September 03, 2017

અર્ધ જાગૃત લોકોને અર્પણ

From The Book By Rakesh Priyadarshi



છેલ્લા ઘણા સમયથી તમામ પ્રકારનાના મીડિયાનું ઓબ્ઝર્વેશન કરતા એવું લાગી રહ્યું છે કે આ દેશનું મીડિયા યુવાનો તથા બાળકોને માનસિક ગુલામ બનાવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.

વધારે ના લખતા ટૂંકમાં કહીએ અને સીધી મુદ્દાની વાત કરીએ તો આપણા સૌનો સમય બચી જશે

રોજ સવારે કોઈ પણ ટી. વી. માં કોઈ પણ ચૅનલ ચાલુ કરીને જોશો તો ખબર પડશે કે લોકોને માનસિક ગુલામ બનાવી રાખવાનું ષડયંત્ર કેટલું પૂર જોશ માં ચાલી રહ્યું છે.

કોઈ પણ ચૅનલ બદલો એકજ વાત અને એકજ વિચાર, બે કોડીના ઢોંગી અભણ બાવાઓનું ભાષણ ચાલતું હોય અને આવા બાવાઓના ભાષણ સાંભળીને લોકો કોઈ પણ જાતનું તર્ક કે વિતર્ક કર્યા વગર પોતાના દિવસની શરૂઆત કરશે, પછી ક્યાંથી દેશ નું ભલું થાય ?

જે લોકો અભણ બાવાનું ભાષણ સાંભળીને પોતાના દિવસની શરૂઆત કરે  અને સુતા પહેલા પણ આવા ઢોંગી ને યાદ કરે, જે બાવાઓ આજ્ઞાની હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય અને પદ-પ્રતિસ્થા અને પૈસાના સ્વાર્થી હોય એ લોકો પાસેથી  શું  અપેક્ષા  રાખી  શકાય ?

આવા બાવાઓનું શું યોગદાન છે દેશના વિકાસ માં ?
આવા લોકોએ અત્યાર સુધી દેશ કે લોકો માટે કઈ વસ્તુ ની શોધ કે સંશોધન કર્યું છે ?

માત્ર ને માત્ર અંધ-શ્રદ્ધા વધારવાનુંજ માત્ર કામ કરતા આવ્યા છે આવા લોકો અને મીડિયા વાળા આવા લોકોના લાઈવ શો ટી.વી માં બતાવી અંધશ્રદ્ધામાં વધારો કરે છે અને આવા લોકોને પ્રસિદ્ધિ અપાવે છે.

આપડે ક્યારેય વિચાર્યું છે કે આપડે કઈ વસ્તુ ની શોધ કરી ?
ગૂગલમાં સર્ચ કરીને જોજો !!!

દુનિયા ની અંદર કેટલાય એવા દેશો છે જે અમદાવાદ અને ગુજરાત કરતા પણ નાના છે , છતાં  પણ એ લોકો શોધ અને સંશોધન ની દ્રટીએ આપડા કરતા પણ આગળ છે. એ યાદ રાખજો કે દુનિયામાં technology એ બૌદ્ધ રાષ્ટ્રો ની દેન છે, (ચીન, જાપાન વગેરે)

મોટર, વિમાન, ટ્રેન કે સ્ટીમર જેવી મોટી વસ્તુઓતો દૂરની વાત પણ આપણી આસપાસ અને રોજિંદા  વપરાશ માં આવતી વસ્તુઓ પ્રતે પણ આપડે ક્યારેય વિચાર્યું છે કે આ બધી વસ્તુઓની  શોધ કોણે અને કયા દેશે કરી હશે ? દા. ત. નોટ, પેન, મોબાઇલ, ચાર્જર, ટેલિવિઝન, પંખો, બાઈક, લાઈટ, વગેરે. જો બધી વસ્તુઓ લખવા જઈશ તો આખી નોટ ભરાઈ જશે.

માટે મિત્રો કોઈ પણ વસ્તુ જોતા અને અને વપરાશ કરતા પહેલા તર્ક કરો અને કૉમન સેન્સનો ઉપયોગ કરો. નહીતો ઘેટાં-બકરા (જાનવર) અને આપડા માં શું ફર્ક ?

મારો અનુભવ છે ત્યાં સુધી આપડા દેશ માં દર 2 વર્ષે નવો બાવો કે ઢોંગી ધુતારાની શોધ થાય છે અને દર 5 વર્ષે નવી માતા(દેવી) ની શોધ થાય છે

માટે દેશના ભવિષ્ય એવા હે યુવાનો માનસિક ગુલામી માંથી બહાર આવો અને દરેક વસ્તુ ને તર્ક અને બુદ્ધિ ની એરણ ઉપર માપો અને સાચી લાગે તોજ એને માનો.

આ વાંચીને જો થોડા ઘણા લોકોમાં પણ સુધારો અથવા ફર્ક આવશે તો પણ ઘણું છે.

લેખ : પુસ્તક (રાકેશ પ્રિયદર્શી લિખિત) " અપના દિપક સ્વયં બને"

બાબા, સાધુ અને સાધ્વીઓ

By Dinesh Makwana  || 01 Sep 2017




ચારે બાજુ રામ રહીમની ચર્ચા ચાલી રહી છે. દરેક ચેનલ રોજ તેના જુદા જુદા કારનામા જાસૂસી પત્રકારત્વ ના નામે બતાવી રહી છે. કેટલાક વીડીયો યુ ટ્યુબ પર અપલોડ થઇ રહ્યા છે તેમાં સમાજને સુધારવા માટે બહુ લાંબા લચક લેકચર આપી રહી છે. દરેક કાર્યાલયોમાં, દરેક પાનના ગલ્લે, ચોરે ચટ્ટે માત્ર અને માત્ર રામ રહીમની ચર્ચા ચાલી રહી છે. પણ આ કિસ્સામાં શુ શીખવાનું છે, શુ શીખી રહ્યા છે, કેમ આમ થાય છે, આ પહેલો કિસ્સો નથી ને છેલ્લો પણ નથી. તેમ છતા આપણી માનસિક સ્થિતિ કેમ આમ જ રહે છે? વર્ષો પછી પણ ગુલામોની સંખ્યા વધતી કેમ જાય છે. કેટલાક પુસ્તકોના વાંચનને આધારે આના વિશે ચર્ચા કરુ છુ. શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી દિવાલ છે તેના વિશે મે એક લેખ લખ્યો હતો તેથી તેના વિશે ચર્ચા કરીશ નહી.

