June 15, 2017

સંતોની વિચારધારામાં પણ કન્ફયુઝન.....!!!!!!!!

ભારત સંતોની ભુમિ તરીકે ઓળખાય છે.. તો પણ અનેક બદીઓ જોવા મળે છે. જેમાં આભડછેટ સૌથી મોટી અને કલંકરૂપ બદી છે. એક વસ્તુ માકઁ કરવા જેવી છે... જ્યાં કહેવાતા સંતો કે ભકતો વધુ પાક્યા તે પ્રદેશમાં આભડછેટ વધુ છે.
ગુજરાતનું સૌરાષ્ટ્ર સંતો ભક્તોની ભુમિ કહેવાય છે. ત્યાં આભડછેટનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધુ છે. બીજા નંબરે કચ્છ.., પછી ઉત્તર ગુજરાત.
ખરા અથઁમા કહીએ તો આ સંતોએ જ રેશનાલીઝમની પથારી ફેરવી નાખી છે. આજે સમાજમાં જડ બની ગયેલી અંઘશ્રધ્ધા અને ઈશ્વરપુજાનો ફેલાવો કરવામાં આ સંતોનો ફાળો સવિશેષ છે.
આંગળીના વેઢે ગણી શકાય તેટલાને બાદ કરતા બાકીના બધાય સંતો કે ભક્તો ઈશ્વર અને ભગવાનનાં પરચાઓ તથા લીલાઓમાં જ રચ્યા પચ્યા રહ્યા...તેને સમઁથન આપતા રહ્યા.
નરસિંહ મહેતા અને મીંરાબાઈ આ બન્નેના ભક્તિગીતો, રચનાઓ, ભજનો જોઈયે તો તેમાં વણઁવેલી વાતો બસ કોરી કલ્પનાઓ અને અંધશ્રધ્ધા પોષક લાગે છે. કારણ પોતાની રચનાઓમાં અંધશ્રધ્ધાને પોષવામાં આ બન્ને સંતોએ કંઈ બાકી રાખ્યુ નથી..
ગોપનાથ મંદિરમા કૃષ્ણ રાસલીલા જોવા મશાલ પકડી ઊભેલ નરસૈયો ભાન ભુલી પોતાનો અડધો હાથય બાળી નાખે... અને તે ભગવાન બળી ગયેલ હાથને સજઁરી કરી ફરી સરખો કરી આપે.
ઝેરના પ્યાલા અમૃત બનાવે તે મીંરાનો પ્રસંગ હોય. પ્યાલામાં ખરેખર ઝેર હતુ કે પાણી એ તો પુરાવાનો વિષય કહેવાય. બન્ને પ્રસંગોમાં સત્ય શું એ તો તેઓ જ જાણે.. આ બે સિવાય આ બન્ને સંતો કમ ભક્તો ના જીવનમાં એવા કેટલાય પ્રસંગો છે જે સીધા જ ઈશ્વર ચમત્કાર સાથે સંકળાયેલ છે અને અંધશ્રધ્ધાને પોષતા રહ્યા છે.
પછાત સમાજમાં પણ કેટલાક સંતો થયા. કબીર, રોહીદાસ, ચોખામેલા etc મોટાભાગે સંતોની વિચારસરણીમાં ચોખ્ખો ભેદ દેખાય છે.
1. કારણ એક ઈશ્વરનું ભરપુર સમઁથન કરે તો બીજા ઈશ્વરની માન્યતાનો છેદ ઉડાવે..
2. એક મુતિઁપુજાને જબરજસ્ત સમથઁન આપે તો બીજા મુતિઁપુજાને મુખઁતાપુણઁ ગણાવે...
3. એક ધામિઁકવિધીઓને યોગ્ય ગણાવે તો બીજા તેને પાખંડ કહી ટીકા કરે....
એટલે બસ.. કન્ફયુઝન.... કન્ફયુઝન..... કન્ફયુઝન
- જિગર શ્યામલન

Facebook Post :-

આપણી મહાન આર્યસંકૃતિનો ઇતિહાસ ... સોરી ,મિથીહાસ

By Rushang Borisa


એક પુરુષવાદી માનસિકતા દર્શાવતી પોસ્ટ શેર થઇ હતી.વળી, તેઓ મહિલાઓ પ્રત્યે લાગણી દર્શવતા તેમણે પ્રાચીન સંસ્કૃતિનું પાલન કરવાની સલાહ પણ આપી.

