By Rushang Borisa
૨.પાકિસ્તાનમાં ભળે ,
કાશ્મીર - ભારતની કૂટનીતિ-કાર્યક્ષમતા ની નિષ્ફળતા અને (કુ)ઇરાદાનું દર્શન કરાવતું ઉદાહરણ (સેમ ટૂ પાકિસ્તાન ઓલ્સો)
આ મુદ્દો જેટલો ગૂંચવણભર્યો વર્તમાનમાં બન્યો છે તેટલો જ શરૂઆતમાં સાફ-સરળ હતો.જયારે દેશના ભાગલા પાડવાના હતા ત્યારે રજવાડા-નવાબોના પ્રાંતોને ૩ વિકલ્પ આપવામાં આવ્યા હતા-
૧.ભારતમાં ભળે,૨.પાકિસ્તાનમાં ભળે ,
૩.સ્વતંત્ર રહે.
આશરે ૫૬૨ જેટલા રજવાડાઓ ભારત અથવા પાકિસ્તાન માં એક કે બીજી રીતે ભળી ગયા.ભારત તરફ થી ૩ રજવાડા ના અપવાદને બાદ કરતા આ કામ અઘરું નહતું. પરંતુ જૂનાગઢ,હૈદરાબાદ અને કાશ્મીરના રાજા-નવાબોએ ભારત નો પ્રસ્તાવ અસ્વીકાર્યોં. હૈદરાબાદ અને કાશ્મીરે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો અને જૂનાગઢે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો.ઉપરાંત સિક્કિમ અને ભૂટાન ભારત સંરક્ષિત સ્વતંત્ર રાજ્ય બન્યા. જો કે ૧૯૭૫માં જનમત દ્વારા પ્રચંડ બહુમતી મેળવી સિક્કિમ ભારતમાં ભળ્યું.
૩ રજવાડા જૂનાગઠ,હૈદરાબાદ અને કાશ્મીરની સમસ્યા જટિલ બની. હૈદરાબાદ અને જૂનાગઢમાં હિન્દુઓની બહુમત હતી. વળી, ભૌગોલિક સ્થિતિ દેખતા ભારતમાં ભળવું શ્રેષ્ઠ વિકલ્પ હોય છતાં મૂર્ખ નવાબો ભારતમાં ના ભાળ્યા. બાદમાં ભારતે લશ્કરી કાર્યવાહી વડે બન્ને રજવાડાનું ભારતમાં વિલીનીકરણ કર્યું.છતાં અહીં કાશ્મીરનો સવાલ અલગ અને વિશિષ્ટ હતો.કારણ કે જે પરિબળો હૈદરાબાદ-જૂનાગઢમાં અનુકૂળ રહ્યા હતા તે કાશ્મીરમાં વિપરીત હતા. ના તો કાશ્મીરમાં હિન્દુની બહુમતી હતી કે ના ભૌગોલિક દ્રષ્ટિએ એ તે ભારતની સરહદની અંદર હતું.એટલે ભારત અહીં વધુ દબાણ કરી શકે તે સ્થિતમાં નહતું.
એક રીતે તો આઝાદી પહેલા જ કોંગ્રેસને ખબર હતી કે કાશ્મીર સ્વતંત્ર ભારતનો ભાગ નહીં બને. જયારે ૧૯૩૩માં રહેમત અલીએ અલગ મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનની અવધારણા પ્રસ્તુત કરી ત્યારે તેની સરહદમાં કાશ્મીર સામીલ હતું.વળી, કાશ્મીરી જાતિવાદી રાજા હરિસિંહ કોંગ્રેસના આલોચક હોય અને સાથે સાથે મુસ્લિમની બહુમતી હોય ભારતીય રાજકારણીઓ કાશ્મીર પ્રત્યે ચિંતિત હતા નહીં. નહેરુ અને હરિસિંહ વચ્ચે આપસી દુશમનાવટ જેવા સંબંધો હતા. કારણ કે હરિસિંહ પોતાના વહીવટમાં કાશ્મીરના પ્રબળ સમૂહ મુસ્લિમ અને પંડિતોની અવગણના કરતા હતા.
