By News Desk || 17 Aug 2017 || 09:00 PM
પ્રેસનોટ
*વડગામ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૪૨,૩૩૧, ૨૦૧, ૧૨૦(બી) તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૨) (૫) મુજબના બનેલ દુખદ બનાવને શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરનાઓએ ગંભીરતાથી લઇ તાત્કાલીક ગુનો દાખલ કરાવી એલ.સી. બી. તથા એસ.ઓ.જી.અને પરોલ ફર્લો સ્કોડની ટીમોનું ગઠન કરી તાત્કાલીક રાતોરાત ગુનાના ૭ આરોપીઓ પકડી પાડી આ ગુનાના સંબધે વાયરલ થયેલ વિડીયો આધારે ફલીત થયેલ અન્ય આરોપી મળી કુલ ૧૪ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પાડતી બનાસકાંઠા જિલ્લા પોલીસ*
ધટનાક્રમની વિગતો:-
વરવાડીયા ગામના કનુભાઇ વશરામભાઇ પરમાર તે તેના કુટુંબમા થતી પીતરાઇ બહેન નામે પાયલબેન ભલાભાઇ પરમાર બન્ને જણા નાસી ગયેલ હતા અને વરવાડીયા ગામના લોકો કિરણભાઇ માંનાભાઇ પરમાર રહે. ડાલવાણા તા. વડગામવાળા ઉપર શક હોય તેઓ કીરણભાઇને શોધતા હતા અને કિરણભાઇ તા.૧૪/૮/૧૭ના સાંજના સવા છ વાગ્યાની પાલનપુર સુરત બસ વાયા વડગામ-પીલુચાથી જતી હોઇ તે બસમા પીલુચાથી કીરણભાઇ સુરત જવાનો છે તેવી ખબર આરોપી રમેશભાઇ વસાભાઇ પરમાર રહે. વરવાડીયા વાળાને પડતા તેણે વરવાડીયા ગામે આવી તેના કુટુંબના માણસોને એકઠા કરેલા અને તેઓને જણાવેલ કે કનુ અને પાયલ ભાગી ગયા છે તે બાબત ડાલવાણાનો કીરણ માનાભાઇ પરમાર જાણે છે જેથી તેને બરાબર મેથીપાક આપો તો સાચુ બોલી જશે અને હાલ તે પાલનપુર સુરત બસમા સુરત બાજુ જાય છે ત્યારબાદ તેમણે વડગામની એક પ્રાઇવેટ ગાડી ટવેરા જીપ ગાડીનં. જીજે ૦૯ એઇ ૩૩૨૫ની ભાડાથી કરેલ તે ગાડીમા (૧) રમેશભાઇ વસાભાઇ પરમાર (૨) તળશીભાઇ જીવાભાઇ પરમાર (૩) બાબુભાઇ સવાભાઇ પરમાર (૪) ઇશ્વરભાઇ ભીખાભાઇ પરમાર (૫) અશોકભાઇ વાસ્તાભાઇ પરમાર (૬) રમેશભાઇ ધરમાભાઇ પરમાર (૭) વીરાભાઇ અમરાભાઇ પરમાર (૮) અમુમીયા પહાડખાન લોહાણી (જાગીર દાર) તમામ રહેવાસી વરવાડીયા તા. વડગામવાળાઓ તા.૧૪/૮/૧૭ રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે પાલનપુર સુરત બસનો પીછો કરતા રવાના થયેલ અને સાથેના અમુમીયા પહાડખાન લોહાણીએ રસ્તામા પાલનપુર સુરત બસનો નંબર વડોદરા મુકામે તેના મિત્ર આરોપી (૯)નયનભાઇ રવાભાઇ રબારીને ફોન કરી આપી કીરણભાઇ માનાભાઇ પરમારને બસમાંથી ઉતારી મેથીપાક આપવાનું કહેલ જેથી આરોપી નયનભાઇ રબારીએ તેના મિત્રો આરોપી (૧૦) વિજયસિહ ધુડાભાઇ પઢીયાર રહે.વડોદરા (૧૧) વિષ્ણુભાઇ મફાભાઇ રબારી રહે. વસ્રાપુર અમદાવાદ (૧૨) ઉમંગભાઇ રધુભાઇ રબારી રહે ધાટલોડીયા અમદાવાદ (૧૩) મુકેશભાઇ વેરશીભાઇ રબારી રહે વસ્રાપુર અમદાવાદ (૧૪) વિશ્વાસભાઇ હવાભાઇ રબારી રહે જીનેશ્વર સોસાયટી ઘાટલોડીયા અમદાવાદનાઓની મદદથી મકરપુરા બસ સ્ટેન્ડ પર કીરણભાઇને બસમાંથી ઉતારી આઇ માતા હોટલ ઉપર લઇ ગયેલ અને ત્યાં ઉકત નં. ૧ થી ૮ ના આરોપીઓ પહોચી જઇ કીરણભાઇ માંનાભાઇ પરમારને આરોપીઓએ નાસી ગયેલ પાયલબેન તથા કનુભાઇ કયાં છે તે બતાવ તેમ કરી કબુલાત કરાવવા માટે લાકડાના ધોકા અને ગડદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ કરેલ અને આરોપી વિજયસિહ ધુડાભાઇ પઢીયાર રહે.