ચાલો..આપણી પ્રાચીન "ભવ્ય" આર્યસંસ્કૃતિ ના દર્શન કરાવું...

હમણાં દીર્ઘતમા ની "મહાન" આર્યકથા જણાવી હતી ( ધાર્મિક-સાંસ્કૃતિક બળાત્કાર ).તેનાથી આગળ જઈએ;

➤ દીર્ઘતમાના પત્ની પ્રદ્વેષી.તેમના મોટા દીકરા-ગૌતમ ઋષિ.પતિ અંધ હોય પ્રદ્વેશી પુત્રોની પ્રાપ્તિ બાદ સ્વચ્છન્દ બને છે.આ વાતની જાણ દીર્ઘતમાને થતા તે પ્રદ્વેષીને ઠપકો આપે છે.પ્રદ્વેષી પ્રત્યુત્તર આપે છે કે તમે મને ખુશ નથી રાખતા; મારુ રક્ષણ કરવા સક્ષમ નથી.ક્રોધિત દીર્ઘતમા શ્રાપ આપે છે કે સ્ત્રીજાતિએ એક જ પુરુષ સાથે જીવન વિતાવવું.વ્યથિત પ્રદ્વેષી પુત્ર ગૌતમને આદેશ આપે છે કે પિતાને ગંગામાં ફેંકી દો.ગૌતમ વીના સંકોચે દીર્ઘતમાને ગંગામાં વહાવે છે.(પરશુરામ યાદ આવ્યા...પોતાના પિતાના આદેશથી માતા અને ભાઈઓની હત્યા કરી હતી)દીર્ઘતમાનો ભેટો રાજા બલિ સાથે થાય છે.બાદમાં હાસ્યાસ્પદ રીતે નિયોગવિધિથી દીર્ઘતમા રાજાની દાસી સાથે સહવાસ કરી ૧૧ પુત્રો પેદા કરે છે.(પત્નીએ એક જ પુરુષ ને વફાદાર રહેવું અને પતિ એ અનેક સ્ત્રી સાથે વફાદાર રહેવું?)

➤ ઋષિ ભારદ્વાજ : એવું કહેવાય છે કે ભારદ્વાજ ઉતથ્ય અને બૃહસ્પતિના પુત્ર છે.પણ,ઉતથ્ય અને બૃહસ્પતિ તો ભાઈ છે! હકીકતે ભરદ્વાજ ઉતથ્ય,બૃહસ્પતિ અને મમતાના પુત્ર છે.ભારદ્વાજ એટલે બે વીર્યના ભારથી પેદા થયેલ.(સમજી જવાનું... મહાન આર્યસંસ્કૃતિ)ભારદ્વાજ વેદોમાં નિપુણતા મેળવે છે..મહાન બ્રાહ્મણ બને છે.પણ એક વાર દૂરથી ઘ્રુતાચી નામક અપ્સરાને દેખતા આ બ્રાહ્મણજન શીઘ્રસ્ખ્લન કરી બેસે છે અને વીર્ય એક વાસણમાં પડે છે જેમાંથી દ્રોણાચાર્યનો જન્મ થાય છે.

➤ ગૌતમ ઋષિ (દીર્ઘતમા અને પ્રદ્વેષીના જ્યેષ્ઠ પુત્ર) ના પત્ની અહલ્યા.અહલ્યા એટલે બ્રહ્માપુત્રી.પોતાની પુત્રીના પુરુષ ખુદ બ્રહ્મા શોધે છે કે જે મહર્ષિ હોય.આ એ જ મહર્ષિ છે જેમણે પોતાના પિતાને નદીમાં ફેંકી દીધા હતા.ગૌતમના પુત્ર શરદ્વાન. શરદ્વાન ને સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા જન્મે છે અને તે ઘોર તપ કરે છે.(ખબર નહીં બ્રહ્નને પ્રાપ્ત કરેલ બ્રાહ્મણને હજુ પણ શું લાલચ બાકી રહે ?)ઇન્દ્ર શરદ્વાનને રોકવા જાનપદી નામક અપ્સરા ભેટ આપે છે.બસ પછી શું જોઈએ આર્યસભ્યતાને? સ્ત્રી મળતા જ ભરદ્વાનને ઇન્દ્રને બક્ષે છે અને જાનપદી વડે જોડિયા બાળકોને જન્મ આપે છે-કૃપ અને કૃપી.(કૃપ એટલે મહાભારતના કૃપાચાર્ય) કૃપી એ દ્રોણાચાર્યની સ્ત્રી બને છે.

