરૂપ બની શકે.વળી માપદંડો રચવામાં ખામીઓ રહેવાની જ. આવી ખામીઓ સ્ત્રી અને દલીલ અનામતમાં જોવા ના મળે. કારણ કે તે સમસ્યાઓના ઉપાયરૂપે અનામત બંધબેસે છે. જેમ કે ગ્રામીણ કે શેહરી મહિલાનું સંભવિત શોષણ થઇ શકે છે,પણ ગરીબીની બાબતમાં મર્યાદા નક્કી કેવી રીતે કરવી? ઉદાહરણ તરીકે,જો કોઈ ગરીબ અનામતને લીધે સરકારી નોકરી મેળવી આર્થિક સદ્ધર થાય તો પછી પોતાની અનામત સીટ તેને ખાલી કરવી પડે.શું સરકાર તેવા વર્ગને ફરજીયાત નિવૃત્તિ આપશે? બીજા શબ્દોમાં ગરીબોને જો અનામત મળે તો ટેક્નિકલ ફોલ્ટર્સ રહેવાના.


હવે SC -ST અનામત ઉપર જઈએ;

કાંચા ઈલૈયાહના કેટલાક લેખો વાંચ્યા છે.તેઓ જાતિવાદ અને લિંગવાદને એક ચિત્રમાં રંગી અસરકારક રીતે મુદ્દાઓ રજુ કરી શકે છે.એટલે કે જે મૂળભાવના લિંગવાદને લાગુ પડે છે તે જ જાતિવાદ-દલિત સમસ્યાઓને લાગુ પડે છે.SC -ST અનામતને દલિત ઉત્થાન કે સમાજ-જીવનધોરણ સુધારણા સાથે સંબંધ નથી.મહિલા અનામતની જેમ તે પણ તકોની સમાનતા દર્શાવે છે.જેવી રીતે પુરુષપ્રધાન તંત્રમાં કોઈ પણ મહિલાનું શોષણ થઇ શકે છે તેવી રીતે જાતિવાદી ધર્મ-સમાજમાં કોઈ પણ દલિત પ્રત્યે ભેદભાવ-અન્યાય થઇ શકે છે.

SC -ST અનામતને આર્થિકતાના ત્રાજવે તોળવી એ મુર્ખામી છે.જો દરેક દલિત મુકેશ અંબાણી જેટલા પૈસાદાર બને તેમ છતાં પણ તે દલિત અનામતના મૂળ ખ્યાલને ડગમગવા સક્ષમ નથી.બહુધા હિંદુઓમાં જાતિવાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છુપાયેલો હોય છે.જેવી રીતે દરેક મહિલા ઘરેલુ હિંસા-બળાત્કાર વગેરેનો ભોગ બની શકે તેવી સંભાવના હોય છે ;તેવી રીતે દરેક દલિત ભેદભાવ-અન્યાયનો ભોગ બનવાનો સંભવિત શિકાર છે.આર્થિક સ્થિતિ(ગરીબી)ને તે બાબત લાગુ પડતી નથી.અને છતાં લાગુ પડતી પણ હોય તો તે પરપેક્ટયુઅલ હોતી નથી,વળી ધનવાનો ગરીબોનું પ્રત્યક્ષ શોષણ કરી શકે,પણ ભેદભાવ નહિ. બીજો તર્ક આપું તો ગરીબો ધનવાન બની શકે છે, પણ મહિલાઓ પુરુષ કે દલિતો બ્રાહ્મણ બની શકતા નથી.લિંગવાદ-જાતિવાદ એ આજીવન પાસું છે,ગરીબાઈને તબક્કાવાર દૂર કરી શકાય છે.મને દૂર દૂર સુધી જાતિવાદ અને લિંગવાદ દૂર થતા દેખાતા નથી.

આ દ્રષ્ટિએ વ્યંડળોને પણ અનામત મેળવી જોઈએ.એટલે એવી ગેરસમજ નીકળી નાખવી કે દલિત વર્ગ કે મહિલાઓ કંગાળ-બિચારા બાપડા-દેખીતી રીતે હલકું કામ કરતો વર્ગ હોય અને તે વર્ગોના જીવનધોરણમાં સુધારો થાય તે ઉદ્દેશ્યથી અનામત આપવામાં આવી હશે.અનામત મળે છે કારણ કે સમકાલીન વાતાવરણમાં તેમના પ્રતિનિધિત્વને નુકસાન થાય છે.મહિલા અનામતની જેમ અહીં પણ જો કોઈ ઉચ્ચ જ્ઞાતિની વ્યક્તિ કાવાદાવાઓથી દલિતનું પદ પચાવવાની કોશિશ કરે છતાં પણ તે વ્યક્તિ અનામતને લીધે સફળ થતો નથી,કારણ કે ખાલી રહેલ પદ ઉપર ફરીથી દલિત જ આવશે.આ હકીકત સારી પેઠે જાણતા કોંગ્રેસે પોતાના શાસન દરમ્યાન સિફતપૂર્વક SC -STની ફાળવણી રિક્ત રહેવા દીધી.

