September 14, 2017

ટ્વીટર ની ગ્લોબલ દુનિયામાં સ્વાગત છે

By Vishal Sonara || 14 Sep 2017 


ટ્વીટર હાલ ના સમય પ્રમાણે ઘણુ મહત્વનુ માધ્યમ ગણવામા આવે છે. ટ્વીટર પર બહુજન (OBC SC ST & Minorities) લોકો ની મોટા પ્રમાણ મા ગેરહાજરી ને ધ્યાન મા લઈ ને એક મુહીમ ચલાવવામા આવેલી, પણ એમા ટ્વીટર ના અનુભવ ના અભાવે આપણા લોકો ને એ થોડુ અગવડતા ભર્યુ જણાતા લોકો ને ખરી સમજણ આપવાના આશય થી આ ઓનલાઈન સીરીજ ચાલુ કરવાનુ મન થયુ છે. ટ્વીટર આમ તો બહુ જુનુ થઈ ગયુ છે ઘણા મિત્રો ના ટ્વીટર એકાઉંટ પણ હતા પરંતુ ન ફાવવાના કારણે એ લોકો ટ્વીટર થી દુર હતા. પણ શરુઆત થી જ શીખવાડવુ એવો અમુક મિત્રો નો આગ્રહ હતો તો આપણે ABC થી જ ચાલુ કરીયે.
આમ તો ઘણા લોકો લેપટોપ , કમ્યુટર કે અન્ય મોબાઈલ ફોન થી પણ વાપરતા હોય છે પણ મહત્તમ લોકો એંડ્રોઈડ ફોન વાપરતા હોય આપણે એને જ ધ્યાન મા રાખી ને ચાલીયે.

આજ ના આ આર્ટીકલ મા ટ્વીટર એકાઉંટ કેમ બનાવવુ તથા પ્રોફાઈલ ને સેટ અપ કેમ કરવી એ શીખીએ.

નવુ એકાઉંટ બનાવવા માટે નીચે પ્રામાણે ના સ્ટેપ ફોલો કરો  ઃ-

  • સૌ પ્રથમ તો Play Store મા જઈ ને ટ્વીટર ની એપ્લીકેશન ડાઉનલોડ કરવી. 
  • Create a new Account
  • ત્યાર બાદ નીચે પ્રમાણે ની સ્ક્રીન આવશે. એમા તમારુ નામ લખી ને Next બટન પર ક્લીક કરો
  • પછી ની સ્ક્રીન મા ફોન નંબર લખી ને Next બટન પર ક્લીક કરવુ
  • ફોન નંબર નાખીયે એટલે નીચે પ્રમાણે ની સ્ક્રીન આવશે.  એમા જે ફોન નંબર ઉપરના સ્ટેપ મા નાખ્યો એના પર ૬ અંક નો એક કોડ આવશે એ નાખવાનો. અને Next
  • પછી ની સ્ક્રીન મા પાસવર્ડ માટે કહેવામા આવશે. જેમા ૬ અક્ષરો નો પાસવર્ડ બનાવવાનો રહેશે. તમને યાદ રહે એ પ્રમાણે નો પાસવર્ડ સેટ કરી દેવો એમા અને નેક્ષ્ટ કરી દેવુ. 
  • ત્યાર બાદ ની સ્ક્રીન મા ઈમેઈલ એડ્રેસ નાખવુ.
  • ત્યાર પછી યુસર નેમ ની સ્ક્રીન આવશે. ત્યા સ્પેસ છોડ્યા વિના ના તમારા નામ અથવા એને રીલેટેડ બીજા કોઇ અક્ષરો લખી ને એ બનાવિ શકશો. ટ્વીટર વાળા એમની રીતે પણ યુસરનેમ આપી જ દે છે આ સ્ટેપ મા. તમને એ યુસરનેમ પસંદ ન હોય તો તમારી રીતે પણ અવેલેબલ હોય એ પ્રકારનું કોઇ યુસરનેમ રાખી શકો છો. આ યુસરનેમ ગમે ત્યારે બદલી શકાય એમ હોય છે.
  • ત્યારબાદ ની સ્ક્રીન મા નીચે દર્શાવ્યા પ્રમાણે નુ ટિકમાર્ક દુર કરી દેવુ અને પછી "Let's go!" પર ક્લીક કરવુ. 
  • હવે પછી ની સ્ક્રીન મા આપણ ને ગમતા વિષય પુછવામા આવતા હોય છે, એમા તમને ગમતા વિષય ને પસંદ કરી ને નેક્ષ્ટ આપી દેવુ. આ સ્ટેપ સ્કીપ પણ કરી શકાય છે. વિષયો સીલેક્ટ કરીયે એટલે એ વિષય રીલેટેડ અમુક એકાઉંટ ને એક સાથે ફોલો કરવાની સુવિધા મળે છે.
  • ત્યાર બાદ લોકેશન એટલે કે સ્થળ માટે ની સ્ક્રીન આવશે એમા તમે "Yes,Share location" એટલે કે તમારુ સ્થળ તમારી ટ્વીટ મા દર્શાવવાની પરમીશન આપી શકો છો અથવા "Skip for now" કરી શકો છો.
  • ત્યાર બાદ ટ્વીટર આપની ટાઈમલાઈન તૈયાર કરશે.
આમ તમારુ આઈડી આ પ્રમાણે ના સ્ટેપ કરવાથી તૈયાર થઈ જાય છે.

