September 08, 2017

ગૌરી લંકેશ હત્યા : વાણી સ્વાતંત્ર્ય જોખમમાં


सर कलम होंगे अब यहाँ उनके,
जिनके मुँह में ज़ुबान बाकी है.


                બેંગલોરમાં એક વરિષ્ઠ પત્રકાર અને કાર્યકર્તા ગૌરી લંકેશની હત્યા કરવામાં આવી..બેંગલોર પોલીસ કમિશનર ટી સુનીલ કુમારે જણાવ્યું હતું કે, "કુલ સાત ગોળીઓ તેમના પર છોડાઈ હતી, જેમાં ચાર લક્ષ્ય ચૂકી ગયા હતા અને ઘરની દીવાલ તોડી હતી, ત્રણ બુલેટ્સે તેમની છાતીમાં બે અને એક કપાળમાં વાગી હતી...
                ન્યુઝલોન્ડ્રી સમાચાર સાથેની એક મુલાકાતમાં, લંકાશે કહ્યું હતું કે  "દુર્ભાગ્યે, આજે માનવ અધિકારોના સમર્થનમાં અને નકલી એન્કાઉન્ટર સામે આવાજ ઉપાડનાર કોઈ પણ વ્યક્તિને માઓવાદી સમર્થક તરીકે ઓળખવામાં આવે છે."
તેમણે કહેલું કે "હિન્દુત્વની રાજનીતિ અને હિન્દુધર્મના અભિન્નન અંગ એવા જ્ઞાતિવાદ અંગેની મારા દ્વારા થયેલી ટીકા ના કારણે મારા ટીકાકારો મને "હિન્દુદ્વેષી" તરીકે વર્ણવે છે. પણ હું જાતિવાદ ના ભેદભાવ ની અસલિયત ઉજાગર ચાલુ રાખવું મારી બંધારણીય ફરજ ગણું છું" .   . . તેઓ કન્નડ પત્રકારત્વની નવી બ્રાન્ડ લાવ્યા હતા, તેણીએ 'ગૌરી લંકેશ પત્રિકા' નામની કન્નડ સાપ્તાહિક ચલાવી હતી. તેમના પિતાની જેમ, જે જાણીતા કન્નડ લેખક હતા.. તે એવા એક જૂથનો હિસ્સો હતો જે કોમી સંવાદિતા માટે કામ કરે છે. તેના મંતવ્યોને ડાબેરી અને હિન્દુ વિરોધી ગણવામાં આવતા.

          ભારતમાં માનવઅધિકાર કાર્યકર્તાઓ, સરકાર સામે અવાજ ઊઠાવનારઓ , સત્ય ને ઉજાગર કારનાર પત્રકારો અને સ્વતંત્ર સંપાદકો ની હત્યાનો જે દોર ચાલી રહ્યો છે તેમાં ગૌરી લંકેશ તાજેતરમાં ભોગ બન્યા...  બસ્તર, છત્તીસગઢમાં માનવ અધિકારના ઉલ્લંઘનની જાણ કરવાનો પ્રયત્ન કરનાર માલિની સુબ્રમણ્યમને ધમકીઓ, ધાકધમકીનો સામનો કરવો પડ્યો હતો.. યુપીના શાહજહાંપુરમાં જગેન્દ્રસિંહજીવતા સળગાવી દેવાયા હતા. ગયા વર્ષે સિવાન, બિહારમાં હિંદુસ્તાન ટાઇમ્સના રાજદેવ રંજનની હત્યા કરવામાં આવી હતી.
         લંકશે હિંદુત્વવાદી આતંકવાદની રાજનીતિ વિરુદ્ધ બોલવા માટે એમ એમ.કલબર્ગીનરેન્દ્ર ડાબોલકર અને ગોવિંદ પંસારે ની થયેલ હત્યા પછી, ભારતમાં નિર્ભીક પત્રકારત્વ કરવાના જોખમોને પણ વાચાળ કર્યા હતા.
હમણાં ફેસબુક પર એક મિત્ર રૂશાંગ બોરીશા એ સવાલ કરેલો કે "પત્રકાર ગૌરી લંકેશની હત્યા થી ભવિષ્યનું શું ચિત્ર ઉપજી શકે? હું વિચારવાનું શરૂ કરું છું ત્યારે કેમ જાણે વિચારતા જ અટકી જાવ છું... પણ બીજા કોઈ વિચારવા/વિશ્લેષણ કરવા સક્ષમ હોય તો જણાવે.કારણ કે બની શકે કે ધીમે ધીમે આમ્બેડકરવાદીઓ ઉપર પણ આવી જાય આ લોકો." 
બંધારણીય હકો-મૂલ્યો ખરેખર ખતરામાં આવી રહ્યા છે કે માત્ર મર્યાદિત હેતુ પૂરતું જ હશે?"

આપણી આજુબાજુમાં આવા કોઈ કર્મશીલો ને આવી કોઈ ધામધમકી કે કનડગત થાય તો આપણે કાયદાકીય શું કરી શકીયે અને એકમેક ને કેવી રીતે મદદરૂપ થઇ શકીયે તે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.. આપણી પાસે નીડર વક્તાઓ અને કર્મશીલો બહુ ઝાઝા નાથી.... એકપણ ની ખુવારી આપણ ને સેહજપણ પોસાય તેમ નથી.