June 11, 2017

વાલ્મિકી કે વ્હાલા-મિકી? : Rushang Borisa

By Rushang Borisa

વાલ્મિકી નામ સાંભળતા આપણા મગજમાં ૨ વાત આવે: ૧) રામાયણના લેખક ૨) સફાઈકર્મીની જ્ઞાતિ (કહેવાતી અછૂત જાતિ)
૨૦મી સદી સુધી વાલ્મિકીને લઈને કોઈ વિવાદ નહતો. રામાયણના લેખક વાલ્મિકી ૨૦મી સદી સુધી બ્રાહ્મણ હતા....પણ ૧૯મી સદીનાં પાછળ ભાગમાં કશુક રંધાયું. અને ૨૦મી સદીમાં સફાઈ કામ કરતા અછૂત સમાજના એક ભાગે રામાયણના લેખક "વાલ્મિકી" બ્રાહ્મણ નહીં, પણ અમારી જ્ઞાતિના હતા તેવો દાવો કર્યો.સાથે સાથે એવી વાત પણ ફરતી થઇ કે વાલ્મીકિએ જે અસલ રામાયણ લખ્યું હતું તે અત્યારે હયાત નથી.બ્રાહ્મણો જે રામાયણ વિષે કહે છે તે વાલ્મિકીનું રામાયણ નથી.તે સમયે હિન્દુવાદીઓએ દલિતોના આ દાવાની હાંસી ઉડાવી હતી.પણ ,આઝાદી બાદ અચાનક હિન્દુવાદીઓનો રહસ્યમય રીતે "મિજાજ" બદલાયો. વેલ...શું સાચ્ચું -શું ખોટું તેના ઉપર હવે તટસ્થ સંશોધન વડે ફેંસલો થાય તેવું શક્ય નથી.
પણ કેટલાક સવાલો ઊભા તો છે જ...
➠ બ્રાહ્મણો મુજબ વાલ્મિકી સપ્તર્ષિ ભૃગુના કુળના બ્રાહ્મણ હતા. વાલ્મિકીનું બાળપણનું નામ "અગ્નિશર્મા" હતું.તેમના પિતા સુમાલી નામક બ્રાહ્મણ હતા.( (ફ્રોમ વિકિપીડિયા) હવે અગ્નિશર્મા કેવી રીતે વાલ્મિકી બન્યા તેની કથા...
⮎ અગ્નિશર્માને બાળપણથી વેદો-શાસ્ત્રોમાં રુચિ હોતી નથી.સમય જતા તે લૂંટારાઓની સંગતે ચડે છે અને ખૂંખાર લૂંટારો બને છે. લોકો તેને "વાલિયા" નામથી જાણે છે. એક વાર તેનો ભેટો ઋષિ નારદ સાથે થાય છે. વાલિયો નારદને લૂંટવાનો પ્રયત્ન કરે છે ત્યારે નારદ કહે છે હું સન્યાસી છું, મારી પાસે કશું નથી. નારદ વાલિયાને ખોટા કામો છોડી દેવા સમજાવે છે અને તપસ્યા કરવાની સલાહ આપે છે. વાલિયો તપ કરી વિષ્ણુ પાસેથી પાપોમાંથી મુક્તિ મેળવે છે અને વિષ્ણુ વાલિયાને "વાલ્મિકી" નામ આપે છે.
હવે આ કથાનું વર્ણન કોઈ ધર્મગ્રંથમાં જોવા મળતું નથી; પણ રામાયણની મધ્યકાલીન આવૃત્તિ(अध्यात्म रामायण)માં છે જેમાં વાલ્મિકીનું મૂળ નામ રત્નાકર બતાવ્યું છે...વળી, ક્રિટિકલ થિંકર્સ તો સમજી જ ગયા હશે કે આ વાર્તા બીજું કશું નહિ પણ બુદ્ધિઝમની "અંગુલિમાલા" ની કથાની ઉઠાંતરી છે.ઉપરાંત ,"વાલ્મિકી" નામ પણ સનાતન ધર્મના નામકરણથી વિચિત્ર જણાય છે. ઈ,એ,આ વગેરે સ્વરો સ્ત્રીના નામ પાછળ સામાન્ય રીતે વપરાય છે જેમ કે કુંતી,ગાંધારી,દ્રૌપદી,સીતા વેગેરે. પણ અહીં પુરુષના નામ પાછળ "ઈ" ?? શું મૂળનિવાસી થિયરી....??? લિવ ઈટ.
વાલ્મિકીના જન્મ વિષે પુરાણોમાં પણ વિવાદો છે:
⇛ સ્કંદ પુરાણ મુજબ વાલ્મિકી વરુણના સંતાન છે. કથા પ્રમાણે વાલ્મિકી શિકારીનો પુનઃજન્મ હોય છે.( શિકારી પાછો બ્રાહ્મણનો પુનઃજન્મ બતાવ્યો છે!શું વાત છે, બ્રહ્મને પામેલા બ્રાહ્મણને પણ મોક્ષ નથી મળતો!!!) શિકારી જન્મમાં પ્રાયશ્ચિતરૂપે રામ-જાપ કરતા બીજા જન્મે તે વરુણના પુત્ર રૂપે જન્મે છે.
