November 22, 2018

દશેરા અને દિવાળી કયા લોકોના તહેવારો છે.??

By Vijay Makwana  || 6 June 2017 


વાલ્મિકી રામાયણમાં યુદ્ધકાંડ સર્ગ 127 શ્લોક નં: 1 પર મહાકવિ વાલ્મિકી કહે છે કે,

पूर्ण चतुर्दशे वर्ष पंचम्या लक्ष्मन्नाग्र्ज
भारद्वाज आश्रम प्राप्य ववनंदे नियतो मुनिम:

મતલબ કે, ચૈત્ર મહિનાની સુદ પાંચમના દિવસે રાજા રામ લાંબા વનવાસ પછી ભારદ્વાજ મુનીના આશ્રમમાં પધારે છે. આગળની સવારે એટલે કે સુદ છઠ ના રોજ અયોધ્યા જવા પ્રસ્થાન કરે છે અને સપ્તમીએ પહોંચે છે.

હવે રામચરિત માનસમાં તુલસીદાસ લખે છે કે,

" चैत्र शुक्ल चौदस जब आई मार्यो रावण जग दुखदाई "

મતલબ કે, ચૈત્ર સુદ ચૌદસના રોજ જગતને દુ:ખ આપનાર રાવણને માર્યો. હવે તેની પુષ્ટી બીજી જગાએ સ્કન્દપુરાણમાં પણ જોવા મળે છે. કે રાજા રામ ચૈત્ર સુદ સાતમના વિધિવત અયોધ્યામાં પ્રવેશ કરે છે.

જો ઉપર જણાવેલ તિથીઓ સાચી હોય તો..

આસો સુદ દસમીના રોજ દશેરાના દિવસે રાવણદહન કરી કોનો વિજયોત્સવ મનાવાય છે? અને કારતકી અમાસના રોજ દિવાળીના દિવસે કોણે અયોધ્યામાં પ્રવેશ કરેલો? આ કેલેન્ડર વિરુદ્ધની પ્રથાઓ કોણે ચાલું કરી? દશેરા અને દિવાળી કયા લોકોના તહેવારો છે.?? અને તેમાં ઘાલમેલ કોણે કરી છે? એ પરોપજીવી લોકો કોણ છે?? જે ખોટી તિથીઓ દર્શાવી અત્યાર સુધી ઉદરપોષણ કરી રહ્યાં છે??



નિષ્ફળતાઓ મળે છતાં અવસર પર અવસર...

By Vijay Makwana  || 6 June 2017 


નિષ્ફળતાઓ મળે છતાં અવસર પર અવસર, તક પર તક મળ્યાં કરે તો પ્રતિભા ખીલે છે.
તમારામાંથી લગભગ લોકોએ અભ્યાસકાળ દરમ્યાન વરદરાજ નામના મુર્ખ વિદ્યાર્થીની
કથા સાંભળી અથવા ભણ્યાં હશો તે કથામાં એક પંક્તિ આવે છે.

"करत-करत अभ्यास के जड़मति होत सुजान । रसरी आवत-जात के, सिल पर परत निशान ।।"

સરળાર્થ: સતત અભ્યાસ (એક જ પ્રકારનુ કામ) કરવાથી, જડ એટલે કે મુર્ખ માણસ પણ
ચતુર કે પ્રવીણ થઇ જાય છે. કૂવાનું થાળું પત્થરનું હોવા છતાં રોજે રોજ રસ્સીથી પાણી
સિંચતા ઘસાતું જાય છે અને પત્થર પર લિસોટા પડે છે.

વરદરાજ.. મંત્રો ગોખી ગોખી પંડિત વરદરાજ બન્યો!

અવસર પર અવસર મળતાં..રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે. અભિષેક દોડશે. ઋત્વિક સદાકાળ રોશન રહેશે
અમિતાભ, સચિન, કપૂરો, મંગેશકરો તમે ગમે તે ક્ષેત્રમાં લીસ્ટ બનાવો..

જેને અવસર મળવા જોઇએ નથી મળ્યાં ઉલ્ટાનાં બદનામ કરાયા છે!

#વિજયમકવાણા

અકબર મહાન કેમ છે?

