June 05, 2017

સાવરકર આપણને ભાડૂતી હત્યારા સમજે છે.


ભગતસિંહ અને સાથીઓની ધરપકડ બાદ HSRA ની સ્થિતિ કમજોર થઇ ગઇ હતી. ક્રાંતિદળને નાણાંની ખેંચ પડી રહી હતી. એટલે ચંદ્રશેખર આઝાદ ચિંતામાં હતાં. તેમણે સાથી યશપાલને નાણાંની તકલીફમાં સાવરકર નાણાકીય મદદ કરશે એ આશાએ પૂના મોકલ્યાં. યશપાલ પૂના પહોંચ્યા ત્યારે સાવરકર પૂજામાં વ્યસ્ત હતાં. અઢી કલાક રાહ જોવડાવી સાવરકર બહાર આવ્યા. યશપાલે વિગતે આઝાદનો સંદેશો આપ્યો અને વાત કરી. સાવરકરે જવાબ આપ્યો કે, ''અંગ્રેજો સામેની લડતમાં તો અમે તમને કોઇ મદદ નહી કરી શકીએ. પણ, હા..તમે જો મહમદઅલી ઝીણાને પતાવી દો તો ત્રણ વિદેશી પિસ્તોલ અને થોડાક રુપિયાની જોગવાઇ કરી આપીએ'' યશપાલ નિરાશ થઇને પરત ફરે છે અને આઝાદને સમગ્ર વૃતાંત સંભળાવે છે. ત્યારે આઝાદ કહે છે..''આપણે ક્રાંતિકારી છીએ અને આ હરામખોર સાવરકર આપણને ભાડૂતી હત્યારા સમજે છે.''

આ સમગ્ર વૃતાંત યશપાલે પોતાની ત્રણ ભાગની આત્મકથા 'સિંહાવલોકન ભાગ-2' વર્ષ-1952 ના પૃષ્ઠ નંબર 72 પર રજુ કરેલ છે.