Showing posts with label Racist. Show all posts
Showing posts with label Racist. Show all posts

March 30, 2020

જાતિવાદીઓની સોય વારંવાર દલિત સંગઠનો પર જ કેમ અટકી જાય છે?

By Vijay Makwana  || 29 March 2020


સવર્ણ જાતિવાદી લોકો એ સર્વે કરી તપાસી ચકાસી રહ્યાં છે કે, દલિતો ના સંગઠન બસપા, બામસેફ, ભીમ આર્મી, સ્વયમ સૈનિક દળ વિગેરે આ કોરોના આપદા માં લોકો ને મદદ કરે છે કે નહિ?

મારો વળતો સવાલ દલિતોને છે.. અલ્યા તમે આ જાતિવાદી સવર્ણ દાતાઓ પર જીવન ટકાવી રહ્યાં છો? આ સર્વે કરવાવાળા જાતિવાદી માંથી કોઈ પાંચ શેર બાજરી તમારા ઘેર નાખી ગયું છે?

ભાઈ જાતિવાદી સવર્ણ! અમારી સંસ્થાઓ અમારા માટે જ કામ કરશે.. બામસેફ એ નોકરિયાત લોકોનું સંગઠન છે. તું સર્વે કર એ પહેલાં પોતાનો એક પગાર એ લોકો દાન કરી ચૂક્યા છે. હવે બીજો પગાર પણ આપશે..બસપા ની દરેક જિલ્લા ની વ્યવસ્થાપન કમિટી 21 માર્ચથી ગરીબ દલિતોના સંપર્કમાં જ છે. ભીમ આર્મી ના યુવાનો છેલ્લા એક સપ્તાહથી રાશન ફૂડ પેકેટ વહેંચી જ રહ્યાં છે. અમે માત્ર આવી આપદા સમયે જ તમારી જેમ બિલાડીના ટોપ જેમ ફૂટી નથી નીકળતા આ કામ ટેમ્પરરી નથી કરતા.. આખા વર્ષમાં માત્ર મારા જિલ્લામાં જ અમારું ઉપરની તમામ સંસ્થાઓનું નોકરિયાતો ઉદ્યોગ સાહસિકો નું 1600 લોકોનું એક સંગઠન છે જે મહિને પ્રત્યેક વ્યક્તિ 600 રૂપિયા લોક ફાળો આપી.. શિક્ષા અને રોજગાર અને કુદરતી આપદા સંગઠન ચલાવીએ છીએ. તારે ભલા માણસ સર્વે જ કરવો હોય તો એ સર્વે કર કે તું જે સવર્ણ ટ્રસ્ટ કે સંસ્થા માં કામ કરે છે.. તે વર્ષે કેટલા કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા કર રાહત નો ગેરલાભ ઉઠાવે છે? કેટલા સવર્ણ અમીરો ની આ રીતે ધોળી કે કાળી આર્થિક સેવા કરે છે? ફાલતુ માં દલિતો પાછળ આટલો સમય શા માટે બરબાદ કરે છે..? 21 દિવસ મળ્યા છે મોજ થી તકિયા પર આરામ કર દલિતો પોતાનું કરી લેશે.. એમની ચિંતા ન કર..એ અમે કરી લઈશું!

- વિજય મકવાણા

July 22, 2018

વર્ણવ્યવસ્થા અને કેટલીક ભ્રાંતિઓ....

By Jigar Shyamlan ||  Written on 9 April 2018


जन्मना जायते शुद्र: संस्काराद् द्विज उच्यतो
वेदाध्ययनाद् विप्रस्तु ब्रह्मज्ञानाद् ब्राह्मण: ||
(અર્થાત- જન્મથી બધા શુદ્ર જન્મે છે, સંસ્કારથી જ દ્વિજ કહેવાય છે, વેદાધ્યન કરવાથી વિપ્ર અને બ્રહ્મજ્ઞાન થાય તેને બ્રાહ્મણ કહેવાય છે.)

વર્ણવ્યવસ્થાના બચાવમાં કેટલાય વિધ્વાનો એવી દલિલ અને વકીલાત કરે છે કે એ જન્મ આધારિત નહી પણ ગુણ અને કર્મ આધારિત હતી. આ દલિલ પર મને હંમેશા હસવુ આવ્યુ છે, અને આ દલિલને હુ એક જોકથી વિશેષ નથી ગણતો.

વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નહી પણ કર્મ આધારિત હતી એવો સાવ લૂલો બચાવ કરનારા અને આવી દલિલો કરનાર પોતાના બચાવને ઝાઝો ટકાવી રાખવામાં સફળ નિવડતા નથી.

