May 05, 2017

बाबासाहब की द्रष्टि से, बुद्धिजीवी वर्ग और देश का भविष्य..

जैसा की हम सब जानते है, बाबासाहब डॉ भीमराव आम्बेडकर स्वतंत्र भारत के प्रथम कानून मंत्री, भारतीय संविधान के निर्माता के साथ साथ एक स्वतंत्र विचारक, अद्भुत विद्वान तथा विश्व की एक महान विभूति थे.. अगर बाबासाहब चाहते तो ज्ञान और प्रतिभा के बल पर वो अच्छी स अच्छी नौकरी ले सकते थे और आराम से अपनी जिंदगी बिता सकते थे, लेकिन उन्होंने अपना सारा जीवन दबे, कुचले, पिछड़े वर्गों और सर्वसमाज की महिलाओ के सामजिक उत्थान के कार्यो में लगा दिया.. उन्होंने सिर्फ पिछड़े समाज ही नहीं बल्कि पुरे भारत देश के विकास में अपना महत्वपूर्ण योगदान दिया.. बाबासाहब डॉ भीमराव आम्बेडकर के लेखन तथा भाषण, सामाजिक चिंतन के इतिहास और विकास के कालजयी दस्तावेज है.. 

बाबासाहब के जीवन संघर्ष का प्रमुख उदेश्य जातिभेद का बीजनाश करना था.. “Annihilation Of Cast” यानि “जातिभेद का बिजनाश” भी बाबासाहब डॉ आम्बेडकर का एक ऐसा ही क्रांतिकारी भाषण और जीवन संघर्ष का चिंतन ग्रन्थ है, जो उन्होंने १९३६ में लिखा, जिसमे जाति, जातिवाद और जातिवाद के विरोध और नाश से सम्बंधित बहोत शसक्त जानकारी दी है.. इसी ग्रन्थ में बाबासाहब ने जातिभेद और उसके बिजनाश के साथ साथ, बुद्धिजीवी वर्ग और देश के भविष्य से सम्बंधित बहोत ही महत्वपूर्ण और विचारणीय बात लिखी है.. 

बुद्धिजीवी वर्ग के बारे में बाबासाहब लिखते है की, “प्रत्येक देश में बुद्धिजीवी वर्ग सर्वाधिक प्रभावशाली वर्ग रहा है, भले ही वह शासक वर्ग न रहा हो.. बुद्धिजीवी वर्ग वह है जो दूरदर्शी होता है, सलाह दे सकता है और नेतृत्व प्रदान कर सकता है.. किसी भी देश की अधिकांश जनता विचारशील एवम क्रियाशील जीवन व्यतीत नही करती.. ऐसे लोग प्रायः बुद्धिजीवि वर्ग का अनुकरण और अनुगमन करते है..”

साथ की साथ देश के भविष्य के सन्दर्भ में बाबासाहब ने एक अति महत्वपूर्ण बात लिखी है की, “यह कहने में अतिश्योक्ति नही होगी की किसी भी देश का सम्पूर्ण भविष्य उसके बुद्धिजीवी वर्ग पर निर्भर होता है.. यदि बुद्धिजीवी वर्ग इमानदार, स्वतंत्र, और निष्पक्ष है तो उस पर यह भरोसा किया जा सकता है की संकट की घडी में वह पहल करेगा और उचित नेतृत्व प्रदान करेगा.. बुद्धिमान व्यक्ति भला हो सकता है, लेकिन साथ साथ दुष्ट भी हो सकता है.. उसी प्रकार बुद्धिजीवी वर्ग उच्च विचारो वाले व्यक्तिओ का एक दल हो सकता है, जो सहायता करने के लिए तैयार रहता है और पथभ्रष्ट लोगो को सही रस्ते पपर लाने के लिए तैयार रहता है..”

इस तरह "जातिभेद का बिजनाश" ग्रन्थ में बाबासाहब ने देश के हित में बुद्धिजीवी वर्ग का क्या योगदान है, उसे बखूबी निरूपण किया है.. उन्होंने दर्शाया है की किस तरह बुद्धिजीवी वर्ग देश के भविष्य के निर्माण में सहायक बन सकता है.. 

(सन्दर्भ : बाबासाहब आम्बेडकर सम्पूर्ण वांग्मय खंड- १ (जातिभेद का बिजनाश), पृष्ठ- 94 / 95)

-- कुंदन कुमार
























મારી વાત ના માનો તો ચાલશે બાબાસાહેબની વાત તો માનો : વિંકેશ બૌધ્ધ

એન્થની રોબીન્સનનું એક પુસ્તક છે “Unlimited power”. આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ નકકી કરવામાં. મનની શરિર પર થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી.

મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રોનિક શોકથી નહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુ મૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત પેલા ગુનેગારને મૃત્યુંની તારીખ સુધીમાં વારંવાર કરવામાં આવી. અને નક્કી થયેલી તારીખે એને એક રૂમમાં બેસાડવામાં આવ્યો. તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો જેને જોઇને જ ડર લાગે. સાપને એનાથી થોડે દુર રાખ્યો અને પછી કેદીના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. આંખ પર પટ્ટી બાંધ્યા પછી સાપને ફરીથી એક ટોપલામાં બંધ કરીને ત્યાંથી પાછો લઇ ગયા. થોડીવાર પછી ગ્લુકોઝના પાણીથી ભરેલા ઇન્જેકશનની નાની સોઇ કેદીના શરીરમાં 2-3 વાર ભોંકવામાં આવી. જ્યારે એના શરીરમાં સોઇ ભોંકાઇ ત્યારે ત્યાં હાજર જવાબદાર અધિકારીએ કહ્યુ કે ઝેરી સાપ કરડાવવાની સજા પુરી થઇ.

થોડીવારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી. મૃત્યું બાદ મૃત્યુનું કારણ જાણવા માટે શરિરનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃત્યુંનું કારણ શરીરમાં લોહીની સાથે ભળી ગયેલું ઝેર બતાવવામાં આવ્યું. કેદીને આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ ગ્લુકોઝના પાણીને પણ ઝેર બનાવી દીધુ હતું. 

આપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ. અમેરિકા ના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે “ આપણી પરવાનગી વગર દુનિયાની કોઇ તાકાત આપણને દુખી ના કરી શકે. ” દુ:ખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ નબળા વિચારોથી.આ નબળા વિચાર કયા? માતાજી કે ફલાણા ભગવાનની પૂજા નહી કરુ તો અહિત થશે. મુસલમાનો, ખ્રિસ્તિઓ, બૌદ્ધો વગેરે માતાજી, 33 કરોડ દેવતા, ચોઘડિયા, યજ્ઞ, કર્મકાંડ ,ગુરૂજીઓ,સં તો,વાસ્તુશાશ્ત્ર તેમજ કોઈપણ દેવતા કે મંદિરમા પૂજા,કથા,પદયાત્રા,માનતા,બાધા નથી રાખતા તેમને શું નુકશાન થયુ? સાચો જવાબ છે કાઈ નહી. તો પછી આપણા પૂર્વજોને ગુલામી રાખવાના આ ષંડયંત્ર છે? જવાબ છે હા.

મિત્રો 60 વર્ષ પહેલા આપણા માના 99% લોકોના ઘરોમા પંખા પણ નહોતા.છેલ્લા 30 વર્ષથી સતયુગ આવ્યો છે.મનુવાદીઓની ગુલામી, રાજા સામંતોની જોહુકમી, વેઠીયા મજૂરો જેવી જિદગીમાથી મુક્ત થયા છીએ. કયા ગયા હતા બ્રહમા-વિષ્ણુ-મહેશ? કૃષ્ણ? માતાજી? રામદેવબાબા? તમામ ગુરૂ, કહેવાતા સંતો મહંતોએ શુ કર્યુ? કેટલી જમીન અપાવી? કોને નોકરી અપાવી? લાખો મહિલાઓ સુવાવડમા મરી જતી કેમ માતાજી કે ભગવાનો નહોતા બચાવતા? આપણા લાખો યુવાનો રોગચાળા કે કાળી ગુલામી વાળી મજૂરી કરી મરી ગયા કેમ કોઈ ભગવાન માતાજી ઐ ઉદ્ધાર ન કર્યો? તમામ સગવડ,દવાઓ વિજ્ઞાનને આભારી છે. સમાનતા જેવા સિદ્ધાત તથાગત બુદ્ધના આભારી છે. હિન્દુ ધર્મના જાતિવાદ સામે લડનાર હતા બુદ્ધ અને હમણા બાબાસાહેબ. માટે પાછા વળો બુદ્ધ અને બાબાસાહેબની વિચારધારાને અપનાવી લો.. નહીતર આપણા બાળકો મનુવાદીઓના શિકાર બની જશે. મારી વાત ના માનો તો ચાલશે બાબાસાહેબની વાત તો માનો
વિંકેશ બૌધ્ધ