જયારે કાશ્મીરે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો ત્યારે ભારત કરતા વધુ આઘાત પાકિસ્તાનને લાગ્યો હશે.કારણ કે ભારતને કાશ્મીરની આશા હતી નહિ, પણ પાકિસ્તાનની કલ્પનામાં કાશ્મીર નો સમાવેશ હોય ત્યારે બહુમતી મુસ્લિમ રાજ્ય પાકિસ્તાનથી અલગ રહે એટલે પાકિસ્તાનને વિશ્વાસઘાતની લાગણી અનુભવાય.જેવી રીતે જૂનાગઢમાં બહુમતી હિંદુઓ ભારતમાં ભળવા ઇચ્છતા હતા,પરંતુ નવાબ રાજી નહતા.ત્યારે પરિસ્થિતિને થાળે પાડવા નહેરુ અને સરદારે લશ્કરી કાર્યવાહી વડે સપ્ટેમ્બર,૧૯૪૭ માં જૂનાગઢ જીત્યું તેમ પાકિસ્તાને આ જ રસ્તે અલગ રીતે દાવ રમ્યો.ઓક્ટોબર,૧૯૪૭ માં પાકિસ્તાની સેનાએ વેશપલટો કરી નિંદ્રાધીન કાશ્મીરી રાજાના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. ત્યારે ડઘાઈ ગયેલ રાજા હરિસિંહે ભારત પાસે મદદ માંગી. નહેરુ સરકાર આપસી અણબનાવ ને લઈને મદદ કરવા રાજી નહતા. પણ આ સ્થતિનો ફાયદો લોર્ડ માઉન્ટબેટન અને વલ્લભભાઈ એ ઉઠાવ્યો. માઉન્ટબેટન પહેલે થી જ ઇચ્છતા હતા કે કાશ્મીર બે માંથી કોઈ એક રાષ્ટ્રમાં ભળી જાય. માઉન્ટબેટનની સલાહ થી ભારત સરકારે રાજા હરિસિંહને શરતી મદદ કરવાની ખાતરી આપી.શરત મુજબ જો કાશ્મીર ભારતનો આંતરિક ભાગ બને અને તેના આધિપત્ય હેઠળ આવે તો ભારતનું લશ્કર મદદ કરે.રાજા હરિસિંહ પાસે કોઈ વિકલ્પ બચ્યો ના હોય શરત સ્વીકારવી રહી અને કાશ્મીર ભારતનું ભાગ બન્યું.ભારતીય લશ્કરે ૨/૩ કાશ્મીર નો કબ્જો મેળવ્યો અને ૧/૩ ભાગ પાકિસ્તાની લશ્કરે તાબે રહ્યું.
જો કે ભારતના ગવર્નલ જનરલ લોર્ડ માઉન્ટબેટન સ્પષ્ટપણે કાશ્મીરની સમસ્યાને વિલક્ષણ માનતા હતા. માઉન્ટબેટને ભારત સરકારને સલાહ આપી કે કાશ્મીરમાં પરિસ્થતિ કાબુમાં આવ્યા બાદ ત્યાંની પ્રજાના જનમત વડે કાશ્મીરે સ્વતંત્ર રહેવું છે કે ભારતમાં ભળવું તેનો નિર્ણય લેવામાં આવે. નેહરુને કાશ્મીરી રાજનીતિજ્ઞ અને નેતા શેખ અબ્દુલ્લા સાથે સારા સબંધ હોય એ ભ્રમે કે અબ્દુલ્લાહ મુસ્લિમોને મનાવી ભારત પક્ષે મત અપાવશે તેવું વિચારી સહમત થયા. પરંતુ નેહરુની આશા ઠગારી નીવડી અને કાશ્મીરીઓ કદાચ ભારત તરફી બહુમતી ના આપે તે ડરે માઉન્ટબેટનની સલાહનું પાલન કર્યું નહીં.
