Showing posts with label Representation. Show all posts
Showing posts with label Representation. Show all posts

November 22, 2018

નિષ્ફળતાઓ મળે છતાં અવસર પર અવસર...

By Vijay Makwana  || 6 June 2017 


નિષ્ફળતાઓ મળે છતાં અવસર પર અવસર, તક પર તક મળ્યાં કરે તો પ્રતિભા ખીલે છે.
તમારામાંથી લગભગ લોકોએ અભ્યાસકાળ દરમ્યાન વરદરાજ નામના મુર્ખ વિદ્યાર્થીની
કથા સાંભળી અથવા ભણ્યાં હશો તે કથામાં એક પંક્તિ આવે છે.

"करत-करत अभ्यास के जड़मति होत सुजान । रसरी आवत-जात के, सिल पर परत निशान ।।"

સરળાર્થ: સતત અભ્યાસ (એક જ પ્રકારનુ કામ) કરવાથી, જડ એટલે કે મુર્ખ માણસ પણ
ચતુર કે પ્રવીણ થઇ જાય છે. કૂવાનું થાળું પત્થરનું હોવા છતાં રોજે રોજ રસ્સીથી પાણી
સિંચતા ઘસાતું જાય છે અને પત્થર પર લિસોટા પડે છે.

વરદરાજ.. મંત્રો ગોખી ગોખી પંડિત વરદરાજ બન્યો!

અવસર પર અવસર મળતાં..રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે. અભિષેક દોડશે. ઋત્વિક સદાકાળ રોશન રહેશે
અમિતાભ, સચિન, કપૂરો, મંગેશકરો તમે ગમે તે ક્ષેત્રમાં લીસ્ટ બનાવો..

જેને અવસર મળવા જોઇએ નથી મળ્યાં ઉલ્ટાનાં બદનામ કરાયા છે!

