May 05, 2017

બાબા સાહેબની વિચારધારાને ફેલાવવા આપણને ભક્ત નહી અનુયાયી જોઈયે : જિગર શ્યામલન

બાબા સાહેબના વિચારોના પ્રચાર, પ્રસાર માટે આપણને આંબેડકર ભક્તોની જરૂર નથી પણ આંબેડકર અનુયાયીઓની જરૂર છે.
ભક્તો અને અનુયાયીઓ બન્નેમાં એટલો જ ફેર છે જેટલો જમીન અને આસમાન.., ઘોડા અને ગધેડા વચ્ચે છે. ભક્તો એ વ્યક્તિપુજાથી પેદા થતો સમુદાય છે. જ્યારે અનુયાયીએ જે તે વ્યક્તિના સિધ્ધાંતોના અનુકરણથી પેદા થતો સમુદાય છે.
ભક્ત માત્ર વ્યક્તિપુજાથી સંતોષ માની લે છે, જ્યારે અનુયાયી માટે વ્યક્તિ નહી પણ જે તે વ્યક્તિએ બતાવેલ સિધ્ધાંતો અપનાવી તેનો બહુધા અમલ કરવામાં આવે તે સિધ્ધાંત પર કામ કરે છે.

ભક્તોએ બદલાતા મોસમની સાથે વિઝીટ કરવા આવતા યાયાવર પક્ષીઓ જેવા હોય છે... જેઓ વાતાવરણ બદલાય તેમ બદલાતા રહે છે. જ્યારે અનુયાયી ગમે તેવુ વાતાવરણ હોય તો પણ બદલાતા નથી.
આજે આપણે જોઈયે છીએ કે પછાત સમાજમાં બાબા સાહેબનો પ્રભાવ વધી રહ્યો છે... પણ અફસોસ એ વાતનો છે કે તેમાં ભક્તોની સંખ્યા પુષ્કળ વધી રહી છે. અનુયાયીઓની નહી...
જિગર શ્યામલનનાં જયભીમ................................





























Facebook Post : -

No comments:

Post a Comment