By Dinesh Makwana || 15 August 2017
પક્ષ, અપક્ષ અને વિપક્ષ.
બંધારણ બન્યા બાદ અનામતની જોગવાઈઓને આધારે બહુજનોને ભણવાની અને ત્યારબાદ સરકારમાં નોકરી કરવાની તક મળી. આ પહેલા આ બહુજનોએ સ્કુલ પણ જોઇ નહોતી. વર્ષોની તકલીફો કે તિરસ્કાર માથી બહાર આવ્યા જ નહોતા. આપણને આ બધુ મળી શકે તે કોઇ માનવા તૈયાર જ નહોતુ. એક પુસ્તકમાં વાંચ્યું હતું કે કોઇ પણ રાષ્ટ્ર ને બરબાદ કરી નાખવો હોય તો તે રાષ્ટ્ર ના નાગરિકોની ઇચ્છા શકિત મારી નાખો.
આપણી ઇચ્છા શક્તિ મારી નાખવામા આવી હતી. બહુજનોથી કોઇ સ્વપ્નો જોઇ જ ના શકાય તેવું વાતાવરણ હતું. માર ખાવા અને સેવા કરવા આપણો જન્મ થયો હતો. કદાચ તે જ નસીબ કહેવાતા ભગવાનોએ લખ્યુ હતું. પણ તિરસ્કાર સિતમની પણ હદ પાર કરી દે તો દરેક દેશમા કોઇ ને કોઇ વિરલો પાક્યો છે જેણે વ્સવસથાને બદલી નાખવા પડકાર ફેંક્યો હોય. આ હજારો વર્ષથી ચાલી આવતી વ્યવસ્થાને બાબાએ પડકાર ફેક્યો, અંગ્રેજોને સમજાવવા સફળ રહ્યા. ક્રાંતિ વિશે વધુ વાત કરવી નથી કારણ કે આપ બધા તેનાથી વાકેફ છો. બાબા એવુ માનતા હતા કે હુ એકલો શિક્ષિત આટલુ કરી શકતો હોય તો હવે સમાજમા શિક્ષિતોની ફોજ આવશે અને ક્રાંતિ કરશે.પણ આ વધુ પડતી અપેક્ષા હતી. આપણા લોકોએ સુખ, સગવડ કે માન સમ્માન ભોગવવાની વાત તો દુર પણ જોયા જ નહોતા, તેથી જ્યારે આ બધુ મળ્યુ ત્યારે બાબાનો સંઘર્ષ ભુલી ગયા, અને સમાજથી દુર થઇ ગયા. જ્યારે બીજાના પ્રયતનોથી સફળતા કે સુખ મળે છે ત્યારે તેની કિંમત નથી હોતી. બાબા ના પ્રતાપે ભણી ગણીને નોકરી કરતા થયેલા ંઆ લોકો ને સંઘર્ષ કે મિશનથી દુર થતા જોઇને બાબાને કહેવુ પડ્યુ કે મને ભણેલા લોકોએ જ દગો આપ્યો છે.
પણ જેમ ઉપર કહ્યુ તેમ આ લોકો સુખ સગવડ ભોગવવામા અને માન મરતબો મેળવવાના ચકકરમા મુળ વાત ભુલી ગયેલા હોય તેમ દેખાય છે. બીજુ કે માત્ર તેમનુ એકલાનુ જ નહી તેમની બીજી પેઢીના સુખની ચિંતા કરીને તેઓ પોતાના સંતાનોમાં પણ વ્યસ્ત રહેવા લાગ્યા. હવે કશુ કરવાનું રહેતું નથી. એક ભ્રમમાં રાચવા લાગ્યા કે હવે સોનાનો સુરજ ઉગી ગયો છે અને હજારો વર્ષથી ચાલી આવતી પ્રથા ખતમ થઇ ગઇ છે. આ પ્રજાને કોઇ અનુભવ કડવા થયા નહી કે તેમણે બીજે નજર કરી નહી તેથી આ પ્રજા અળગી રહી તેથી બાબા ને આ ભણેલી પ્રજા માટે કહેવુ પડ્યું કે આ લોકોએ દગો કર્યો છે. પણ સ્થિતિ અને સંજોગો જોતા તે અર્ધસત્ય છે.