➤ કશ્યપ-બ્રહ્માના માનસપુત્ર.ઇન્દ્ર એ કશ્યપના પુત્ર.હવે ઇન્દ્ર અને અહલ્યાની કથા નથી જણાવવી.

આપણી મહાન આર્યસંકૃતિનો ઇતિહાસ (સોરી,મિથીહાસ)સાંભળી આધ્યાત્મિક તો નથી થઇ ગયા ને???

🔁હવે કેટલુંક ક્રોસ-કનેકશન જાણીયે:

🔄 દીર્ઘતમા અને ભારદ્વાજ બન્ને ભાઈઓ.ગૌતમ એ ભારદ્વાજના ભત્રીજા.ગૌતમપુત્ર શરદ્વાનએ ભારદ્વાજના પૌત્ર.ભરદ્વાજનાં પુત્રના પત્ની બીજું કોઈ નહીં પણ શરદ્વાનના પુત્રી. એટલે દ્રોણાચાર્ય ખરેખર તો પોતાની પત્નીના જ કાકા હતા!

🔄 ઇન્દ્ર બ્રહ્માના પૌત્ર અને અહલ્યા બ્રહ્માપુત્રી.એટલે ઇન્દ્રે પોતાની ફોઈ ઉપર જ બળાત્કાર કર્યો??!!

નોંધવા જેવી બાબત એ છે કે મહાન આર્યસંસ્કૃતિમાં શ્રેષ્ઠ વર્ણના લોકોને અપ્સરાનો જબરો મોહ હોય છે.(શરદ્વાન અને વિશ્વામિત્ર ની કથા એકસરખી તો છે)

આ મહાન સંસ્કૃતિમાં દાસીઓની સ્થિતિ દયનિય હતી.દાસીઓ સાથે કોઈ પણ ઉચ્ચ પુરુષ જે કરવું હોય તે કરવા સ્વતંત્ર હતા.વળી,લોકો દાસીઓની અદલાબદલી પણ કરતા! આ એ જ સંસ્કૃતિ છે જે નારીને તાડન(સજા) ને લાયક ગણાવે છે.

બ્રાહ્મણગ્રંથમાં સાફ લખ્યું છે કે જો બ્રાહ્મણ કોઈ પતિ પાસે સ્ત્રીની માંગણી કરે તો પતિએ પત્ની બ્રાહ્મણને સોંપવી.જો પતિ પોતાની પત્નીને નિયોગ માટે બ્રાહ્મણ સાથે સંભોગ કરવાનો આદેશ કરે તો પત્નીએ તેનું પાલન કરવું.

આર્યસંસ્કૃતિમાં સ્ત્રીને ઉપભોગના વસ્તુ માનવામાં આવતા તેવું કહીયે તો પણ અતિશયોક્તિ ના જણાય.આટલું જાણ્યા પછી તમે "મહાન" સંસ્કૃતિની મહાનતા સમજી ગયા હશો.?જે હિન્દુવાદીઓ સંસ્કૃતિની દુહાઈ આપી તેનું પાલન કરવા કહે છે તેમનો એવો તો કયો શોખ આ જમાનામાં બાકી રહી ગયો હશે?

આધુનિક સમયના મહિલા કદાચ અત્યાર સુધીના શ્રેષ્ઠ તબક્કામાં હશે.પ્રાચીન સંસ્કૃતિએ તો નારીને નર્કના દ્વારથી સુશોભિત કર્યા હતા!

સમાજ અને સ્ત્રી-પુરુષને લઈને જે નૈતિકપ્રથા જોવા મળે છે તે ધર્મ-સંસ્કૃતિ નહીં ,પણ સ્ત્રી-પુરુષના કુદરતી પ્રેમને આભારી છે.કુદરતી ગુણોને ધર્મ-સંસ્કૃતિના નામે કેદ ના કરી શકાય.જે છે એ ભવિષ્ય જ છે...નારીને લઈને ભૂતકાળના પુનરાવર્તનના સપના જોવાનું છોડી દ્યો.