જેવી રીતે કાશ્મીરી રાજાના શરતી વિલીનીકરણથી પાકિસ્તાન હતપ્રભ થયું અને ભારતે લાભ ઉઠાવ્યો; તેમ કાશ્મીરી જનમતના નિર્ણય થી પાકિસ્તાનને પરોક્ષ ફાયદો હતો. જયારે આ વિવાદાસ્પદ મુદ્દો સંયુક્ત રાષ્ટ્માં નિરાકરણ માટે ગયો ત્યારે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિએ તબક્કાવાર ઉપાય બતાવ્યો.જે મુજબ પ્રથમ પાકિસ્તાન કાશ્મીરમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચે ,બાદમાં ભારત સલામતી દળો પાછા ખેંચે અને આખરે કાશ્મીરી પ્રજાના મત વડે જે નિર્ણય આવે તેનો બંને દેશોએ સ્વીકાર કરવો. પરંતુ બન્ને દેશો એ જનમત ના થાય તે માટે પૂરતા પ્રયત્નો કરાયા અને આજ સુધી સફળ રહ્યા.બન્ને દેશોને એકબીજા ઉપર વિશ્વાસ ના હોય, લશ્કર પાછું ના બોલાવ્યું. અહીં, ભારતનું પલ્લું ઉપર રહે છે કારણકે સંયુક્ત રાષ્ટ્રના આદેશ મુજબ પ્રથમ લશ્કરની વાપસી પાકિસ્તાને કરવાની હતી.પણ, પાકિસ્તાને એવી દલીલ કરી કે જો અમે પાછા ગયા અને ભારતે લશ્કર ના પરત કર્યું તો શું? અમારી પીછેહઠ થી ભારત કાશ્મીર પચાવી લેશે તે મુદ્દો આગળ ધરી સમસ્યાને ગૂંચવી.જેના પરિણામ સ્વરૂપ બાદમાં જે સંજોગો ઉદ્ભવ્યા તેનો લાભ લઇ ભારતે ૧૯૯૦માં આફસ્પા કાશ્મીરમાં લાગુ કર્યું. આ સાથે જ લગભગ નક્કી થઇ ગયું કે હવે કાશ્મીરમાં જનમત નહિ થાય.
આ જાણકારી નવી નથી. કાશ્મીરી સમસ્યાને સમજતા વૈચારિકો જાણે જ છે. પણ આજ-કાલ "કાશ્મીર હમારા હે" ના નારા લગાવતા ભારતીયો નહીં જાણતા હોય. પણ શું ખરેખર કાશ્મીર આપણું હતું? આ વિષયે શરૂઆતના ભારતીય અભિગમને સમજીયે જે સાબિત કરે છે કે કાશ્મીર ભારતનો પ્રાણપ્રશ્ન દાયકાઓ બાદ દેખાદેખી અને કહેવાતા આત્મસન્માન ને લીધે બન્યો.
ભારતે જેમ જૂનાગઢ અને હૈદરાબાદમાં દબાણ લાવ્યું તેમ લાવ્યું નહીં.કારણ પણ સહજ હતું કે કાશ્મીર ભારતનો આંતરિક ભાગ બને તે માટેના પ્રયાપ્ત પરિબળો ભારતના પક્ષે નહતા.એટલે શરૂઆતમાં કાશ્મીરની અવગણના ભારત વડે થઇ હતી. જે લોકો એવી દલીલ કરે છે કે વલ્લભભાઈને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા ના આપ્યો તેથી વિવાદ જન્મ્યો.આ દલીલ સાવ તકલાદી અને અજ્ઞાનતા દર્શાવનારી છે. વલ્લભભાઈ પોતે આઝાદી પહેલા કાશ્મીર પ્રત્યે ગંભીર નહતા. ના તો રજવાડાઓના વિલીનીકરણની પ્રક્રિયામાં રાજા હરિસિંહ સાથે વાટાઘાટો કરી હતી. પણ જયારે શરતી જોડાણ થયું(જે પાછળનો મૂળ વિચાર માઉન્ટબેટનનો હતો,વલ્લભભાઈનો નહીં) ત્યારે પરિસ્થિતિનો લાભ ઉઠાવી વલ્લભભાઈએ કાશ્મીરમાં રસ લીધો. જો કે નેહરુની દખલગીરી સામે વલ્લભભાઈએ પીછેહઠ કરવી પડી.
રાજા હરિસિંહ સાથેની શરત મુજબ ભારતે કાશ્મીરને પાકિસ્તાની સેનાથી મુક્ત કરાવવાનું હતું. પણ તેમાં ભારત પૂર્ણ રીતે સફળ થયું નહીં.૧/૩ ભાગ પાકિસ્તાન હેઠળ રહ્યા તે સાબિત કરે છે કે કાશ્મીર ભારતનો પ્રાણપ્રશ્ન નહતો.
