November 21, 2018

ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસનું બ્રાહ્મણવાદી ચરિત્ર

By Kiritkumar Pravasi || Written on 16 Nov 2018




જવાહરલાલની પુત્રી ઇન્દિરા ગાંધીને યાદ કરીએ ત્યારે બે સિદ્ધિઓ અચૂક યાદ આવે.એક તો પરમાણુ ધડાકો કરાવીને વિશ્વને સ્તબ્ધ કરાવી દેનાર ઇન્દિરા અને બીજું બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રને જન્મ આપનાર ઇન્દિરા.'ગાય કી દુમ તુમ રખો' જેવો લોકરંજક નારો 'ગરીબી હટાવો' ઈન્દીરાએ આપ્યો હતો જરૂર પણ દેશમાંથી ગરીબી ક્યારેય હટી જ નહિ !

ઇન્દિરા પણ જવાહરલાલની જેમ જ બિનસવર્ણ પ્રજાના અધિકારોની વિરોધી રહી છે. દેશની 54% ઓબીસી આબાદીને પોતાના બંધારણીય અધિકારો આપતું કાલેલકર પંચ તેમના પિતાની જેમ જ ક્યારેય લાગુ કર્યું જ નહિ ! દલિત ખ્રિસ્તી અને દલિત મુસ્લિમને પણ અનુસૂચિત જાતિના લાભો મળે તે માટે 1950નો રાષ્ટ્રપતિનો હુકમ જે એમના પિતાએ કરાવેલો તે ક્યારેય રદ કર્યો જ નહિ ! 

સૌથી વધુ બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે. સૌથી વધુ સવર્ણ મુખ્યમંત્રીઓ પણ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે.આમ, કોંગ્રેસનું ચરિત્ર પણ બ્રાહ્મણવાદી જ રહ્યું છે.

ગુજરાતમાં ચીમનભાઈ પટેલ પહેલાના મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ જ રહ્યા છે.જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ અને ઘનશ્યામભાઈ ઓઝા નામના ચાર-ચાર બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ કોંગ્રેસે આપ્યા ઘનશ્યામભાઈ ઓઝાના કાર્યકાળ દરમિયાન ચીમનભાઈ પટેલ નામના બિનબ્રાહ્મણ નેતાનો ઉદ્ભવ થઇ ચૂક્યો હતો. ચીમનભાઈને જ્ઞાન થયું કે બ્રાહ્મણોની વસ્તી ગુજરાતમાં નગણ્ય છે.બ્રાહ્મણોના ધારાસભ્યો પણ પટેલ ધારાસભ્યો કરતા ઓછા છે તો પછી પટેલ મુખ્યમંત્રી કેમ ના થાય ? આ હિસાબે ચીમનભાઈએ ઇન્દિરા ગાંધીની પસંદ એવા ઘનશ્યામભાઈ ઓઝા સામે બળવો પોકાર્યો અને કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ચીમનભાઈએ 17 જુલાઈ 1973ના રોજ કોંગ્રેસ પક્ષમાંથી મુખ્યમંત્રી તરીકે સ્થાન ગ્રહણ કર્યું ઇન્દિરા ગાંધીને આ ન ગમ્યું શા માટે ન ગમ્યું ? એમના બ્રાહ્મણ મુખ્યમંત્રીને એક તો ચીમનભાઈએ પડકાર આપ્યો હતો.બીજું કે પટેલની વસ્તી સારી એવી હતી અને પટેલો શિક્ષણમાં આગળ વધી રહ્યા હતા.પટેલ મુખ્યમંત્રી હોય તો શિક્ષણમાં આગળ વધેલી પટેલ કોમ રાજસત્તાનો સહારો લઈને પ્રશાસનમાં પણ સારી રીતે ગોઠવાઈ જાય તે ઇન્દિરા સારી રીતે જાણતા હતા. ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને હટાવવા ગુજરાત કોંગ્રેસના બ્રાહ્મણ નેતાઓનો સાથ લઈને છૂપી રીતે વિદ્યાર્થીઓને સાધીને ગુજરાતમાં નવનિર્માણ આંદોલન કરાવ્યું ચીમનમભાઈને રાજીનામુ આપવું પડ્યું અને 9 ફેબ્રુઆરી 1974ના રોજથી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું। 

એ દરમિયાન દેશમાં જનતા મોરચો બની ચૂક્યો હતો.જનતા મોરચાના મુખ્યમંત્રી તરીકે બાબુભાઇ જશભાઈ પટેલે 18 જૂન 1975ના રોજ શપથ લીધા ત્યારબાદ ફરીવાર રાષ્ટ્રપતિ શાસન આવ્યું આ સમયગાળા દરમિયાન ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને કોંગ્રેસ છોડવા મજબૂર કરી દીધા હતા.કોંગ્રેસને ફરી વાર સરકાર રચવાની તક 24 ડિસેમ્બર 1976ના રોજ મળી. પટેલ મુખ્યમંત્રી થાય તો બ્રાહ્મણોના પ્રશાસનમાં રહેલા એકાધિકારને પડકારે અને નોકરીઓમાં ઘુસવા માંડે એ ન પોસાય કેમકે પટેલો શિક્ષિત બની ગયા હતા. રાજ્યમાં પટેલ કરતા વધુ વસ્તીવાળી કોમ ઠાકોર હતી અને એ સમયે ઠાકોરોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું એટલે ઇન્દિરા ગાંધીએ માધવસિંહ સોલંકી પર પોતાની પસંદગી ઉતારી માધવસિંહ મુખ્યમંત્રી બને તો એમની કોમ ઓછું ભણેલી હોવાથી પ્રશાસનમાં રહેલ ઉચ્ચ હોદાઓ સુધી પહોંચી જ ન શકે. બીજું કે કોંગ્રેસ પક્ષની છાપ પછાત તરફી પક્ષ તરિકેની પણ ઉભી થાય.આમ કે આમ, ગુટલીયો કે દામ.એટલે ચીમનભાઈ પટેલને કાઉન્ટર કરવા માટે માધવસિંહ સોલંકી નામનો પાસો ઈન્દીરાએ ફેંક્યો અને 24 ડિસેમ્બર 1976ના રોજ માધવસિંહે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

1981માં માધવસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે જ પ્રથમ અનામત વિરોધી આંદોલન થયું પણ ઈન્દીરાએ માધવસિંહનો જ પક્ષ લીધો અને મુખ્યમંત્રી તરીકે ચાલુ જ રાખ્યા !

કટોકટી લાદીને ઇન્દિરા ગાંધીએ લોકતંત્રનું ખૂન જ કરી નાખ્યું હતું, એ વિષે સૌથી વધુ લખાયું હોવાથી અત્રે લખતો નથી.બિનકોંગ્રેસી રાજ્ય સરકારોને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવું એ પણ ઈન્દીરાની બિનલોકશાહી વર્તણુક હતી.

જવાહરલાલ અને ઇન્દિરાના સમયે 54% ટકા વસ્તી ધરાવનાર ઓબીસી સમાજનું વર્ગ-1 અને વર્ગ-2માં પ્રતિનિધિત્વ ભાગ્યે જ હતું. જયારે દલિત-આદિવાસીને અનામત મળતી હતી તેમ છતાં તેમનો ક્વોટા ભરાય તે માટે પણ આ બાપ-બેટીની જોડીએ બેદરકારી દાખવી હતી. 

આમ, જવાહરલાલ નહેરુની જેમ જ ઇન્દિરા ગાંધી પણ બહુમતી બિનસવર્ણ વર્ગના હિતોની વિરુદ્ધમાં હતા.




Facebook Post: 

No comments:

Post a Comment