By Vijay Makwana  || 9 June 2017 


ઘટનાઓને સમજવા આપણી દ્રષ્ટિ બહું સિમીત હોય છે. અકબર મહાન કેમ છે? કેમ કે, અકબર ઇસ્લામની કટ્ટરતા અને હિન્દુઓના પાખંડથી પૂરેપૂરો પરિચિત હતો. તે નવો ધર્મ સ્થાપવા માંગતો હતો. તેણે દિનેઇલાહી ધર્મની સ્થાપના કર્યા બાદ પોતાના શાસનકાળ દરમ્યાન ઇસ્લામિક કાયદાથી શાસન નહોતું કર્યું..અકબર ભારતનો પ્રથમ સેક્યુલર શાસક હતો..ગંગા-જમના સંસ્કૃતિ તથા ઇશ્વર-અલ્લાહ એક છે તે વિચાર તેના શાસનમાં પુખ્ત બન્યો. તેના સમયમાં 'અલ્લોપનિષદ' નામના ઉપનિષદની કાશીના બ્રાહ્મણોએ રચના કરી. જેમાં કુલ અગિયાર હજાર શ્લોક છે. તેના સમયમાં બનારસ-અલ્હાબાદ સંત સમાગમમાં હજારો હિન્દુ-મુસ્લિમ સંતોએ મળીને અકબરને અવતાર ઘોષિત કરેલો..અકબર બ્રાહ્મણને પ્રિય કેમ ન હોય? કુખ્યાત, અમાનુષી જજીયાવેરા જેવી વેરા પદ્ધતિમાં બ્રાહ્મણોને તેણે મુક્તિ આપેલી.

અલ્લોપનિષદ વિશે શંકા હોય તો સ્ક્રિનશોટ મુકેલ છે..ગીતાપ્રેસ(ગોરખપુર) માં છપાતો પ્રમાણિત ગ્રંથ છે.
#વિજયમકવાણા


ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી અને બાબા સાહેબ આંબેડકર

By Vijay Makwana  || 1 July 2017 



ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી હતી. બાબાસાહેબે પોતાની રચેલી પાર્ટી શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન તરફથી બોમ્બે નોર્થ મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. કોંગ્રેસે બાબાસાહેબ સામે એક દલિત ફેરીયાને ઉભો રાખ્યો નામ એનું નારાયણ કાજરોલકર. એ વખતે બાબાસાહેબ સામે બીજો પણ એક ઉમેદવાર પણ ઉભો રહેલો તે કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ઉમેદવાર હતો. કોમ્યુનિસ્ટ પાર્ટી ના સ્થાપક હતા શ્રીપદ અમૃત ડાંગે. બન્ને પાર્ટીના ઉમેદવારોએ મળીને બાબાસાહેબ વિરુદ્ધ પુષ્કળ પ્રચાર કરેલો. બાબાસાહેબને 'રાષ્ટ્ર દ્રોહી' કહેલાં. તેમણે પત્રિકાઓ છાપી પ્રચાર કરેલો કે, ભારત-પાકિસ્તાનના ભાગલાની તરફેણ કરનાર આંબેડકર દેશનું વિભાજન ઇચ્છતા હતાં..તેઓ કાશ્મિરના વિભાજનની પણ તરફેણ કરે છે..વિગેરે..વિગેરે..

આમ કોંગ્રેસ-સીપીઆઈના સહિયારા જબરદસ્ત ચૂંટણી પ્રચારના કારણે બાબાસાહેબ હારી ગયાં. અને 'રાષ્ટ્રવાદી' 'દેશભક્ત' કાજરોલકર જીતી ગયો! પાછળથી આ કાજરોલકરને પદ્મભૂષણ નામનું ઇનામ પણ અપાયું..

પણ મુદ્દાની વાત એ છે કે, આજે કોંગ્રેસ-સીપીઆઈ સ્વયં પોતાની પ્રસરાવેલી 'રાષ્ટ્રદ્રોહી' 'રાષ્ટ્રવાદી' વાળી થીયરીથી ગુંગળાઇને મરી રહી છે. તેમના બન્ને રાષ્ટ્રવાદી ઉમેદવાર 'ગૂગલ' સર્ચ કરો તોય માંડ માંડ મળે છે.

જય આંબેડકર દોસ્તો!

કોવિંદ બેટર પ્રેસીડેન્ટ કહેવાય કે નહી??

