July 21, 2017

આંબેડકરવાદ એટલે આત્મસન્માન, ગૌરવ, અને એકસમાન પ્રતિનીધિત્વ મેળવવાની ની લડાઇ

By Vijay Jadav


હુ ધીમી પરંતુ મક્કમ ગતિએ વિચારધારા ઉપર ચાલનાર છુ.
બે પાસા વિચારવાના છે.
એક જાતિવાદ સામેની લડાઇ અને બીજી ગરીબો અને મજુરો ના શોષણ સામે ની લડાઇ.
તમે ગમે કેટલા આંદોલન કરી લો, અમીર વર્ગ અને ગરીબ વર્ગ તો રહેવાના રહેવાના અને રહેવાના જ.
બ્રાહ્મણ પણ ગરીબ હોય છે અને દલિત પણ ગરીબ હોય છે.
વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલ કામ મુજબ બ્રાહ્મણ ગમે તેટલો ગરીબ હશે તે અમીર ના ઘરે કોઇ પ્રસંગમાં જશે તો એને બીજા તમામ મહેમાન જેટલુ અથવા એનાથી પણ વધુ માન સન્માન મળશે.
જ્યારે દલિત એનુ કામ કરવા જશે તો તેને હંમેશા અપમાન અને તિરસ્કાર જ મળશે. આ #જાતિવાદ ને લીધે છે નહી કે અમીરી કે #ગરીબી ના લીધે.

બીજા અનગીનત કીસ્સાઓ છે જેમ કે બહેન માયાવતીએ 2007 માં મુકેશ અંબાણી કરતા પણ વધુ ટેક્સ ભર્યો હતો તેમ છતા અમીર તરીકે નુ બહુમાન ના મળતા ફક્ત દલિતોની નેતા બની ને રહી ગયા.
માંઝી મુખ્યમંત્રી હોવા છતા મંદિર માં ગયા બાદ મંદિર પરિસર નુ શુદ્ધીકરણ કરવામાં આવ્યુ હતુ.
બાબુ જગજીવન રામ પાસે એ સમયે 600 કરોડ ની પ્રોપર્ટી હતી તેમ છતા દલિત ના દલિત જ રહ્યા
શિવાજી ને રાજ્યાભિષેક કરવા વાળો ગરીબ બ્રાહ્મણ હોવા છતા તેણે તેના પગ ના અંગુઠાથી તીલક લગાવેલ..!
હમણા કાલે જ બનેલ રાસ્ટ્રપતિ દલિત રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવા લાગ્યા છે!

એટલે કે તમે દલિત તરીકે ગમે તેટલા અમીર અને સ્ટેટસ કે ગમેતેટલા પાવર વાળા બની જાવ તમે આખરે #દલિત જ રહેશો.. જાતિવાદ તમારો પીછો નહી છોડે,
એટલે આપણી આ લડાઇ જાતિવાદ સામે ની લડાઇ છે.
જો કોઇ તમને કહેતુ હોય કે તમે ગરીબ છો એટલે તમારી સાથે જાતિવાદ રાખવામાં આવે છે,  તો તમને કોઇ મુર્ખ બનાવી રહ્યુ છે. હવે તમને એ કેમ મુર્ખ બનાવી રહ્યા છે?  એ તમારે જાતે તર્ક કરી શોધવાનુ છે.  હુ કહુ એનો પણ વિશ્વાસ કરવાનો નથી.

આપણે આઝાદી પહેલા જે સ્થિતિ નાં હતા તેના કરતા હાલ તો સારી સ્થિતિ માં પહોંચી ગયા છીએ. બાબાસાહેબે પહેલાથી જ કહ્યું છે કે ગામડા છોડી શહેરોમાં વસો, ત્યા તમારી સ્થિતિ સુધરશે અને જેટલા પણ વ્યક્તિઓ ગામડા છોડી શહેરોમાં વસ્યા છે એ તમામ ની સ્થિતિ ગામડાના દલિતો કરતા સારી જ છે.
અત્યારે RTE એક્ટ મુજબ સારી સ્કુલોમાં બાળકોને ભણાવો શહેરો તરફ તમામને લાવવા પ્રયત્નો કરો. તમારી તાકાત પણ વધશે. વંશ પરંપરાગત ધંધા છોડી બીજો વ્યવસાય, નોકરી પકડો તમે નહી તો તમારી આવનારી પેઢી માં ચોક્કસ પરિવર્તન આવશે.
આપણે છેલ્લા પાંચ હજાર વર્ષ થી ગુલામી માં જીવી રહ્યા છીએ તો તાત્કાલિક આખો સમાજ આગળ નહી આવી જાય, સમય તો જશે જ.
હુ માનુ છુ કે કારણ વગર આપણુ અમુલ્ય યુવાધન વેડફવાની જરુર નથી.
એનો મતલબ એ પણ નથી કે ગામડામાં ક્યાંય અત્યાચાર થાય તો આપણે બેસી રહેવાનુ.... ના કદાપી નહી .. ત્યારે પુરી તાકાતથી ઉતરી પડવાનુ, થાનગઢ, ઉનાકાંડ, વેમુલા
કાંડ, સબુત છે આપણે પાછા નથી પડતા.

