July 31, 2018

ઝૂમખાથી છુટી પડી ગયેલ દ્રાક્ષ...

By Jigar Shyamlan ||  Written on 10 May 2016

એક વાર એક માણસ દ્રાક્ષ ખરીદવા ફળવાળાની દુકાને ગયો.

દ્રાક્ષના ઝૂમખા જોઈ, પુછ્યું- '' શું... ભાવ છે...?

ફળવાળો બોલ્યો: '' 80 રૂપિયે કિલો.....''

લારીમાં એક તરફ દ્રાક્ષનાં છુટ્ટા દાણાઓનો ઢગલો પડ્યો હતો.

તે તરફ આંગળી ચીંધતા પેલા માણસે બીજી વાર પુછ્યું: '' આનો.. શું ભાવ છે..?''

ફળવાળાએ ફરી જવાબ આપતા કહ્યું- '' 30 રૂપિયાની કિલો..''

પેલો માણસ નવાઈ પામતા બોલ્યો- '' કેમ...ભાવમાં આટલો બધો ફેર...? શું ખરાબ છે...?

ફળવાળો: અરે...ના... સાહેબ.. દ્રાક્ષ તો બધી એક જ છે પણ...આ બધી ઝૂમખાથી છુટી પડી ગઈ છે..''

દ્રાક્ષની કિંમત ત્યાં સુધી જ છે જ્યાં સુધીએ ઝૂમખા સાથે જોડાયેલી છે. ઝૂમખાથી છુટી પડી ગયેલ દ્રાક્ષ કાં તો સડી બગડી જાય છે કાં તો કોઈકના પગના નીચે કચડાઈને મરી જાય છે.

દરેક માણસ ગમે તેટલો પાવરફુલ કેમ ન હોય કદાચ સંગઠન, સમાજ અને પરિવારથી અલગ પડે કે કિંમત અડધાથી ય ઓછી થઈ જાય.

કદાચ સંગઠન, સમાજ અને પરિવારથી અલગ રહેવાથી આપણી દશા પણ ઝુમખાથી છૂટી પડી ગયેલ દ્રાક્ષ જેવી થતી હશે.
શું કહો છો......?
- જિગર શ્યામલન

સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ

By Jigar Shyamlan ||  Written on 5 May 2018


રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.

આપણે રાજનીતિક ક્રાન્તિ કરીને હુકમરાન બનવાના દિવાસ્વપ્નો જોઈયે છીએ. બહુજન અને બહુ સંખ્યક સમાજને રાજનીતિક ક્રાન્તિ કરીને સત્તાધારી બનવું છે.
દરેકને ક્રાન્તિ કરવી છે, પણ આ ક્રાન્તિ ક્યારે, કઈ રીતે, કોના દ્વારા અને ક્યા સાધન વડે લાવી શકાશે તે બાબતે સ્પષ્ટ નથી. આપણાં ક્રાન્તિના ખ્યાલો સ્પષ્ટ નથી. લોક આંદોલન અને ક્રાન્તિ એ બન્ને વચ્ચે ભેદ છે. આંદોલન ક્ષણિક આવેગનુ પરિણામ છે જ્યારે ક્રાન્તિ લાંબાગાળાના ચિંતન અને રણનિતીનુ પરિણામ. 
કોઈપણ જડ વ્યવસ્થાને ધરમૂળથી સદાને માટે બદલવા માટેની ધીમી પણ મક્કમ કવાયત એટલે જ ક્રાન્તિ. ક્રાન્તિનો જન્મ મસ્તિષ્ક થાય છે અને અંત હ્યદયથી, પણ આપણે આંદોલનને ક્રાન્તિમાં ગણાવી નાખવા ઉત્સુક છીએ.
રાજનીતિક ક્રાન્તિ એ પ્રભાવશાળી શબ્દ છે. જે દેખીતી રીતે જ વર્ચસ્વ અને પાવર તેમજ શક્તિ સાથે સંકળાયેલો છે. 
એક વાત સ્પષ્ટ છે કે રાજનીતિક ક્રાન્તિ એ માત્ર એક રિઝલ્ટ છે જે સામાજીક અને ધાર્મિક ક્રાન્તિની પરિક્ષા આપ્યા સિવાય પ્રાપ્ત થવાનું નથી. રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
આ વાત સાથે કેટલાક સંમત હશે અને કેટલાક સંમત નહી હોય. જે સંમત ન હોય તેઓને બાબા સાહેબને વાંચવાની ભલામણ કર્યા વિના અન્ય ઉપાય નથી.