સાચો શિક્ષક દિન ક્યારે??? : વિજય મકવાણા

સને 1923 માં રાધાકૃષ્ણનને ત્યાં છઠ્ઠા સંતાનનો જન્મ થયો. નામ એનુ સર્વપલ્લી ગોપાલ. રાધાકૃષ્ણન ને ત્યાં એ પહેલાં પાંચ પુત્રીઓનો જન્મ થયો. ત્યારે અલ્ટ્રાસાઉન્ટ-સોનોગ્રાફી જેવી ટેક્નોલોજીનો જન્મ નહોતો થયો. હું શું કહેવા માંગુ છું તે આપ સમજી શકો છો!! રાધાકૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક હતાં એટલે જ રાષ્ટ્રપતિ બન્યાં બાદ ચોકની પેટી તરફ નજર પણ ન કરી. રાધાકૃષ્ણના કાર્યકાળ દરમ્યાન એમના જન્મદિવસને શિક્ષકદિન જાહેર કરાયો. પદની મુદ્દત પૂર્ણ થયા બાદ તેમણે પોતાના પુરાણા વ્યવસાયને અબ્દુલ કલામ જેમ અપનાવ્યો નહિ. સરકારે કુલ 26 વખત નોબલપ્રાઈઝ માટે રાધાકૃષ્ણનને નોમિનેટ કર્યાં. 16 વાર શિક્ષણ અને સાહિત્ય માટે. 10 વાર શાંતિ માટે. પણ કોણ જાણે કેમ? આટલી મહાન પ્રતિભાને નોબલવાળા રિજેક્ટ કરતાં હતાં એ રહસ્ય રહસ્ય જ રહ્યું..! છેવટે સરકારે કહેવાતા બ્રાહ્મણ રત્ન એવોર્ડ એટલે કે 'ભારત રત્ન' થી નવાજી દિધાં. રાધાકૃષ્ણનો એક વિદ્યાર્થી હતો. જદુનાથ સિંહા જેણે રાધાકૃષ્ણન પર પોતાનું તમામ સાહિત્ય ચોરવા બાબતે કેસ કરેલો. આ અંગે જદુનાથે કોર્ટમાં સજ્જડ પુરાવા રજુ કરેલાં.જે કેસમાં અંતે સમાધાન કરી ફરિયાદ ડિસ્પોઝ કરવામાં આવેલી. હું શિક્ષકદિન માત્ર 3 જાન્યુઆરીએ જ મનાવું છું. એ દિવસે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા 'રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફુલે'નો જન્મદિવસ છે. જેમણે હજારો અપમાન સહન કરી. 40 શાળાઓની સ્થાપના કરી. રાષ્ટ્ર પોતાના અસલી નાયકોને યાદ કરે.!
જય ભીમ જય જ્યોતિ જય સાવિત્રીબાઇ ફુલે!

- વિજય મકવાણા
























Facebook Post : -

એક સમય એવો આવશે : વિજય મકવાણા

એક સમય એવો આવશે કે,
એ લોકો તમારા બાળકોને શાળામાં ગૌમુત્ર પીવા ફરજ પાડશે.
એ લોકો તમારા ઘેર આવશે અને પરાણે બે ગદબ પૂળાના પૈસા માંગશે તમે નહી આપો તો જોર-જબરદસ્તી કરશે.
તમે રસ્તા પર ઉભેલી ગાયને હડસેલો નહી મારી શકો.
તમારી થેલીઓ તપાસવામાં આવશે. તમે લાખ સમજાવશો કે મુર્ગી છે. નહી માને..તમે પચાસ-સોની નોટ આપશો તો જ તમે મુર્ગી રસોડાં સુધી પહોંચાડી શકશો.
એ લોકો ગૌહત્યા કાયદાનો બેફામ દુરુપયોગ કરશે. તમે ચૂપચાપ દર્દનાક સ્થિતિનો અનુભવ કર્યા કરશો..
એ લોકો આટલાથી ધરાઇ જશે એવું તમે માનો છો તે તમારી ભૂલ છે.
એ લોકો બીજી કેટલીય બાબતોનો દુરાગ્રહ લઇને આવશે. આ કરો,તે કરો, આ પહેરો, તે ન પહેરો, આમ ચાલો, તેમ ચાલો, આ બોલો, પેલું ન બોલો, આનો ત્યાગ કરો, પેલું અપનાવો..
તમે તે પ્રમાણે જીવતા જશો..એક દિવસ ગુલામ બની જશો..એવા ગુલામ જેની પોતાની કોઇ ઇચ્છા નથી..
એક વાત મમળાવજો..જે લોકો એક સામાન્ય પશુમાં દૈવત્વનું આરોપણ કરી જીવતા જાગતા માનવની હત્યાઓ કરે છે ..તે જ વિચારધારા પર રચાયેલી શાસન વ્યવસ્થા ક્યારેય માનવતાવાદી ન હોઇ શકે ..
#ભગવોઆતંકવાદ 

- વિજય મકવાણા




















તમે ખુશ નથી?

