By Rahul Vaghela || 14 Aug 2017
વોટ્સએપના એક ગૃપમાં, ભગવાના એક અંધભક્ત (સામુહિક બાળ સંહારમા પણ અસંવેદનશીલ) તરફથી જોગી બાબાના લુલા બચાવમાં એન્સેફેલાઈટીસથી પાછલાં વર્ષોમાં થયેલા મૃત્યુના આંકડા રજુ કર્યા અને એવો તર્ક રજુ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો કે દરેક વર્ષે ઓગસ્ટ મહીનામાં આ વર્ષે થયા તેટલા જ કે તેથી વધુ બાળકોના મૃત્યુ થાય છે અને આ BRD હોસ્પિટલમાં સરેરાશ રોજ 17-18 મૃત્યુ થાય છે એટલે કે સાબીત અને સમજાવવા એવુ માંગે છે કે થયેલ મૃત્યુએ સ્વાભાવિક અને દર વર્ષે થાય જ છે, કોઈએ નવાઇ પામવું નહીં અને એ મૃત્યુ માટે કોઇ પણ હાલનાં કે ભુતકાળના નેતા કે સરકારી બાબુઓ જવાબદાર નથી!! અને વધુંમાં ભક્તે રજુ કર્યું કે હાલનું રાજય શાસન આ રોગને નીયંત્રીત કરવા નક્ક પગલાં મે-17થી ભરી જ રહી છે.....
એરે મારા અંધભક્ત, માનવતાની સંવેદનાવાળી આંખો ખોલ અને વાસ્તવિકતામાં મગજને ચલાવી વીચારો,
મૃત્યુ કોઇ રોગના કારણે કુદરતી રીતે થઇ છે એ વાતનો કોઇ પ્રશ્ન અત્યારે છે જ નહીં, અને જો રોગનાં કારણે જ ઓગસ્ટમાં જ આટલા મૃત્યુ થતાં હોત તો ચોકકસ પાછલા વર્ષોમાં આથી પણ વધું જ મૃત્યુ થયા હશે કારણ રોગને કંટ્રોલ કરવાનું કામ તો હમણાંથી જ ચાલું થયું હશે, તો પછી અત્યારે જે પીંજણ, હોબાળો,હુડીયો અને બખેડો (ગોરખપુર ઇસ્યુ પર) વર્તમાન રાજય શાસન અને હોસ્પિટલ શાસન પર છે તેનાથી વધુ અથવા તેટલો દેકારો પાછલા વર્ષોમાં થયો હોવો જ જોઇએ, પણ શા માટે આવું ક્યારેય ભુતકાળમાં સાંભળવામાં આવ્યું નથી?
વધુમાં આપણે આ પ્રકારના સામુહિક બાળ સંહારના કીસ્સામાં પણ એક માનવીય સંવેદના દર્શાવી શકતા નથી અને કોઇ એક ઇસ્યુમાં થયેલ ગંભીર બેદરકારીનો લુલો બચાવ કરવા હવાતીયા મારીએ છીએ. BRD હોસ્પિટલ બનાવમાં ડોળાવગરના કોઇ પણ ડફોળીયાને પણ સમજાય કે જે બાળકોએ પોતાના જાન ગુમાવ્યા છે તે ફક્તને ફક્ત ગંભીર બેદરકારીના કારણે જ ગુમાવ્યા છે (ઓક્સીજન સપ્લાય કરતી કંપની પુષ્પા સેલ્સના નીવેદનો પરથી કારણ સ્પષ્ટ છે). પણ ના એવા બેજવાબદાર નીવેદનો એવી એવી વ્યક્તિઓ તરફથી આવી રહ્યા છે કે ગંદકીના કારણે મૃત્યુ થયા(તો ગંદકી સાફ કરાવવીએ કોની જવાબદારી), ઓગસ્ટ મહીનામાં મૃત્યુ આંક વધું જ હોય છે (તો શું આ પહેલીવાર જ જાહેર થયું છે?) અને એવું જ હોય તો શા માટે કોલેજ પ્રિન્સીપાલને સસ્પેન્ડ કર્યા? શા માટે એનઆઇસીયુ વિભાગના વડા પર પણ પગલા? (જો બાળકોના મૃત્યુ દર વર્ષે ઓગસ્ટમાં જ થતા હોય તો)...
તો પ્લીઝ અંધભક્તો બાળકોના મૃત્યુ પર રાજકારણ ના કરો અને ખોટા હવાતીયા ના મારો..
આ પોસ્ટ અને પાછલી અમુક પોસ્ટ પરથી ધણાને એવું લાગશે કે આ ઓવર સેન્ટીમેન્ટ છે..તો હા છે જ કારણ હું આ બનાવને કોઇ રાજકીય પક્ષના તરફી/વિરોધી તરીકે નહીં, કોઇ એક વિચારધારામાં માનનાર તરીકે નહીં, કે કોઇ એક વર્ગ સમુહની સમસ્યાને વાચા કે થયેલ અન્યાયનાં વિરોધકર્તા તરીકે નથી લઇ રહ્યો..પરંતુ આ બનાવમાં એક પિતા કે માઁ એ પોતાના વહાલસોયાને ગુમાવ્યા હોય અને જે જ્વાળા હ્રદયમાં સળગતી હોય એવાં માઁ-બાપ તરીકે લખી અને લઇ રહ્યો છું અને આ જ લાગણી/પ્રતીભાવ કોઇ પણ બેદરકારીના કારણે બાળ/બળકોના અપમૃત્યુ પર રહેશે જ.
અંતે આ લાંબુલચક લેકચર અને બળાપો લખવાનો અન્ય એક હેતું એપણ છે કે કોઇ પણ આવી દુ:ખદ સામાજિક ઘટનાઓમાં જે કોઇ પણ સરકારી બાબુ જવાબદાર હોય તો તેની સામે ગંભીર પગલાં લેવાય, કોઇ રાજકીય નેતા જવાબદાર હોય તો તેની સામે પગલાં લેવાય અને તેનો બહીષ્કાર થાય અને લોકતંત્રનું મુળ અંગ "લોકો" પહેલાં ચશ્મા ઉતારે અને સંવેદનશીલ તથા તટસ્થ રહી મુળ મુદ્દે વિરોધ નોંધાવે...
રાહુલ વાધેલા
જય ભારત...જય સંવિધાન...
No comments:
Post a Comment