પોતાને હિન્દુ અને સનાતન ધર્મી તરીકે ઓળખાવતા મિત્રો હિન્દુ ધર્મ બાબતે બહુ બે-જવાબદારીપૂર્ણ અને પ્રતિદલીલમાં એક મિનીટ પણ ટકી ન શકે તેવી રજુઆત કરે છે કે હિન્દુ ધર્મમાં જાતિ વિભાજન જન્મને આધારે નહી પણ કર્મને આધારે હતું. ટુંકમાં વર્ણ વ્યવસ્થા કર્મ આધારીત હતી, જન્મ આધારીત નહી.

કારણ જો ખરેખર તેમની વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત હતી જન્મ આધારિત નહી વાળી વાત સાચી હોય તો એમની આવી ખોટી અને સત્યથી વિપરીત રજૂઆત સાંભળ્યા પછી શંબૂક, એકલવ્ય કર્ણ અને વિદૂર મારી નજર સામે આવી જાય છે.

શંબૂક, એકલવ્ય, કર્ણ અને વિદુરને શા માટે અપમાન સહન કરવાનો વારો આવેલો...???

  • શંબૂક શુદ્ર હતો, વેદાભ્યાસ કરી રહ્યો હતો. મતલબ બ્રાહ્મણનુ કર્મ કરી રહ્યો હતો. પણ હું પુછવા માંગીશ કે શુદ્ર શંબૂકને બ્રાહ્મણ તરીકે માન્યતા મળી...??? શંબૂક વિધ્યા અભ્યાસ કરી રહ્યો હતો... તો તેને પોતે કરી રહેલ કર્મ મુજબ બ્રાહ્મણ ઘોષિત શા માટે ન કરવામાં આવ્યો..????
    ઉલટાનું શંબૂકને બ્રાહ્મણનુ કર્મ કરવા બદલ રામ દ્વારા હત્યા કરવામાં આવેલી.
  • એકલવ્ય પણ શુદ્ર હતો, ધર્નુવિધ્યા શીખી રહ્યો હતો. મતલબ ક્ષત્રિયનુ કર્મ કરી રહ્યો હતો. શું તેને કદીય ક્ષત્રિય તરીકે માન્યતા મળી..??
    ના.. એકલવ્યને પણ સજાના રૂપે પ્રત્યક્ષ દ્રોણ પાસે ભણ્યો ન હોવા છતાં અંગુઠાની ગુરૂદક્ષિણા આપવી પડી.
    આવો જ અનુભવ વિદ્વાન ધર્નુધારી કર્ણને પણ દ્રોપદીના સ્વયંવર વખતે થયો હતો, સૂતપુત્ર કહીને તેને સ્વયંવરમાં ભાગ લેવાની મનાઈ કરવામાં આવી હતી.
    એકલવ્ય અને કર્ણ બન્ને શસ્ત્રવિધ્યામાં નિપૂર્ણ હતા તો પણ તેમને કદી ક્ષત્રિય બનવા દેવાયા ન હતા.
  • વિદુર પોતે દાસીપુત્ર હોવાના કારણે રાજનિતીનાં એકદમ નિપૂર્ણ હોવા છતાં હસ્તિનાપુરના સિંહાસન પર કદી આરૂઢ ન થઈ શક્યા.


મતલબ હિન્દુ ધર્મમાં જાતિ જન્મ આધારીત નહી પરંતુ કર્મ આધારીત હતી.. એ દલીલોની તો રેવડી દાણ દાણ જ થઈ ગઈ ને.

હા.. એક વસ્તુ ખાતરી આપી કહી શકુ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ગમે તેટલા કર્મ કરે પણ તેમનો વર્ણ શુદ્ર અને ગણ રાક્ષસ જ રહેવાનો.

એવા કેટલાય દુરાચારી, બળાત્કારી, પાપાચારી બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો હતા પણ તેમને નીચલા વર્ણમાં ધકેલી શુદ્ર બનાવી દીધાનો દાખલો કેમ શોધ્યોય જડતો નથી.??

આવી બધી દલિલોના જવાબ આપી નથી શકતા એટલે પછી એમની પેલી 
"અમે તો જાતિમાં માનતા નથી. મારા કેટલાય મિત્રો પછાત સમાજમાંથી છે. અમે સાથે જમીએ છીએ" જેવી વાતો કરવા માંડે.

જો કે આ બધી વાતો કહેવા પાછળ એ એ લોકોનો આડકતરો અર્થ એવો હોય છે કે હવે એવા ઉચ્ચનીચના ભેદભાવ નથી. જો કે હવે જાતિવાદ નથી એવી સુફીયાણી વાતો કરવાવાળાઓનો ગોળ ગોળ પણ સીધો હુમલો સંવિધાનની પ્રતિનિધીત્વની જોગવાઈઓ પર હોય છે. આવા લોકો મને હંમેશા સ્યૂડો હ્યુમિનીસ્ટ જ લાગ્યા છે.

