April 07, 2018

ગુજરાત, 1981 અને 1985ની સાલના અનામત વિરોધી આંદોલનો અને OBC સમાજ

By Vijay Jadav  || 05 April 2018 at 8:29am



ગુજરાતમાં 1981 અને 1985ની સાલમાં અનામત વિરોધી આંદોલન થયા હતા

1985 પહેલી ફેબ્રુઆરીથી 14મી જુલાઈ સુધી લગભગ સાડા પાંચ મહીના સુધી ઓબીસીને 18 ટકા અનામતના વિરોધનુ આંદોલન ચાલ્યુ હતું. 
1985ની સાલમાં માધવસિંહ સોલંકી બીજી વાર મુખ્યમંત્રી બન્યા. તે પહેલાના ચૂંટણી ઢંઢેરામાં તેમણે સત્તા પર આવશે તો ઓબીસીને મળતુ 10 ટકા અનામત 18 ટકા વધારા સાથે 28 ટકા કરી દેવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી.

અનામતનો વિરોધ દલિત વિરોધ સુધી પ્રસર્યો હતો. જેના કારણે દલિતોની વસાહત સળગાવાઈ હતી. જેના પરીણામ સ્વરૂપે જાનમાલને નુકસાન થયુ હતુ. જાનહાનિ પણ થઈ હતી. આ આંદોલનના કારણે ગુજરાત બાનમાં અાવી ગયુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ આંદોલન છતાં ઓબીસીને ઓવરઓલ 27 ટકા અનામતનો લાભ મળ્યો હતો.

OBC વિરુદ્ધ અનામત વિરોધી એ આંદોલનો નો ભોગ દલિતો બન્યા હતા. પરંતુ દલિતો ઓબીસી ના હક ને બચાવવા આગળ આવ્યા હતા. 
આ એજ દલિતો છે જેમણે પોતાના જાનમાલ ના જોખમે OBC ને મળતી અનામત ને બચાવી હતી. પરંતુ લાગે છે કે ઓબીસી માં આવતી પ્રજા દલિતો નુ એ રુણ ભુલી ગયા છે.


- વિજય જાદવ

अहमदाबाद : आंदोलनकारी दलित युवाओं को जमानत मीली

By Raju Solanki  || 04 April 2018 at 11:18am 


भारत बंध के दौरान अहमदाबाद के खाडीया पोलीस स्टेशन से दस और कालुपुर पोलीस स्टेशन से तीन दलित युवाओं को गिरफ्तार करके कल मेट्रो कोर्ट में लाया गया था. उनमें से कालुपुर पोलीस स्टेशन से लाए गए तीन दलित युवाओं के नाम थे राकेश, गौतम बुद्ध और विजय. इन तीनों युवाओं पर लूंट का आरोप है.

हमारे दलित हक्क रक्षक मंच के लीगल एक्सपर्ट एडवोकेट इश्वरभाई मकवाणाजी और दूसरे वकील साथियों ने मीलकर रात को नव बजे इन तीनों युवाओं को जमानत दिलवाई थी. इन तीनों युवाओं को पुलीस ने टोर्चर किया था, इसकी फरियाद भी मेजिस्ट्रेट लोटीयासाब से की गई और उन्हों ने तुरन्त इनको तबीबी परीक्षण के लिए भेजा था. रात के वक्त उन्हें पुलीस ने वापस बुलाया तब हमारे वकील साथियों ने ना बोल दिया, क्योंकि पुलीस वापस उन्हे 151 में डाल सकती थी.

इन तेरह युवाओं की पुलीस ने रीमान्ड मांगी थी, मगर जजसाहब ने इनकार कर दिया था. खाडीया पुलीस स्टेशन से लाए गए युवाओं की जमानत आज होगी. साथी इश्वरभाई मकवाणा और उनके साथी वकील दोस्तों का तहे दिल से शुक्रिया.

जय भीम. तुम्हारा यह काम इतिहास में सुवर्ण अक्षरों में लिखा जाएगा.

