March 30, 2020

જાતિવાદીઓની સોય વારંવાર દલિત સંગઠનો પર જ કેમ અટકી જાય છે?

By Vijay Makwana  || 29 March 2020


સવર્ણ જાતિવાદી લોકો એ સર્વે કરી તપાસી ચકાસી રહ્યાં છે કે, દલિતો ના સંગઠન બસપા, બામસેફ, ભીમ આર્મી, સ્વયમ સૈનિક દળ વિગેરે આ કોરોના આપદા માં લોકો ને મદદ કરે છે કે નહિ?

મારો વળતો સવાલ દલિતોને છે.. અલ્યા તમે આ જાતિવાદી સવર્ણ દાતાઓ પર જીવન ટકાવી રહ્યાં છો? આ સર્વે કરવાવાળા જાતિવાદી માંથી કોઈ પાંચ શેર બાજરી તમારા ઘેર નાખી ગયું છે?

ભાઈ જાતિવાદી સવર્ણ! અમારી સંસ્થાઓ અમારા માટે જ કામ કરશે.. બામસેફ એ નોકરિયાત લોકોનું સંગઠન છે. તું સર્વે કર એ પહેલાં પોતાનો એક પગાર એ લોકો દાન કરી ચૂક્યા છે. હવે બીજો પગાર પણ આપશે..બસપા ની દરેક જિલ્લા ની વ્યવસ્થાપન કમિટી 21 માર્ચથી ગરીબ દલિતોના સંપર્કમાં જ છે. ભીમ આર્મી ના યુવાનો છેલ્લા એક સપ્તાહથી રાશન ફૂડ પેકેટ વહેંચી જ રહ્યાં છે. અમે માત્ર આવી આપદા સમયે જ તમારી જેમ બિલાડીના ટોપ જેમ ફૂટી નથી નીકળતા આ કામ ટેમ્પરરી નથી કરતા.. આખા વર્ષમાં માત્ર મારા જિલ્લામાં જ અમારું ઉપરની તમામ સંસ્થાઓનું નોકરિયાતો ઉદ્યોગ સાહસિકો નું 1600 લોકોનું એક સંગઠન છે જે મહિને પ્રત્યેક વ્યક્તિ 600 રૂપિયા લોક ફાળો આપી.. શિક્ષા અને રોજગાર અને કુદરતી આપદા સંગઠન ચલાવીએ છીએ. તારે ભલા માણસ સર્વે જ કરવો હોય તો એ સર્વે કર કે તું જે સવર્ણ ટ્રસ્ટ કે સંસ્થા માં કામ કરે છે.. તે વર્ષે કેટલા કરોડ બ્લેક મની વ્હાઇટ કરવા કર રાહત નો ગેરલાભ ઉઠાવે છે? કેટલા સવર્ણ અમીરો ની આ રીતે ધોળી કે કાળી આર્થિક સેવા કરે છે? ફાલતુ માં દલિતો પાછળ આટલો સમય શા માટે બરબાદ કરે છે..? 21 દિવસ મળ્યા છે મોજ થી તકિયા પર આરામ કર દલિતો પોતાનું કરી લેશે.. એમની ચિંતા ન કર..એ અમે કરી લઈશું!

- વિજય મકવાણા

No comments:

Post a Comment