November 23, 2018

પી.વી.નરસિમ્હારાવ : નિર્ણય ન લેવો તે પણ એક નિર્ણય છે

By Kiritkumar Pravasi ||  Written on 22 Nov 2018




"ભણીએ તો એ નોકરીઓ મળતી નથી","સરકારે બધું કોન્ટ્રાક્ટ પર કરી દીધું છે."-- આવું સતત સાંભળવા મળે છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો તે પી.વી.નરસિમ્હારાવ છે અને અર્થતંત્રમાં તેમણે લાગુ કરેલું LPG મોડેલ છે.
પી.વી.નરસિમ્હારાવનો જન્મ 28 જૂન 1921ના રોજ આંધ્રપ્રદેશમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ વકીલ અને લેખક હતા. કોંગ્રેસમાં સક્રિય થયા બાદ તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંનેની કેબિનેટમાં તેઓ પ્રધાન બન્યા હતા.
રાજીવ ગાંધીની હત્યા બાદ નરસિમ્હારાવને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાજીવની હત્યા થઇ ત્યારે પ્રથમ ચરણનું મતદાન પતી ગયું હતું રાજીવની હત્યા પછી બીજા ચરણના મતદાનમાં રાજીવની હત્યા પ્રત્યે લોકોની સહાનુભૂતિનો લાભ કોંગ્રેસને મળ્યો અને વધુ સીટો મળી તો પણ બહુમતિથી કોંગ્રેસ પક્ષ દૂર હતો. જૂન 1991માં કોંગ્રેસે 244 સીટો જીતી હતી. વડાપ્રધાનપદ માટે શૂદ્ર મરાઠા શરદ પવાર અને ક્ષત્રિય અર્જુનસિંહ દાવેદાર હતા. નરસિમ્હારાવ આંધ્રપ્રદેશ જઈને નિવૃત્તિ ગાળવા માટે પોતાનો બોરીયો-બિસ્તરો બાંધી રહ્યા હતા.આવા સમયે જ તેમની જનોઈ કામ આવી ગઈ. સોનિયા ગાંધીએ તેમને સંદેશો પહોંચાડ્યો કે તમારે વડાપ્રધાન થવાનું છે. બાજી પલટાઈ ગઈ. 20 જૂન 1991ના રોજ નરસિમ્હારાવને સંસદીય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા 21 જૂન 1991ના રોજ તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા અને 16 મે 1996 સુધી વડાપ્રધાન રહ્યા
વીપીનું કામ પીવીએ ઉલટાવવાનું હતું અત્યાર સુધી કેન્દ્ર સરકારની નોકરીઓમાં 80થી 90 ટકા હિસ્સો સવર્ણો પચાવી પાડતા હતા ત્યાં સુધી કોંગ્રેસને વાંધો નહોતો વીપી સિંહે મંડલપંચ જાહેર કર્યા બાદ 50% નોકરીઓ તો માત્ર બિનસવર્ણ વર્ગના લોકો જ લઇ જવાના હતા. કોંગ્રેસને આ પોસાય તેમ ન હતું અનુસૂચિત જાતિ /જનજાતિમાં પણ પહેલાંના મુકાબલે શિક્ષણ વધ્યું હોવાથી તેમની અનામત બેઠકો પણ પહેલા કરતા વધુ ભરાતી હતી. પછાતો નોકરીઓ મેળવી થોડા-ઘણા પણ સમૃદ્ધ ન બને તે માટે કોંગ્રેસ અને સોનિયા ગાંધીએ નરસિમ્હારાવને વડાપ્રધાનપદ માટે પસંદ કર્યા નરસિમ્હારાવે અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર મનમોહનસિંહને આ કામ માટે નાણામંત્રી બનાવ્યા આ બંનેની જોડીએ અર્થતંત્રમાં LPG MODEL લાગુ કર્યું LPG એટલે Liberalisation ( ઉદારીકરણ ), Privatization ( નિજીકરણ ) અને Globalization ( વૈશ્વિકરણ ) આ નીતિ લાગુ કર્યા બાદ જાહેર સાહસો વેચવા કાઢ્યા શિક્ષણ જેવી જાહેર સેવામાંથી પણ સરકાર પોતાનો હાથ ખંખેરી નાખવા માટે તૈયાર થઇ. અત્યાર સુધી વિદ્યાર્થીઓ સરકારી શાળા-કોલેજોમાં ભણતા હતા તેના બદલે હવે ખાનગી શાળા-કોલેજોમાં ભણે તે માટેનો તખ્તો ગોઠવાયો શિક્ષણમાં Self Finance જેવો શબ્દ આવી ગયો તેના માટે આ નરસિમ્હારાવ-મનમોહન સિંહની જોડી જવાબદાર છે. આ નીતિને પરિણામે "શિક્ષણ-માફિયાઓ" પેદા થયા. ( પારૂલ યુનિ યાદ છે ને ?) વાલીને માથે જુનિયર કે.જી.થી કોલેજ સુધી લૂંટાવાનું રહ્યું 
નરસિમ્હારાવના શાસનમાં જ બાબરી મસ્જિદ કારસેવકોએ તોડી પાડી જેનાથી કોંગ્રેસની મુસ્લિમ મતબેન્ક કોંગ્રેસથી વિમુખ બની અને મુસ્લિમો રાજકારણમાં નવા વિકલ્પો વિષે વિચારતા થયા. તે સમયે ઉત્તરપ્રદેશમાં ભાજપના કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતા. 6 ડિસેમ્બર 1992, રવિવાર (આંબેડકર પરિનિર્વાણ દિન )આ દિવસે આર.એસ.એસ અને તેની ભગિની સંસ્થાઓએ બાબરી તોડવાનું ષડયંત્ર બનાવી લીધું હતું હજારો કારસેવકો આ દિવસે અયોધ્યામાં એકત્ર થયા. કલ્યાણસિંહે સુપ્રિમકોર્ટમાં વચન આપ્યું હતું કે તેમની સરકાર બાબરી મસ્જિદનું રક્ષણ કરશે ભાજપના મોટા નેતાઓ જેવા કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર વગેરે તે દિવસે ઘટનાસ્થળે હાજર હતા. તે દિવસે રવિવાર હોવાથી નરસિમ્હારાવ મોડા ઉઠ્યા હતા. બપોરે 12:20 કારસેવકો બાબરી મસ્જિદના ગુમ્બજ પર ચડી ગયા હતા. પહેલો ગુમ્બજ તોડવાની શરૂઆત કરી. ટીવી પર જાણકારી રાખી રહેલા કેન્દ્રિય મંત્રી માખનલાલ ફોતેદારે નરસિમ્હારાવને ફોન કરી કહ્યું કે,"વાયુસેનાને કહો કે ફૈજાબાદમાં તૈનાત ચેતક હેલીકૉપ્ટરો વડે કારસેવકો પર અશ્રુગેસના ગોળા છોડે" રાવે જવાબ આપ્યો કે,"હું એવું કઈ રીતે કરી શકું ?" માખનલાલે કહ્યું કે,'' કોઈ પણ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર પાસે જરૂરી નિર્ણયો લેવાની સત્તા છે.રાવસાહેબ કમસેકમ એક ગુમ્બજ બચાવી લો જેથી ભારતના લોકોને કહી શકાય કે બાબરી મસ્જિદ બચાવવાની પૂરી કોશિશ કરી હતી." ફોન પર રાવ ચૂપ રહ્યા લાંબા સમય પછી કહ્યું કે હું ફરી ફોન કરું છું." ત્યાર બાદ તેઓ એક કમરામાં પૂરાઈ ગયા. આ વિષે ખ્યાતનામ પત્રકાર કુલદીપ નાયર કહે છે કે બાબરી તૂટતી હતી ત્યારે રાવ બંધ કમરામાં પૂજા કરી રહ્યા હતા. જયારે કારસેવકોએ પોતાનું કામ તમામ કર્યું ત્યારે તેઓ પૂજામાંથી ઉઠ્યા અને કમરામાંથી બહાર આવ્યા અને સાંજે છ વાગે કેબિનેટની મિટિંગ બોલાવી.