પ્રતિક્રિયા : ખાખરા વેચવા નીકળેલા એકાકી વૃદ્ધા હેરાન થયા

By Raju Solanki  || 05 April 2018 at 6:47am


ખાખરા વેચવા નીકળેલા એકાકી વૃદ્ધા હેરાન થયા
ખાખરા વેચી ગુજરાત ચલાવતા કોકીલાબેન પંચાલ સવારે ખાખરા લઇને નીકળ્યા. રસ્તામાં બંધ હોઈ તેઓ પોતાના ઘરેથી કાલુપુર સુધી ચાલતા આવ્યા હતા. પરંતુ કાલુપુરમાં બસસ્ટેન્ડ પર બસની રાહ જોઇ ઉભા હતા. ઓચિંતી એએમટીએસ બંધ કરી દેવાતા કોકીલાબેન ફસાઈ ગયા હતા. દોઢ કલાક બાદ તેઓ પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા.
દિવ્ય ભાસ્કર. તા. 3 એપ્રિલ, 2018
*
મારી પ્રતિક્રિયા

ખાખરા વેચી ગુજરાત ચલાવતા કોકીલાબેન પંચાલ તમને રસ્તામાં મળે તો કહેજો, "માસી, આજથી તેત્રીસ વર્ષ પહેલાં 1985માં તમારા લુહાર સમાજની અનામત સાત ટકાથી વધારીને સત્યાવીસ ટકા કરવામાં આવી હતી, ત્યારે રોજેરોજ આ જ કાલુપુરની નજીકના ખાડીયામાં ભાજપના અશોક ભટ્ટની આગેવાની હેઠળ બસો પર પથ્થરમારો કરવામાં આવતો હતો, છાશવારે અમદાવાદ બંધ રાખવામાં આવતું હતું. અને તમારા જેવા હજારો લોકો હાલાકીમાં મુકાતા હતા. કેમ કે એમને તમારો લુહાર સમાજ ભણી ગણીને સાહેબ થાય એ માન્ય ન હતું. અને માસી, એ વખતે તમારા હક્કોના રક્ષણ માટે આ જ દલિતોએ માર ખાધો, રેલીઓ કાઢી, તમારો લુહાર સમાજ તો ઘરમાં બેસી રહ્યો હતો, એને બિચારાને પોતાના અધિકારોનું ભાન પણ નહોતું.

એટલે માસી, દલિતો હવે એમના અધિકારો માટે જુદ્ધે ચડ્યા છે. તમે ફરી એકવાર આ જ રીતે ચાલતા ચાલતા ઘરે જવાની તૈયારી રાખજો. આપણે માતાજીના સંઘમાં ચાલતા ચાલતા નથી જતા? બસ એ જ રીતે આ આપણો અધિકાર માટેનો સંઘ નીકળ્યો છે. એમ સમજી લેજો. થોડી તકલીફ વેઠી લેજો."

દલિત યુવાનોને જામીન મળ્યા : Ten Dalit youths released

By Raju Solanki  || 06 April 2018 


દલિત યુવાનોને જામીન મળ્યા
આજે સવારે નવ કલાકે એડવોકેટ ઇશ્વર મકવાણા, હિરાભાઈ સોલંકી અને કનુ સુમરા સાથે અમદાવાદની મધ્યસ્થ જેલ પહોંચ્યો.. ભારત બંધ ટાણે પકડાયેલા દસ દલિત યુવાનોના બેઇલ ઓર્ડર્સ (બીડુ) જેલના સત્તાવાળાઓને આપેલ. બપોરે બાર કલાકે તમામ યુવાનોને છોડ્યા ત્યારે તેમના સ્વજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. યુવાનોનું નૈતિક મનોબળ સહેજ પણ ઓછું થયું ન હતું તે જોઇને આનંદ થયો. એડવોકેટ પિયુષ સોલંકીને અભિનંદન.

Ten Dalit youths released
Today we (Ad. Ishwar Makwana, Hirabhai Solanki, Kanaiyalal Sumara and Raju Solanki) reached Ahmedabad central jail early in the morning with bail orders of ten youths who were arrested on 2nd April, the day of Bharat Bandh. All ten youths were released at 11:30 AM. Their relatives were happy. The moral of youths is very high. I also feel relaxed.