આંબેડકર, પેરિયાર ,રૈદાસ, કબીર, સાવિત્રી જ્યોતિબા ફુલે, શાહુજી મહારાજ, ગાડગે મહારાજ, બિરસા મુંડા, તિલકા માંઝી, ફાતિમા શેખ, કાંશીરામ, લલ્લઇ સિંહ યાદવ, કર્પુરિ ઠાકુર, અબ્રાહમ લિંકન, રેનન, માર્કસ, કેન સારોવિવા, એન્ટોનિઆ ગ્રામ્શી ના સમતાવાદી વિચારોના પ્રચાર પ્રસારથી દબાયેલાં કચડાયેલાં શોષિત સમાજમાં વૈચારિક સામાજીક આંદોલન નિર્માણ થતું હોય તો તમારે ખુશ થવું જોઈએ..થવું જોઈએ કે નહીં?? તમે નથી થતાં અને માત્ર વિરોધ જ કર્યા કરો તો તમને જાતિવાદી-સામ્રાજ્યવાદી-મુડીવાદી કહેવામાં મને કોઈ સંકોચ નથી થતો કે શરમ નથી નડતી..
-વિજય મકવાણા



બુદ્ધિજીવી બનો! : વિજય મકવાણા

પહેલી વાત, બુદ્ધિજીવી લોકોનો સ્વતંત્ર સામાજિક સમૂહ નથી હોતો.પણ પ્રત્યેક સામાજિક સમૂહમાં 'બુદ્ધિજીવી વર્ગ' હોય છે. અને સમૂહમાં બાકી રહેલો વર્ગ તેનાથી પ્રભાવિત હોય છે. એટલે કે, સરળ ભાષામાં બીજો વર્ગ તેનું અનુસરણ કરે છે. બુદ્ધિજીવી વર્ગના હાથમાં જ રાષ્ટ્રની આર્થિક, રાજનૈતિક, ન્યાયિક, પ્રશાસનિક વ્યવસ્થાની લગામ હોય છે.
બીજી વાત, ભારતીય સમાજમાં જાતિવાદને અનુલક્ષી ને વિચારો તો 'બુદ્ધિજીવી વર્ગ' માં સૌથી વધુ કઇ જાતિના લોકોની બહુમતી છે? તો વ્યવસ્થાનો કબજો કોની પાસે છે?
ત્રીજી વાત, શાળા, કોલેજ, વિશ્વવિદ્યાલયો એ ફળદ્રુપ ખેતરો છે. અને ત્યાં બુદ્ધિજીવીઓની મબલક ફસલ પાકે છે. આંબેડકરે એટલે જ પ્રથમ આગ્રહ એ રાખ્યો કે 'શિક્ષિત બનો' જેટલા વધુ બુદ્ધિજીવીઓ તેટલો વધુ વિશાળ 'બુદ્ધિજીવી વર્ગ' અને વિશાળ વર્ગમાં તમારું પ્રતિનિધિત્વ પણ વધું ...લગામ તમારી, કબજો તમારો..
-વિજય મકવાણા


















Facebook Post :-

સિનેમા અને જાતિવાદ : વિજય મકવાણા

સામાજીક ભેદભાવ ખતમ કરવા પ્રયોગો થવા જોઇએ. તે પ્રયોગોમાં સાહિત્ય, સિનેમા અને સંગીતનો ઉપયોગ કરવામાં આવે તો અદભૂત પરિણામો મળે છે. ઓમપ્રકાશ વાલ્મિકી,જોસેફ મેકવાન, નામદેવ ઢસાલનું કવિતા-વાર્તા સાહિત્ય. પંજાબના ચમાર ગાયકો રાજ દદરાલ તથા ગીન્ની માહીની ચમાર ગીતો,સંગીતની ઉડીને આંખે વળગે તેવી પ્રતિક્રાંતિ. ફ્રેન્ડી, સૈરાટ અને કબાલી જેવા દલિત વિષયવાળી ફિલ્મોની રેકોર્ડબ્રેક સફળતા. સામાજીક બદલાવના પ્રમાણિત ચિહ્નો છે.
હાલમાં અમેરાકાની પ્રસિદ્ધ ચલચિત્ર સંસ્થા હોલિવુડમાં પણ એક મહાન પ્રયોગ થયો. સંસ્થામાં રહેલાં ચામડીનાં રંગભેદને દૂર કરવાના આશયથી 'દ મેગ્નિફિસન્ટ સેવન' નામની ફિલ્મનું નિર્માણ થયું. જેના પ્રમુખ કલાકારો તથા નિર્માતા, દિગ્દર્શક, તકનીકી સહાયકો તરીકે માત્રને માત્ર કાળાલોકોનો સહકાર લેવામાં આવ્યો. એક જુની ફિલ્મ પરથી રિમેક ફિલ્મ બની. લોકો કહે નહી ચાલે. પણ સિનેમાઘરોમાં પહોંચી. અને ચમત્કાર થયો. પ્રથમ સપ્તાહમાં બોક્સઓફિસ પર ટોપ પર ચાલી રહી છે. સ્થાનિક લેવલે 35$ મિલીયન ડોલરનો વકરો પણ કરી લીધો છે.
-વિજય મકવાણા


http://mobile.nytimes.com/2016/09/26/movies/the-magnificent-seven-dominates-weekend-north-american-box-office.html