વૈદિક સંસ્કૃતિમાં કે વેદ, પુરાણ, સ્મૃતિ, શ્રુતિ જે પણ સાહિત્ય પોતે શાસ્ત્ર છે કે એવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં કોઈ જગ્યાએ વર્ણ પરિવર્તન કે નીચલા વર્ણમાંથી ઉપરના વર્ણમાં જવાની કોઈ વિધી વિધાન શા માટે નથી..??

જન્મથી તો સૌ શુદ્ર છે એવી વાત માત્ર શુદ્રોને નિમ્ન બતાવવા માટે જ ઉલ્લેખ કરાઈ છે. વળી તેમાં બ્રાહ્મણ થવા સંસ્કાર, વેદ અભ્યાસ, બ્રહ્મજ્ઞાન વગેરે જેવી વાતો કહેવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ હતી કે શુદ્રોની સંસ્કારવિધી, વેદા અભ્યાસ પર પાબંધી હતી. આ સદંતર બેવડા ધોરણો હતા.

જો જન્મથી જ શુદ્રોને ઉપનયન અને વેદા અભ્યાસનો અધિકાર આપવામાં આવ્યો હોત તો એ પણ યોગ્યતા મુજબ આગળ વધી શક્યા હોત..પણ એવુ નથી થયું
શુદ્રને ઉપનયન સંસ્કાર નહી, ઉપનયન સંસ્કાર વિના વિધ્યા નહી, વિધ્યા વિના વેદાધ્યન નહી, અને વેદાધ્યાન નહી મતલબ બ્રહ્મજ્ઞાન નહી. સીધો જ સાર મતલબ બ્રાહ્મણ નહી.

વર્ણવ્યવસ્થા જન્મ આધારિત જ હતી, કર્મઆધારિત તો કદીય નહી. તેમ છતાં તેવી દલિલો, અને તેને અનુમોદન આપતા સાહિત્યો માત્ર અને માત્ર ભ્રમ ફેલાવે છે બીજુ કંઈ નહી..
- જિગર શ્યામલન



Facebook Post :

July 16, 2017

સમરસતા ઢોંગ છે, સમાનતા જ સચ્ચાઇ છે : વિજય જાદવ

By Vijay Jadav


જાતિવાદ એટલે શુ?
શુ એક જાતિ ના વ્યક્તિ બીજી જાતિ પ્રત્યે અસ્પ્રુશ્યતા અથવા આભડછેટ રાખે તે એક માત્ર કારણ ને જ જાતિવાદ કહેવાય?
જવાબ છે : ના.


  • જાતિ જોઇને મંદિરમાં પ્રવેશ આપવા દેવો,
  • કોઇના અડકવાથી અભડાઇ જવુ,
  • પોતાની જાતિ પ્રત્યે અહમ રાખવો,
  • પોતાની જાતિ ને ઉચ્ચ ગણાવી,
  • બીજી જાતિ ના વ્યક્તિ સાથે લગ્ન સબંધ ના બાંધવો
  • જાતિ જોઇને જ લગ્ન સબંધ બાંધવો,
  • જાતિ જોઇને મિત્રતા બાંધવી
  • બીજી જાતિ ના વ્યક્તિ જોડે ધંધાકીય ભાગીદારી ના કરવી,
  • બીજી જાતી ના વ્યક્તિને નોકરી એ ના રાખવો,
  • બીજી જાતિ ના વ્યક્તિને જાતિ જોઇને માર્ક્સ આપવા,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇને નોકરી માટે પસંદ કરવો,
  • બીજી જાતિના વ્યક્તિના જુથ જોડે કોઇ પણ પ્રકાર નો ભેદભાવ રાખવો,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇ મારઝૂડ કરવી,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇ સ્થાન આપવુ,
  • બીજી જાતિના વ્યક્તિને તમારા કરતા ઓછા ગુણ, હોવા છતા વધુ માન સન્માન, મોભો આપવો.
  • જાતિ જોઇને બીજી વ્યક્તિને ફેસીલીટી ઓછી વધ્તી આપવી,
  • જાતિ જોઇને ઝગડો કરવો,
  • જાતિ જોઇ મકાન વેચાણ કે ભાડે આપવુ,
  • જાતિ જોઇ રમત-ગમત માં મોકો આપવો,
  • જાતિ જોઇને પ્રમુખ બનાવવા,
  • જાતિ જોઇને પક્ષમાં ટીકીટ આપવી,
  • જાતિ જોઇ મંત્રી કે પ્રધાન બનાવવા,
  • જાતિ જોઇ જજની નીમણુંક કરવી,
  • જાતિ જોઇ બદલી કે બઢતી આપવી.......


