July 04, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧૧

By Raju Solanki




સંઘ પરિવારને બંધારણ કેમ ગમતું નથી?

બંધારણના મુસદ્દામાં હિન્દુત્વની ઝાંખી થતી નથી અને તે પાશ્ચાત્ય અસર નીચે ઘડાયું છે એવા આક્ષેપનું ખંડન કરતા ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું,

“બંધારણના મુસદ્દા સામે બીજી એક ટીકા એવી છે કે તેનો કોઈપણ ભાગ ભારતની પ્રાચીન સમાજવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતો નથી. એવું કહેવાય છે કે નવું બંધારણ રાજ્યના પ્રાચીન હિન્દુ મોડલ પર ઘડાવું જોઇતું હતું અને પાશ્ચાત્ય સિદ્ધાંતોને દાખલ કરવાના બદલે નવું બંધારણ ગામ પંચાયતો અને જિલ્લા પંચાયતો ઉપર રચાવું જોઇતું હતું. બીજા કેટલાક લોકોએ તો વધારે અંતિમવાદી વલણ લીધું છે. તેઓ કોઈપણ પ્રકારની કેન્દ્રીય કે પ્રાંતિક સરકારો જ ઇચ્છતા નથી. તેઓ તો ભારતમાં માત્ર ગ્રામ્ય સરકારો જ માંગે છે. ગ્રામીણ સમુદાયો માટે ભારતીય બૌદ્ધિકોનો પ્રેમ અલબત્ત દયાજનક નહીં તો પણ અનંત તો છે જ.” (હાસ્ય)

મેટકાફ નામના અંગ્રેજ વિદ્વાનને ટાંકીને બાબાસાહેબ કહે છે કે રાજા રજવાડા આવ્યા ને ગયા, ક્રાન્તિઓ થઈ, હિન્દુ, પઠાણ, મુઘલ, મરાઠા, શિખ, અંગરેજ એક પછી એક શાસક બન્યા, પણ, ગ્રામીણ સમુદાયોમાં કોઈ જ બદલાવ આવ્યો નહીં. પરતું, બાબાસાહેબ પૂછે છે કે એમાં અભિમાન લેવા જેવું શું છે? આ ગામડાઓ સદીઓ સુધી ટક્યા હશે. પરંતુ, માત્ર ટકી રહેવાનો કોઈ મતલબ નથી. સવાલ એ છે કે તેઓ કેવી રીતે ટક્યા. ચોક્કસપણે તેઓ અત્યંત અધમ અને સ્વાર્થી સ્તરે ટક્યા.
આટલું કહીને બાબાસાહેબ એક એવું વાક્ય ઉચ્ચારે છે, જે એમના સિવાય સમગ્ર બંધારણસભામાં કોઈની બોલવાની મગદૂર નહોતી. એ વાક્ય હતું,
“હું માનું છું કે ગ્રામીણ પ્રજાસત્તાકોએ ભારતની બરબાદી નોતરી છે. મને તેથી નવાઈ લાગે છે કે જે લોકો પ્રાંતિકતા અને કોમવાદનો વિરોધ કરે છે તે લોકો ગામડાના ચેમ્પીયન તરીકે આગળ આવે છે. સ્થાનિકવાદનું વૉશ બેઝિન, અજ્ઞાનતાનો અડ્ડો, સંકુચિતતા અને કોમવાદ સિવાય ગામડું બીજું છે શું? મને આનંદ છે કે બંધારણના મુસદ્દામાં એક એકમ તરીકે ગામડાને ફગાવી દેવામાં આવ્યું છે અને વ્યક્તિને સ્વીકારવામાં આવી છે.”
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ત્રીજા વોલ્યૂમના પેઇજ 31થી 44 )

