Showing posts with label Girl. Show all posts
Showing posts with label Girl. Show all posts

May 06, 2017

કન્યાના ભ્રુણ હત્યામાં મુસલમાનોનો ફાળો નહિવત છે : વિજય મકવાણા

જો તમારે સત્ય સમજવું હોય તો આ રીતે તર્ક કરો!
તાજી વસ્તી ગણતરીનાં આંકડા જુઓ. મુસલમાનોનો જેન્ડર રેશિયો 1000 પુરુષ સામે 951 સ્ત્રીનો છે. જે 2001માં 936 નો હતો. જો પ્રત્યેક મુસલમાન 4 સ્ત્રી સાથે નિકાહ કરે તો અંદાજે 75% મુસલમાન યુવક કુંવારા રહી જાય. જો પ્રત્યેક મુસલમાન 2 સ્ત્રી સાથે નિકાહ કરે તો 52% મુસલમાન યુવક કુંવારા રહી જાય..
મુસલમાનોની વસ્તી 1.1 % વધી છે તેનું એક ખૂબસૂરત કારણ છે. મુસલમાનો 'કન્યાભ્રુણ હત્યા' નથી કરાવી રહ્યાં. કેટલાંક મુર્ખાઓ હિન્દુજનની વધાર્યા વિના હિન્દુ વસ્તીવિસ્તાર વધારવા માંગે છે.
યુનિસેફ કહે છે: ભારતમાં ગેરકાનુની રીતે દરરોજ 2000 કન્યાના ભ્રુણની હત્યા થાય છે. જેમાં મુસલમાનોનો ફાળો નહિવત છે.
-વિજય મકવાણા














Facebook Post :-

May 04, 2017

એવું ભણતર પણ નકામું છે જે તમને સમાજ ના રિવાજો અને કુરિવાજો માં ફર્ક ના બતાવે : વંદના ચાવડા જાદવ

સમાજ માં હંમેશા દીકરી ની સરખામણી એ  વહુ ની અવગણના થાય છે...
 અત્યારે લોકો એમ કહેતા થયા છે કે અમે તો વહુ ને દીકરી ની જેમ જ રાખીયે છીએ... બન્ને માં કોઈજ ભેદભાવ નથી...
 આવું  કહેવાવાળા મોટા ભાગના લોકો એ ખરેખર આત્મમંથન કરી લેવાની જરૂર છે...
જે દિવસે લોકો દીકરી અને વહુ માં ફર્ક નહિ રાખે.. એ જ દિવસે એમનું ઘર જ સ્વર્ગ થઈ જશે... અને ઘર ના અને સમાજ માં પ્રગતિ ના દ્વાર ખુલી જશે..
લોકો કહે છે કે આ આધુનિક સમય માં થોડો બદલાવ આયો છે.. પણ સંપૂર્ણપણે નહિ...
એવું ભણતર પણ નકામું છે જે તમને સમાજ ના રિવાજો અને કુરિવાજો માં ફર્ક ના બતાવે...
 જ્યાં સ્ત્રી ને પોતાના અસ્તિત્વ ની જગ્યા એ એક નોકરાણી તરીકે જોવામાં આવે એ ઘર કદી પ્રગતિ કરી જ ના શકે.. ના એમને જીવતા જીવ સ્વર્ગ મળે કે મર્યા પછી પણ...
લોકો નો સૌથી મોટો ડર કે સમાજ શુ કહેશે??? પણ જે લોકો આ ડર ને નીકાળી ને જીવી ગયા એ ભાવોભવ તરી ગયા.... એમને કોઈ દેવી દેવતા ની જાત્રા એ જવાની જરૂર નથી...
જેમના ઘર માં સારી વહુ અનેે સારી દીકરી છે.. જે લોકો એના મહત્વ ને , એમના અસ્તિત્વ ને સ્વીકારે છે... તેઓને કોઈ લક્ષ્મી દેવી ની પૂજા કરવાની જરૂર જ નથી...  એમની પ્રગતિ કોઈ કાળે રોકાઈ જ ના શકે...
તમારી આજુ બાજુ ક્યાંય એવું ઘર હોય કે જ્યાં આવો દીકરી કે વહુ નો  ભેદભાવ ના થતો હોય... એ ઘર ઉપર તમે સમાજ ના કુરિવાજો છોડી , ઈર્ષ્યા કર્યા વગર એની શાંતિ અને પ્રગતિ ને સમજો... તમે આત્મમંથન કરજો.. સમજાઈ જશે કે આપડી ભૂલ ક્યાં છે... અને પ્રગતિ કઇ રીતે કરાય...... !!

લિ.
વંદના ચાવડા જાદવ














Facebook Post :-