સવર્ણોની દલીલ હોય છે કે ૭૦ વર્ષે પણ અનામતથી કોઈ ફરક જોવા નથી મળ્યો,જેથી અનામત નિષ્ફળ રહી છે.પણ અનામતની સફળતાનો માપદંડ પ્રતિનિધિત્વ છે,વર્ગની સદ્ધરતા કે વિકાસ નથી.જે તે તકોની સમાનતાના રૂપે સાર્થક થાય છે.દેશના દરેક દલિતો કે મહિલાઓ દેશનું સર્વોચ્ય પદ ભોગવતા હોય છતાં પણ તેમને આરક્ષિત કરવા જરૂરી છે,કારણ કે વાતાવરણ લિંગવાદી-જાતિવાદી છે.એક ઉદાહરણ આપું તો જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત હોય પણ જો તેને વિપિરીત વાતાવરણ જેમ કે ચાંદ ઉપર જવું હોય તો તેને ઓક્સિજનની જરૂર પડે,આ ઓકક્સિઝન એ પૃથ્વી અને ચાંદ વચ્ચે સમાન તક સર્જે છે, અને આ ઓક્સસીજન આપવાનું એક માધ્યમ અનામત છે.

એક તાર્કિક દલીલ આવે છે કે બધા સવર્ણ-પુરુષ ભેદભાવ-શોષણ કરતા નથી. સહમત,પણ બહુધા દલિતો-મહિલાઓ ભોગ કેમ બને છે?(સરકારી આંકડાઓ કરતા વાસ્તવિક આંકડાઓ કમ સે કમ ૧૦ ગણા વધુ હશે.)મારી ધારણા મુજબ જયારે સમાજ કે દેશની મુખ્યધારામાં દલિતો કે મહિલાઓ પ્રવેશે છે ત્યારે ૧૦૦ માંથી ૯૯ દલિત અને ૧૦૦ માંથી ૧૦૦ મહિલા પોતાના જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછા એક વાર તો જાતિવાદ-લિંગવાદનો ભોગ બનતા હશે. જરા કોઈ દલિતની માનસિક હાલત વિષે વિચારો જયારે તે કોઈ ઉંચા હોદ્દા ઉપર હોવા છતાં તેમને પૂછવામાં આવે છે કે "તમે કેવા?" સવર્ણો,ઓબીસી કે "સવર્ણ" દલિત માટે આવા સવાલ પૂછવા સહજ છે,જયારે દલિત માટે તેનો જવાબ આપવો.................કોઈ સવર્ણ મહસૂસ કરી ના શકે. ઉપરાંત ,સ્ત્રીઓના માનસ ઉપર પુરષવ્યવસ્થાએ એટલી હદે બ્રેઇનવોશિંગ કર્યું છે કે સરેરાશ મહિલા સ્ત્રી ઉપર કરવામાં આવતી સેક્સિસ્ટ કમેન્ટ-જોક્સ-ગાળને એટલી સહજતાથી સ્વીકારે છે જાણે કે તે શ્વાસ લેતા હોય!(કમેન્ટ્સમાં ભદ્દી કમેન્ટ્સથી લઈને હોમમિનિસ્ટર જેવા સુફિયાણી કમેન્ટ આવી જાય.)

નોટ ફિનિશદ યેટ.....