Facebook Post :-

ન્યાયતંત્રની વિવશતા : વિજય મકવાણા

એ સાચુ છે કે, કાયદો તાકતવરોને માટે સૌમ્ય હોય છે. કારણ કે, કાયદાની રચના તાકતવર લોકો કરે છે. કદાચ તેઓ કાયદાની ચંગુલમાં ફસાઇ જાય તો પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત તમામ અંગો તેમના તરફ સહાનુભૂતિ રાખી તેની મદદ કરશે. આવું એટલા માટે થાય છે કેમ કે, સમાજનો એક નાનકડો બળુકો હિસ્સો પોતાના હિતો સાચવવા સક્રિય ઇચ્છાશક્તિથી કાયદો બનાવે છે. અને બીજો વિશાળ હિસ્સો ગધેડાની માફક પોતાના હિતોની ચિંતા કર્યા વિના નિષ્ક્રિય સ્વીકૃતિ આપે છે. કાયદાનું કડક પાલન અને ન્યાયપાલિકાની પવિત્રતાનો મુખ્ય આધાર જે તે રાષ્ટ્ર ની સામાજિક સ્થિતિ હોય છે.
જય ભીમ દોસ્તો!
- વિજય મકવાણા





બાબાસાહેબ નો આજ ની નારી માટે આર્તનાદ : વિંકેશ બૌધ્ધ

"તારે ક્યાં જવાનું હતું અને તું ક્યાં પહોંચી?"
બાબાસાહેબ નો આજ ની નારી માટે આર્તનાદ..
      
હું રોજે રોજ જાગુ છું.પહેલા પણ ઉંઘ્યો નથી ને જાગતો જ રહ્યો છું. અને આજે પણ જાગુ છું. અને એ એટલા માટે કે કોઈ તારી આઝાદી ને છીનવી ન લે. એક બહાદુર સૈનિક બાપ નો દીકરો છું. બહાદુરી થી જીવ્યો છું અને બહાદુરી થી તારું રક્ષણ કરી રહ્યો છું. યાદ રાખજે તું સુખી એટલા માટે છે કારણ કે તું મારુ સંતાન છે. જ્યાં સુધી તું મને પિતા તરીકે અને "બાબાસાહેબ" તરીકે જોતી રહીશ. ત્યાં સુધી દુનિયા ની કોઈ તાકાત ચાહે દેવ હોય કે દાનવ તારું કઇં પણ બગાડી શકશે નહિ. પણ જો તેં બીજા કોઈને પિતા કહ્યા તો હું તને ઉગારી શકીશ નહિ. કારણ કે સંતાન પર પિતા નો જ હક્ક હોય છે. એ જાણી લો. મારો માર્ગ સુખ અને સમૃદ્ધિ નો છે. બંધન તોડવા નો માર્ગ છે.. ગુલામી માંથી મુક્તિ નો માર્ગ છે. જ્ઞાન નો માર્ગ છે. જે અતઃ દીપો ભવ તથાગત ગૌતમ બુદ્ધ ના સિદ્ધાંત પર આધારિત છે..

હું જાણું છું કે દિશાવિહીન બાળક ને શબ્દો ના માધ્યમ થી સમજાવી શકાતું નથી એ તો ઠોકર ખાઈને જ સમજી શકે છે. છતાંય તને કહું છું કે મેં ઘણી શક્તિ અને પ્રયત્નો થી જ તને દેવી-દેવતા ઈશ્વર ના કુંડાળા માંથી બહાર કાઢી છે. અને તું ફરી થી એમાં ફસાઈ રહી છે. મેં જાણ્યું છે અને શોધ્યું પણ છે અને જે મેળવ્યું છે એ બધું જ તારી આઝાદી માટે તને જ સુપરત કરી દીધું છે. આખી વિરાસત ની તને વારસદાર બનાવી છે. મેં મારા જીવન માં સુખ ની કોઈ પળ અનુભવી નથી. હું તને આ દેશ ની શાસક જોવા માંગુ છું. 
               
એક મહિલા શિક્ષિત થાય છે. તો બે પરિવાર નું ભલુ કરે છે. અને જો મહિલા અભણ રહે તો પરિવાર દુઃખ માં સપડાય છે. તારી પર આજ જવાબદારી છે. પરિવાર ને બચાવીશ તો જ સમાજ બચી શકશે. એટલા માટે બુદ્ધ ની શરણ માં આવી જાવ. પ્રજ્ઞા,શીલ,સમાધિ ના માર્ગ પર તારી સુખ અને સમૃદ્ધિ નો આધાર બનશે ...

જય ભીમ.. નમો બુદ્ધાય 
                 
ભવતું સબ્બ મંગલમ..