સમય જતા ભારતીય વૈચારિકોએ એવી દલીલ કરી કે કાશ્મીરને ભારત હેઠળ રાખવું એ વ્યૂહાત્મક રીતે ભારતના પક્ષે છે.કારણ કે જો કાશ્મીર આઝાદ રહે તો પાકિસ્તાન સાથે સંબંધ સુધરતાં પાકિસ્તાનની સીમા ગર્ભિત ધોરણે વિસ્તરી રાજધાની દિલ્લીની નજીક રહે. જેથી ભારતના હૃદય ઉપર ખતરો મંડાયેલો રહે. જેની સામે કાશ્મીર રક્ષણ આપે છે.આ દલીલ સ્વાર્થી અને તદ્દન સામ્રાજ્યવાદી માનસિકતા બતાવે છે. જે વૈચારિકો આ દલીલ કરે છે તે સાબિત કરે છે કે તેમને કાશ્મીરની પ્રજા સાથે નિસબત નથી. ભારત માટે કાશ્મીર ભોગ આપે તે ભાવના અહીં સ્પષ્ટ દેખી શકાય છે.
શરૂઆતની ગૂંચવણ બાદ સમસ્યા વિકરી તેમાં પાકિસ્તાન અને ભારતે જે રાજકારણ રમ્યું તેમાં કાશ્મીર પિસાયું. આ પ્રક્રિયામાં જે હરીફાઈ થઇ તે બન્ને દેશ માટે "વટ" નો મુદ્દો બન્યો.જેના ભાગરૂપે કાશ્મીર ભારતનો પ્રાણપ્રશ્ન બન્યું.(અને દંભી દેશભક્તિનું ઉદાહરણ પણ.)
આ વિષયે સૌથી લોજિકલ સોલ્યુશન કદાચ ભીમરાવ આંબેડકરે આપ્યું હતું.આ સોલ્યુશનને કેન્દ્રમાં રાખી વર્તમાન હિન્દુવાદી લખોટાઓ આંબેડકરને દેશદ્રોહી સાબિત કરવામાં તુલ્યા છે.આંબેડકરે કલમ ૩૭૦ અને કાશ્મીર સમસ્યાને સંયુક્ત રાષ્ટ્માં લઇ જવાની ઉગ્ર ટીકા કરી હતી. આંબેડકરે કાશ્મીરના બે ભાગ કરવાનો સુઝાવ આપ્યો હતો.કાશ્મીરના મુસ્લિમ બહુમતી વાળો હિસ્સો પાકિસ્તાન હસ્તક રહે અને હિન્દૂ-બૌદ્ધ બહુમતી વાળો હિસ્સો ભારત હસ્તક રહે તે સલાહ આંબેડકરે આપી હતી. આંબેડકરે ઉમેર્યું હતું કે ભારત નાહકનું કાશ્મીર વિષયે ગંભીર બની મુદ્દો ગૂંચવે છે ,જયારે તેનું સમાધાન વ્યાવહારિક રીતે અઘરું નથી.
જો આંબેડકરના વિચારને અવલોકી બન્ને દેશોએ કાશ્મીરનું વિભાજન કર્યું હોત તો અત્યારે જે હદે હુંસાતુંસી-હિંસા થી કાશ્મીરીઓ પીડાય છે- માનસિક યાતનાઓમાં જીવે છે તે નિવારી શકાયી હોત.પણ અફસોસ ,આંબેકડર ને અવગણી બન્ને દેશોએ કમનસીબી વ્હોરી.
હવે જે થઇ ગયું તેને બદલી ના શકાય. અત્યારના સંજોગો દેખતા દરેક કાશ્મીરીઓએ ભારતને મનથી અપનાવવું જોઈએ તે તેમના હિત માં છે.પણ, અલગાવવાદીઓ પાસે કેટલાક મહત્વપૂર્ણ કારણો હોય તેઓ રાજી નથી. આમ પણ આ સમગ્ર પ્રકરણમાં ભારત લુખ્ખું સામ્રાજ્યવાદી તો જણાય છે. જો દેશનું વિભાજન ધર્મના આધારે થયું હોય તો કાશ્મીરનો મોહ શું કામ રાખ્યો હશે? પાકિસ્તાનની જેમ ભારત પણ તટસ્થ અને ન્યાયી જણાતું નથી.પણ કાશ્મીરના મોહમાં ભારત પણ ઘણું ગુમાવી રહ્યું છે. પાકિસ્તાન પાસે તો ગુમાવવા ક્યાં કશું છે જ? સિવાય કે...