#વિજયમકવાણા

May 05, 2018

વિચરતી વિમુકત જાતિ આરક્ષણ અને ઓબીસી ઉપવર્ગીકરણ

By Anilkumar Talpada || 9 April 2018


  એવુ માનવામાં આવે છે કે સમગ્ર દેશની વસ્તીના અડધા કરતા વધારે (52%) ઓબીસી છે. આરક્ષણના સંદર્ભમાં ઓબીસી નું વિભાજન (વર્ગીકરણ), કેન્દ્રની સાથે સાથે રાજ્યોમાં પણ કરવું જોઇએ. આજની પરિસ્થિતિમાં અત્યંત આવશ્યક છે. બાબાસાહેબ આંબેડકરે આરક્ષણની જે નીતિ બનાવી હતી તથા સામાજિક ન્યાય સંબંધી બંધારણમાં જે જોગવાઇ છે, તેને જોતા આજે ઓબીસીનું વિભાજનની ખૂબ જરૂર છે.
              બંધારણ નો ઉદ્દેશ, બધાંજ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય તેમજ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ગેરંટી આપે છે. બંધારણના અનુચ્છેદ 14 મુજબ, ' રાજય, ભારતનાં રાજયક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિને કાયદાઓ માં સમાનતા કે કાયદાઓ ના સમાન રક્ષણથી વંચિત ન રાખી શકાય.' તેનો અર્થ કે જે 'અસમાન' છે તેની સાથે સમાન વ્યવહાર ન કરી શકાય. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ  ને મુખ્યધારામાં લાવવા માટે વિશેષ પ્રયાસો આવશ્યક છે. બંધારણનાં અનુચ્છેદ 16(4) તેમજ 15(4), રાજયએ સામાજિક અને આર્થિક પછાત માટે નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માં અનામત જેવી વિશેષ જોગવાઇ કરવાનો અધિકાર છે.
             ઇ.સ. 1955 માં ભારતીય બંધારણના અનુચ્છેદ 340 મુજબ કાકા કાલેલકર આયોગ ની રચના કરી અને આ આયોગે આવી જાતિઓને ઓબીસીમાં સામિલ કરી, જેમની પરિસ્થિતિ ઓબીસી કરતા પણ ખરાબ હતી, જેમને વિમુકત અને વિચરતી માં મુકવામાં આવ્યા. ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુ એ કાલેલકર કમિશનની ભલામણો ફગાવી દીધી. દેશમાં જે કથિત ગુનેગાર જાતિઓ હતી, તેનાં માટે અંગ્રેજોએ 1871 નાં 'ક્રિમિનલ ટ્રાઇબસ્ એક્ટ' નામનો કાળોકાયદો બનાવેલો, આઝાદી પછી ઇ.સ. 1949 માં આ કાળો કાયદો ના અભ્યાસ માટે આયંગર સમિતિ બનાવી. આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ, 1952 માં આ કાયદાને રદ્દ કરવા સંસદમાં બિલ પ્રસાર થયું. આ બિલ પર ચર્ચા દરમિયાન બિહારનાં સાંસદ શ્રીપાલ સિંહ એ કહ્યુ કે માત્ર આ કાનૂન રદ્દ કરવા થી કામ નહીં ચાલે આ સમુદાયો ને જયાં સુધી અનુસૂચિત જાતી/જન જાતી ની જેમ આરક્ષણ તેમજ શિક્ષણ ની સુવિધા નહીં અપાય અને તેમનાં માટે બજેટ માં જોગવાઇ ન થાય ત્યાં સુધી દેશ આ સમુદાયોને ન્યાય નહીં આપી શકે.
            કેટલાક રાજયોએ બંધારણ લાગુ થતા પહેલા અને તરત પછી પછાત વર્ગોમાં નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માં અનામતની જોગવાઇ કરી.
           મહારાષ્ટ્ર સરકારએ 1961 માં ઓબીસી ક્વોટા ને વિભાજીત (વર્ગીકૃત) કરી વિમુકત અને વિચરતી જાતિઓ માટે અલગ થી આરક્ષણની વ્યવસ્થા કરી. કારણ કે આ વર્ગો એ કેન્દ્ર સરકાર ની સેવાઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ માં અનામત નહોતી મળતી, માટે 1978 માં મોરારજી દેસાઈ સરકારે બંધારણનાં અનુચ્છેદ 340 અનુસાર મંડલ આયોગ ની રચના કરી. આ આયોગ એ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે 27% આરક્ષણ ની ભલામણ કરી. સાથે સાથે આર્થિક સહાયતા, સંસ્થાકિય પરિવર્તનો તેમજ શૈક્ષણિક લાયકાતમાં છૂટ જેવી ગણી ભલામણો પણ કરી. મંડલ કમિશને પોતાની રિપોર્ટ માં સુપ્રિમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 15(4) તેમજ 16 (4) મુજબ આરક્ષણ ની ઉચ્ચતમ સીમાનું નિર્ધારણ તેમજ ઓબીસી નાં વર્ગીકરણ સંબંધી નિર્ણયો ધ્યાને લીધાં. આ આયોગ (કમિશન) ના સભ્ય એલ.