- રાજુ સોલંકી

બંધારણવાળો બાબો ભાગ ૧૦

By Raju Solanki


સંવૈધાનિક નૈતિકતા અને મન કી બાત

ભારતનું બંધારણ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935નો વિચાર વિસ્તાર માત્ર છે. એવા આક્ષેપનો જવાબ આપતા બાબાસાહેબે કહેલું કે,
“ઉધાર લેવામાં કશું જ ખોટું નથી. એ કોઈ તફડંચી નથી. એક બંધારણના બૂનિયાદી વિચારો પર કોઈનો પેટન્ટ અધિકાર હોતો નથી. હું એ વાતે દિલગીર છું કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935માંથી લેવાયેલી જોગવાઈઓ મોટેભાગે વહીવટી વિગતો સંબંધિત છે. હું એ વાતે પણ સંમત છું કે વહીવટી વિગતોને બંધારણમાં કોઈ સ્થાન નથી. હું તીવ્રપણે ઇચ્છું છું કે મુસદ્દા સમિતિને બંધારણમાં તેમનો સમાવેશ નહીં કરવાની પરવાનગી મળી હોત. પરંતુ કહેવાનું એટલું જ છે કે તેમની જરૂરિયાત તેમના સમાવેશને ઉચિત ઠેરવે છે.”
આ તબક્કે બાબાસાહેબ સંવૈધાનિક નૈતિકતાની જીકર કરે છે અને સમજાવે છે કે,
“સંવૈધાનિક નૈતિકતા એટલે સંવિધાનના સ્વરૂપો માટે સર્વોચ્ચ આદર અને આ સ્વરૂપો અંતર્ગત કામ કરતી ઑથોરિટી પરત્વે આજ્ઞાંકિતતા અને તેની સાથે વાણી સ્વાતંત્ર્યની આદત, માત્ર સુનિશ્ચિત કાનૂની અંકુશને અધિન હોય અને દરેક નાગરિકના હ્રદયમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ જગાવતા હોય તેવા ઑથોરિટીના જાહેર કૃત્યો.”
બાબાસાહેબના આ વચનોથી આજના શાસકોના કૃત્યો તોળી જુઓ. તમે જ કહેશો કે સંવૈધાનિક નૈતિકતા એટલે માત્ર મન કી બાત નહીં ..... ઘણું બધું ....
(ફોટો - ગોળમેજી પરિષદોની ભલામણોના આધારે રચાયેલા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935ને બ્રિટનની સંસદમાં મળેલી બહાલી)