⇛ જયારે મહાભારતમાં એવો સંદર્ભ છે કે ભૃગુના પુત્ર ચ્યવન અને ચ્યવનના પુત્ર વાલ્મિકી છે. જો કે મહાભારતની કથામાં વાલ્મિકી નો અર્થ ઉધઈ દર્શાવ્યો છે.એટલે કે અર્થઘટનમાં ભૂલ હોય શકે.
⇛ સંપૂર્ણ રામાયણના અનુવાદના પ્રારંભમાં વાલ્મિકીને પ્રાચેતના પુત્ર તરીકે બતાવ્યા છે.પ્રાચેત વરુણદેવનું બીજું નામ છે.
ટૂંકમાં, વાલ્મિકીના અસ્તિત્વને લઈને કશું સ્પષ્ટ ના કહી શકાય.
વેલ.. ઉપરનું લખાણ માત્ર એડિશનલ છે. મૂળ મુદ્દો એ છે કે અચાનક અછૂત કહેવાતી જાતિ એ વાલ્મિકી ઉપર દાવો કેમ કર્યો હોય શકે?
૨૦મી સદી પહેલા આવો કોઈ દાવો પ્રકાશમાં આવ્યો નથો.હા, રામાયણની વિવિધ આવૃતિઓ હોય ;પણ દલિતોની પણ અલગ રામાયણ હતી તેવા કોઈ તથ્યો નથી.૧૯ મી સદીના અંતભાગ બાદ સમાજ સુધારણાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.૨૦ મી સદીમાં હિન્દુવાદીઓ ખાસ એજન્ડામાં વ્યસ્ત હતા. આ દરમ્યાન જ દલિતોએ સામુહિક ધર્મ-પરિવર્તનનો માર્ગ અપનાવ્યો. દલિતોના આ પગલાંથી હિન્દુવાદીઓ ચિંતિત હતા.હવે સમાજ સુધારાના ભાગરૂપે પણ દલિતોનું હિન્દૂકરણ અનિવાર્ય બન્યું. અહીં એક મનોવૈજ્ઞાનિક રમત પણ કારગત નીવડી શકે. જો કોઈ વ્યક્તિને ગમતી વસ્તુ તેનાથી દૂર રાખવામાં આવે અને અચાનક તે જ વસ્તુના માલિક બનાવાય તો જે-તે વ્યક્તિ હરખમાં ગાંડો થઇ જાય. દલિતો ને સદીઓ સુધી ધાર્મિક વિધિ-મંદિરો થી દૂર રખાયા હતા.હવે અચાનક તેમને રામાયણના લેખક તરીકે માન આપવામાં આવે તો તેઓ ધર્મ-પરિવર્તન તો દૂર, ઉલટું કટ્ટર હિન્દુવાદી બની જાય.વળી,વાલ્મિકીના નામે પણ ગુલામી કરાવી શકાય.
શંકાઓના મુખ્ય ૨ કારણો : (૧)૧૯-૨૦ સદી માં અચાનક કરેલ દાવો અને તેનો નકાર બાદ સ્વીકાર! (૨) પોતાનું કામ વાલ્મિકી કરતા હતા એ ભ્રમે હોંશે-હોંશે મેલું ઉઠાવતા દલિતોની માનસિકતા.વિચિત્ર વાત એ પણ રહી કે જે હિન્દુવાદીઓ સફાઈકર્મીઓના દાવાને નકારતા હતા -હસતા હતા ; હવે તેમણે જ જાતિને "વાલ્મિકી" નું નામ ભેટમાં આપી દીધું?!
દલિતોના દાવાનળ જેવા "દાવા" પાછળ ચિનગારી બીજા કોઈએ લગાવી હોય તેવી સંભાવના પ્રબળ જણાય છે.નોંધનીય છે કે આ દાવો સમગ્ર દેશમાં નહીં, પણ એક ચોક્કસ રાજ્યમાં વસતા દલિતોના ચોક્કસ વર્ગે કર્યો હતો.એટલે દલિતો એ વ્યાપકપણે આ દાવો કર્યો નહતો.પણ બાદમાં નાટકીયરીતે દાવાનો સ્વીકાર થયા બાદ પ્રચારના ભાગરૂપે દેશના દલિતો એ સ્વીકાર્યો.જો કે રૂઢિચુસ્ત હિંદુઓ વાલ્મિકી અછૂત હતા તે દાવાને સ્વીકારતા નથી.
આપણે વાલ્મિકી જ્ઞાતિ નામ સાંભળી તેને ઑટોમેટિક રામાયણના લેખક સાથે જે રીતે સાંકળીયે છીએ; તે બીજું કશું નહિ પણ આઝાદી બાદ થયેલા પ્રચારનું પરિણામ છે.
આખિર મેં ;કુછ તો ગરબડ હે...
જાણકારું સભ્ય કમેન્ટમાં પક્ષ મૂકી શકે છે.
- Rushang Borisa