આર નાઈક એ રિપોર્ટ ના ભાગ 7 ની ભલામણો થી અસહમતી દર્શાવતા એક નોટ લખી. નાઈકે મત વ્યકત કર્યો કે ઓબીસી ની રાજય-વાર સૂચિ ને બે ભાગમાં વહેંચવામાં આવે. - એક મધ્યમ પછાત વર્ગ અને બીજો અતિપછાત વર્ગ. પરંતું સભ્યો ની બહુમતીએ નાઈક ની ભલામણો નો અસ્વીકાર થયો.
             પોતાની નોટ માં નાઈકે એ પણ જણાવ્યું કે ઓબીસીમાં જે ઉચ્ચ જાતિઓ છે તે અતિપછાત જાતિઓ ને આગળ નહીં વધવા દે અને ભવિષ્યમાં અતિપછાત જાતિઓ સંગઠિત થઈ પોતાનું નેતૃત્વ પોતે નિર્માણ કરશે.
            જો ઓબીસી સૂચિ નું વિભાજન રાજ્યોની સાથે સાથે કેન્દ્રીય સ્તર પર પણ ન થઇ શકે તો ઓબીસી    નાં જે અત્યંત પછાત વર્ગ જેવા કે વિમુકત અને વિચરતી જાતિ, આ 27% આરક્ષણ નો લાભ નહીં ઉઠાવી શકે.
            મહારાષ્ટ્રમાં ટાટા ઇન્સ્ટીટયુટ ઑફ સોશિયલ સાયન્સ અને યોજના આયોગ ના સુચન અને ભલામણો નાં આધારે, 1961 માં આ વિભાગો ને ઓબીસી ક્વોટામાં વિભાજીત કરી અનામત આપવામાં આવી અને તેનો ગણો લાભ વિમુકત અને વિચરતી જેવી અત્યંત પછાત જાતિઓ એ ઉઠાવ્યો અને હજુ પણ ઉઠાવી રહ્યાં છે.
           મંડલ આયોગની ભલામણો અનુસાર 27% આરક્ષણ આપવાના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ એ ઇન્દિરા સાહની વિરૂદ્ધ ભારત સરકાર પ્રકરણ માં નિર્ણય માં કહ્યુ કે અનુચ્છેદ 16(4) મુજબ પછાત જાતિઓ ને પછાત અને અતિપછાત જાતિઓ માં વર્ગીકૃત કરવા માં કોઈ બંધારણીય વાંધો નથી. આ વર્ગીકરણ સામાજિક પછાતપણા ના પરિમાણ ના આધારે કરવું જોઈએ. જો આ રીતે વર્ગીકરણ કરવામાં આવે તો એ જરૂરી કે વિવિધ પછાત જાતિઓ વચ્ચે લાભો ને ન્યાયસંગત વહેંચી શકાય જેથી એવું ન બને કે માત્ર એક કે બે જાતિ આખા ક્વોટા પર કબ્જો કરીલે અને અન્ય પછાત જાતિઓ માટે કાંઇ વધે જ નહીં.
            આ નિર્ણયના ફકરા 802 માં સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાજય દ્વારા પછાત જાતિઓ ને પછાત તેમજ અતિપછાત માં વર્ગીકૃત કરવામાં કાનૂની કે બંધારણીય કોઈ વાંધો નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે તે એવું નથી કહેતા કે આવું કરવું જોઈએ તેનાં બદલે માત્ર એમ કે જો આવું કરવામાં આવે તો તે કાનૂની હશે અને બંધારણીય ગણાશે. પોતાનાં નિર્ણયમાં સુપ્રિમ કોર્ટ એ બે જાતિઓ ને ઉદાહરણમાં લઇ ને જણાવ્યું કે જો સુનારો અને વાડી(પારંપરિક પથ્થર તોડવાવાળા) ને એક શ્રેણી માં રાખવામાં આવે તો સુનાર બધીંજ આરક્ષણ પદો પર કબ્જો કરીલે અને વાડીઓ માટે કશું જ ન વધે. આ કારણોસર રાજય ને ઓબીસી માં વર્ગીકરણ કરવા પર વિચાર કરવો જોઇએ જેથી અતિપછાત વર્ગ ને તેમની ન્યાયી ભાગીદારી મળી શકે.