- રુશાંગ બોરીસા

"હનુમાન-જન્મ"ના ધાર્મિક યોગ

By Rushang Borisa

સામાન્ય રીતે આપણે હમુનાનને અંજની અને પવનના પુત્ર તરીકે સ્વીકારી "પવનપુત્ર" ની ઉપમા આપીયે છીએ.પણ બ્રાહ્મણગ્રંથોમાં હનુમાન વિષે કેવી કેવી કથાઓ રચાયેલ છે તે વિષે.....
 'વાલ્મિકી રામાયણ' અનુસાર અંજનીના રૂપથી મોહિત પવનદેવ તેની પાસે સમાગમની માંગણી કરે છે. બાદમાં અંજની જે બાળકને જન્મ આપે છે તેનું નામ "હનુમાન".
  'શિવ-પુરાણ' મુજબ મોહિની ને દેખી ઉત્તેજિત થયેલા મહાદેવ જયારે તેને પામવાના પ્રયાસો કરે છે ત્યારે મહાદેવનું વીર્યપાત થતા તે વીર્ય અશ્વિનીના શરીર માં પ્રવેશે છે.ગૌતમપુત્રી અશ્વિની જે બાળકને જન્મ આપે છે તે "હનુમાન".
  'ભવિષ્ય પુરાણ' મુજબ અપ્સરા અંજની અને પતિ કેસરી રમણ કરતા હોય છે ત્યારે મહાદેવ અને પવનદેવ પોતાના અંશ(વીર્ય?) અંજનીમાં સ્થાપે છે. કેસરી અને અંજનીના આ પુત્ર એટલે "હનુમાન".
  'રામકથા' મુજબ દશરથ જયારે પુત્રપ્રાપ્તિનો યજ્ઞ કરતા હતા ત્યારે જે ખીર(સંસ્કૃતમાં એક અર્થ "વીર્ય" થાય છે) રાણીઓને આપવામાં આવે છે તેમાંથી એક ભાગ બાજ પક્ષી ઉઠાવી અંજની જ્યાં વિરામ કરી રહ્યા હોય છે ત્યાં જાય છે. પવનદેવ તે ખીર(વીર્ય) અંજનીને આપે છે. તેના વડે અંજની જે બાળક ને જન્મ આપે તે "હનુમાન".
જેને જે માનવું હોય તે માને...પણ શ્રદ્ધાથી છેડો ના ફાડવો. તમારી ભક્તિ ના રહી તો અમે રાજ કોના ઉપર કરીશું? "હનુમાન ચાલીસા" અમે ૧૬ મી શદીમાં બનાવી છે. ૨૧ મી શદીમાં "વિભીષણ ચાલીસા" પણ બનાવી લઈશુ જો સંજોગો અનુકૂળ નીવડ્યા તો.
- રુશાંગ બોરીસા

અતિથિ ભૂદેવો ભવ:


