બાબા સાહેબની વિચારધારા સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારાની વિચારધારા છે. આ વિચારધારા સ્વાભિમાનની વિચારધારા છે, અભિમાનની નહી..!!
એક વાત આનંદની તો છે કે બાબા સાહેબનું નામ અને જય ભીમનો નારો પહેલા કરતા વધુ સાંભળવા મળે છે. આ પાછળ સૌથી મોટો શ્રેય શિક્ષણને જ આપવો રહ્યો. પહેલા શિક્ષણનું પ્રમાણ નહીવત હતુ એટલે લોકોને બાબા સાહેબ આંબેડકર વિશે ઝાઝી સમજ ન હતી. આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યુ છે, એના પરિણામ સ્વરૂપ બાબા સાહેબના પુસ્તકો, તેમના ભાષણો લોકો વાંચતા થયા છે. બાબા સાહેબ કોણ હતા...?? અને તેમણે શું પ્રદાન કયુઁ..??? એ આજે દરેક સમજી શકે છે.
સમાજમાં ભીમ ચેતના જગાડવામાં બામસેફ, એસ.એસ.ડી., ભારત મુક્તિ મોરચા, મુળ નિવાસી સંઘ તેમજ બીજા અનેક સંગઠનોએ ક્યાંક એકલ દોકલ માણસે પોતાની રીતે સરસ કામગીરી બજાવી છે.
દરેકે પોતાના પુરતા પ્રયાસ કયાઁ પરંતુ હજી આપણાં પ્રયાસોમાં ક્યાંક કચાશ રહી હોય તેવું લાગ્યા કરે કારણ આપણે આંબેડકરવાદી બન્યા પણ અડધાને અધુરા..!!!
બાબા સાહેબની વિચારધારા સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારાની વિચારધારા છે. આ વિચારધારા સ્વાભિમાનની વિચારધારા છે, અભિમાનની નહી..!!
આપણે બાબા સાહેબની વિચારધારા માનતા હોઈએ, તેની પર અનુસરણ કરતા હોઈએ એ બહુ સારી બાબત છે પણ આપણી આ વિચારધારા આપણાં ખુદના આચરણ માટે હોવી જોઈયે અને અડધુ પડધુ નહી પણ સંપુણઁ આચરણ હોવું જોઈયે જેથી ખુદને આત્મ સંતોષ થાય. કોઈ બીજા કે ત્રીજા આગળ દેખાડો કરવા કે પ્રદશઁન કરવા તો હરગીજ નહી.
તમે આંબેડકરવાદી છો એનો પહેલો અહેસાસ તમને પોતાને થવો જોઈયે.., બાદ બીજા લોકોને અહેસાસ થાય એ જરૂરી છે.. પણ તમે જ આંબેડકરવાદી છો એવું સતત કરવામાં આવતુ પ્રદશઁન કે અતિરેકપણું યોગ્ય નથી.
બાબા સાહેબના કારણે આપણને કેટલાક અધિકારો મળ્યા. આજની આપણી પરિસ્થિતી મહદઅંશે બાબા સાહેબના સંધષઁને પરિણામે જ છે.
હું આંબેડકરવાદી છું.... આમાં આપણો આત્મવિશ્વાસ પ્રગટ થાય છે. પરંતું હું જ આંબેડકરવાદી છું એમાં આપણું મિથ્યાભિમાન પ્રગટ થાય છે.
મિત્રો.. આત્મ વિશ્વાસ અને અભિમાન વચ્ચે પાતળો જ ફેર છે. દરેક આત્મવિશ્વાસુ અભિમાની હોય જ એની મને બહુ ખબર નથી પરંતુ દરેક અભિમાનીમાં આત્મવિશ્વાસ નહી જ હોય એ વાત હું ગેરંટીથી કહી શકું.
કોઈના આંબેડકરવાદી હોવું કે ન હોવું એ વ્યક્તિની પોતાની પસંદગીની બાબત છે. એ પોતાની રીતે સ્વતંત્ર છે. એવી જ રીતે કોઈના બૌધ્ધ હોવું કે ન હોવું એ પણ તેની પોતાની પસંદગીની બાબત છે.
આપણું કામ એક જ હોવું જોઈયે
- લોકોને ઈતિહાસથી વાકેફ કરવા.
- લોકોને બહુજન સમાજના મહાપુરૂષોના કાયોઁ, વિચારોની માહિતી આપવી.
- લોકો સમક્ષ બાબા સાહેબના વિચારો મુકવા.
- લોકોને બાબા સાહેબના જીવન, સંધષઁથી અવગત કરવા.
- બાબા સાહેબના વિચારોને લોકો સમક્ષ રજુ કરવા.
- અંધશ્રધ્ધા, ખોટા રિવાજ વગેરે બાબતે તાકિઁક વિચારસરણીથી સમજણ આપવી.
બસ આટલુ કયાઁ પછી આપણે લોકોને તેમની રીતે વિચારવા, મનન કરવા છોડી દેવા. લોકોને શું કરવુ એનો નિણઁય એમને જાતે જ લેવા દો.., કોઈને શું કરવુ એ આપણે નક્કી કરવાવાળા કોણ..??
આપણે માત્ર લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જોઈયે.
કારણ જ્યાં સુધી તમારામાં વિશ્વાસ નહી બેસે ત્યાં સુધી તમારી કોઈ વાત માનશે નહી. એટલે પહેલા લોકોનો વિશ્વાસ જીતીએ...
આપણે એક વાત ખાસ યાદ રાખવી આપણે વારંવાર લોકોને આંબેડકરવાદી બનો..., મનુવાદને ત્યાગો,....., હિન્દુ ધમઁ ત્યાગો-બૌધ્ધિષ્ટ બનો જેવી અપિલો કરીએ છીએ પણ આપણી લાચારી કહો કે કરૂણતા આપણને આવી અપિલ કરવા બાબા સાહેબ જેવી વિશ્વ વિભૂતિની દુહાઈઓ દેવી પડી રહી છે. આ આપણાં માટે તો એક પ્રકારની દયાજનક અવસ્થા થઈ કહેવાય.
જો વરસો લગી આપણે બાબા સાહેબની વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યા હોય.. અને તેમાં જોઈયે તેટલી સફળતા ન મળતી હોય તો આપણે ખુદને વિચારવું જોઈયે... આપણે ક્યાંક કોઈ ભુલતો નથી કરી રહ્યાને.??
આપણે જે સંદેશ ફેલાવવા મથીએ છીએ તે યોગ્ય રીતે સામા છેડે પહોંચી રહ્યો છે કે નહી..??? આપણને ધારી સફળતા નથી મળી રહી મતલબ ક્યાંક તો કોઈ ક્ષતિ છે જ.
બસ આ જ ક્ષતિ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ..... ક્ષતિ શોધવી જોઈયે......, ક્ષતિ સ્વિકારવી જોઈયે અને બની શકે તો તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈયે... અને ખાસ ફરી કામે લાગી જવુ જોઈયે...
- જિગર શ્યામલન- એક નાસ્તિક આંબેડકરવાદી
No comments:
Post a Comment