- રાજુ સોલંકી



Facebook Post :-

જોરો કા ઝટકા ધીરે સે લગે

By Kusum Dabhi



એક વાર્તા .... એક છોકરીની... જેના ફેમિલી ની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે. એક સમય એવો આવે છે કે બધા નાના ભાઈ બહેન ભણતા હોય આ છોકરી ને એના પપ્પા ને આર્થિક મદદ કરવા ngo માં જોબ કરવી પડે છે. એને જોબ તો મળી જાય છે. સ્ટાફ ખૂબ સારું રાખે છે. પણ, એને કામ ગામડાઓ માં કરવાનું હોય છે. જ્યાં, જાતિવાદ ના કડવા અનુભવો થાય છે.
જ્યારે નાના સિટીમાં મકાન ભાડે લેવાનું થાય ત્યારે પણ આ જાતિવાદ નો અનુભવ થાય છે. સ્ટાફના અલગ અલગ જાતિ ના મિત્રો નક્કી કરે છે, બેન ની જાતિ છુપાવવી. એ જ્યાં પણ ગામડામાં જાય એની સાચી જાતિ કહેવી નહિ. છોકરી અને એના સ્ટાફના દરેક વ્યક્તિ ગામડામાં એની ઓળખ એક કહેવાતી સવર્ણ જાતિ થી જ કરે છે.
હવે, ગામડામાં એનું લોકો માં ખૂબ માન પણ વધી જાય છે. લોકો સાથે સરસ રીતે કામ કરે છે. એક બ્રાહ્મણ જાતિ ના મકાનમાં ભાડે મકાન પણ મળે છે. છોકરીનો સ્વભાવ ખૂબ સારો હોવાથી બધા ને એની સાથે બહુ મજા પડી જાય છે. ત્યાં સુધી કે, અડોશ પડોશમાં એની લગ્નની વાત માટે પણ લોકો પૂછતાં હોય છે.
છોકરીને આ ખોટી ઓળખ સાથે રહેવું પડે છે. અંદરથી હમેંશા દુઃખી થઈ ને, ક્યારેક એકલા એકલા રડે છે. પણ, સાચું કહી નથી શકતી. ધીમે ધીમે અમુક ગામડામાં એવી બહેનો સાથે આત્મીયતાના સબંધ બંધાય છે કે, એમને બધું સાચું કહી દે છે. એ લોકો પણ, આ વાત પોતાના પૂરતી જ રાખે છે.
હવે, એ જે મકાનમાં રહે છે એની પડોશમાં જ એક ઘટના બને છે. ત્યાં એક દાદી બહુ બીમાર પડે છે. દાદી સાથે પણ, છોકરી ને સારું જ બનતું હોય છે. પણ, એ લોકો ચુસ્ત જાતિવાદી હોય છે. છોકરીની જાતિ થી અજાણ.
દાદીના છેલ્લા શ્વાસ હોય છે. બધાં કે છે, જીવ નથી જતો. એમને ગંગાજળ પીવડાવો હવે. મકાન માલિક બેન ગંગાજળ લેવા આવે છે. જે ખૂબ ઊંચે પડ્યું છે. છોકરીની હાઈટ વધુ એટલે બેન એને કહે છે, ત્યાં ઉપર ગંગાજળ પડ્યું છે લાવી આપો. છોકરી ગંગાજળ લઈને દાદી પાસે જાય છે.
ગંગાજળ ચમચી વડે આ છોકરી જ દાદીને પીવડાવે છે. થોડી જ ક્ષણોમાં દાદી નો જીવ જતો રહે છે.......આખી જિંદગી અછૂતપણા ની માન્યતા સાથે જીવતી વ્યક્તિ એક અછૂત ના હાથે છેલ્લી ચમચી પાણી પીવે છે.
.....આ એક સત્ય ઘટનાછે..... જોરો કા ઝટકા ધીરે સે લગે....... સહેજ પણ, ખોટું નથી....આપણી આસપાસ આવું ઘણું બની જતું હોય છે.


ભગવાન મોદીની લીલા અપરંપાર છે

By Rushang Borisa



"દંભી" તા.મે.કા.ઉ.ચ. :=

મોદી સરકારની એક પહેલ "સ્વચ્છ ભારત અભિયાન" વખાણવાલાયક છે. (જો કે ઇરાદાઓને લઈને વિવાદો હોય શકે.) લોકો માં સ્વયં સ્વચ્છતાની ભાવના કેળવાઈ તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જયારે આ અભિયાન શરૂ થવાનું હતું ત્યારે સરકારે ૯ પબ્લિક ફિગરને પ્રચાર-કામની જવાબદારી આપી હતી. જેમાનું એક નામ હિન્દી ટીવી સીરીઅલ "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" છે. જાગૃતિના કાર્યમાં મશગુલ આ સીરિયલના ડિરેક્ટર અસિત મોદી પોતાના એપિસોડ્સમાં આજ-કાલ સફાઈ કામ ને સામીલ પણ કરે છે.

પણ થોડું ઊંડે ઉતરીએ તો નિર્માતાઓનું દંભીપણું દેખી શકાય...

જયારે GPL -૧ (?) ની શરૂઆત થઇ ત્યારે એવી શરત ઉપર મેચ રમાયી કે જે ટીમ હારે તેનો કપ્તાન સોસાયટીની સફાઈ કરશે. ઝાડુ "ના" લગાવવાની હરીફાઈ આત્મારામ ભીડે અને જેઠાલાલ ગડા વચ્ચે હતી.

અહીં મુદ્દો એ છે કે જે સિરિયલ સમય જતા સફાઈ-કામનું બેડું લીધું તેમના નિર્માતાઓની અસલી માનસિકતા કેવી હતી તે દેખી શકાય છે. સફાઈ કામ ના કરવું પડે તે માટે સ્પર્ધા દર્શાવતી સિરિયલ આજ કાલ પોતાનો "દેશપ્રેમ" બતાવવા હેતુ સ્વછતાનો જોરશોરથી પ્રચાર કરે છે.