- રુશાંગ બોરીસા


માસિક ધર્મ અને સ્ત્રી ની શારીરિક અને માનસિક સ્થિતિ : કુસુમ ડાભી

ઋતુસ્રાવ, માસિક, ટાઈમ, ડેઈટ, પ્રોબ્લેમ, લૂગડાં આવવા, વગેરે જેવા શબ્દો થી પરિચિત છીએ સૌ. મહિનાના આ સમય દરમિયાન સ્ત્રી ની શારીરિક અને માનસિક સ્થિતિ વિશે જ લખવું છે. આ ટોપિક ઘણા સમયથી મનમાં હતો જ, આજે થયું લખવું જોઈએ. 
માસિક સમયે સ્ત્રી ની શારીરિક સ્થિતિ વધુ તકલીફદાયક હોય છે. ખાસ કરીને કોઈ ને એક બે દિવસ થતો પેટનો દુખાવો, કોઈ ને પગ અને છાતીમાં થતો દુખાવો.કોઈ ને કમર માં થતો દુખાવો, અને એના કારણે પછી માથાનો દુખાવો. ઘણી બહેનો ને આ દુખાવામાં એક પેઈન કિલર લેવાની આદત મેં જોય છે, દાખલા તરીકે.. બ્રુફેન. જો એ ટીકડી ન લે તો એ દુખાવા ને સહન નથી કરી શકતી. અને આ દવા લાંબા ગાળે શરીર ને બહુ આડ અસર પહોંચાડે છે. એવું જ કંઈક ઘરમાં આવતા કોઈ પ્રસંગના કારણે સ્ત્રીઓ માસિક વહેલા આવે એ અથવા મોડું આવે એ માટે દવા લે છે. આ દવાઓ પણ છેલ્લે સ્ત્રીના શરીર ને નુકશાનકારક જ હોય છે.
હવે, વાત કરી સેનીટરી નેપકીનની. એમાં પણ ઘણી પ્રકારના નેપકીન મળે છે. સ્ત્રીઓ ની ચોઇસ અલગ અલગ હોય છે. પણ, કદાચ ndtv માં એક રિપોર્ટ મેં જોયેલો પાક્કું યાદ નથી, પણ સેનિટરી નેપકીન માં પ્લાસ્ટિક વપરાય છે, જે સ્ત્રી ના ખૂબ સંવેદનશીલ અંગ સાથે સતત સંપર્ક માં આવે છે, કદાચ ખૂબ લાંબાગાળે એના થી નુકશાન થવાના દાખલા સામે આવશે જ. કેન્સર જેવી બીમારી. એવું જ જે સ્ત્રીઓ ગમે તેવા કપડાં નો ઉપયોગ કરે છે, એમને પણ અમુક બીમારી લાગવાનો ભય રહેલો હોય જ છે. 
આ સમયે સ્ત્રી ની માનસિક સ્થિતિ ની વાત કરી તો, સ્ત્રી ને શરીર માં જે હિલચાલ થાય છે, એટલે એનું મન આ વાત પર વધુ ચોંટેલું હોય છે. ઘરના, ઓફિસના બધાં જ કામ સાથે એક મોટું કામ આ હોય છે. આ સમયે સ્ત્રી ની માનસિક સ્થિતિ વધુ તકલીફ વાળી હોય છે. ખાસ તો નાની નાની વાતે ગુસ્સો આવવો, રડવું આવવું, કોઈના સાથે ઝગડો કરવો, આવી અલગ અલગ બાબતો જોવા મળે છે. એક ખાસ ઉદાહરણ મુકું તો, મારી એક ફ્રેન્ડ ને બે વખત એના પતિ સાથે બરાબરનો ઝગડો થયેલો, એ ઝઘડાનું સ્વરૂપ મોટું થઈ ગયું હતું, આ બન્ને ઝગડા વખતે મને ખાસ ખબર છે એને માસિક આવેલું હતું. ઘણીવાર આ સમયે મેં જોયું છે, સ્ત્રી નો ગુસ્સો ખાસ બાળકો અથવા પતિ ઉપર નીકળે છે. જો એક ભાઈ, પિતા કે પતિ તરીકે સ્ત્રીની આ સ્થિતિ સમજી જાય તો એના ગુસ્સા ને જતો કરવો અથવા ડાયવર્ટ કરી શકાય. હું આ સમજુ છું, જ્યારે પણ ભાભી કે બહેનને આવા સમયે ગુસ્સો કરતા જોવ હું સમજી જાવ છું. મને પોતાને ગુસ્સો આવે હું જાતે કંટ્રોલ કરી લેતા શીખી છું ખાસ શાળામાં, કેમ કે મને કારણ ખબર હોય છે.
હવે, વાત સ્ત્રી ની શારીરિક કામ કરવાની સ્થિતિની. આ બાબત સ્ત્રી પર જ આધાર રાખે છે. આજ સ્થિતિમાં સ્ત્રી ખૂબ કામ કરી શકે છે. અને ખૂબ આરામ પણ કરી શકે છે. હું જ્યારે, મારા મમ્મી અને અન્ય સ્ત્રીઓ ને જોવ છું, ભૂતકાલ યાદ કરું છું. એ લોકોને બહુ શારીરિક શ્રમ કરતા જોયા છે. કારખાનામાં, ખેતરમાં કે છુટક મજૂરી કરતી સ્ત્રીઓ આ દિવસે રજા નથી રાખતી કે આરામ નથી કરતી, એમનું કામ રોજ જેટલું જ થતું હોય છે. જ્યારે, ઘરે જ રહેતી સ્ત્રીઓ, કે ઓફિશલ વર્ક કરતી સ્ત્રીઓ થોડા આરામ નો આગ્રહ ચોક્કસ રાખે છે. પણ, સ્ત્રીને આરામની જરૂર તો હોય જ છે. મજૂરી કરતી સ્ત્રી, ઘરનું બધું કામ કરતી સ્ત્રી ના ભાગે કદાચ આવા સમયે પણ, આરામ નથી જ લખાયેલો હોતો.
એક લાસ્ટ મુદ્દો સેનિટરી નેપકીન બાબતે. અડ્ડામાં એક પોસ્ટમાં હતું કે, ગામડામાં સ્ત્રીઓ આ નેપકીન વિશે જાણકારી નથી ધરાવતી. એ વાત સાચી પણ છે જ. પણ, આપણાં દેશની કરુણતા કહીએ કે બેફીકરાય, આપણે સેનિટરી નેપકીનના ઉપયોગની વાતો કરીએ છીએ, પણ એના યોગ્ય નિકાલની સુવિધા કે વ્યવસ્થા માટે બિલકુલ બેધ્યાન છીએ. દરેક સ્કૂલ કોલેજ વગેરે જાહેર પ્લેઇસ પર એક ભઠ્ઠીની વ્યવસ્થા કરવી પડે આ સેનિટરી નેપકીન ના નિકાલ માટે. આવી વ્યવસ્થા ક્યાંય લગભગ હજુ કરવામાં આવી જ નથી. પરિણામે આ ઉપયોગ કરેલા નેપકીન ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે, જે પર્યાવરણ ને નુકશાનકારક જ છે. હા, રાજ્યસભામાં કે લોકસભામાં આ મુદ્દા પર કદાચ મેનકા ગાંધી એ વાત કરેલી છે. અને છોકરીઓ માટે શાળામાં સેનેટરી નેપકીન ની વ્યવસ્થા તથા આશા વર્કર દ્વારા ગામડામાં સ્ત્રીઓ ને આ નેપકીન ભવિષ્યમાં વિતરણ કરવાની યોજના આવનાર છે. પણ, પ્રશ્ન એ જ રહેશે નેપકીન ના યોગ્ય નિકાલનું કોઈ આયોજન થયું નથી અને થશે પણ નહીં.
લાંબી પોસ્ટ છે, માહિતી બધી સમજી અને આપના ઘર, સ્ટાફમાં રહેલી સ્ત્રી ની આવી સ્થિતિમાં સમજી શકીએ તોય ઘણું છે....
કુસુમ ડાભી 


