અારક્ષણના કારણે દેશ બરબાદ થઈ ગયો છે.... જાતિ આધારિત આરક્ષણના કારણે જાતિવાદ વધી રહ્યો છે... કેટલી પાંગળીને પોકળ દલિલો છે... કેટલાક અબુધ મિત્રોની
પહેલા તો આવી દલિલ કરનારા અને આવી દલિલોને સમઁથન કરનારા બેય લોકો એકવાર સંવિધાન અને પુના કરાર અવશ્ય વાંચી લેવા જોઈયે...
આજે તો સંવિધાનમાં શિડ્યુલ્ડ કાસ્ટ, શિડ્યુલ્ડ ટ્રાઈબ અને ઓ.બી.સી. આ ત્રણેય વગઁના લોકો માટે આરક્ષણરૂપી કરવામાં આવેલી પ્રતિનિધીત્વની જોગવાઈને લઈને બધા જ બિન અનામતીયા કમેન્ટ કરવા મંડી પડ્યા છે.
પણ એક વાત ગર્વથી કહેવી પડે કે સૌથી ઓછુ પ્રતિનિધીત્વ મેળવતા 7% એવા શિડ્યુલ્ડ કાસ્ટના લોકો જ આવી અર્થહીન દલિલોનો જવાબ આપવાની હિંમત કરી શકે છે. કારણ શિડ્યુલ્ડ કાસ્ટના લોકોએ બાબા સાહેબને વાંચ્યા છે.. સમજ્યા છે.. બાબા સાહેબને અપનાવવાની હિંમત કરી છે.
બાકી 27% પ્રતિનિધીત્વ ભોગવતા ઓ.બી.સી. કે 17% પ્રતિનિધીત્વ ભોગવતા એસ.ટી. ની એટલી તાકાત નથી કે આવા ટીકાકારોને જવાબ આપી તેમના મ્હોં બંધ કરી શકે... કારણ ઓ.બી.સી. અને એસ.ટી. આ બન્ને એ હજી પણ બાબા સાહેબને પુરા વાંચ્યા નથી કે નથી બાબા સાહેબને સમજી શક્યા. ઓ.બી.સી. અને એસ.ટી. બન્ને પોતાના ખરા મસિહા અને હિતેચ્છુ એવા બાબા સાહેબને સદંતર સાઈડ લાઈન કરી રહ્યા છે.
પાટિદારો પણ અનામત માંગવા આવ્યા ત્યારે ઓ.બી.સી.વાળા સફાળા જાગ્યા અને તરત જ એમને બાબા સાહેબની યાદ આવી ગઈ.. જો પાટિદાર અનામત આંદોલન ન થયું હોત તો હજીય ઓ.બી.સીને બાબા સાહેબની કદીય યાદ આવી ન હોત...
ઓ.બી.સી. અને એસ.ટી. સમાજે ખરેખર બાબા સાહેબનો દિલથી આભાર માનવો જોઈયે.. કારણ આજે એ લોકોએ જે પણ પ્રગતિ કરી એ બાબા સાહેબના સંઘર્ષ અને આજીવન લડતને આભારી છે.
એસ.સી. સમાજ તો બાબા સાહેબને ભુલ્યો નથી. આજે પણ બાબા સાહેબની વિચારધારાને આદર્શ માની પોતાની પ્રવૃતિઓ કરી રહ્યો છે. અને આરક્ષણની જોગવાઈને પડકારતા દરેક બબુચકોને જવાબ આપી પોતાની નિષ્ઠા બતાવી રહ્યો છે...
ભલા માણસ હવે તમે ક્યારે મેદાનમાં આવશો...? કોક દિવસ તો 14 મી એપ્રિલની રેલીમાં ભાગ લો.... કોક દિવસ તો બાબા સાહેબની યાદમાં એમના સેમિનાર કે જાહેર વ્યાખ્યાનો ગોઠવો.... કોક વાર તો દિલથી જયભીમનો નાારો લગાવો....
કે પછી તમે લોકો પણ બસ કોઈની મહેનતના ફળ ખાઈ એકદમ નગુણાં બની પ્રતિનિધીત્વરુપી આરક્ષણની જોગવાઈઓનો લાભ લેતા રહેશો...
Pay back to Society (મતલબ પોતે જે મેળવ્યું તેમાંથી સમાજને કંઈ પાછુ આપવું) થોડીક તો આચરણમાં મુકી બતાવો....
ઓ.બી.સી. અને એસ.ટી. સમાજવાળાઓ જેટલો હોંશે હોંશે પ્રતિનિધીત્વનો લાભ લો છો તેની અડધાનીય અડધી તાકાત બતાવીને વારે તહેવારે તમારા પ્રતિનિધીત્વની જોગવાઈઓને પડકારતા તત્વોને યોગ્ય જવાબ આપવાની તસદી તો લો.... કોઈ તમને મારી નહી નાખે....
જિગર શ્યામલનનાં જયભીમ..............
No comments:
Post a Comment