હવે પછીના તમામ વિચાર બાબા સાહેબના છે. 
"સામાન્ય રીતે ઈતિહાસ એ પ્રસ્તાવને સમર્થન આપે છે કે રાજનીતિક ક્રાન્તિઓ હંમેશા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરવામાં આવેલ ધાર્મિક સુધાર યુરોપના લોકોની રાજનીતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. ઈગ્લેન્ડમાં પ્યૂરિટનવાદને કારણે રાજનીતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે જ નવા વિશ્વની સ્થાપના કરી. પ્યૂરિટનવાદે જ અમેરીકી સ્વાતંત્રતા સંગ્રામ જીત્યો હતો. પ્યૂરિટનવાદ એક ધાર્મિક આંદોલન હતું.
આ જ વાત મુસ્લિમ સામ્રાજ્યોના સબંધમાં પણ સાચી છે. આરબ રાજનીતિજ્ઞો સત્તા બન્યા એ પહેલા મોહમ્મદ પયગંબર સાહેબ દ્વારા આરંભાયેલ સંપૂર્ણ ધાર્મિક ક્રાન્તિમાંથી પસાર થયા હતા.
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કર્ષનું સમર્થન કરે છે. ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનીતિક ક્રાન્તિની પહેલા ભગવાન બુધ્ધની ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. શિવાજીના નેતૃત્વમાં રાજનીતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક સુધારા બાદ જ થઈ હતી.
શીખોની રાજનીતિક ક્રાન્તિની પહેલા ગુરૂ નાનક દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી.
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરૂરી છે. આ દ્રષ્ટાંતોથી એક વાત પ્રગટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનીતિક વિસ્તાર માટેની પ્રથમ જરૂરીયાત છે."
(बाबा साहब आंबेडकर संपूर्ण वाग्ड्मय खंड -1, पेज नं- 61 & 62)
બસ.. હવે હુકમરાન સમાજ બનવા કે બનાવવાની ખેવના રાખનારા લોકોએ પોતાના ઘરોની દિવાલો પર જઈને એક વાત સ્પષ્ટ રીતે દેખાય તેમ લખી નાખવી જોઈયે કે રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
- જિગર શ્યામલન

नमो बुध्धाय कि बजाय पढो बुध्धाय

By Jigar Shyamlan ||  Written on 30 April 2018


आप स्वयं को लडने का प्रयास करना ही होगा, बुद्ध तो सिर्फ रास्ता ही बताएगें।

बुद्घम् शरणम् गच्छामिधम्मम् शरणम् गच्छामिसंघम् शरणम् गच्छामि


  • बुद्घम् शरणम् गच्छामिमतलब एकदम ही साफ है। किसी ने कहा, किसी ने लिखा, किसी ने कर दीया उसे ही सही मत मानो। खुद तर्क करो, खुद अपनी सोच का दायरा बढाओ। किसी भी चीज को जानो फिर मानो। अपने बुध्धि एवम तर्क से किसी चीज को समझने योग्य बनने की प्रक्रीया ही बुध्ध है।
    यही है बुध्ध की शरण में जाना।
  • धम्मम् शरणम् गच्छामिधम्म का मतलब ही नैतिकता है। यदी हम नैतिकता पर ही चल रहे है तो हमे किसी भी बाहरी तत्व से सहायता की कोई जरूरत ही नही। क्योकि नैतिकता ही धम्म है और धम्म ही नैतिकता।
    यही है धम्म की शरण में जाना।
  • संघम् शरणम् गच्छामिसंघ मतलब समूह ऐकता। हम तब तक बलशाली और प्रभावीत रहे सकते है जब तक साथ है। अकेली लकडी में कोई बल या शक्ति नही होती। कोई भी उसे जरा से भी बल से तोड देगा। लेकिन यदी सारी लकडीयां ईकठ्ठी हो जाए तो मजबुत बन जाती है फिर ईतनी बलशाली हो जाती है कि कोई भी उसे तोड नही पाएगा। 
    यही है संध की शरण में जाना।


यदी आप बगैर संशय किसी चीज को नही मानते। आप विचारशील है, तर्कशील है और नैतिकता को सही मायने में चरीतार्थ कर रहे है तो आप बुध्ध ही है।
यदी जय भीम का नारा हमें संधर्ष करने की शक्ति देता है तो नमो बुध्धाय का नारा हमे उस शक्ति को सही दिशा में ले जाने का ज्ञान देता है।
वैसे तो मैं नमो बुध्धाय कि बजाय पढो बुध्धाय ही कहना चाहुंगा।
जय भीम
पढो बुध्धाय

FB Post :-

Poem: સર્વહારાનો બુર્જવાવાદ

By Jigar Shyamlan ||  Written on 20 April 2018


મનેય પણ રક્ત વહાવી, 
સર્વહારાની ક્રાન્તિ 
મેળવવાની
તમન્ના છે.
હું ય એ 
સર્વહારા 
માટીનો જ 
પિંડ છું.
એનુ જ બીજ છું
એ જ 
સર્વહારા જે 
પરસેવે જમીન રગદોળી 
સર્ગભા બનાવે.
એ જ 
મશીનોના 
તીણા અવાજમાં
વેદનાનો ડૂમો 
છૂપાવે.
પોતાના કપડાં 
ફાડીને, 
સંતાનોના તન ઢાંકે
પોતાના શ્વાસ 
ગિરો મૂકીને,
કુટુમ્બનો 
શ્વાસ ચલાવે.
તમામ મોજ શોખ 
બાળકોની 
આંખોમાં નિહાળે.
ક્યારેક 
માલિકની ગાળો પણ
હસતા મોંઢે 
સાંભળી લે.
કારણ કાન પર 
જવાબદારીઓ
ચોંટી પડી છે.
પણ આ સર્વહારાની જમાતો
જડતી નથી.
ખેતરે બપોરનું ભાથુ ખાવા
અલગ ઝાડવાઓના 
છાંયા ગોતે.
મિલોની રિશેષ પડે કે 
અલગ ટોળાને
અલગ ટિફીનોના ઢાંકણ
ખુલવાનો અવાજ.
પાણી પીવાના માટલાઓ
પણ નોખા છે
અહી પણ એક
બુર્જવાવાદ ચાલે છે
ફરક એટલો અભિમાન
બસ ચામડીના પહેરેલ કપડાનું
કે પછી કોખમાં જન્મેલ જાતિનુ
બાકી ક્ષમતા ને કામ તો
એક જ છે.
તોય જુઓને આ સર્વહારાનો
બુર્જવાવાદ.
- જિગર


FB post :-