ખરેખર ભગવાન મોદીની લીલા અપરંપાર છે. "મોદી-ભગવાને"(નરેન્દ્ર) "મોદી-ભક્ત"(આસિત) ને બ્રહ્મજ્ઞાન આપ્યું.

જો કોઈને ફોટાના શબ્દોથી ખોટું લાગ્યું હોય તો માફી...શબ્દો તમારા "મહાત્મા" ના જે-તે સમયના છે. (ભાવનગરમાં 'કાઠિયાવાડ પોલિટિકલ કોન્ફરન્સ" માં ગાંધી એ પોતાના પ્રમુખપદ બદલ આપેલ ભાષણ....૮ જાન્યુઆરી ,૧૯૨૫ )

આંબેડકર અને ગૌતમ બુદ્ધ ને જાણ્યા પછી નુ અંગત "મહાભીનીષ્ક્રમણ" : આકાશ મકવાણા

By Akash Makwana



હું ૧૯ વર્ષ નો થયો ત્યાં સુધી પહેલા ક્યારેય બાબાસાહેબ વિશે  વાંચેલું નહિ...કેમ કે મારા પરિવાર માં તહેવારો હમેશા માતાજી અને રામ લક્ષ્મણ કૃષ્ણ ભીમ જેવા કાલ્પનિક પાત્રોની વાર્તાઓ આસપાસ ફરતા રહેતા..એકલ દોકલ દિવસ સિવાય મને યાદ નથી કે કોઈએ જેમ રામાયણ મહાભારત હાથ માં પકડાવ્યા અને જાતભાતના વ્રતો કરી અજીબોગરીબ વ્રત કથા ઓ સંભળાવી તેમ ક્યારેય બાબાસાહેબ ની વાત કે એમના જીવન ચારીત્ર્ય ની વાત માંડી ને કરી હોય એવુ ક્યારેય બન્યુ નથી.. મને નાનપણ થી ૧૨માં આવ્યો ત્યાં સુધી ખાલી બાબાસાહેબ વિશે એક જ વાત ખબર હતી કે એ જાતી વ્યવસ્થા તેમજ ધર્મ મા રહેલા દુષણો ના વિરોધી અને  અમારા સમાજ ના એક એવા વ્યક્તિ હતા જેમના લીધે મને દરેક સત્ર માં સ્કુલમાંથી ૭૦/- રૂ સ્કોલરશીપ મળતી....બસ...પણ મને એમની આ "મારા ભાગવાનો" નો વિરોધ કરવા વળી વાત નહોતી ગમતી.... માનશો નહિ પણ એકસમયે મારી પણ મનોદ્રષ્ટી એવી હતી કે (પ્રથમ અનામત આંદોલન વખતે ) કે હા ભાઈ આ અનામત ની સીટો હટાવી બધાને સમાન અધિકાર મળવો જ જોઈએ...શું કામ ૯૦% વાળા છોકરાઓ કરતા બીજા ને લાભ મળે....આ બધું થયું કેમ કે હું મારો મારા પરિવાર મારા સમાજ મારો આસપાસ રહેતા લોકો અને ખાસ કરી બાબાસાહેબ નો ઈતિહાસ નહોતો જાણતો...પણ મને સમયાનુસાર અનેકવાર નિશાળો માં કોલેજો માં એકલો પાડવા ના, અપમાનિત કરવાના..અને હોશિયાર હોવા છતાં જાણી જોઇને પાછળ રાખવા ના સંજોગો માં વધારો થયો..થોડીક બાળબુદ્ધિ દોડાવતા જાણવા મળ્યું કે સાલું આ બધું તો કૈક "જાતિ વ્યવસ્થા" અને મને સ્કુલ કોલેજો માં મળતા "લાભો" ના લીધે છે..પરિવાર માં આના વિષે ચર્ચા કરતા ફરી એક વખત ડો બાબાસાહેબ નું નામ પ્રકાશ માં આવ્યું પણ ત્યાં સુધી એમને જાણવાની મારી તરસ બહુ આગળ વધી ગઈ હતી પણ ભણતર અને બીજા કામો અને તહેવારો માંથી ક્યારેય સમય જ ના મળ્યો....