"અતિથિ ભૂદેવો ભવ"
✴ મહાભારત 
પ્રજાપતિ મનુના પુત્ર-ઈશ્વાકુ. ઇશ્વાકુના ૧૦માં પુત્ર-દશવ.દશવના પુત્ર-મદિરાષવ.મદિરાષવ પુત્ર-દ્યુતિમત.દ્યુતિમતપુત્ર- સુવીર.સુવીરપુત્ર-દુર્જય. દુર્જય પુત્ર- દુર્યોધન. અને દુર્યોધનના પુત્રી- સુદર્શના. (આખો વંશ ક્ષત્રિય - શું સંયોગ છે? વર્ણવ્યવસ્થા કર્મધારિત હોય તમામ કર્મમુજબ ક્ષત્રિય હતા)
卐  કથાના શ્રીગણેશ: 
સુદર્શના ના લગ્ન અગ્નિદેવ સાથે થાય છે.(બંનેના લગ્નની પણ "ભવ્ય" કથા છે.)અગ્નિ અને સુદર્શનાના પુત્ર- "સુદર્શન". સુદર્શનના લગ્ન રાજકુમારી "ઓધવતી" સાથે થાય છે.બંને કુરુક્ષેત્રમાં સાધારણ ગૃહસ્થ જીવન વિતાવે છે.સુદર્શન વર્ણાશ્રમ મૂજબ સન્યાસનો માર્ગ અનુસરતા નથી અને પોતે ગૃહસ્થ જીવન પ્રમાણે મોક્ષપ્રાપ્તિ મેળવશે તેવી આશા રાખે છે.ગૃહસ્થ જીવનમાં શક્ય તમામ સદ્કર્મો વડે "સત્ય" ને પ્રાપ્ત કરવાનું નક્કી કરે છે. તે માટે તેઓ પત્ની ઓધવતીને અતિથિની વિશેષ સેવા કરવાનો આદેશ આપે છે.
એક વખત સુદર્શન કોઈ કામે ઘરથી દૂર ગયા હોય છે.ત્યારે એક બ્રાહ્મણ અતિથિરૂપે તેમના નિવાસે પહોંચે છે.ઓધવતી તેમનું સ્વાગત કરી આવકારે છે અને સેવા અંગે પૂછે છે. બ્રાહ્મણ ઓધવતી પાસે સમાગમની માંગણી કરે છે.ઓધવતી શરૂઆતમાં ગભરાય છે, બાદમાં પતિનો આદેશ યાદ આવતા માગણીનો સ્વીકાર કરે છે.બ્રાહ્મણ ઓધવતી ઉપર બળાત્કાર કરે છે.
તે દરમ્યાન સુદર્શન પોતાના નિવાસે પરત ફરે છે.તે ઓધવતીને પુકારે છે.ઓધવતી "સેવા"માં વ્યસ્ત હોય જવાબ આપતા નથી. બ્રાહ્મણ પોતાની ભૂખ સંતોષાયા બાદ ખુદ સુદર્શનને સમગ્ર ઘટના જણાવે છે.
સુદર્શન ધન્યતાની લાગણી અનુભવે છે.પોતાના નીવાસે એક બ્રાહ્મણ અતિથિની મનોકામના પૂર્ણ થતા સુદર્શનને અલૌકિકરૂપે "સત્ય"ની પ્રાપ્તિ થાય છે.બાદમાં બ્રાહ્મણ આકાશમાં અદ્રશ્ય થાય છે અને સાથે આકાશવાણી થાય છે કે "હું ધર્મદેવ છું." ધર્મદેવ સુદર્શનને મોક્ષ આપે છે અને સાથે સાથે ઓધવતીના ગુણગાન ગાય તેને અમરત્વ આપવા નદી બનવાનું વરદાન આપે છે.
ॐ ॐ ॐ -કથાનો "સુખદ" અંત- ॐ ॐ ॐ

"અતિથિ દેવો ભવ" - આપણી સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે. પણ, અત્યારે તેનું ૧૦૦% પાલન શક્ય છે? જો ના તો, "મહાન" સંસ્કૃતિ તરફ પુનઃ ડગલાં ભરતા પહેલા વિચારવું રહ્યું.
જેવી રીતે દેવો અપ્સરાઓ સાથે કઈ પણ કરવા મુક્ત હતા , તેમ આપણી "મહાન" સંસ્કૃતિમાં "ભૂદેવો" સ્ત્રીઓ સાથે સંબંધ બનાવવા સ્વતંત્ર હતા.ધર્મ અને સંસ્કૃતિ કોઈ પણ કાળે પુરુષપ્રધાન રહી હોય સ્ત્રીએ બલિદાન આપવું એ ધાર્મિક ફરજ છે.
વિચિત્ર લાગે કે અત્યારે હિંદુઓ આસારામ,નિત્યાનંદ કે બીજા કોઈ સ્વામી-ગુરુ ની પાપલીલા નો વિરોધ કરે છે! જયારે તેઓ તો ખરેખર ધર્મ-સંસ્કૃતિનું જ શુદ્ધ પાલન કરે છે.
ફોટો : શા માટે "અતિથિ દેવો ભવ" ના હોર્ડિગ્સમાં સ્ત્રીનો જ પ્રતીકરૂપે ઉપયોગ થતો હશે?કદાચ હવે સમજાયું!
- રુશાંગ બોરીસા