            નવી દિલ્લી માં 25 એપ્રિલ 2005 માં આયોજીત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ની રાષ્ટ્રીય સેમિનારમાં કેન્દ્રીય ઓબીસી સૂચિ ને પછાત તેમજ અતિપછાત જાતિઓ માં વર્ગીકૃત કરવામાં આવે ની હિમાયત કરતા એક પ્રસ્તાવ મુક્યો હતો. પ્રસ્તાવ માં કહ્યું કે જો ઓબીસી સૂચિ નું વર્ગીકરણ ન કરવામાં આવે તો એ સંભાવના બની રહેશે કે પછાત જાતિઓ માંથી તુલનાત્મક રીતે ઓછી પછાત જાતિઓ, આરક્ષણ તેમજ અન્ય સુવિધાઓ નો વધુ લાભ ઉઠાવી લે અને અતિ પછાત જાતિઓ ને નુકશાન માં રહે. વર્ગીકરણ થી પછાત જાતિઓ માં પરસ્પર અસમાનતા ને સમાપ્ત કરવામાં મદદ મળશે. જે પણ રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશો ની સરકાર પોતાની સુચિઓ માં વર્ગીકરણ કરે, તો સંબંધિત રાજ્યોને કેન્દ્રીય સૂચિ માં પણ તેને અનુરૂપ પરિવર્તન કરી શકાય.
            તે પહેલા, 2006 માં વિમુકત અને વિચરતી જાતિનાં ઉન્નતિનાં ઉપાય સૂચવવા બાલકૃષ્ણ રેણકે આયોગ (રેણકે કમિશન) ની રચના થઈ. આ આયોગ એ 2008 માં પોતાની રિપોર્ટ ભારત સરકારને સોંપી અને વિમુકત અને વિચરતી જાતિ માટે 10% આરક્ષણ આપવાની ભલામણ કરી. પરંતું સરકાર પાસે આ જાતિઓ ની જનસંખ્યા ના આંકડા ઉપલબ્દ ન હોવાનાં બહાના હેઠળ આ ભલામણ લાગુ ન પાડી. પણ હજુ સુધી ન તો જાતિ ગણના કરી ન તો કમિશન રિપોર્ટ લાગુ પાડવામાં આવ્યું.
           2015 માં દાદાસાહેબ ઇદાતે કમિશન ની રચના કરી. આ આયોગ માં કહ્યું કે આખા દેશનાં વિમુકત અને વિચરતા સમુદાયો ની સૂચિ તૈયાર કરો અને તેની ઉન્નતિ નાં ઉપાયો સુચવો. આ આયોગ એ કામ કરવા નું શરૂ કર્યું. પરંતું આ રિપોર્ટ આવવામાં બે વર્ષ લાગ્યા. પણ હજુ સુધી અંતિમ રિપોર્ટ આપ્યો નથી. કેટલાંક સામાજિક સંગઠનો એ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ સમક્ષ માંગણીઓ મુકી જેમાં 27% ઓબીસી આરક્ષણ ને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે અને અત્યંત પછાત જાતિઓ ને તેં બધીજ સુવિધાઓ મળે જે અનુસૂચિત જાતી/જનજાતિ ને મળી રહી છે.
           આ વાત દેશ નાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા છેલ્લા 20 વર્ષ થી કહી રહ્યાં છે. મંડલ કમિશન ની રિપોર્ટ વી પી સિંગે 1993 માં લાગુ કરી ત્યાર બાદ સંઘલોકસેવા આયોગ દ્વારા ભારતીય વહીવટી સેવા, પોલિસ સેવા અને વનસેવા માં ઓબીસી ક્વોટાથી જે ભરતીઓ થઈ, તેનાંથી કેટલાંક ગણ્યા-ગાઠંયા ઉચ્ચ ઓબીસી જાતિઓ ને લાભ થયો?
           અશોક યાદવ ની સ્થાપનાનાં વિપરીતમાં કહેવા માંગીશ કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ નો ઓબીસી ની કેન્દ્રીય સૂચિનાં વર્ગીકરણ નો પ્રસ્તાવ ખૂબ પ્રસંશનીય છે અને સામાજિક ન્યાયનાં સિઁદ્ધાતો ને અનુરૂપ છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર એ અને છત્રપતિ શાહુજી મહારાજ ને આરક્ષણ પર જે નીતિ બનાવી હતી અને વિચાર મુક્યા હતાં, એજ વિચાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એ આ પ્રસ્તાવ નાં માધ્યમથી મુકી છે. હું માનું છું આ વિષય પર ઉચ્ચ ઓબીસી નાં જે નેતાઓ હોય, તેઓ એ રાજનીતિ ન કરવી જોઇએ અને ઓબીસીમાં આગળ વધારવા નો અવસર આપ્યો જોઈએ.
          ડૉ. આંબેડકર એ કહ્યું હતું કે જો એક બાસ્કેટ માં ચણા નાખી એક મજબૂત શક્તિશાળી ઘોડો અને બીજો એક નબળા ઘોડા ને ચણા મુકવામાં આવે તો શક્તિશાળી ઘોડો બધાંજ ચણા ખાઈ જાય અને કમજોર ઘોડાને કશુંજ ન મળે. આજ ઓબીસી ક્વોટા માં આજ થઈ રહ્યું છે.