યાદ રાખજો આઝાદી બાદ તમારી સ્થિતિ માં જે કોઇ ફેરફાર આવ્યો છે એ માત્ર અને માત્ર બાબાસાહેબ તથા બંધારણમાં તમને આપેલ હક્કો ના પ્રતાપે છે.  અને હજી સુધી પુર્ણ બંધારણ લાગુ નથી. કારણકે મનુવાદી તાકતો તે લાગુ થવા દેતા નથી.  તમારી લડાઇ તમારી ગરીબી માટે નથી. તમારી લડાઇ તમારા આત્મસન્માન, ગૌરવ, અને એકસમાન પ્રતિનીધિત્વ મેળવવાની ની લડાઇ છે.
ગરીબો દરેક સમાજ, દરેક ધર્મમાં,  દરેક દેશમાં છે. ગરીબી હટાવવા, ગરીબોને ઉપર લાવવા સરકાર ની ઘણી સ્કીમો ચાલે છે. તેમના શોષણ અને અન્યાય સામે કાયદા મજબુત બનાવાય એવુ ઇચ્છીએ.

બાબાસાહેબે આપેલ અમુલ્ય સુચન ને સમજવા પ્રયત્ન કરીએ.

#શિક્ષિત બનો,  ગામડામાંથી બહાર આવી જશો.
બહાર આવી #સંઘઠીત થાવો.. જે શહેરોમાં ધીરે ધીરે દેખાઇ રહ્યુ છે ..
ત્યાર બાદ શોષણ સામે #સંઘર્ષ કરો.
તમારી જીત તમારી સામે જ હશે.

#વિજય_જાદવ

#જય_ભીમ

વિશ્વગુરુ શબ્દ અને તેની પાછળ રચવામાં આવેલ કાલ્પનિક ખ્યાલ




આધ્યાત્મિકતાની ચરમસીમા પામી સાક્ષાત્કાર કરી લીધો હોય અને બ્રહ્મ પરબ્રહ્મને ધોળી પી નાખ્યો હોય એવો દેખાડો કરતા પ.પુ. ધ.ધુ. (પ.પુ.-પરમ પુજ્ય, ધ.ધુ.-ધર્મ ધુરંધર) આવનારી સદીમાં ભારત વિશ્વગુરુ બની દુનિયાને નવી રાહ ચિંધશે એવી આગાહીઓ તેમનાં પ્રવચનોમાં અનેકવાર કરતા જોવા મળે છે. આ લોકો ભારત વિશ્વગુરુ બનશે તેવુ સખત ભાર પુર્વક કહે છે.
એ પરિવર્તન ચોક્કસ આવકાર દાયક છે પણ તે જોવાનો અવસર પ્રાપ્ત થશે કે કેમ તે એક મોટો સવાલ છે. આપણે હાજર હોઈએ પણ ખરા અને ન પણ હોઈએ..
વિશ્વગુરુ આ શબ્દ સાંભળવામાં જબરો પ્રભાવશાળી લાગે છે. પરંતું આ સાડા ચાર અક્ષરોમાં ક્યાંકને ક્યાંક અબાધિત સત્તા ભોગવવાની લાલસા અને જગત જમાદારી કરવાની પ્રબળ ઝંખના ગર્ભિત રીતે છુપાયેલી હોવાનુ મને સદા લાગ્યુ છે.
જે પણ હોય મારા મતે વિશ્વગુરુ શબ્દ અને તેની પાછળ રચવામાં આવેલ કાલ્પનિક ખ્યાલ ભ્રમિત કરવા રચવામાં આવેલ હોય તેવું લાગે. રણમાં દેખાતા મૃગજળ જેવો...
બાકી આવી આગાહીઓ ક્યા આધાર પર કરવામાં આવે તે સમજાતુ નથી.
જે દેશમાં હજી સુધી કોઈ ક્રાન્તિકારી શોધ કે સંશોધન ન થઈ શક્યું હોય....,
દેશના વિજ્ઞાનીઓ અને બુધ્ધિજીવીઓ પોતાની મૌલિકતા નિખારવા વિદેશની વાટ પકડતા હોય...,
વરસોથી દેશમાં ધર કરી ગયેલ ગરીબી, ભુખમરો, ભ્રષ્ટાચાર અને જાતિવાદ મિટાવી ન શકાયો હોય...
જ્યાં લાયબ્રેરીઓ અને લેબોરેટરીઓ કરતા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતા એજન્ટોના પ્રવચનોમાં વધુ ભીડ ઉમટતી હોય....
લોકોને વિજ્ઞાન કરતા ચમત્કારોમાં વધુ શ્રધ્ધા હોય....
ધમઁએ ડરાવીને પૈસા ખંખેરવાની ચાલાકી બની ગયો હોય...
આવા માહોલમાં વિશ્વગુરુ બનીને આપણે કેવી રાહ ચિંધવાના...???
આ વિશ્વગુરુનો ખ્યાલ એ ધર્મ અને આધ્યાત્મિકતાના નામે લોકોને સતત ઘેનમાં રાખવા અપાતો ઓવરડોઝ છે..Nothing else...
જિગર શ્યામલનનાં જયભીમ.....................

