Showing posts with label 10 rupee coin. Show all posts
Showing posts with label 10 rupee coin. Show all posts

May 01, 2017

દસ રૂપિયાના સિક્કાએ કરી દેશ ભક્તિની એસી કી તૈસી : પ્રગ્નેશ લેઉવા

#દસ_રૂપિયાના_સિક્કાએ_કરી_દેશભક્તિની_એસી_કી_તૈસી ..
ફરાળી ચેવડો લેવા ઘર સામેની પટેલની દુકાને ગયો . ઘણા લોકો ટીવી જોઈ રહ્યા હતા દુકાને લગાવેલું . એમાં શહીદોના સમાચાર આવતા હતા . 2 સિપાહીના શરીર ને ક્ષત વીક્ષત કરી મારી નાખ્યા . ક્રૂર રીતે આતંકવાદી દ્વારા હત્યા .. સૌ લોકો ઉશ્કેરાઈ ગયા ને પોત પોતાની રીતે રોષ ઠાલવી રહ્યા હતા . એમાં દુકાન માલિક પટેલ પણ સામેલ .
મોદી ની 56 ની છાતી , સર્જીકલ સ્ટ્રાઈક ફરી કરો એમ વાતો આગળ વધી . મેં પણ જમ્પલાવ્યું .. મેં કહ્યું 370 ની કલમ નાબૂદ કરો ને યાર એટલે બધું પતે આ .. તો વડીલે કહ્યું કે એટલું આશાન નથી એ કામ .. મોદીને સેટ થવા દો એકવાર પછી એ કરી જ દેશે .. મેં રેંફ્રેન્ડમ નું કહ્યું અને સમજાવ્યું તો સૌ ઉકળી ઉઠ્યા કે કાશ્મીર તો કોઈ ભોગે ના જવા દઈએ .. તમે કેવી વાતો કરો છો . કાંઈ ભાન પડે છે . દેશ પ્રત્યે લગાવ લાગણી કે દેશપ્રેમ જેવું કાઈ છે કે નહીં .. એક વડીલે મને આ રોકડું પરખાવ્યું.  એમાં દુકાન માલિક પણ સુર પુરાવ્યો અને કહે કે ભાઈ કૉંગ્રેસી લાગો છો તમે . એટલે આવી વાતો કરો છો . નહિ તો દેશ વિરુદ્ધ બોલે જ નહીં કોઈ ... મને લાગ્યું કે આ લોકો હવે સર્ટિફિકેટ આપે એ પેહલા નીકળી જવું ...
મેં કાઉન્ટર પર દસ નો સિક્કો મુક્યો ને કીધું ભાઈ રિયલ નો ફરાળી ચેવડો આપો .. ચેવડો આપ્યો પણ કહ્યું આ સિક્કો નહિ ચાલે  .   નોટ આપો દસ ની ..મેં સવાલ કર્યો કેમ નહિ ચાલે ભાઈ શુ વાંધો છે આમા ??? તો કહે ભાઈ બસ બીજા નથી લેતા તો અમે પણ નથી લેતા ..
મેં કહ્યું ભારત સરકાર દ્વારા પ્રમાણિત અને રિઝર્વ બેન્ક દ્વારા માન્ય તો છે .. પછી શુ પ્રોબ્લેમ ?? તો કહે ભાઈ જે હોય તે અહી અમારી દુકાન મા તો નહીં જ ચાલે .
મેં કહ્યું આ તો દ્રોહ છે એક પ્રકાર નો દેશના ચલની નાણાં નહિ સ્વીકારીને ..
મને રોકડું પરખાવ્યું ... હા ભાઈ છે દ્રોહ ..શુ કરી લેશો.  જાવ નહિ લેતા અમેં દસ ના સિક્કા .. થાય તે કરી લો .
મન મા હું હસ્યો કે 10 રૂપિયા ની ઔકાત છે મારા આ દેશ ની અને દેશપ્રેમ ની. .????????
(સત્ય ઘટના આધારિત )
પ્રગ્નેશ લેઉવા :::





RBI Notification : -