March 06, 2018

વિચરતી વિમુક્ત ૪૦ જ્ઞાતિઓનો વિકાસ મંત્ર

By Anil Shekhaliya || 3 March 2018 at 19:29


"૧૧% અનામત સાથે ST માં સમાવેશ"

હક્ક મંગવો એ દરેક નાગરિકનો સમાન અધિકાર છે આપણે બીજી બધી જ્ઞાતિઓ કરતા આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે સૌથી ગરીબ વંચિત શોષિત અને પીડિત પ્રજા છીએ વિચરતી વિમુક્ત જ્ઞાતિઓનો વિકાસ ફક્તને ફક્ત અલગ અનામત મળે તો જ ઉદ્ધાર છે.
આજના ભ્રષ્ટ મુડીવાદિ અને હરિફાઈના યુગમાં આવી નબળી જાતિઓ અને આપણો વિકાસ આપણે કોઈપણ હરીફાઈમાં ટકીને કરી શકીએ તેમ નથી. પાયામાં શિક્ષણ તો જરૂરી છે જ પરંતુ આ બીજા વિકસિત સમાજ સાથે વિકાસની ભાગીદારી મેળવવા અને મુખ્ય ધારા માં આવવા માટે માત્રને માત્ર આપણે ૧૧% સાથે ST માં સમાવેશ કરે તો જ આપનો વિકાસ શક્ય છે એમ લાગે છે.
માટે જાગો ભાઈઓ આપણી એકતા કરી હક્ક અધિકાર માટે આ અભિયાનમાં જોડાઓ.  NT/DNT સમાજ ની ગરીબી નાબૂદી માટે લડાઈ ઉપાડીયે અને આપણને પણ સમાન અધિકાર મળે એ માટે  સૌ સાથે મળી ને સંધર્ષ કરીએ. એક વેર-વિખેર કડીઓને જોડીને એક સાંકળ બનીએ અને આપણો અધિકાર મેળવીને જ જંપીએ

આપણે અનામત શા  માટે માંગીએ  છીએ ઃ-

  1. NT/DNT સમાજ શોષિત પીડિત અને વંચિત જંગલી જીવન જીવે છે
  2. એક જગ્યાએ વસવાટ નથી નિરંતર ભટકતી જ્ઞાતિઓ છે 
  3. આસ્થા શ્રદ્ધાથી મહેનત કરે છે વિકાસ અને રોજગાર માટે ભટકે છે
  4. આર્થિક પરીસ્થીતી જ નબળી હોય તો શિક્ષણના ખર્ચા ક્યાંથી કરશે?
  5. બિન સંગઠિત કોમ છે
  6. જન્મ મરણ રેશનકાર્ડ કે બીપીએલ વગેરેના પુરાવા ધરવતા નથી જેથી કોઈ યોજનાઓના લાભ મેળવી શકતા નથી
  7. તીરસ્કાર અને અપમાન નો ભોગ બનેલી પ્રજા છે
  8. ઓબીસી માં સમાવેશ કરવાથી NT/DNT સમાજ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે
  9. મજબૂત સમાજ જ obc ના ૨૭% અનામત ના લાભ મેળવે છે અને ગરીબના લાભ ઝુંટવાઈ જાય છે


૧૧% અનામત સાથે ST માં સમાંવવાથી શુ ફાયદો મળશે ??


