May 05, 2017

એક સમય એવો આવશે : વિજય મકવાણા

એક સમય એવો આવશે કે,
એ લોકો તમારા બાળકોને શાળામાં ગૌમુત્ર પીવા ફરજ પાડશે.
એ લોકો તમારા ઘેર આવશે અને પરાણે બે ગદબ પૂળાના પૈસા માંગશે તમે નહી આપો તો જોર-જબરદસ્તી કરશે.
તમે રસ્તા પર ઉભેલી ગાયને હડસેલો નહી મારી શકો.
તમારી થેલીઓ તપાસવામાં આવશે. તમે લાખ સમજાવશો કે મુર્ગી છે. નહી માને..તમે પચાસ-સોની નોટ આપશો તો જ તમે મુર્ગી રસોડાં સુધી પહોંચાડી શકશો.
એ લોકો ગૌહત્યા કાયદાનો બેફામ દુરુપયોગ કરશે. તમે ચૂપચાપ દર્દનાક સ્થિતિનો અનુભવ કર્યા કરશો..
એ લોકો આટલાથી ધરાઇ જશે એવું તમે માનો છો તે તમારી ભૂલ છે.
એ લોકો બીજી કેટલીય બાબતોનો દુરાગ્રહ લઇને આવશે. આ કરો,તે કરો, આ પહેરો, તે ન પહેરો, આમ ચાલો, તેમ ચાલો, આ બોલો, પેલું ન બોલો, આનો ત્યાગ કરો, પેલું અપનાવો..
તમે તે પ્રમાણે જીવતા જશો..એક દિવસ ગુલામ બની જશો..એવા ગુલામ જેની પોતાની કોઇ ઇચ્છા નથી..
એક વાત મમળાવજો..જે લોકો એક સામાન્ય પશુમાં દૈવત્વનું આરોપણ કરી જીવતા જાગતા માનવની હત્યાઓ કરે છે ..તે જ વિચારધારા પર રચાયેલી શાસન વ્યવસ્થા ક્યારેય માનવતાવાદી ન હોઇ શકે ..
#ભગવોઆતંકવાદ 

- વિજય મકવાણા




















No comments:

Post a Comment