~ વિંકેશ બૌધ્ધ









જીતવું ખૂબજ જરુરી છે!

જીતવું મહત્વપૂર્ણ છે. જે જીતે છે તેની બગલમાં સત્ય છે. જે વિજેતા છે તે ઇતિહાસ લખે છે. મહિષાસુર, રાવણ, બલિ જીત્યાં હોત તો આજે આપણે કાળી ચામડીના,લાલ નેત્રોવાળા, ઘુંઘરાળા વાળવાળા, શિંગમુકુટધારી આપણા મહાન પૂર્વજોની પૂજા કરતાં હોત.

#દાનવ_સ્મૃતિપર્વ

મિણબત્તીઓ લઇને નીકળી પડવા વાળા નહી પણ એવી જરુર જ ન પડે એ માટે કર્મશીલ બનો : મિલન કુમાર


આપણે હંમેશા રાહ જોઈએ છીએ , કે કોઈ શરૂઆત કરે તો હું સપોર્ટ કરું, પણ શરૂઆત કોઈ નથી કરતું...

શિયાળાની સાંજનો સમય હતો. એટલે સ્વાભાવિક રીતે અંધારું વહેલું થઈ ગયુ હોય. એક યુવતી નોકરી એ થી પરત જવા માટે બસમાં બેઠી. તો બાજુમાં એક અંદાજે પિસ્તાળીસવર્ષના કાકા આવીને બેઠા. જેમ જેમ બસ ની ગતિ વધી એમ પેલાભાઈની ગતિવિધિ વધવા લાગી . અને એ કાકા યુવતી ને અડપલાં કરવા લાગ્યા. અકડાઈને યુવતી એ કહી દીધું કે કાકા સરખા બેસો. પણ કાકાના અડપલા ચાલુ રહ્યા.યુવતી ઊભી થઈ ગઈ. તો કાકા પણ ઊભા થઈ ગયાં. ને અન્ય એક યુવતી પાછળ ઊભા રહી ગયાં. ને અડપલાં કરવા લાગ્યા. યુવતી થી આ સહન ના થયું. ને કહ્યું કે તમારે આગળ ના સ્ટેન્ડે ઊતરવાનું હતું તો કેમ ઊભા થઈ ગયાં?તો પછી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે એમ કાકા યુવતી ને બોલવા લાગ્યા કે 'તુ મને બદનામ કરે છે... ''યુવતી એ કંડ્કટર ને ફરિયાદ કરી પણ ત્યાં પણ નિરાશા સાંપડી. ને આ ઓછું હોય તેમ પાછળ બેસેલ એક વ્યક્તિ પણ યુવતી વિશે અપશબ્દો બોલવા લાગ્યો . યુવતી એ એને કહ્યું કે કાકા કેમ આમ બોલો છો? તો પણ બાજુ માંથી કોઈએ યુવતી ને સમર્થન ના આપ્યું . એ યુવતી રડી ગઈ.મિત્રો એ યુવતી ને ફક્ત 'એ યુવતી' તરીકે ના જુઓ'. એ યુવતી તમારી બહેન ,પત્ની, દિકરી , માતા,,કોઈ પણ હોઇ શકે છે. તમે જાણો છો પ્રોબ્લેમ ક્યાં છે? હું કહું. એક સિસ્ટમ ઊભી થઈ ગઈ છે નકારાત્મકતા ની. એમાં કંઈક હકારાત્મક જોવા મળે તો આપણને આશ્ચર્ય થાય છે.. 

એક વાર વડોદરા સયાજીબાગમાં સામુહિક જમણવાર બાદ હું પેપરડીશ થોડે દૂર મૂકેલ ડસ્ટબીનમાં ફેંકવા ગયો તો ત્યાં બેઠેલ યુગલે તાળી પાડીને મને બિરદાવ્યો.કારણ કે ડસ્ટબીન હોવાં છતાં લોકો કચરો બહાર ફેંકતા હતાં. એટલે મારું કામ સામાન્ય હોવાં છતાં અસામાન્ય બની ગયું.

યુવતી ના કિસ્સામાં પણ આવું જ બન્યું . એનું વર્તન યોગ્ય હતું, વિરોધ યોગ્ય હતો.પણ છેડતી ના કિસ્સાઓ ને સામાન્ય સમજતા લોકોને આ અસામાન્ય લાગ્યું . એટલે આખી રાત એ શિક્ષિત યુવતી પોતાની જાતને કોસતી રહી. કે આવું કેમ?? હું પણ વિચારું છું આવું કેમ????? 

એક નાનકડો વિચાર કરજો કે કાલે આપણી દિકરી પણ આવા કિસ્સામાં હશે ને આજુબાજુના લોકો પાસે આવુ વર્તન જોઈ નિરાશ થશે એ કેવો સમય હશે?? એ પણ વિચારશે કે કેમ આવું? આપણે આ જ ચલાવવું છે? આવી નાની નાની વાતો મોટા અપરાધો ને જન્મ આપે છે. ને ત્યારે આપણે જ મિણબત્તીઓ લઇને નીકળી પડીએ છીએ...

