By Arvind Khuman || 04 Aug 2017
તા. ૪/૦૮/૧૭, તળાજા તાલુકાના સરતાનપર બંદર, રાજુલા તાલુકાના ચાંચ બંદર, માંગરોળ તાલુકાના શેરીયાજ બારામાં જેટી મંજુર કરવા કાનૂની સહાય કેન્દ્રની મદદથી માછીમારોએ રજૂઆત કરી હતી. જેથી આ બંદરોમાં જેટી મંજુર થઈ હતી. પરંતુ મંજુર થયા પછી જેટી બાંધકામ માટે ફીશેરીઝ વિભાગ વર્ષો લગાવી દેતી હોવાથી સરતાનપર બંદરના શ્રી ગોવીંદભાઈ જાદવ તથા ગોવિંદભાઈ રૈયાભાઈ તથા રાજુલાના ચાંચ બંદરના બચુભાઈ વિરાભાઈ ચૌહાણ તથા માંગરોળના શેરીયાજબારાના અજગરમીયા કાદરીએ ગુજરાત હાયકોર્ટમાં પી. આઈ. એલ. દાખલ કરી છે. જેમાં કાનૂની સહાય કેન્દ્રના અરવિંદભાઈ ખુમાણ, માનસિંગભાઈ કાતીરા, ક્રિષ્નાબેન કેશવાણી તથા ધવલભાઈ ચોપડા મદદ કરી રહેલ છે.
હકીકત એમ છે કે. ગુજરાત રાજ્યમાં ૨૧૭ નાના મોટા માછીમાર બંદરો આવેલ છે અને લાખો લોકોનું જીવન નિર્વાહ માછીમારીના ધંધા સાથે જોડાયેલ છે. જેટી જેવી પાયાની સગવડ ના હોવાના કારણે માછીમારો અનેક યાતનાઓ ભોગવે છે, જેથી કાનૂની સહાય કેન્દ્ર રાજુલા દ્રારા માછીમારોને તૈયાર કરી પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જીલ્લાના બંદરોના કુલ ૨૭ બંદરોને રજુઆત કરવા મદદ કરી હતી. જેથી ફીશરીજ વિભાગે ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર, અમરેલી જીલ્લાના ચાંચ બંદર, જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજબારા, કોડીનાર તાલુકાના માધવાડ બંદરે જેટી મંજુર થય હતી. જેટી બાંધકામ કરવા માછીમારોએ અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ ફીશરીઝ વિભાગની ગોકળ ગાયની ઝડપે ચાલતા કામ ૧૦-૧૦ વર્ષ લય લેતા હોવાથી માછીમાર આગેવાનોની મીટીંગ રાજુલા ખાતે કાનૂની સહાયતા કેન્દ્ર ઓફિસે મળી હતી. જેમાં ચર્ચા વિચારણાના અંતે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાનું નક્કી કરેલ હતું. સરતાનપરના માછીમાર આગેવાન ગોવિંદભાઈ રામજીભાઈ જાદવ, ગોવીંદભાઈ રૈયાભાઈ મકવાણા તથા ચાંચ બંદરના બચુભાઈ વિરાભાઈ ચૌહાણ, શેરીયાજબારાના અસગરમીયાભાઈ બાવામીયાભાઈ કાદરીએ જુન માસમાં PIL/149/17 પી. આઈ.એલ. દાખલ કરેલ છે. આ સમગ્ર કાનૂની કાર્યવાહીમાં કાનૂની સહાય કેન્દ્ર રાજુલાના અરવિંદભાઈ ખુમાણ, માંનસીંગભાઈ કતીરા, ક્રિષ્નાબેન કેશવાણી, ધવલભાઈ ચોપડા કાનૂની મદદ કરી રહેલ છે.
કોઈ પણ કાનૂની મદદ માટે આ નંબર પર સંપર્ક કરવો ૮૧૨૮૩૨૧૨૯૧