મુસ્લિમ મતબેંકને પાછી વાળવા માટે તેમણે કરેલી બે ઘોષણાઓ આજ દિન સુધી કોંગ્રેસે તેમના શાસનમાં પૂરી કરી નથી.એક તો બાબરી એ જ જગ્યાએ ફરીથી બાંધવામાં આવશે અને બીજું કે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં એક અફસર મુસ્લિમ હશે. બાબરી મસ્જિદ તૂટ્યા બાદ સમગ્ર દેશમાં તણાવ ઉભો થયો અને કોમી રમખાણો થયા.
નરસિમ્હારાવની સરકાર અલ્પમત સરકાર હતી,ક્યારેય તેમની પાસે બહુમતિ ન હોવા છતાં આ સરકારે પાંચ વર્ષ પૂરાં કર્યાં હતાં જુલાઈ 1993માં તેમની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.સરકાર ટકાવવા માટે ઝારખંડ મુક્તિ મોરચાના સંસદસભ્યોને કરોડોની લાંચ આપવાના આરોપ પણ નરસિમ્હારાવ સરકાર પર લાગ્યા 16 મે 1996ના રોજ વડાપ્રધાન તરીકેનો એમનો કાર્યકાળ પૂરો થયો.તેમના પછી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ સીતારામ કેસરી બન્યા 1998ની ચૂંટણીમાં તો કોંગ્રેસે રાવને ટિકિટ આપવાની પણ ના પાડી ત્યારે કેસરી અધ્યક્ષ હતા. સોનિયા ગાંધીના અધ્યક્ષ બન્યા પછી તો જાણે રાવનો બહિષ્કાર જ થયો. જાહેર જીવનમાંથી અજ્ઞાતવાસ ભોગવી રહેલા રાવનું મૃત્યુ 23 ડિસેમ્બર 2004માં આંધ્રમાં થયું તેમના કુટુંબીઓએ દિલ્હીમાં સંદેશો મોકલાવ્યો તેમને એ આશા હતી કે દિલ્હીમાં તેમનો અગ્નિદાહ થાય અને સ્મારક બનાવવામાં આવે. પણ દિલ્હીથી યોગ્ય પ્રતિભાવ ન મળતાં આખરે આંધ્રપ્રદેશમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અત્યારે બહુજનો જે તકલીફો ભોગવી રહ્યા છે તેના જનક નરસિમ્હારાવનો અંત પણ કરૂણ આવ્યો 
નરસિમ્હારાવે પણ દલિત મુસ્લિમ અને દલિત ખ્રિસ્તીને માન્યતાનો પ્રશ્ન હલ કર્યો નહિ. બેકલોગ ભરાય નહિ તે માટેની ગુનાહિત બેદરકારી દાખવી ચિત્રમાં આ માણસ ઊંઘતો બતાવ્યો છે પણ તે ખરેખર જાગતો હતો અને બહુજનો ઊંઘતા હતા. તેમના સમયમાં રમૂજમાં એવું કહેવાતું કે,"નિર્ણય ન લેવો તે પણ એક નિર્ણય છે." મીડિયાએ તેમની એવી છબી ઉભી કરેલી કે તેઓ કોઈ નિર્ણય લેતા જ નથી.ખરેખર તો તેઓ એવા મોટા નિર્ણયો લઇ ગયા કે બિનસવર્ણ વર્ગે હજુ પેઢીઓ સુધી ભોગવવું પડશે !!!


Facebook Post :