-મિલન કુમાર






इन मीडिपा पे आप भरोसा कैसे कर लेते हैं जहा पर आप की सात पीढी तक कोइ नही पहुंचा

राष्ट्रीय जनता दल (RJD) के राजगीर प्रशिक्षण शिविर के दौरान पत्रकारों का एक ग्रूप बहोत बौखला गया जब वरीष्ट पत्रकार और इंडिया टुडे के पूर्व सम्पादक व लेखक दिलीप मंडल ने बिहारी मीडिया में दलितों और पिछड़ों की नगण्य भागीदारी सवाल उठाये और आंकड़ा पेश किया.


दिलीप मंडल ने मीडिया में सामाजिक न्याय का मुद्दा उठाते हुए कहा कि पटना के 200 से ज्यादा पत्रकारों में मुश्किल से एक दलित समुदाय का और चार-पांच पिछड़े समाज के पत्रकार हैं. उन्होंने कहा कि 90-95 प्रतिशत पत्रकार सवर्ण समुदाय से आते हैं. मंडल ने कहा कि बिहार में सामाजिक न्याय के नेताओं की सरकार 27 वर्षों से है और पिछड़ी व दलित जातियाों का सशक्तीकरण हुआ है जबकि मीडिया जैसे महत्वपूर्ण क्षेत्र में अभी भी उनका प्रतिनिधित्व नगण्य है.

दिलीप मंडल ने कहा कि उत्तर प्रदेश व बिहार का मीडिया विगत ढ़ाई दशकों से सामाजिक न्याय की सरकारों के विज्ञापन के बूते चलते रहे हैं लेकिन यही मीडिया सामाजिक न्याय की शक्तियों के खिलाफ अभियान चलाता है. इसकी सबसे बड़ी वजह मीडिया में पिछड़ों और दलितों की नुमाइंदगी का न होना है.मंडल ने उदाहरण देते हुए बताया कि 2015 के बिहार विधान सभा चुनाव में मीडिया ने मतगणना शुरू होते ही भाजपा की जीत की खबरें चलाने लगा. इनकी रिपोर्टिंग का नतीजा यह हुआ कि भाजपा के हजारों कार्यकर्ता जीत के लड्डू बांटने लगे, लेकिन मीडिया की यह खबर बुलबुले की तरह फूट गयी.

मंडल ने इस सवाल पर चिंता जताते हुए कहा कि उत्तर भारत में किसी भी पिछड़े नेता ने अपना समानांतर मीडिया खड़ा नहीं किया और वे उन्हीं मीडिया समूहों को समर्थन देते रहे जो उनके खिलाफ अभियान चलाता है और उन्हें बदनाम करता है. मंडल ने कि दक्षिण भारतीय राज्यों में क्षेत्रीय दलों ने अपना समानांतर न्यूज चैनल और अखबार चलाते हैं जिसके कारण उन्हें मुख्यधारा के मीडिया पर निर्भरता कम रहती है.

दिलीप मंडल द्वारा उठाये गये इन्हीं सवालों के बाद जब सत्र समाप्त हुआ और वह सभागार से बाहर चले गये तो कुछ पत्रकारों ने लालू प्रसाद के समक्ष अपना विरोध दर्ज कराते हुए कहा कि जाति का सवाल उठाना गलत है. एक पत्रकार ने कहा कि ब्राह्मण जाति में पैदा होना क्या गुनाह है. पत्रकारों का कहना था कि जब मंडल सम्पादक थे तो उन्होंने कितने दलित या पिछड़े लोगों को पत्रकारिता की नौकरी दिलवाई. पत्रकारों के इन सवालों को लालू प्रसाद ने अपने जाने पहचाने अंदाज में टेकल किया. लालू ने कहा कि कुछ लोगों के सवालों पर गंभीर होने से बचना चाहिए.

दिलीप मंडल को राष्ट्रीय जनता दल ने सामाजिक न्याय, लोकतंत्र और मीडिया का अंतर्संबंध विषय पर अपनी बात कहने के लिए आमंत्रित किया था.

ऐसी सच बोलने की अदा ने ही दिलीप मंडल को पत्रकारीता की दुनीया मे एक अनोखा स्थान दीया हुआ है. 

सोशीयल मीडीया मे काफी चाहना है दिलीप मंडल साहब की.