  1. કોઈપણ શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસમાં NT/DNT બાળકોને અનામતથી અભ્યાસમાં સ્થાન મળશે
  2. નોકરીમાં પણ ૧૦૦૦ ક્લાર્કઓની ભરતી હશે તો ૧૧% થી ૧૧૦ NT/DNT બાળકો કલાર્કની નોકરી મેળવશે
  3. ૧૦૦૦ પોલીસની ભરતીમાં પણ ૧૧૦ NT/DNT બાળકો પોલીસ બની શકશે
  4. ૧૦૦૦ મામલતદારો,કલેકટરો,કે પી.આઈ, વગેરેની ભરતીમાં પણ દરેકમાં NT/DNT ૧૧૦ બાળકો પદ મેળવશે
  5. કોઈ પણ ચૂંટણી હોય સરપંચ,ડેલીગેટ,કોર્પોરેટર,ધારાસભ્ય,સંસદસભ્ય વગેરેમાં પણ NT/DNT સમાજ ના લોકો ને ૧૧% લેખે અનામતનો લાભ મળશે.
    જેમ કે, ૧૦૦૦ સરપંચની ગામોમાં ચૂંટણીમાં ૧૧૦ NT/DNT સમાજ માથી સરપંચ બની શકશે, ૨૦૦ ધારાસભ્યોમાં ૨૨ NT/DNT ધારાસભ્યો બની શકશે. આમ દરેક ક્ષેત્રે NT/DNTને ૧૧% મળશે તો તેનો લાભ મળશે અને દેશ ના વિકાસમાં સહભાગી બની શકાશે. 
  6. ST માં સમાવેશ કરશે તો અનુસૂચિત જનજાતિને જે લાભ કે સુવિધા મળે છે તે બધી જ સુવિધાઓ આપણને ૧૧% અનામત પ્રમાણે મળશે.
એસ સી કે એસ ટી અનામત મા કોઇ ફેરફાર કર્યા વિના આ ડીમાંડ કરવામા આવે છે.

માટે જાગો ભાઈઓ-બહેનો,વડીલો-યુવાનો આપણા સમગ્ર સમાજોના ઉદ્ધાર માટે વિચરતી વિમુક્ત જ્ઞાતિના નેતૃત્વમાં સૌએ એક સંપ થઈને આપણો અધિકાર મેળવીયે.
વિચરતી વિમુક્તની એક કરોડ પંદર લાખની જનતામાં આપના દરેક પરિવારમાંથી દરેક ઘરમાંથી એક સભ્ય આ અભિયાન માં જોડાઈશું તો એક મજબૂત અવાજ બનશે. "આપણે આપણો અધિકાર મેળવીને જ જંપીશું આવી શપથ લઈએ."

આ અભિયાનમાં જોડાઓ.

આ મેસેજ વધુમાં વધુ શેર કરો તમામ સમાજ સુધી પહોચવો જોઈએ

લી. અનિલ શેખલીયા
મો. 9714017874

સપોર્ટર ઃ-
અજિતભાઈ મીઠાપરા
9924511851
મહેશભાઈ સાથળિયા
8000419315
(Edited By Vishal Sonara)

February 10, 2018

The issue of Creamy Layer to SC/ST



That's The reason..!!
Why Baba saheb said that "They have mind in mind"


The Petition to exclude Creamy Layer among SC/ST is filed in Supreme Court by Samata Andolan Samiti as per dairy No.39928 & WP No.0002/2018 ( the organisation formed by Anti-Reservationist in the name of SC/ST employees itself ) on dt.6-7th December 2017. There are 10 Class - 4 employees who filed petition headed by Rakesh Kumar ( SC), Kalu Lal Bhil(ST) along with another 8 petitioners belong to SC category. All are working as peon/ wardboy on the contractual basis. There is no any effect on them due to the reservation in promotion.But Anti Reservationist used them against their own community to harm reservation in promotion. See how the Brahminical Forces & particularly the Brahminical Unions using our own people against Reservation. This is the effect of the fact that yet maximum SC/ST employees are the members of the anti-Reservationist unions. Pl. note that all the unions which are silent on reservation issue, are proved as anti-Reservationist.
Now the question is whether the employees belonging to SC/ST will quit such unions & the people who discuss on this issue will use their efforts to do so?
After the judgement of M.Nagraj, all anti-Reservationist are aggressively active & though there are no economic criteria for reservation to SC/ST as per Constitution, then also they are repeatedly filing the petition to introduce creamy layer. Before this, they also filed the same petition in the name of O.P.Shukla in 2012 , but it is dismissed. Now they are again trying.
We are aware well of all these tactics & concentrating in Supreme Court to dismiss this Anti Constitutional matter through our learned Lawyer.

But what if, creamy layer introduced to SC ST. Wait for tomorrow.