શુ આ સમાજ ની સેવા છે કે પક્ષ ની ગુલામી??? : વિજય જાદવ

માનનીય ( નથી રહ્યા પરંતુ ના છુટકે કહેવુ પડે છે) આત્મારામ પરમાર સાહેબ શ્રી,

ડો. બાબાસાહેબ આંબેડકર જે ગદ્દારો વિશે કહી ગયા એ લીસ્ટમાં તમારો ઉમેરો કેમ ના કરવો?

ડો. બાબાસાહેબ આંબેડકરે જે આખી જીંદગી સમાજ ના ઉદ્ધાર માટે વેડફી નાખી અને બંધારણમાં સમાજને અનામત નામનો હક આપતા ગયા. એ હક ના કારણે તમે આજે ધારાસભ્ય બની શક્યા છો. એમની રાહે ચાલવાનુ તો કોષો દુર મુકીને તમે એમનાથી વિપરીત દીશા પકડી છે. જે અંધશ્રદ્ધા ના કારણે સમાજ આજે પણ પછાત છે એ જ તમે ફેલાવવામાં મદદ કરી રહ્યા છો. તમને આ કેવી રીતે શોભે? તમને એક કેબિનેટ મંત્રી થઈને અંધશ્રદ્ધાને પોષવાનું કાર્ય કરતા સહેજ પણ શરમ નથી આવતી?
તમને આ પદ શુ ભુવા બોલાવી ડાકલા વગાડવા મળ્યુ છે?

એક ભુવા ને આ વર્ષે આંબેડકર એવોર્ડ મળ્યો એ કોના ઇશારે મળ્યો એ હવે સમજ પડી. બાકી આંબેડકર એવોર્ડ જેવો પ્રતિસ્ઠિત એવોર્ડ એક ભુવાને મળે એ વાત મારા ગળે જરા પણ ઉતરી ન હતી.

તમને કદાચ ખ્યાલ નથી રહ્યો કે આ ભુવા સમાજ માં અંધશ્રદ્ધા ફેલાવાનું કાર્ય કરી રહ્યાં છે અને ભારતીય સંવિધાન પ્રમાણે અંધશ્રદ્ધા ફેલાવવી એ એક ગુનો છે અને તમે એ કાર્યને પ્રોત્સાહન આપી રહ્યાં છો !
તમે સમાજ કલ્યાણ જેવુ મહત્વનુ ખાતુ સંભાડી રહ્યા છો અને આ રીતે તો ખરેખર સમાજ નુ કલ્યાણ થઇ જ જશે એ નક્કી!!!

આપ સમાજ ના એક પ્રતિનીધિ રુપે ધારાસભ્ય બની ને બેઠા છો. એ એક માત્ર ડો. બાબાસાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન ની મહેરબાની ને કારણે. અને તમે સમાજની સેવા કરવાને બદલે ફક્ત આપના પક્ષ ની ગુલામી જ કરી રહ્યા છો.
તમને એમ હોય કે તમને તમારી પોતાની લાયકાત ના કારણે આ જગ્યા મળી છે તો એ ભુલી જજો.
આવનારી ચુંટણીમાં પોતાના પક્ષ જોડે જનરલ સીટ ઉપર ઉમેદવારી માંગી જોજો, પછી તમારો માનીતો પક્ષ તમને ક્યા લડાવે છે એ ચકાસી જોજો!!!

હજી પણ સમાજ પ્રત્યે જરાપણ લાગણી બચી હશે તો આપ બાબાસાહેબે આપેલ રૂણ અદા કરશો એવી આશા.