By Vijay Makwana  || 20 July 2017 



મહામહીમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને હું પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનથી શ્રેષ્ઠ સમજું છું. રાધાકૃષ્ણન તમામ રાષ્ટ્રપતિઓમાં વિવાદાસ્પદ ચરિત્ર ધરાવતા હતાં. કેમ કે.. 1923 માં રાધાકૃષ્ણનને ત્યાં છઠ્ઠા સંતાનનો જન્મ થયો. નામ એનુ સર્વપલ્લી ગોપાલ. રાધાકૃષ્ણન ને ત્યાં એ પહેલાં પાંચ પુત્રીઓનો જન્મ થયો. ત્યારે અલ્ટ્રાસાઉન્ટ-સોનોગ્રાફી જેવી ટેક્નોલોજીનો જન્મ નહોતો થયો. હું શું કહેવા માંગુ છું તે આપ સમજી શકો છો!! રાધાકૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક હતાં એટલે જ રાષ્ટ્રપતિ બન્યાં બાદ ચોકની પેટી તરફ નજર પણ ન કરી. રાધાકૃષ્ણના કાર્યકાળ દરમ્યાન એમના જન્મદિવસને શિક્ષકદિન જાહેર કરાયો. પદની મુદ્દત પૂર્ણ થયા બાદ તેમણે પોતાના પુરાણા વ્યવસાયને અબ્દુલ કલામ જેમ અપનાવ્યો નહિ. સરકારે કુલ 26 વખત નોબલપ્રાઈઝ માટે રાધાકૃષ્ણનને નોમિનેટ કર્યાં. 16 વાર શિક્ષણ અને સાહિત્ય માટે. 10 વાર શાંતિ માટે. પણ કોણ જાણે કેમ? આટલી મહાન પ્રતિભાને નોબલવાળા રિજેક્ટ કરતાં હતાં એ રહસ્ય રહસ્ય જ રહ્યું..! છેવટે સરકારે કહેવાતા બ્રાહ્મણ રત્ન એવોર્ડ એટલે કે 'ભારત રત્ન' થી નવાજી દિધાં. રાધાકૃષ્ણનો એક વિદ્યાર્થી હતો. જદુનાથ સિંહા જેણે રાધાકૃષ્ણન પર પોતાનું તમામ સાહિત્ય ચોરવા બાબતે કેસ કરેલો. આ અંગે જદુનાથે કોર્ટમાં સજ્જડ પુરાવા રજુ કરેલાં.જે કેસમાં અંતે કોર્ટ બહાર સમાધાન કરી ફરિયાદ ડિસ્પોઝ કરવામાં આવેલી. રાધાકૃષ્ણન પર તેમના શિષ્ય જદુનાથે આરોપ લગાવેલો કે 'ઇન્ડિયન ફિલોસોફી' કિતાબનો મૂળલેખક હું એટલે કે જદુનાથ છું. કોર્ટમાં સમાધાન બાદ 'ઇન્ડિયન ફિલોસોફી' ની નવી નકલો રાધાકૃષ્ણ તથા જદુનાથ સ્વતંત્ર રીતે પોતપોતાના નામે છપાવતાં! રાધાકૃષ્ણને જદુનાથ નકલો છપાવી વેચતાં તેનો વિરોધ કરવાની ક્યારેય હિંમત ન કરી!

હવે તમે કહો કોવિંદ બેટર પ્રેસીડેન્ટ કહેવાય કે નહી??