October 21, 2017

રાજકીય વ્યકિત, રાજકીય સત્તા

By Dinesh Makwana  || 01 Sep 2017


અનામત સીટ પરથી ચુંટાઇ આવતા દરેક અનામત કેટેગરી ના ઘારાસભ્યો કે સંસદસભ્યો ગમે તે પક્ષની ટિકિટ હેઠળ ચુંટાઇ આવ્યા હોય પણ તેમની પ્રાથમિક વફાદારી તેમના પક્ષ પ્રત્યે જ હોય છે.

દિલ્હીના સંસદ સભ્ય ઉદિત રાજે હમણા થોડા સમય પહેલા કહ્યુ કે તે માત્ર દલિતોના મતને આધારે ચુટાઇ આવ્યા નથી. ત્યારબાદ પંચાયતની ચુટણી ઓમાં તેમના અભિપ્રાય ને અવગણવામાં આવ્યો ત્યારે આ નફ્ફટ સંસદસભ્ય કહે છે હુ દલિત હોવાથી મારા અભિપ્રાય ને મહત્વ આપવામાં આવતુ નથી. આ કડવી હકીકત છે, પક્ષ અવગણે ત્યારે દલિતો યાદ આવે છે અને દલિતોની સમસ્યા હોય ત્યારે પક્ષ યાદ આવે છે.

રમણલાલ વોરાએ કહ્યુ ભાજપને દલિતોની જરુર નથી, કેટલીક વાર વધારે પડતા ઘેલા થઇને, હાઇ કમાન્ડને વહાલા થવા કેટલાક લોકો ગમે તેવા બયાનો આપતા રહે છે.

દલિતોના અત્યાચાર સમયે કોઇ એવો નેતા નથી કે તે ગામની મુલાકાત લે, ઘટનાને વખોડે, કારણ કે દરેક નેતાને સમાજ કરતા પોતાની ફિકર વધારે હોય છે, તેને ચિંતા હોય છે કદાચ તેનું પ્રધાનપદું ક્યાંક છિનવાઇ ના જાય.  ધારાસભ્ય કે સંસદસભ્ય ને બીજી ચુટણીની ટિકિટની ચિંતા હોય છે. ટુંકમા તમે ચુંટેલો નેતા તમારો કે તમારા સમાજનો નથી બની શકતો.

પુના પેકેટ ને દરેકે વાંચવો પડશે, સમજવો પડશે, આપણને કેટલું નુકસાન થઇ રહ્યુ છે, પણ જેમ બંધારણ બદલી નહી શકાય, તેમ પુના કરારના જે પરિણામો છે તેને સાથે રાખીને જ તમારે ચાલવું પડશે.

મુસ્લિમો માટે રાજકારણમાં કોઇ અનામત નથી, પણ તેમનો નેતા ચુંટાય છે અને તેના સમાજને વફાદાર પણ રહે છે.

હકીકતમા દલિત ઉમેદવાર કોઇ પણ જનરલ સીટ પર ઉભો રહીને જીતી શકે તેટલી બહુમતી દલિતો ની કોઇ પણ વિસ્તારમાં નથી, તેથી તમારી પાસે જે સ્થિતિ ઉપલબ્ધ છે તેને સ્વીકારીને જ તમારી સમસ્યાને હલ કરવી પડશે.

એક ભીમ નામના ગ્રુપ પર આપણા ભુતપુર્વ ધારાસભ્યને ગ્રુપના મિત્રો ભડવા, ગદ્દાર જેવા શબ્દો વાપરીને સીધી ગાળો જ ભાંડતા હતા.

આનાથી સમસ્યા હલ નહી જ થાય. પેલા જનરલ વાળા આવા મેસેજ વાંચે ત્યારે તેમને લાગે જ આમનો નેતા એમનો જ નથી, અને લોકો પણ તે નેતાને માનતા નથી. પણ દરેક સમસ્યાનો હલ કદાચ તેઓ ના આપી શકે તો જે આપે તેને લેવામા મને ડહાપણ દેખાય છે. માત્ર તેમને અવગણવાથી તેઓ નજીક નહી આવે કે સમાજનું ભલું નહી કરે પણ તેઓ જે આપી શકે છે તેની પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

કેટલીક વાર વોટ્સ પર ક્રાંતિ કરનારા લોકો નેતાને રુબરુ મળે ત્યારે આપણા અત્યાચાર વિશે કહેતા નથી કે આપણી તાતી સમસ્યા વિશે રજુઆત કરતા નથી.