- વિજય જાદવ




Facebook Post :-

गुजरात के दलीतो की उलटी गंगा, जाग्रुत इंसान ही अंधविश्वास मे डुबता जा रहा है : विशाल सोनारा

अप्रैल 2015 को एक कार्यक्रम मे हमारे अभी के केबीनेट मीनीस्टर और उस समय के डेप्युटी स्पीकर आत्माराम परमार ने कहा थी की शिव, क्रिश्ना और राम दलीतो के भगवान नही दलीतो का भगवान अगर कोइ है तो वह है डो भीमराव आंबेडकर. और वोही आत्माराम परमार अब डाक डमरु पर माताओ के भुवाश्रीओ का सम्मान कर रहे है. दोनो विपरीत विचारधाराओ को एक साथ जोडना तो कोइ आत्माराम सर से सीखे. समाज के शीक्षीत और जाग्रुत लोगो का कर्तव्य है की समाज मे फैले अंधविश्वास को दुर कर के समाज के उत्थान के लीये आगे आये. पर यहा गंगा उलटी बह रही है, जाग्रुत इंसान ही अंधविश्वास मे डुबता जा रहा है...!!! 2015 का आत्माराम परमार का बयान सुनकर काफी लोगो को उनसे बहोत उम्मीदे थी, समाज को सहीगलत की पहचान कराना हर एक लीडर का कर्तव्य है. पर हाल ही के इस माता के भुवाओ के डाक डमरु वाले कर्यक्रम ने सब को सोचने पर मजबुर कर दीया की सही मे आत्माराम परमार दलीत समाज का हित चाहते है या केवल अपनी पार्टीका? कई दलीतो ने माता के डाक डमरु करते करते अपनी पुरी जींदगी नीकाल दी पर एक फीसदी भी हालात बदले नही पर डो आंबेडकर ने आकर पुरी जींदगी बदल दी दलीतो की. आत्माराम परमार साहब को क्या आंबेडकर ने अपने अंतीम समय मे दी हुई 22 प्रतीग्नाये पता होगी?? अगर पता है तो उन मे से वह कीतनी प्रतीग्या को मान रहे है??? ये सब सवाल क्या सवाल ही रहेगे? आत्माराम परमार इन सवालो को जवाब देगे भी कभी?? पोस्ट के अंत मे हम आंबेड्कर साहब ने दी हुई उन प्रतीग्याओ का एक पीडीएफ दे रहे है हो सके तो उन तक पहुंचाने के लीये इस लींक को ज्यादा से ज्यादा शेअर करे. जय भीम जय भारत - विशाल सोनारा








RSS और मीडिया दोनों की कमान ब्राह्मण के हाथ में : Dilip C Mandal

मीडिया चैनलों में RSS का एक ग़रीब ब्राह्मण किसान नेता रहता था!
मध्य प्रदेश के किसान आंदोलन में सरकारी फ़ायरिंग में मरने वाले लगभग सभी लोग पाटीदार/पटेल और किसान बिरादरियों के,
और कॉरपोरेट मीडिया किसान आंदोलन का नेता बना रहा है किसी पंडित शर्मा उर्फ़ कक्का को।
आंदोलन के पहले सात दिन तक जिसका नाम भी किसी ने नहीं सुना था।
शर्मा जी भी ग़ज़ब हैं। आंदोलन मध्य प्रदेश में है, नेताजी दिल्ली में चैनल चैनल घूम रहे हैं। पुलिस मध्य प्रदेश में गिरफ़्तारियाँ कर रही हैं। दिल्ली में शर्माजी मज़े में हैं।
शर्माजी RSS के पुराने और बड़े नेता है। इन दिनों विजयवर्गीय गुट में हैं।
वे मध्य प्रदेश की बीजेपी सरकार के विधि सलाहकार रहे है। पहले वे बीजेपी किसान मज़दूर संघ के मध्य प्रदेश के अध्यक्ष रहे।
RSS का किसान नेता भी ब्राह्मण है। मीडिया का किसान नेता भी ब्राह्मण है।
RSS और मीडिया दोनों की कमान ब्राह्मण के हाथ में।
शर्मा की बात सुनकर आप समझ जाएँगे कि बंदे को किसानी के बारे में कुछ नहीं मालूम।
मीडिया पंडिज्जी को हीरो बनाने पर क्यों तुला हुआ है? दिल्ली में पुलिस केंद्र के अधीन है। शर्मा जी की दिल्ली में गिरफ़्तारी क्यों नहीं हो रही है?
अगर यह आपको नॉर्मल लगता है तो आपको कोटि-कोटि प्रणाम।
- Dilip C Mandal