By Jigar Shyamlan || Written on 20 April 2018
મનેય પણ રક્ત વહાવી,
સર્વહારાની ક્રાન્તિ
મેળવવાની
તમન્ના છે.
હું ય એ
સર્વહારા
માટીનો જ
પિંડ છું.
એનુ જ બીજ છું
એ જ
સર્વહારા જે
પરસેવે જમીન રગદોળી
સર્ગભા બનાવે.
એ જ
મશીનોના
તીણા અવાજમાં
વેદનાનો ડૂમો
છૂપાવે.
પોતાના કપડાં
ફાડીને,
સંતાનોના તન ઢાંકે
પોતાના શ્વાસ
ગિરો મૂકીને,
કુટુમ્બનો
શ્વાસ ચલાવે.
તમામ મોજ શોખ
બાળકોની
આંખોમાં નિહાળે.
ક્યારેક
માલિકની ગાળો પણ
હસતા મોંઢે
સાંભળી લે.
કારણ કાન પર
જવાબદારીઓ
ચોંટી પડી છે.
પણ આ સર્વહારાની જમાતો
જડતી નથી.
ખેતરે બપોરનું ભાથુ ખાવા
અલગ ઝાડવાઓના
છાંયા ગોતે.
મિલોની રિશેષ પડે કે
અલગ ટોળાને
અલગ ટિફીનોના ઢાંકણ
ખુલવાનો અવાજ.
પાણી પીવાના માટલાઓ
પણ નોખા છે
અહી પણ એક
બુર્જવાવાદ ચાલે છે
ફરક એટલો અભિમાન
બસ ચામડીના પહેરેલ કપડાનું
કે પછી કોખમાં જન્મેલ જાતિનુ
બાકી ક્ષમતા ને કામ તો
એક જ છે.
તોય જુઓને આ સર્વહારાનો
બુર્જવાવાદ.
- જિગર
FB post :-
No comments:
Post a Comment