मंडल साहब ने आगे अपने फेसबुक एकाउंट के माध्यम से कहा :-

"पटना शहर के सात बड़े अख़बारों के 297 पर्मानेंट पत्रकारों में सिर्फ एक SC है।यह उस राज्य का हाल है, जहाँ सामाजिक न्याय के नाम पर सरकारें बनती हैं। बाक़ी देश का अंदाज़ा आप ख़ुद लगा सकते हैं।दिल्ली में किसी राष्ट्रीय चैनल में कोई SC एंकर नहीं है। राष्ट्रीय मीडिया में OBC की हिस्सेदारी सिर्फ 4% है।

सवाल यह नहीं है कि मीडिया जातिवादी है। सवाल यह है कि ऐसे अख़बारों और चैनलों पर आप भरोसा कैसे कर लेते हैं।"


બાબા સાહેબની વિચારધારાને ફેલાવવા આપણને ભક્ત નહી અનુયાયી જોઈયે : જિગર શ્યામલન

બાબા સાહેબના વિચારોના પ્રચાર, પ્રસાર માટે આપણને આંબેડકર ભક્તોની જરૂર નથી પણ આંબેડકર અનુયાયીઓની જરૂર છે.
ભક્તો અને અનુયાયીઓ બન્નેમાં એટલો જ ફેર છે જેટલો જમીન અને આસમાન.., ઘોડા અને ગધેડા વચ્ચે છે. ભક્તો એ વ્યક્તિપુજાથી પેદા થતો સમુદાય છે. જ્યારે અનુયાયીએ જે તે વ્યક્તિના સિધ્ધાંતોના અનુકરણથી પેદા થતો સમુદાય છે.
ભક્ત માત્ર વ્યક્તિપુજાથી સંતોષ માની લે છે, જ્યારે અનુયાયી માટે વ્યક્તિ નહી પણ જે તે વ્યક્તિએ બતાવેલ સિધ્ધાંતો અપનાવી તેનો બહુધા અમલ કરવામાં આવે તે સિધ્ધાંત પર કામ કરે છે.

ભક્તોએ બદલાતા મોસમની સાથે વિઝીટ કરવા આવતા યાયાવર પક્ષીઓ જેવા હોય છે... જેઓ વાતાવરણ બદલાય તેમ બદલાતા રહે છે. જ્યારે અનુયાયી ગમે તેવુ વાતાવરણ હોય તો પણ બદલાતા નથી.
આજે આપણે જોઈયે છીએ કે પછાત સમાજમાં બાબા સાહેબનો પ્રભાવ વધી રહ્યો છે... પણ અફસોસ એ વાતનો છે કે તેમાં ભક્તોની સંખ્યા પુષ્કળ વધી રહી છે. અનુયાયીઓની નહી...
જિગર શ્યામલનનાં જયભીમ................................





























Facebook Post : -

ચોક્કસ ફ્રેમમા બાંધેલી રાષ્ટ્રવાદ ની વ્યાખ્યા પર ફેરવિચાર કરવા ની જરુર છે : કિરીટ પરમાર


  • નિર્ધારિત સમય કરતા ઓફીસે મોડા આવવું.
  • નિર્ધારિત સમય કરતા વહેલા જતા રહેવું.
  • સોપવામા આવેલ કામ ન કરવું,ટાળવું 
  • પાન પિચકારી ખાઇ ને જાહેર રસ્તાઓ ઇમારતો,સોસાયટીઓ ,ને ગંદી કરવી
  • ટ્રાફિક ના નિયમોનુ ઉલ્લઘન કરવું
  • મા. બહેન,પત્નિ.દિકરી કે કોઇ પણ સાથે લિંગ આધારિત ભેદભાવ રાખવો
  • છુપો જાતિવાદ રાખવો
  • ઘર કે ઓફીસમાં ન કામ હોવા છતા પણ વિધ્યુત ઉપકરણો ચાલુ રાખીને વિજળીનો દુર્વ્યય કરવો
  •  ઘર કે ઓફીસમાં કે અન્ય સ્ય્થળોએ પાણીનો વ્યય કરવો
  • અંધશ્રદ્ધા ને પ્રોત્સાહન આપવું

આ બધી બાબતોને પણ હુ ભ્રષ્ટાચાર/રાષ્ટ્રવિરોધી કૃત્ય જ ગણુ છુ .કારણકે આનાથી પણ રાજ્ય/દેશ ને નુકશાન થાય છે .સંવિધાનની મુળભુત ફરજો/અધિકારોનું ઉલ્લંઘન થાય છે 
આ સિવાય બિજા એવા ઘણીય બાબતો છે /હશે જે મારા ધ્યાન બહાર રહી ગઇ હશે .
રાષ્ટ્રવાદ /રાષ્ટ્ર-વિરોધી ની વ્યાખ્યા ખુબ વિશાળ હોઇ શકે છે અને આપણે એક ચોક્કસ ફ્રેમમા બાંધેલી વ્યાખ્યાઓ/હકીકતો ને વળગી રહ્યાં છીએ.!!!!!!!!!!
કિરીટ પરમાર
૦૫/૦૫/૨૦૧૭