By Vijay Jadav
હુ ધીમી પરંતુ મક્કમ ગતિએ વિચારધારા ઉપર ચાલનાર છુ.
બે પાસા વિચારવાના છે.
એક જાતિવાદ સામેની લડાઇ અને બીજી ગરીબો અને મજુરો ના શોષણ સામે ની લડાઇ.
તમે ગમે કેટલા આંદોલન કરી લો, અમીર વર્ગ અને ગરીબ વર્ગ તો રહેવાના રહેવાના અને રહેવાના જ.
બ્રાહ્મણ પણ ગરીબ હોય છે અને દલિત પણ ગરીબ હોય છે.
વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલ કામ મુજબ બ્રાહ્મણ ગમે તેટલો ગરીબ હશે તે અમીર ના ઘરે કોઇ પ્રસંગમાં જશે તો એને બીજા તમામ મહેમાન જેટલુ અથવા એનાથી પણ વધુ માન સન્માન મળશે.
જ્યારે દલિત એનુ કામ કરવા જશે તો તેને હંમેશા અપમાન અને તિરસ્કાર જ મળશે. આ #જાતિવાદ ને લીધે છે નહી કે અમીરી કે #ગરીબી ના લીધે.
બીજા અનગીનત કીસ્સાઓ છે જેમ કે બહેન માયાવતીએ 2007 માં મુકેશ અંબાણી કરતા પણ વધુ ટેક્સ ભર્યો હતો તેમ છતા અમીર તરીકે નુ બહુમાન ના મળતા ફક્ત દલિતોની નેતા બની ને રહી ગયા.
માંઝી મુખ્યમંત્રી હોવા છતા મંદિર માં ગયા બાદ મંદિર પરિસર નુ શુદ્ધીકરણ કરવામાં આવ્યુ હતુ.
બાબુ જગજીવન રામ પાસે એ સમયે 600 કરોડ ની પ્રોપર્ટી હતી તેમ છતા દલિત ના દલિત જ રહ્યા
શિવાજી ને રાજ્યાભિષેક કરવા વાળો ગરીબ બ્રાહ્મણ હોવા છતા તેણે તેના પગ ના અંગુઠાથી તીલક લગાવેલ..!
હમણા કાલે જ બનેલ રાસ્ટ્રપતિ દલિત રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવા લાગ્યા છે!
એટલે કે તમે દલિત તરીકે ગમે તેટલા અમીર અને સ્ટેટસ કે ગમેતેટલા પાવર વાળા બની જાવ તમે આખરે #દલિત જ રહેશો.. જાતિવાદ તમારો પીછો નહી છોડે,
એટલે આપણી આ લડાઇ જાતિવાદ સામે ની લડાઇ છે.
જો કોઇ તમને કહેતુ હોય કે તમે ગરીબ છો એટલે તમારી સાથે જાતિવાદ રાખવામાં આવે છે, તો તમને કોઇ મુર્ખ બનાવી રહ્યુ છે. હવે તમને એ કેમ મુર્ખ બનાવી રહ્યા છે? એ તમારે જાતે તર્ક કરી શોધવાનુ છે. હુ કહુ એનો પણ વિશ્વાસ કરવાનો નથી.
આપણે આઝાદી પહેલા જે સ્થિતિ નાં હતા તેના કરતા હાલ તો સારી સ્થિતિ માં પહોંચી ગયા છીએ. બાબાસાહેબે પહેલાથી જ કહ્યું છે કે ગામડા છોડી શહેરોમાં વસો, ત્યા તમારી સ્થિતિ સુધરશે અને જેટલા પણ વ્યક્તિઓ ગામડા છોડી શહેરોમાં વસ્યા છે એ તમામ ની સ્થિતિ ગામડાના દલિતો કરતા સારી જ છે.
અત્યારે RTE એક્ટ મુજબ સારી સ્કુલોમાં બાળકોને ભણાવો શહેરો તરફ તમામને લાવવા પ્રયત્નો કરો. તમારી તાકાત પણ વધશે. વંશ પરંપરાગત ધંધા છોડી બીજો વ્યવસાય, નોકરી પકડો તમે નહી તો તમારી આવનારી પેઢી માં ચોક્કસ પરિવર્તન આવશે.
આપણે છેલ્લા પાંચ હજાર વર્ષ થી ગુલામી માં જીવી રહ્યા છીએ તો તાત્કાલિક આખો સમાજ આગળ નહી આવી જાય, સમય તો જશે જ.
હુ માનુ છુ કે કારણ વગર આપણુ અમુલ્ય યુવાધન વેડફવાની જરુર નથી.
એનો મતલબ એ પણ નથી કે ગામડામાં ક્યાંય અત્યાચાર થાય તો આપણે બેસી રહેવાનુ.... ના કદાપી નહી .. ત્યારે પુરી તાકાતથી ઉતરી પડવાનુ, થાનગઢ, ઉનાકાંડ, વેમુલા
કાંડ, સબુત છે આપણે પાછા નથી પડતા.
યાદ રાખજો આઝાદી બાદ તમારી સ્થિતિ માં જે કોઇ ફેરફાર આવ્યો છે એ માત્ર અને માત્ર બાબાસાહેબ તથા બંધારણમાં તમને આપેલ હક્કો ના પ્રતાપે છે. અને હજી સુધી પુર્ણ બંધારણ લાગુ નથી. કારણકે મનુવાદી તાકતો તે લાગુ થવા દેતા નથી. તમારી લડાઇ તમારી ગરીબી માટે નથી. તમારી લડાઇ તમારા આત્મસન્માન, ગૌરવ, અને એકસમાન પ્રતિનીધિત્વ મેળવવાની ની લડાઇ છે.
ગરીબો દરેક સમાજ, દરેક ધર્મમાં, દરેક દેશમાં છે. ગરીબી હટાવવા, ગરીબોને ઉપર લાવવા સરકાર ની ઘણી સ્કીમો ચાલે છે. તેમના શોષણ અને અન્યાય સામે કાયદા મજબુત બનાવાય એવુ ઇચ્છીએ.
બાબાસાહેબે આપેલ અમુલ્ય સુચન ને સમજવા પ્રયત્ન કરીએ.
#શિક્ષિત બનો, ગામડામાંથી બહાર આવી જશો.
બહાર આવી #સંઘઠીત થાવો.. જે શહેરોમાં ધીરે ધીરે દેખાઇ રહ્યુ છે ..
ત્યાર બાદ શોષણ સામે #સંઘર્ષ કરો.
તમારી જીત તમારી સામે જ હશે.
#વિજય_જાદવ
#જય_ભીમ
No comments:
Post a Comment