બાબા સાહેબની વિચારધારા સ્વાભિમાનની વિચારધારા છે, અભિમાનની નહી..!!



બાબા સાહેબની વિચારધારા સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારાની વિચારધારા છે. આ વિચારધારા સ્વાભિમાનની વિચારધારા છે, અભિમાનની નહી..!!

એક વાત આનંદની તો છે કે બાબા સાહેબનું નામ અને જય ભીમનો નારો પહેલા કરતા વધુ સાંભળવા મળે છે. આ પાછળ સૌથી મોટો શ્રેય શિક્ષણને જ આપવો રહ્યો. પહેલા શિક્ષણનું પ્રમાણ નહીવત હતુ એટલે લોકોને બાબા સાહેબ આંબેડકર વિશે ઝાઝી સમજ ન હતી. આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યુ છે, એના પરિણામ સ્વરૂપ બાબા સાહેબના પુસ્તકો, તેમના ભાષણો લોકો વાંચતા થયા છે. બાબા સાહેબ કોણ હતા...?? અને તેમણે શું પ્રદાન કયુઁ..??? એ આજે દરેક સમજી શકે છે. 
સમાજમાં ભીમ ચેતના જગાડવામાં બામસેફ, એસ.એસ.ડી., ભારત મુક્તિ મોરચા, મુળ નિવાસી સંઘ તેમજ બીજા અનેક સંગઠનોએ ક્યાંક એકલ દોકલ માણસે પોતાની રીતે સરસ કામગીરી બજાવી છે. 
દરેકે પોતાના પુરતા પ્રયાસ કયાઁ પરંતુ હજી આપણાં પ્રયાસોમાં ક્યાંક કચાશ રહી હોય તેવું લાગ્યા કરે કારણ આપણે આંબેડકરવાદી બન્યા પણ અડધાને અધુરા..!!!
બાબા સાહેબની વિચારધારા સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારાની વિચારધારા છે. આ વિચારધારા સ્વાભિમાનની વિચારધારા છે, અભિમાનની નહી..!!
આપણે બાબા સાહેબની વિચારધારા માનતા હોઈએ, તેની પર અનુસરણ કરતા હોઈએ એ બહુ સારી બાબત છે પણ આપણી આ વિચારધારા આપણાં ખુદના આચરણ માટે હોવી જોઈયે અને અડધુ પડધુ નહી પણ સંપુણઁ આચરણ હોવું જોઈયે જેથી ખુદને આત્મ સંતોષ થાય. કોઈ બીજા કે ત્રીજા આગળ દેખાડો કરવા કે પ્રદશઁન કરવા તો હરગીજ નહી.
તમે આંબેડકરવાદી છો એનો પહેલો અહેસાસ તમને પોતાને થવો જોઈયે.., બાદ બીજા લોકોને અહેસાસ થાય એ જરૂરી છે.. પણ તમે જ આંબેડકરવાદી છો એવું સતત કરવામાં આવતુ પ્રદશઁન કે અતિરેકપણું યોગ્ય નથી. 
બાબા સાહેબના કારણે આપણને કેટલાક અધિકારો મળ્યા. આજની આપણી પરિસ્થિતી મહદઅંશે બાબા સાહેબના સંધષઁને પરિણામે જ છે. 
હું આંબેડકરવાદી છું.... આમાં આપણો આત્મવિશ્વાસ પ્રગટ થાય છે. પરંતું હું જ આંબેડકરવાદી છું એમાં આપણું મિથ્યાભિમાન પ્રગટ થાય છે. 