સેટીંગ પ્રોફાઈલ ઃ-
નવુ પ્રોફાઈલ તૈયાર કરેલા મિત્રો ના એકાઉંટ મા પ્રોફાઈલ ખાસ કાળજી રાખી ને સેટ કરવુ પડે. કારણ કે DP એટલે કે ડીસ્પ્લે પીક્ચર , બેનર ફોટો, Bio વગેરે મા કોરુ ધાકોર હશે. એને આકર્ષક રીતે સેટ કરવુ જરુરી છે. નીચેના ફોટો મા દેખાડ્યા પ્રમાણે ના પ્રથમ તીર મા જે દેખાડ્યુ છે એના પર ક્લીક કરતા જે સ્ક્રીન ખુલે એમા પ્રોફાઈલ પર ક્લીક કરવુ. ત્યાર બાદ સેટ અપ પ્રોફાઈલ. એમા ડીસ્પ્લે પીક્ચર (પ્રોફાઈલ ફોટો) અપલોડ કર્યા બાદ એ જ રીતે બેનર ફોટો પણ સેટ કરી દો.
બેનર ફોટો સેટ થઈ ગયા બાદ નેક્ષ્ટ આપી દેવુ. 

પછી ની સ્ક્રીન મા તમારા વિષે માહીતી લખવી. આ માહીતી તમારા પ્રોફાઈલ જોનાર વ્યક્તી ને દેખાશે. આ પ્રકાર નુ ફીચર ફેસબુક મા પણ હતુ તો એ બહુ અઘરી વાત નથી. ત્યા તમે તમારા વિશે કંઈ પણ લખી શકો છો. યાદ રહે એ તમારી સંક્ષીપ્ત ઓળખ છે. માટે એને ધ્યાન થી લખવુ.

ત્યાર બાદ નેક્ષ્ટ કરી જમ્નતારીખ સેટ કરી દેવી.

એના પછી ના સ્ટેપ મા લોકેશન એટલે કે સ્થળ ની માહીતી આવશે. ત્યા તમારા શહેર અથવા રાજ્ય નુ નામ સેટ કરી દેવુ. 


તમારુ ટ્વીટર એકાઉંટ રેડી છે. 


પ્રોટેક્ટેડ ટ્વીટર એકાઉંટ ઃ-

ઘણા મિત્રો ના ટ્વીટર એકાઉંટ પ્રોટેક્ટેડ એકાઉંટ જોવા મળે છે. એટલે કે એ લોકો ના પ્રોફાઈલ આગળ એક તાળા જેવુ નીશાન દેખાશે. આવા એકાઉંટ ની ટ્વીટ ટ્વીટર સર્ચ કે ટ્રેંડીગ ના લીસ્ટ મા નથી દેખાતી. આ ટ્વીટ એ એકાઉંટ ને ફોલો કરનાર વ્યક્તિઓ ને જ દેખાય છે.

ઉપર દેખાડ્યા પ્રમાણે કોઇ આવુ પ્રોટેક્ટેડ એકાઉંટ ફોલો કરે તો એ જે તે એકાઉંટ ધરવનાર વ્યક્તિ એપ્રુવ કરે તો જ એને એ ટ્વીટ દેખાય એવુ સેટીંગ હોય છે. માટે આ એકાઉંટ બહુ ખાસ વિચારધારા ના પ્રચાર પ્રસાર ને કામ મા આવી શકે નહી. 

તમારા પ્રોફાઈલ મા ચેક કરી લેવુ જો આ પ્રમાણે લોક ની નિશાની હોય તો એને નીચે જણાવ્યા મુજબ ઠીક કરી શકાશે. 
Settings And Privacy > Privacy and safety > Protect Your Tweets સામે જે ટીક હોય એને નીચે ફોટો મા દર્શાવ્યા મુજબ દુર કરી નાખો.

બસ આટલુ કરવાથી તમારુ ટ્વીટર એકાઉંટ બની ને તૈયાર છે. એમા તમારે પ્રથમ ટ્વીટ કરવાની છે. તમારી ટ્વીટર ની મુખ્ય સ્ક્રીન પર એક પિંછા જેવુ નીચે દેખાડ્યા મુજબ નુ બટન આવશે. એને ક્લીક કરવાથી એક મેસેજ ટાઈપ, કોપી-પેસ્ટ , ઈમેજ, લીંક વિડિયો વગેરે માટે ના ઓપ્શન અને લખાણ ની જગ્યા સાથે નુ બોક્ષ ખુલશે.

એ બોક્ષ મા ટ્વીટ લખ્યા કે કોપી પેસ્ટ કર્યા બાદ ટ્વીટ નુ બટન દબાવતા જે તે મેસેજ કે ફોટો વાળી પોસ્ટ ટ્વીટર પર આવી જશે. પ્રથમ ટ્વીટ માટે આ પ્રમાણે શબ્દ લખવો - ->   #WeTheBahujans  fffffff
જેનાથી ટ્વીટર પર એક જ ક્લીકે આપણા જુથ ના લોકો તમારા સુધી પહોંચી શકે તથા દરેક સાથી એક બીજા ને ટ્વીટર પર ફોલો કરી શકે. ટ્વીટર પર એક બીજા ના આઈડી ને ફોલો કરવા તથા લાઈક, કોમેન્ટ અને રીટ્વીટ કરતા રહેવાથી જ મેસેજ વધુ લોકો સુધી પહોંચે છે. પણ એ બધી વાતો આપણે આગળ ના ભાગ મા કરીશુ. 

આટલી પ્રોસેસ મા જો કોઇ ને તકલીફ જણાય તો મારો સંપર્ક કરી શકે છે.