-વિજય મકવાણા

વી.પી.સિંહ અને બહુજન એકતાની જીત

By Kiritkumar Pravasi ||  Written on 20 Nov 2018




મીડિયા જેને 'રાજા નહિ રંક' કહીને માથે ચડાવતું હતું અને પછીથી મીડિયાએ જેને 'દેશ કા કલંક' કહીને માથે માછલાં ધોયાં હતાં એવા દેશના આઠમા બિનકોંગ્રેસી વડાપ્રધાન શ્રી વી.પી.સિંહ વિષે આજે વાત કરવી છે.
આજે પણ આપના કોઈ પણ સવર્ણ મિત્ર આગળ "વિશ્વનાથ પ્રતાપ સિંહ-વી.પી.સિંહ"-- માત્ર આટલું જ બોલો અને પછી તેનો ચહેરો વાંચવાની કોશિશ કરો ! તેનો ગરાશ કોઈએ લૂંટી લીધો હોય એવી તે લાગણી અનુભવશે અને મનમાં કેટલીય ગાળો ભાંડશે ! બિનઅનામત વર્ગના લોકો માટે આંબેડકર પછી સૌથી મોટા વિલન વી.પી.સિંહ છે.
વી.પી.ની વાત કરીએ તે પહેલા તે સમયના રાજકીય વાતાવરણની થોડી ચર્ચા કરી લઈએ. કાંશીરામે 1978માં આંબેડકર જયંતીના રોજ સત્તાવાર રીતે બામસેફની સ્થાપનાની ઘોષણા કરી હતી.1981માં ડી.એસ.ફોર બનાવ્યું અને 1984માં બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી.પોતાનાં આ સંગઠનો દ્વારા કાંશીરામે ઉત્તર ભારતમાં ખાસ કરીને યુ.પી.,મધ્યપ્રદેશ,પંજાબ,હરિયાણા,રાજસ્થાનમાં અનુસૂચિત જાતિ અને ઓબીસી વર્ગમાં બહુ મોટી જાગૃતિ લાવી દીધી હતી.ભારતની સંસદમાં મંડળ પંચ લાગુ કરવાની સર્વપ્રથમ માગણી પણ બસપાની સાંસદ માયાવતીએ જ કરી હતી. મંડલ પંચ લાગુ કરાવવું એ કાંશીરામનો મહત્વનો એજન્ડા હતો.
શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહનો જન્મ 25 જૂન 1931ના રોજ થયો હતો. માંડાના રાજાએ તેમને દત્તક લીધા હતા. કોલેજ કાળમાં તેઓ વિદ્યાર્થી નેતા તરીકે ઉપસી આવ્યા હતા. 1957માં ભૂદાન આંદોલનમાં તેઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોતાની જમીન ભૂદાન આંદોલનમાં દાનમાં આપી હતી. સર્વપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ જેમ પૂર્વ કોંગ્રેસી હતા તેમ વી.પી.સિંહ પણ પૂર્વ કોંગ્રેસી જ હતા. કોંગ્રેસ પક્ષમાં તેઓ સક્રિય બન્યા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા રાજીવ ગાંધી સરકારમાં તેઓ નાણામંત્રી હતા ત્યારે રાજીવ ગાંધી સાથે તેમને ટકરાવ થયો હતો. વી.પી.સિંહને માહિતી મળી હતી કે કેટલાય ભારતીયોના કાળા નાણા વિદેશી બેંકોમાં છે. આવા ભારતીયોનો પતો લગાવવા માટે તેમણે અમેરિકાની એક જાસૂસી સંસ્થા ફેયરફેક્સની નિમણુંક કરી હતી. આવા જ સમયે સ્વિડને 16 એપ્રિલ 1987ના રોજ એવા સમાચાર પ્રગટ કર્યા કે બોફોર્સ કંપનીએ 410 તોપનો સોદો કર્યો છે તેમાં 60 કરોડ રૂપિયા કમિશન તરીકે ચૂકવાયા છે. વિવાદ ઘેરો બનતો ગયો અને ભારતીય મીડિયા એને ચગાવતું રહ્યું વીપી સિંહ અને રાજીવ ગાંધી વચ્ચે અંતર વધતું ગયું. મીડિયા માટે રાજીવ ગાંધી મિ. ક્લીનમાંથી મિ. Corrupt બનીચૂકયા હતા અને વીપી 'મિ.સુપર ક્લીન' બની ગયા હતા.1987માં કોંગ્રેસે વીપીને પક્ષમાંથી કાઢયા
વીપી સમગ્ર દેશમાં ઘૂમવા લાગ્યા, આર.એસ.એસ.એ વીપીને પોતાના ખભે ઊંચકી લીધા વીપી સિંહે કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટોનો સહારો લઈને જનતાદળ બનાવ્યું ચૂંટણી નજીક આવી, કોંગ્રેસનો પરાજય થયો અને જનતાદળે બાજી મારી ભાજપ અને સામ્યવાદી પક્ષોએ જનતાદળને ટેકો આપતા જનતાદળના વીપી સિંહ 26 ડિસેમ્બર 1989ના રોજ વડાપ્રધાન બન્યા. 