મિત્રો.. આત્મ વિશ્વાસ અને અભિમાન વચ્ચે પાતળો જ ફેર છે. દરેક આત્મવિશ્વાસુ અભિમાની હોય જ એની મને બહુ ખબર નથી પરંતુ દરેક અભિમાનીમાં આત્મવિશ્વાસ નહી જ હોય એ વાત હું ગેરંટીથી કહી શકું.
કોઈના આંબેડકરવાદી હોવું કે ન હોવું એ વ્યક્તિની પોતાની પસંદગીની બાબત છે. એ પોતાની રીતે સ્વતંત્ર છે. એવી જ રીતે કોઈના બૌધ્ધ હોવું કે ન હોવું એ પણ તેની પોતાની પસંદગીની બાબત છે.
આપણું કામ એક જ હોવું જોઈયે 
  1. લોકોને ઈતિહાસથી વાકેફ કરવા.
  2. લોકોને બહુજન સમાજના મહાપુરૂષોના કાયોઁ, વિચારોની માહિતી આપવી.
  3. લોકો સમક્ષ બાબા સાહેબના વિચારો મુકવા.
  4. લોકોને બાબા સાહેબના જીવન, સંધષઁથી અવગત કરવા.
  5. બાબા સાહેબના વિચારોને લોકો સમક્ષ રજુ કરવા.
  6. અંધશ્રધ્ધા, ખોટા રિવાજ વગેરે બાબતે તાકિઁક વિચારસરણીથી સમજણ આપવી.
બસ આટલુ કયાઁ પછી આપણે લોકોને તેમની રીતે વિચારવા, મનન કરવા છોડી દેવા. લોકોને શું કરવુ એનો નિણઁય એમને જાતે જ લેવા દો.., કોઈને શું કરવુ એ આપણે નક્કી કરવાવાળા કોણ..??
આપણે માત્ર લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જોઈયે. 
કારણ જ્યાં સુધી તમારામાં વિશ્વાસ નહી બેસે ત્યાં સુધી તમારી કોઈ વાત માનશે નહી. એટલે પહેલા લોકોનો વિશ્વાસ જીતીએ...
આપણે એક વાત ખાસ યાદ રાખવી આપણે વારંવાર લોકોને આંબેડકરવાદી બનો..., મનુવાદને ત્યાગો,....., હિન્દુ ધમઁ ત્યાગો-બૌધ્ધિષ્ટ બનો જેવી અપિલો કરીએ છીએ પણ આપણી લાચારી કહો કે કરૂણતા આપણને આવી અપિલ કરવા બાબા સાહેબ જેવી વિશ્વ વિભૂતિની દુહાઈઓ દેવી પડી રહી છે. આ આપણાં માટે તો એક પ્રકારની દયાજનક અવસ્થા થઈ કહેવાય. 
જો વરસો લગી આપણે બાબા સાહેબની વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યા હોય.. અને તેમાં જોઈયે તેટલી સફળતા ન મળતી હોય તો આપણે ખુદને વિચારવું જોઈયે... આપણે ક્યાંક કોઈ ભુલતો નથી કરી રહ્યાને.??
આપણે જે સંદેશ ફેલાવવા મથીએ છીએ તે યોગ્ય રીતે સામા છેડે પહોંચી રહ્યો છે કે નહી..??? આપણને ધારી સફળતા નથી મળી રહી મતલબ ક્યાંક તો કોઈ ક્ષતિ છે જ.
બસ આ જ ક્ષતિ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ..... ક્ષતિ શોધવી જોઈયે......, ક્ષતિ સ્વિકારવી જોઈયે અને બની શકે તો તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈયે... અને ખાસ ફરી કામે લાગી જવુ જોઈયે...
- જિગર શ્યામલન- એક નાસ્તિક આંબેડકરવાદી