આ તમામ માંથી કોઇ પણ તમારી સાથે જો બનતુ હોય તો એ જાતિવાજ જ ગણાય.

યાદ રાખજો સમરસતા ઢોંગ છે,  સમાનતા જ સચ્ચાઇ છે.

#જાતિવાદ_મુર્દાબાદ

#વિજય_જાદવ

Twitter Post:-

May 29, 2017

અસ્પૃશ્યતા નિવારણ અને અસ્પૃશ્યોના અધિકાર બાબતે સમાચારપત્રોની ભુમિકા કેટલી..???



મારો જવાબ છે... મહા શૂન્ય.

ભારતમાં અંગ્રેજોએ સત્તા પ્રાપ્ત કરી ત્યારે ગુજરાતનો હિન્દુ સમાજ વિવિધ સંપ્રદાય, જૂથ, જાતિઓમાં વિભાજીત હતો. વણઁવ્યવસ્થા મુજબ ઉચ્ચનીચના વાડાઓમાં વહેંચાયેલ હતો. તેનું કડકાઈથી પાલન પણ કરવામાં આવતું હતુ.
19 મી સદીમાં અવાઁચીન કેળવણીનો ફેલાવો થતો ગયો તેમ તેમ ભણેલા વગોઁના લોકોમાં એક એવો વગઁ પેદા થયો જે સુધારાવાદી કે સુધારક તરીકે ઓળખાયો. અહીં કેટલીક ભિન્નતાઓ જોવા મળી. કેટલાક સુધારાવાદીઓએ અંગ્રેજો દ્વારા સ્થાપિત વહીવટી, શૈક્ષણિક સંસ્થાઓનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો અને સામાજિક અનિષ્ટો બાબતે ઝુંબેશ આદરી. બીજી તરફ કેટલાક સુધારાવાદીઓએ પોતાની જાતિઓના ઉત્કષઁને જ પ્રોત્સાહન આપ્યું. પરિણામ સ્વરૂપ આ જાતિઓ કેળવણીની બાબતમાં અતિ સમૃધ્ધ બનતી ગઈ. સરકારી નોકરીઓ અને વ્યવસાયોમાં વધુને વધુ લાભ લેતી ગઈ.
હવે ખરો દંભ અને પુવઁગ્રહ અહીં જોવા મળ્યો. ગુજરાતના સામાજિક પરિવતઁનનું એક દંભી પાસુ એવું હતુ કે એક તરફ મધ્યમવગીઁય લોકો શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સેવાઓનો લાભ લેવા માંગતા હતા તે માટે કેટલાક કાયઁક્રમો પણ કરી રહ્યા હતા.. પરંતુ અસ્પૃશ્યોને આ લાભ લેવા બાબતે ભયંકર વિરોધ કરી રહ્યા હતા.
ડિસેમ્બર 1968 ભરૂચમાં એક વ્યાપારિક પ્રદશઁન યોજાયેલ. તેમાં કેટલાક અંગ્રેજ અધિકારીઓ તથા વ્યાપારીઓ હાજર રહેલા. તેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના દેશી વ્યાપારીઓ પણ હતા. આ પ્રદઁશનમાં અંગ્રેજ વ્યાપારીઓએ દેશી વ્યાપારીઓ તરફે આભડછેટ ભયુઁ વતઁન દાખવેલુ, ત્યારે આ દેશી ભારતીય, ગુજરાતી વ્યાપારીઓએ પ્રદઁશન મંડપની બહાર અંગ્રેજોની રંગભેદની નિતિ વિરૂધ્ધ જબરજસ્ત ધમાલ મચાવેલી. ગુજરાતના તમામ સમાચારપત્રોએ આ વ્યાપારીઓની આ ઝુંબેશમાં જોડાયા હતા અને સમથઁન આપીને રંગભેદની નિતી વિરૂધ્ધ ખુબ જ કાગારોળ મચાવી હતી. 


મુદ્દાની વાત હવે આવે છે.. રંગભેદની નિતીનો વિરોધ કરી અંગ્રેજો સામે કાગારોળ મચાવનારા આ સમાચારપત્રો 1863 થી 1985 દરમિયાન સવણઁ હિન્દુઓ સાથે અસ્પૃશ્યો આગગાડીમાં પ્રવાસ ન કરે તે માટે અખબારી ચળવળ ચલાવી હતી.
(સોસઁ: કપરાં ચઢાણ- લેખક- યોગેન્દ્ર મકવાણા પાનનં-57-58)
- જિગર શ્યામલન




Facebook Post :-