March 06, 2018

આંબેડકર ની વિચારધારા સમજવા માટે એમને વાંચવા જરુરી છે

By Jigar Shyamlan ||  4 March 2018 




આજે પણ બાબા સાહેબનું નામ પડે કે મનુવાદી વિચારસરણી ધરાવતી પાર્ટીઓને તરત જ પરસેવો છુટવા માંડે છે.

આ ડર આજનો નથી પણ બાબા સાહેબ હયાત હતા ત્યારથી છે. એ વખતે પણ અસ્તિત્વમાં રહેલી રાજકીય, સામાજિક સંગઠનો બાબા સાહેબના નામથી થર..થર..થર કાંપતા હતા.
આ ડર વિશેનું કારણ ખુદ બાબા સાહેબે જણાવતા કહ્યું હતું કે-
'' હું વિધ્વાન છું.....
વધારે ભણેલો ગણેલો છું....
સૌથી મોટા સમુદાયનું પ્રતિનિધિત્વ કરું છું....
આ બધા કારણોસર લોકો મારાથી ડરતા નથી.
પણ એ લોકો મારાથી ડરે છે કારણ કે....
હું શીલવાન છું....
ચારિત્રવાન છું....
સ્વમાની છું.....
મને ખરીદી શકાય તેમ નથી.....
મને અને મારા વિચારોને વેચી શકાય તેમ નથી."

આજે મોટાભાગના રાજકીય પક્ષો બાબા સાહેબ સાથે પોતાને જોડી પછાત સમાજને ખુશ કરવા પ્રયાસ કરી રહ્યા છે. પણ તેમને જોઈયે તેટલી સફળતા મળી રહી નથી. કારણ બાબા સાહેબના વિચારધારા અને બાબા સાહેબે લખેલા પુસ્તકો.

બાબા સાહેબની વિચારધારા અને તેમને લખેલા પુસ્તકો એક રીતે છુપાવી રાખેલા બોમ્બ છે. બસ આપણે કંઈ કરવાનું નથી બાબા સાહેબના પુસ્તકોનાં પાનાં ખોલીને વાંચવાના છે.

જ્યારે બાબા સાહેબના વિચારધારા સમાવતા પુસ્તકોરૂપી બોમ્બને વાંચનરૂપી દિવેટથી સળગાવીશું. બસ ત્યારે એવો વિસ્ફોટ થશે જેમાં મનુવાદી વિચારસરણી પાયામાંથી હચમચીને ધરાશાયી થઈ જશે..જમીનદોસ્ત થઈ જશે...

એટલે સૌએ એક જ કામ કરવાનું છે.... બસ સમાજનાં પ્રત્યેક માણસ સુધી બાબા સાહેબના વિચાર... અને તેમને લખેલ પુસ્તકોનો શક્ય તેટલો ફેલાવો કરવો....

આપણે બસ એટલો પ્રયાસ કરવાનો છે કે લોકો બાબા સાહેબને વાંચતા થાય. બસ પછી એને જાગ્રત કરવાનું કામ ખુદ બાબા સાહેબની વિચારધારા કરી દેશે.
- જિગર શ્યામલન

No comments:

Post a Comment