રવિવારે ભાવિન ચૌહાણે કહ્યુ હતું તે ક્યારેક સાચું પણ છે. આપણે નેતાની સામે એટલા બધા ભાવ વિભોર થઇ જઇએ છે તે માત્ર તેમની પ્રસંશા જ કરતા રહીયે છે. કેટલીક વાર આવા પ્રસંગોનો હેતુ વ્યકિત લાભ માટે પણ હોય છે. કેટલીક વાર સમાજમાં પોતાનું માન કે પ્રતિષ્ઠા વધે તે માટે પણ આવા કાર્યક્રમનું આયોજન થતુ રહે છે. અને મુળ સમસ્યા ત્યાંની ત્યાંજ રહે છે.

પણ શુ કરીયે તો આ સમસ્યા નો ઉકેલ આવે. તમારે કેટલાક જોડાણ કરવા પડશે. SC ની તમામ પેટા જાતિઓને એક પ્લેટફોરમ પર લાવવી પડશે. વિદ્ધાન કનુભાઇ વ્યાસ અભિયાન મારફતે આ કામ બહુ સારી પેઠે કરી રહ્યા છે. પણ આવા પ્રયત્નો સ્વાધ્યાય પરિવાર કરતું હતું તે પ્રમાણે કરવા પડશે. અભિયાનનો કાર્યક્રમ પતી જાય પછી બધા ભુલી જાય છે. તેથી જે તે ગામના નેતાઓ રોજ બધાની સાથે માત્ર ત્રીસ મિનિટ વાત કરે તો લોકો તમારી સાથે જલદી આવશે, તમારી વાત સમજશે. તેના માટે સમય આપવો પડશે, પ્રતિબદ્ધ થવુ પડશે. બીજી હરોળના યુવા નેતા ઉભા કરવા પડશે. આના પરિણામો સમય પર મળશે જ.

દિનેશ મકવાણા
બ્યાવર અજમેર
If I have to chop down a tree within Eight hours. I will use 6 hrs in sharpening my axe.
- Abraham Lincoln
જો મારે એક ઝાડને આઠ કલાકમાં કાપી નાંખવાનું હોય તો હુ છ કલાક મારી કુહાડીની ધાર તેજ કરવા માટે વાપરીશ..

August 09, 2017

आरक्षण की मूलभूत संकल्पना

By Social Media Desk

आम तौर पर लोगों में आरक्षण की बहुत चर्चा होती है, लेकिन आरक्षण की मूलभूत संकल्पना के बारे में हमारे लोग जानते नहीं हैं.. शासक जाति के लोग और ब्राह्मण-बनिया प्रचार माध्यम के लोग समाज के सामने आरक्षण के नाम पर राजनैतिक आरक्षण की चर्चा करते हैं और हमारे लोग इनकी हा में हा मिलाते रहते हैं..

आरक्षण कोई गरीबी दूर करने का या पेट पालने का साधन नही है.. 

बाबासाहेब डॉ. अम्बेडकर ने आरक्षण (Reservation) इस शब्द की जगह (Representation) प्रतिनिधित्व इस शब्द का उपयोग और प्रयोग किया है.. संविधान में भी प्रतिनिधित्व (Representation) ही लिखा है.. यह प्रतिनिधित्व तीन जगहों पर है, 
(१) संसद, विधान सभाओं आर्थात राजनीति में प्रतिनिधित्व 
(२) प्रशासनिक सेवाओं में प्रतिनिधित्व
(३) शिक्षा में प्रतिनिधित्वब इन तीन क्षेत्रों में संविधान में प्रतिनिधित्व दिया गया है..

 प्रतिनिधित्व का अर्थ है "समाज की तरफ से समाज के लिए प्रतिनिधि के तौर पर कार्य करना"

लोग सोचते हैं कि 'व्यक्ति की उन्नति' के लिए आरक्षण का प्रावधान है मगर यह ऐसा नहीं है.. आरक्षण प्रतिनिधित्व है और वह समाज के लिए निर्धारित किया गया है..

- वामन मेश्राम