સૌરભ શાહ ઇન્વેસ્ટીગેટીવ પત્રકાર છે. ૧૮૬૦ મા બનેલા બનાવને આધારે બોમ્બે હાઇકોર્ટ મા એક કેસ દાખલ થાય છે. કરસનદાસ મુળજી નામના વૈષ્ણવે જદુનાથ મહારાજ સામે કેસ  દાખલ કરે છે જે બહુચર્ચિત લાયેબલ કેસ તરીકે ગણાય છે. આ લાયેબલ કેસના તમામ કાગળો વાંચી તપાસીને સૌરભ શાહે 'મહારાજ' નામની નવલકથા લખી છે. પુષ્ટિ માર્ગના વૈષ્ણવ ના મંદિરને હવેલી કહે છે અને તેના પુજારી મહારાજ તરીકે ઓળખાય છે. આ મહારાજ ૧૮૬૦ મા કેવા કેવા કરતુતૌ કરે છે, કેવી સેકસ લીલા કરે છે. કેટલાક વર્ણનો વાંચીને અરેરાટી ઉપજે છે. મહારાજ પોતાના સેકસને શ્રીકૃષણની લીલા ગણાવે છે અને તેના દર્શનની પણ કિંમત માંગે છે. પણ જદુનાથ મહારાજને દોષિત જાહેર કરવામાં આવે છે. આટલા વર્ષો પછી હવેલી છે, મહારાજ છે અને તેના ભક્તો છે.

આની પાછળ મુળ ભારતની આર્થિક સ્થિતિ પણ તેટલી જ કારણભુત છે. જયા ૮૦ ટકાથી વધુ લોકોનું ભવિષ્ય સલામત ના હોય ત્યારે આ ભગવાનના ઢોંગી ચેલા પાસે આપણે આપણી સમસ્યાનું સમાધાન શોધીયે છે.

આશારામ વિશે લખ્યુ ત્યારે મારા કાકાનો દીકરો તેનો ભક્ત છે તે માનવા તૈયાર નહી. તેની દલીલ હતી કે આ ખ્રિસતી લોકોનું બદનામ કરવાનું કાવતરું છે. ભુજથી એક મિત્રએ મને આ વિશે કહ્યુ. મુંબઈથી પ્રવિણ સોલંકીએ કડક ભાષામાં કહ્યુ. મે કહ્યુ મારી કરતા સરકાર વધારે બુદ્ધિશાળી છે, કોર્ટ પણ છે તો પછી બે વર્ષથી અંદર કેમ છે. કોઇની પાસે જવાબ નહોતો.

પણ આપણે તર્ક  કરતા નથી. તમારી સમસ્યા નો ઉકેલ ખુદ ભગવાન નથી બતાવી શકતા તો આ તેમના ચેલા કેવી રીતે બતાવી શકે..

ઇશ્વર વિશેના લેખમાં મે બહુ સ્પષ્ટ કહ્યુ હતું કે કોઇ ઇચ્છતો નથી કે ઇશ્વર તેમની પાસે રહે કારણ કે તે એવું કોઇ કામ નહી કરી શકે જેને ઇશ્વર જોઇ શકે. ચોરી કરવી, જુઠુ બોલવું, વગેરે વગેરે. આપણે માત્ર આશીર્વાદ ઇચ્છીયે છે પણ આપણે શુ કરીયે છે તે ઇશ્વરને બતાવવા માંગતા નથી. બીજા દિવસે મંદિરમાં જઇને આપણે બે મિનિટ પશ્ચાત્તાપ કરીને ઇશ્વરને બેવકૂફ બનાવીયે છે. જો ઇશ્વરનુ ખરેખર અસ્તિત્વ હોય તો અને તમારા પાપ ને ભેગા કરીને સજા આપે તો એક દિવસ પણ તમે જીવીત રહી ના શકો. પણ આ શક્ય નથી અને આવુ થતુ નથી. આપણે કહેવાતા ઇશ્વરને રોજ બેવકૂફ બનાવતા રહીયે છે.

છેલ્લે ગયા રવિવારે મારી દીકરીએ કહેલી એક વાત કહી જે બધાની અને મારી આંખો ઉઘાડી નાંખે તેવી છે. તેણે કહ્યુ કે સંકલ્પ ટ્રસ્ટ મા રહીને જે બાળકોને તમે મદદ કરો છો તેમાં એવો તો કોઇ સ્વાર્થ નથી ને કે અમને( મારા દીકરા દીકરીને) કોઇ લાભ મળે, સારી નોકરી મળે. જો આવુ વિચારીને કામ કરતા હોય તો બંધ કરી દેજો કારણ કે અમે અમારી મહેનતથી શક્ય હશે ત્યાં સુધી આગળ વધીશું. કોઇના આશિર્વાદ થી અમારે આગળ વધવું નથી.

મારી પાસે શુ શબ્દો હોય?

દિનેશ મકવાણા
અજમેર રાજસ્થાન
૧/૯/૨૦૧૭