May 05, 2017

સાચો શિક્ષક દિન ક્યારે??? : વિજય મકવાણા

સને 1923 માં રાધાકૃષ્ણનને ત્યાં છઠ્ઠા સંતાનનો જન્મ થયો. નામ એનુ સર્વપલ્લી ગોપાલ. રાધાકૃષ્ણન ને ત્યાં એ પહેલાં પાંચ પુત્રીઓનો જન્મ થયો. ત્યારે અલ્ટ્રાસાઉન્ટ-સોનોગ્રાફી જેવી ટેક્નોલોજીનો જન્મ નહોતો થયો. હું શું કહેવા માંગુ છું તે આપ સમજી શકો છો!! રાધાકૃષ્ણ શ્રેષ્ઠ શિક્ષક હતાં એટલે જ રાષ્ટ્રપતિ બન્યાં બાદ ચોકની પેટી તરફ નજર પણ ન કરી. રાધાકૃષ્ણના કાર્યકાળ દરમ્યાન એમના જન્મદિવસને શિક્ષકદિન જાહેર કરાયો. પદની મુદ્દત પૂર્ણ થયા બાદ તેમણે પોતાના પુરાણા વ્યવસાયને અબ્દુલ કલામ જેમ અપનાવ્યો નહિ. સરકારે કુલ 26 વખત નોબલપ્રાઈઝ માટે રાધાકૃષ્ણનને નોમિનેટ કર્યાં. 16 વાર શિક્ષણ અને સાહિત્ય માટે. 10 વાર શાંતિ માટે. પણ કોણ જાણે કેમ? આટલી મહાન પ્રતિભાને નોબલવાળા રિજેક્ટ કરતાં હતાં એ રહસ્ય રહસ્ય જ રહ્યું..! છેવટે સરકારે કહેવાતા બ્રાહ્મણ રત્ન એવોર્ડ એટલે કે 'ભારત રત્ન' થી નવાજી દિધાં. રાધાકૃષ્ણનો એક વિદ્યાર્થી હતો. જદુનાથ સિંહા જેણે રાધાકૃષ્ણન પર પોતાનું તમામ સાહિત્ય ચોરવા બાબતે કેસ કરેલો. આ અંગે જદુનાથે કોર્ટમાં સજ્જડ પુરાવા રજુ કરેલાં.જે કેસમાં અંતે સમાધાન કરી ફરિયાદ ડિસ્પોઝ કરવામાં આવેલી. હું શિક્ષકદિન માત્ર 3 જાન્યુઆરીએ જ મનાવું છું. એ દિવસે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા 'રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફુલે'નો જન્મદિવસ છે. જેમણે હજારો અપમાન સહન કરી. 40 શાળાઓની સ્થાપના કરી. રાષ્ટ્ર પોતાના અસલી નાયકોને યાદ કરે.!
જય ભીમ જય જ્યોતિ જય સાવિત્રીબાઇ ફુલે!

- વિજય મકવાણા
























Facebook Post : -

No comments:

Post a Comment