વડોદરાનાએ તે ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કરેલ અને ગંભીર ઇજાઓના કારણે કીરણભાઇ માંનાભાઇ પરમારનું મોત નિપજતા આ અંગે વડગામ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૪૨,૩૩૧,૨૦૧,૧૨૦(બી) તથા એટ્રોસીટી એકટ કલમ ૩ (૨) (૫) મુજબનો ગુનો દાખલ થતા શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી. બી. પાલનપુર તથા એસ.ઓ.જી.અને પરોલ ફર્લો સ્કોડ પાલનપુરનાઓની જુદી જુદી ટીમોએ બાકીના તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ છે. આ ગુનાની ઉંડાણપૂર્વકની તપાસ શ્રી નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પાલનપુરના સીધા સુપરવિઝન હેઠળ શ્રીમતી હેતલબેન પટેલ નાયબ પોલીસ અધીક્ષક એસ.સી.એસ.ટી.પાલનપુરનાઓ કરી રહેલ છે અને પકડાયેલ તમામ આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવી ગુનાના ઘટનાક્રમનું રીકંસ્ટ્રકશન પંચનામુ કરી ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ ૧૬૪ના નિવેદનો લેવડાવવાની તપાસ કાર્યવાહી હાથ ધરાયેલ છે.
गुजरात के बनासकांठा जिले के वडगाम तहसील के गांव वरवाडीया मे कुछ समय पहले एक प्रेमी जोडे ने प्रेम विवाह कीया था. उस विवाह के सबंध मे लडकी वालों को (जो की देसाई, रबारी समाज OBC से तालुक रखते है) ऐसा शक था, की इस विवाह मे डालवाणा गांव के किरणभाई मोनाभाई ने प्रेमी जोडे को भागने मे सहायता की थी. ईसी शक के आघार पर 15/08/2017 के दिन मृतक किरणभाई को सुरत जाने वाली बस में से बरोडा बस अड्डे से अगुआ कर लिया. अगुआ करने वाले बहोत लोग थे और मृतक अकेला ही था. बाद मे उसे किसी अनजान जगह पर लेजा कर बहोत ही अमानवीय तरिको से मारा गया. मार पीट का विडीयो भी इन गुंडो ने बनाया. और खुद वाईरल भी कीया. विडीयो मे हम देख सकते है कितनी बुरी तरह से मृतक को मारा पीटा गया है और मा बहन कि गालीया भी दी गई है. मृतक किरण के परीवार मे कोई नही था और वह कोइ होटल मे वेईटर कि नौकरी कर के अपना जिवन नीर्वाह करता था. मृतक का प्रेम विवाह से कोइ सबंध नही था. प्रेम विवाह करने वाला कोइ और था और अपनी नाकामी का गुस्सा जातीय भेदभाव की वजह से किरण पर निकाला हो ऐसा मालुम पड रहा है. अभी तक की जानकारी के अनुसार पुलीस ने 14 लोगो को गिरफ्तार कीया है.
नीचे दीये गये विडीयो मे आप देख सक्ते है किस तरह से मृतक को अपमानीत और अमानवीय ढंग से पीटा गया. विडियो गुजराती मे है और उसमे अश्लील शब्द भी है तो पाठक अपनी विवेकबुद्धी का उपयोग करके हि इसे देखे.
No comments:
Post a Comment