October 18, 2017

... તો ઇશ્વર અને રોમના નીરો વચ્ચે શુ તફાવત?

By Dinesh Makwana  || 01 Sep 2017


જો, તમે માનતા હોય કે સર્વશક્તિશાળી ( Almighty), સર્વવ્યાપી (Omnipresent), સર્વશક્તિમાન ( omnipotent), સર્વજ્ઞ (omniscient) ઇશ્વરે આ પૃથ્વી કે દુનિયાનું સર્જન કર્યુ હોય, તો મને કહો કેમ તેણે આનું સર્જન કર્યુ ? જે દુનિયામાં દુખ અને નિરાશા છવાયેલા હોય, જેમાં સાક્ષાત અસંખ્ય  કરુણાંતિકા મળતી રહે,જયાં એક પણ આત્મા પુરી રીતે સંતુષ્ટ ના હોય, તેવી દુનિયાનું સર્જન શા માટે કર્યુ? 

પ્રાથના, તમે તેને ઇશ્વરને માનવાનો નિયમ ના કહો, કારણ કે જો તેના દ્રારા મળતો હોય તો તો સર્વશક્તિમાન નથી.  તે આપણી જેમ બીજો ગુલામ જ છે. મહેરબાની કરીને તે પણ ના કહે કે પ્રાથના ઇશ્વરના આનંદ માટે છે. 

નીરોએ રોમને સળગાવી દીધું. તેણે કેટલાય ને મારી નાંખ્યા, કેટલીય કરુણાંતિકોઓ ઉભી કરી, તેણે આ બધુ પોતાના આનંદ માટે કર્યુ. પણ તેનું ઇતિહાસમાં કયા સ્થાન છે? ઇતિહાસકારો તેને કયા નામથી ઓળખે છે? તમામ પ્રકારના ઝેરી ઉપનામો તેના માટે વપરાય છે. નીરો માટે દરેક પાના પર ખરાબ શબ્દો વપરાય છે. હદય વિનાનો, જુલમી, દુષ્ટ વગેરે. 

બીજા એક ચંગેઝખાને હજારો જિંદગીઓને પોતાના આનંદ માટે હોમી દીધી અને આપણે તેના નામને ય નફરત કરીયે છે. પછી તમે તમારા સર્વશક્તિમાન ના અસ્તિત્વને કેવી રીતે સ્વીકારો છો? નીરો જેણે કરુણાંતિકો સર્જવાનું કામ કર્યુ, જે દરેક મિનિટે, દરેક કલાકે આ કામ કરી રહ્યો છે. આના આવા દુષ્ટ કાર્યને તમે કેવી રીતે સમર્થન આપી શકો? હુ પુછવા માંગુ છુ તે સર્વશક્તિમાને કેમ આ દુનિયા- જે સાક્ષાત નરક છે, એવું સ્થળ જયા સતત અને કડવી અશાંતિ રહેતી હોય, આવી દુનિયાનું સર્જન કેમ કર્યુ ? માનવજાતિ નું સર્જન શા માટે કર્યુ જ્યારે તેની પાસે આ બધુ નહી કરવાની અપાર શક્તિ હતી. આ બધાનો શો અર્થ છે? નિર્દોષ લોકોને સહન કરવા માટે અને નકામાને સજા આપવા માટે ? 

આનંદ મેળવવા માટે જો આ દુનિયાનું સર્જન ઇશ્વરે કર્યુ હોય તો તેના અને રોમના નીરો વચ્ચે શુ તફાવત? 

તમારી પાસે આના જવાબો છે?


ભગતસિંહ
Why I am an Atheist 
(હુ કેમ નાસ્તિક છુ)

કેટલીક કડવી પણ સત્ય વાતો

By Dinesh Makwana  || 02 Oct 2017



  1. મોલમાં આપણે કમિશન માંગતા નથી, શાકભાજી વાળા પાસે ડિસ્કાઉન્ટની સાથે ધાણા પણ માગીયે છે. 
  2. લગભગ દરેક ભારતીય પાસે મોબાઇલ છે પરંતુ ૬૦ ટકાથી વધુ ના ઘરમા આજે પણ સંડાસ નથી.
  3. જાહેરમા કીસ કરવી ગુન્હો બને છે, પણ જાહેરમા પેશાબ કરવો તેને કોઇ શરમની વાત પણ કહેતું નથી.
  4. આપણી દેશદાઝ સોશિયલ મીડીયા પર દેખાય છે પરંતુ આપણી આસપાસ ગંદકીના ઓથાર ઉભા કરીયે છે.
  5. મારા ધર્મ વિશે એક પણ ખરાબ શબ્દ હુ સાંખી શકીશ નહી પરંતુ બીજાના ધર્મની ઠેકડી ઉડાદતો રહીશ.
  6. દીકરીના શિક્ષણ માટે મારી પાસે કઇ નથી પરંતુ તેના દહેજ માટે લાખોની રકમ ભેગી કરીશ.
  7. ખેલાડીઓ ભુલાતા જાય છે. પરંતુ તેમની ઉપર બનાવેલા ફિલ્મોના અભિનેતા કે અભિનેત્રીને આપણે યાદ રાખીયે છીએ
  8. દેવી માતાની પુજા કરીશું, પરંતુ બાળકીનો જન્મ થવા નહી દઇએ.

દિનેશ મકવાણા
મણીનગર અમદાવાદ
૨/૧૦/૨૦૧૭