April 28, 2017

રેસિસ્ટ લોકો ને અબ્રાહમ લિંકન નો જવાબ



અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન ના પિતાજી જૂતા સિવવા નો ધંધો કરતા હતા.એટલે કે લિંકન ભારત માં જન્મ્યા હોત તો તેઓ દલિત સમાજ માંથી આવતા હોત.
એક વાર અમેરિકા ના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન રાષ્ટ્રપતિ ના હોદ્દા ની રૂએ અમેરિકી સંસદ માં ભાષણ આપી રહ્યા હતા.લિંકન થોડા ઊંચા અવાજે બોલી રહ્યા હતા.પરંતુ આ વાત ત્યાં બેઠેલા એક બુઝુર્ગ સંસદસભ્ય ને પસંદ ન આવી તેઓ ચાલુ ભાષણ માં જ ઉભા થઇ ને કહેવા લાગ્યા કે,"મહોદય!" તમે જરા ધીમા અવાજ માં બોલો તમારા પિતાજી અમારા જૂતા સિવતા હતા.સંસદ માં સન્નાટો છવાઈ ગયો થોડી વાર પછી લિંકને પોતાને સંયમિત કરતા જવાબ આપ્યો કે,
મહોદય.., એ તો બતાવો કે મારા પિતાશ્રી એ આપના જૂતા ક્યારેય ખરાબ તો સિવ્યા નહોતા ને???
સંસદ મહોદય ઉભા થયા અને બોલ્યા:"નહીં તેઓ તો બહુ જ પ્રખ્યાત કારીગર હતા અને બહુજ સરસ જૂતા સિવતા હતા".
ત્યાર પછી અબ્રાહમ લિંકને જવાબ આપ્યો,"મહોદય, એટલા માટે જ હું ઊંચી અવાજ માં બોલી રહ્યો છું.

- સંજય સુમેસરા







Facebook post link : -