જનતાદળના ચૂંટણી ઢંઢેરામાં મંડલપંચ લાગુ કરવાનું વચન આપ્યું હતું મંડલપંચ લાગુ કરાવવા માટે બસપાએ "મંડલ કમિશન લાગુ કરો વરના કુર્સી ખાલી કરો"નો નારો બુલંદ કર્યો. માયાવતીએ સંસદમાં માગ કરી કે મંડલપંચ લાગુ કરો. બસપાએ મંડલપંચ લાગુ કરાવવા માટે દિલ્હીમાં એક માસ સુધી જેલ ભરો આંદોલન કર્યું. દરરોજ હજારો બસપાઈ એકત્ર થતા અને 'મંડલપંચ લાગુ કરો વરના કુર્સી ખાલી કરો'નો નારો બુલંદ કરીને ધરપકડ વહોરી લેતા હતા. ઉત્તર ભારતમાં બસપાએ પછાત વર્ગોમાં પોતાની પકડ મજબૂત બનાવી હતી. 
મંડલપંચના ચેરમેન બી.પી.મંડલ યાદવ હોવાથી યાદવ જાતિનો પછાત વર્ગમાં સમાવેશ કર્યો હતો પણ જાટ જાતિનો સમાવેશ નહોતો કર્યો. ઉત્તર ભારતમાં આ બંને જાતિઓ એકબીજાની હરીફ જેવી છે. નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલ પોતે જાટ હોવાથી વીપીને કહ્યું કે પછાત વર્ગોની યાદીમાં પહેલા જાટને સમાવો પછી મંડલપંચની જાહેરાત કરો.વીપીએ દેવીલાલની વાત નકારી ત્યારે દેવીલાલ કાંશીરામને મળ્યા કાંશીરામે કહ્યું કે જો તેઓ પોતે વડાપ્રધાન થતા હોય તો હું રાજી છું. આ બાજુ શરદ યાદવ અને રામવિલાસ પાસવાન વીપીને મળ્યા અને કહ્યું કે જો તેઓ મંડલપંચ જાહેર નહિ કરે તો તેઓ દેવીલાલને પોતાના નેતા તરીકે સ્વીકારી લેશે વીપીસિંહની ઈચ્છા મંડલપંચ આપવાની નહોતી પણ ચોતરફથી ઘેરાયેલા વીપીસિંહે છેવટે મંડલપંચની ઘોષણા ઓગસ્ટ 1990માં કરી નાખી.
સંસદમાં ભાગ્યે જ બોલતા રાજીવ ગાંધીએ સતત ચાર કલાક ભાષણ મંડલપંચના વિરોધમાં સંસદમાં આપ્યું જનતાદળને ટેકો આપતા ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો.મંડલની વિરુદ્ધમાં કમંડળનો સહારો લેવાનું ભાજપે નક્કી કર્યું. મીડિયા માટે 87-89 દરમિયાન બોફોર્સ અભિયાનના હીરો બનેલા વીપી એકાએક વિલન બની ગયા.
દેશભરમાં સવર્ણ લોકો અને વિદ્યાર્થીઓએ મંડળ પંચના આરક્ષણ વિરુદ્ધ દેખાવો કર્યા. અમુક વિદ્યાર્થીઓએ આત્મદાહની કોશિશ કરી.મીડિયા પણ મંડલપંચના આરક્ષણ વિરુદ્ધમાં ઉતરી આવ્યું. 
એલ.કે.અડવાણીએ રામમંદિર માટે રથયાત્રા કાઢવાની જાહેરાત કરી. ગુજરાતના સોમનાથથી શરૂ થયેલી યાત્રા બિહારમાં પહોંચી બિહારમાં જનતાદળના લાલુપ્રસાદ યાદવ મુખ્યમંત્રી તરીકે હતા. તેમણે રથયાત્રા રોકી અને અડવાણીની ધરપકડ કરી જેલમાં પૂર્યા. વળતા પગલાં રૂપે ભાજપે જનતાદળને આપેલો ટેકો પાછો ખેંચતાં વીપી સિંહ સરકારનું પતન થયું. 10 નવેમ્બર 1990ના રોજ વીપી સરકારનો અંત આવ્યો. એક વર્ષ કરતા પણ ઓછું શાસન કર્યું હોવા છતાં દેશની 54%આબાદીને પોતાનો બંધારણીય અધિકાર આ સરકારના શાસનમાં મળ્યો તે પણ હકીકત છે.વીપીએ મંડળ પંચની 24 પૈકી માત્ર 2 જ ભલામણો અમલમાં મૂકી હતી, બાકીની 22 ભલામણોનો પણ અમલ થાય તે માટે આપણે લડવાનું બાકી છે.
દેશના ઓબીસી સમાજ માટે એક અગત્યનું પાત્ર બની જનાર વીપી સિંહનું 27 નવેમ્બર 2008ના રોજ મૃત્યુ થયું.


Facebook Post :