જેમણે આ વ્યવસ્થા બનાવી હતી તેમના માટે કુઠારાઘાત હતો. તેમને લાગ્યું કે જો આ રીતે ભણી ગણીને આ પ્રજા આગળ નીકળતી રહેશે
તેથી એક ચોક્કસ પ્લાન હેઠળ આ વ્યવસ્થા ફરી મજબુત થાય તેના પરોક્ષ પ્રયત્ન કર્યા. જેમાં તેઓ સીધા સંડોવાયેલા નથી માત્ર તેમના ઁભેજાની પેદાશ છે. સમયનું ચક્ર પાછું ફરવા માંડ્યું. હકો બધા ભોગવવા મળતા પણ ધીમે ધીમે વ્યવહાર અસમાન વધુ થવા લાગ્યો. આ કદાચ મારી દષ્ટિએ સૌથી કપરો અને નાજુક કાર્યકાળ હતો. જો તે સમયે આપણી પ્રજાએ જબરદસ્ત પ્રતિઘાત આપ્યો હોત તો અત્યારની પ્રજાએ જે સંઘર્ષ કરવો પડે છે, કરી રહ્યા છે તે કદાય કરવો ના પડત. પણ એક પેઢીના બહુમુલ્ય વર્ષો નિષ્ક્રિય રહ્યા અને તેના પરિણામો આગળની પેઢી ભોગવી રહી છે. વચ્ચે એક્કા દુકા સંગઠનો કે વ્યકિતઓ કરતી રહી હતી પણ તે અપુરતુ રહ્યું.
"ગુજરાત માટે ૧૯૮૫ નું આંદોલન આપણને જગાડવા પુરતુ હતું પરંતુ મારી પેઢી બહુ સક્રિય રીતે કાર્યરત હોય તેમ દેખાતું નથી. શિક્ષણ દુર દુરના ગામડા સુધા પહોંચી ગયું હતું પણ સંઘર્ષ ક્યાંય દેખાતો નહોતો.", તેમ ૧૯૭૦ મા જેમને નોકરી મળી હતી તે વડીલ મને કહે છે.
નેતાઓની વાત કરવા જેવી જ નથી તે પહેલા હોય કે અત્યારે, તેઓ સમાજ કરતા પોતાના પક્ષને વધુ વફાદાર રહ્યા હતા અને હજુ રહ્યા છે. તેથી આપણા વોટ પર જીતીને સમાજથી અળગા રહ્યા. ઉતરપ્રદેશ મા એક સિતારો ચમકી રહ્યો હતો, પણ તેની અસર જોઇએ તેવી બીજા રાજ્યોમાં જે તે સમયે થવી જોઇતી હતી તે કદાચ ના થઇ શકી તે આપણી કમનસીબી કહી શકાય.
પણ હવે થોડા શિક્ષિત લોકો જાગી રહ્યા હતા. જેમને ૧૯૮૦ પછી નોકરી મળી હતી તેમાં મોટા ભાગના લોકો પાછા ફરી રહ્યા હતા. પણ સૌથી મોટો ફટકો ઉના કાંડ અને હાર્દિક પટેલના આંદોલને માર્યો. ૧૯૮૫ પછી જેમનો જન્મ થયો છે તેવી પેઢી બાબાના તમામ પુસ્તકો વાંચીને કટ્ટરવાદ સાથે આગળ આવી અને તેમણે આ સંઘર્ષની વ્યાખ્યા બદલી કાઢી. આ તમામ નવયુવાનો માત્ર શિક્ષિત જ નહી, જબરદસ્ત પ્રતિભાશાળી છે. જેના પરિણામો જોવા મળી રહ્યા છે અને મને પુરી ખાતરી છે ભવિષ્યમાં આનાથી વધુ હકારાત્મક પરિણામો જોવા મળશે. નિશંક પણે કહી શકાય કે તમામ શિક્ષિત તમારી સાથે નથી પણ જેઓ બહાર છે તેઓ મજબુત રીતે લડાઇ લડી રહ્યા છે. આ તમામ લોકો અભણ નથી શિક્ષિત જ છે. કોઇ પણ જાતિ કે સમુહમાં પુરી રીતે બધા લોકો જોડાઇ શકે નહી પરંતુ ધીમે ધીમે આપણી સંખ્યા વધી રહી છે. જેઓ ખુલ્લી રીતે કદાચ તમારી સાથે નથી પરંતુ તેઓ અંદરથી સ્વીકારે છે આ યુવાનો કરે છે તે બરાબર છે. બાબાના ઉપરના કથન સાથે અત્યારે હુ સહમત નથી. દરેક મહાન વ્યકિતનુ વાક્ય જે તે સમય અને સંજોગો ને આધિન છે. તે પરિવર્તનશીલ છે. અને તે સત્ય છે.
દિનેશ મકવાણા
કલોલ
૧૫/૮/૨૦૧૭