ઘરે પણ કોઈએ બાબાસાહેબ ના પુસ્તકો વસાવેલા નહિ !!! આમ કરતા એન્જીનીયરીંગ પૂરું થવા આવ્યું અને ઘરે મારા છેલ્લા વર્ષો ના પ્રોજેક્ટ ને પૂરો કરવા ઈંટરનેટ અને લેપટોપ નામના નવા સાધનો આવ્યા ધીમે ધીમે હું ગુગલ ઉપર બાબાસાહેબ ને સર્ચ કરતો થયો...એમના આર્ટીકલ્સ (વિકિપીડિયા) વાંચતો થયો કેમ કે વિકિપીડિયા નો અને મારો પ્રોજેક્ટ ના અનુસંધાન માં રોજ ૮ થી ૧૦ કલ્લાક સરેરાશ પનારો પડતો અને એના પર ઘણી સારી વસ્તુ ઓ જાણવા મળત...ત્યાર બાદ ફ્રી ઈ બુક્સ વાંચવાનું શરુ કર્યું...અને ત્યારે મારો અને "મારા બાબાસાહેબ" ના મારા જન્મ ના ૨૦ વર્ષ પછી આમનો સામનો થયો જેને મારી આખી દુનિયા બદલી નાંખી...મારા મગજ માં નાનપણ થી જે વસ્તુ ઓ ભરેલી હતી તેમાં એમના વિચારો એ ધરતીકંપ લાવી દીધો...મારા બાળ માનસ માં કેટલાય એવા સવાલો થતા જેનો જવાબ મેં વાંચેલ ગીતા રામાયણ કે મહાભારત બાઈબલ જેવા ગ્રંથો નહોતા આપી સકતા એ તમામ ના જવાબ મને બાબાસાહેબ ના જીવન માંથી મળ્યા...એક સાચી વાત તો એ છે કે બાબાસાહેબ ના વ્યક્તિત્વ નો સાક્ષાત્કાર એટલો પ્રચંડ હતો કે મારા જન્મ થી જ મારા જનમાનસ માં ભગવાનો મંત્રો તંત્રો વારતા ઓ એ ઉભી કરેલી કાલ્પનિક સમરસ  દુનિયા ના એને ફક્ત ત્રણ વરસ માં ભુક્કા કાઢી નાંખી જમીનદોસ્ત કરી નાંખી અને પાછળ વધયું એ ફક્ત સત્ય હતું કડવું કઠોર અને નગ્ન સત્ય....હું જે દુનિયા માં જીવું છુ એનું સત્ય...કેમ મારી સાથે જ આવું થાય છે ???  એ સવાલ નું સત્ય.... બાબાસાહેબ એ મારા માટે શું કર્યું એનું અને હવે મારે શું કરવાનું છે એનું સત્ય... તે ઘડી થી ભગવાનો છૂટી  ગયા વ્રત તહેવારો ના ધતિંગ છૂટી ગયા વધારે માં પૂરું બાબાસાહેબ ના વિચારો ને ફોલો કરતા કરતા રસ્તા માં ગૌતમ બુદ્ધ અને એમના તથા મૌર્ય વંશ ના ઈતિહાસ ને જાણવાનું થયું અને રસ્તો વધારે ક્લીયર થયો...અને ખરેખર એકસમયે હનુમાન(કોલેજ માં મારા મિત્રો માં મારા કરતા મારા ગળા માં વર્ષો થી લગભગ નાનપણ થી પહેરેલી ગદ્દા હમેશા જીજ્ઞાશા નું કેન્દ્ર રહેતી એ લોકો પણ મને એ જ રીતે હનુમાન ભક્ત તરીકે ઓળખતા) અને શંકર (રુદ્ર) ની ગાંડી ભક્તિ અને મહિના ઓ ઉપવાસ કરનાર (એમના વિષે કોઈ આડા અવળા સવાલ કરે તો હમેશા " આજના ગૌભકતો" ની જેમ વિરોધ કરનાર )...એમને પામવા એમનો સાથ મેળવવા અને દરેક કામ માં સહાય મેળવવા ધાંધિયા કરતો એક ભક્ત સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગયો....