July 21, 2017

વિશ્વગુરુ શબ્દ અને તેની પાછળ રચવામાં આવેલ કાલ્પનિક ખ્યાલ




આધ્યાત્મિકતાની ચરમસીમા પામી સાક્ષાત્કાર કરી લીધો હોય અને બ્રહ્મ પરબ્રહ્મને ધોળી પી નાખ્યો હોય એવો દેખાડો કરતા પ.પુ. ધ.ધુ. (પ.પુ.-પરમ પુજ્ય, ધ.ધુ.-ધર્મ ધુરંધર) આવનારી સદીમાં ભારત વિશ્વગુરુ બની દુનિયાને નવી રાહ ચિંધશે એવી આગાહીઓ તેમનાં પ્રવચનોમાં અનેકવાર કરતા જોવા મળે છે. આ લોકો ભારત વિશ્વગુરુ બનશે તેવુ સખત ભાર પુર્વક કહે છે.
એ પરિવર્તન ચોક્કસ આવકાર દાયક છે પણ તે જોવાનો અવસર પ્રાપ્ત થશે કે કેમ તે એક મોટો સવાલ છે. આપણે હાજર હોઈએ પણ ખરા અને ન પણ હોઈએ..
વિશ્વગુરુ આ શબ્દ સાંભળવામાં જબરો પ્રભાવશાળી લાગે છે. પરંતું આ સાડા ચાર અક્ષરોમાં ક્યાંકને ક્યાંક અબાધિત સત્તા ભોગવવાની લાલસા અને જગત જમાદારી કરવાની પ્રબળ ઝંખના ગર્ભિત રીતે છુપાયેલી હોવાનુ મને સદા લાગ્યુ છે.
જે પણ હોય મારા મતે વિશ્વગુરુ શબ્દ અને તેની પાછળ રચવામાં આવેલ કાલ્પનિક ખ્યાલ ભ્રમિત કરવા રચવામાં આવેલ હોય તેવું લાગે. રણમાં દેખાતા મૃગજળ જેવો...
બાકી આવી આગાહીઓ ક્યા આધાર પર કરવામાં આવે તે સમજાતુ નથી.
જે દેશમાં હજી સુધી કોઈ ક્રાન્તિકારી શોધ કે સંશોધન ન થઈ શક્યું હોય....,
દેશના વિજ્ઞાનીઓ અને બુધ્ધિજીવીઓ પોતાની મૌલિકતા નિખારવા વિદેશની વાટ પકડતા હોય...,
વરસોથી દેશમાં ધર કરી ગયેલ ગરીબી, ભુખમરો, ભ્રષ્ટાચાર અને જાતિવાદ મિટાવી ન શકાયો હોય...
જ્યાં લાયબ્રેરીઓ અને લેબોરેટરીઓ કરતા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતા એજન્ટોના પ્રવચનોમાં વધુ ભીડ ઉમટતી હોય....
લોકોને વિજ્ઞાન કરતા ચમત્કારોમાં વધુ શ્રધ્ધા હોય....
ધમઁએ ડરાવીને પૈસા ખંખેરવાની ચાલાકી બની ગયો હોય...
આવા માહોલમાં વિશ્વગુરુ બનીને આપણે કેવી રાહ ચિંધવાના...???
આ વિશ્વગુરુનો ખ્યાલ એ ધર્મ અને આધ્યાત્મિકતાના નામે લોકોને સતત ઘેનમાં રાખવા અપાતો ઓવરડોઝ છે..Nothing else...
જિગર શ્યામલનનાં જયભીમ.....................

No comments:

Post a Comment