દરેક ગ્રંથો વાંચ્યા એમાં લખ્યું હતું કે તમને બનાવનાર ભગવાન ક્યાય બહાર નથી એ તમારી અંદર જ છે અને સમય આવ્યે તમને તમારા ભગવાન નો સાક્ષાત્કાર થશે અને તમને તમારા જીવનનું ધ્યેય ની જન થશે... અને એવું જ થયું ત્યાર થી આજ સુધી કોઈ ની પૂજા કરી નથી, નથી કોઈ મંદિર માં ગયો , નથી કોઈ પ્રાથના કરી....બુદ્ધ ના આદેશ મુજબ આ ધરતી આ પ્રકૃતિ જ તમારી માતા છે એનું રક્ષણ કરો એજ તમને સમય આવ્યે બચાવશે....દરેક ને પ્રેમ કરો દરેક પ્રાણી વનસ્પતિ વન્ય જીવો બધાને પ્રેમ કરો એ તમારા ઉપર હુમલો કરે તો પણ !! કેમ કે વન્ય જીવ છે એને બુદ્ધિ નથી..એનો ઉદ્ધાર કે બચાવ કરવાની કે તમારો કરવાની...પણ માનસ પાસે બુદ્ધિ છે..એને વિચારો આવે છે,,,એ અવનવી શોધો કરે છે બીજા ને મદદરૂપ થાય છે.. અને અંતે સિધાર્થ ગૌતમ બુદ્ધ દ્વારા કહેવાયેલું અને બાબાસાહેબ દ્વારા ફોલો કરાયેલું એક સત્ય " મનુષ્ય ના જીવનનું અંતિમ અને ઉચ્ચતમ ધ્યેય હમેશા તેની બુદ્ધિ ને વધારવાનું જ્ઞાન ને વધારવાનું હોવું જોઈએ જેથી એ જરૂર પડે પોતાના તેમજ આ દુનિયા ના કામ માં આવી શકે " ત્યારબાદ બુદ્ધ, બુદ્ધિજમ અને સમ્રાટ અશોક તથા ભારત નો પ્રાચીન  ઈતિહાસ જેવા વિષયો પર રીસર્ચ કરી ઘણી નવી સત્ય વાતો જાણી માતાજીઓ અને ભગવાનો નો વિરોધ કરવાથી એમનો ત્યાગ કરવાથી મને  મારા જ પરિવાર માં પ્રબળ માનસિક આંતરિક સંઘર્ષ નો સામનો કરવો પડ્યો અને હાલ પણ પડે છે..આ એક રૂઢિ છે જે વર્ષો થી સ્થપાઈ છે એટલે એનો વિરોધ સંઘર્ષમય તો રહેવાનો જ ક્યારેક પોતાના જ પરિવાર વચ્ચે કડવા વેણ પણ સંભાળવા પડ્યા  અને ના છુટકે ના ગમતું પણ કરવું પડ્યું. પણ એ વાતો  કરશું ફરી કોઈક વખત.. આજે મને કોઈ વાતનો અફસોસ નથી ફક્ત એકવાત સિવાય કે ભલે મને મારા પરિવારે આ બે મહાન પુરુષો વિષે ના જણાવ્યું તેઓ તો ખુદ નહોતા જાણતા પણ અફસોસ છે કે જયારે મેં શરૂઆત કરી જાણવાની ત્યારે એમનું એક પણ પુસ્તક અમારા ઘર માં નહોતા...અને નિયમ લઉં છુ કે પરિવાર માં આવનારી નવી  પેઢી ને આ તકલીફ નહિ પડવા દઉં...જે રાત્રે મારા કમ્પ્યુટર સાયન્સ ની સાથોસાથ બી આર આંબેડકર અને તથાગત સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ને જાણ્યા ત્યારથી આ જીવન માં શરુ થયું મારું અંગત "મહાભીનીષ્ક્રમણ"

 - આકાશ મકવાણા